Monday, 29 January 2018

અધૂરી આત્મ કથા


નિર્દોષ ગુનેગાર
લે પકડ..!
ઘોઘીએ ઘરમાં આવી સીધો ઘોઘાના હાથમાં એક કાગળ પકડાવતા કહ્યું.
આ શું છે..? ઘોઘાએ ઘોઘીને પુછ્યું.
ઘોઘાની સામે પડેલી ટીપોય પરથી ઘોઘાએ લંબાવેલા પગ ઉપાડીને નીચે મુકી અને એ ટીપોય પર બેસી ઘોઘીએ કહ્યું.
સ્ક્રીપ્ટ...! 
શેની સ્ક્રીપ્ટ ..?
ઘોઘીએ ઘોઘાની આંખમાં આંખ પરોવી કહ્યું.
અધુરી આત્મ કથા.
અરે પણ આ તો, ઘોઘો આગળ કૈ બોલે એ પહેલાજ ઘોઘીએ કહ્યું.
હાં એજ..!
ઘોઘા.! તારે કૈ કહેવાની જરૂર નથી..!
મને ખબર છે...!
આ એજ તારા ભાઈબંધના ભાઈબંધની વર્ષો પહેલાં લખેલી હતી,
એજ અધુરી આત્મ કથા છે.!
હાં પણ, એ તો બરોબર પણ,,,
ઘોઘો મુંજાય ગ્યો.
અકલે ઘોઘીએ કહ્યું.
શુ તૂ પણ ઘોઘા..!
હાં પણ, એ તો બરોબર પણ કરે છે.!
એજ કાગળીયો છે ને..!?
કાગળ પર નજર ફેરવતા ઘોઘાએ કહ્યું.
હાં પણ એ તો એજ છે પણ અધુરો છે.
બીજો ભાગ મારી પાસે છે..!
ઘોઘીએ પોતાની પાસે રાખેલો કાગળ ઘોઘાને બતાવતા કહ્યું.
અચ્છા..! તો હવે આનુ શુ કરવાનુ છે...?
અથાણુ...! ઘોઘીએ ગુસ્સે થૈ કહ્યું.
એમા ગુસ્સે શુ થાય છે,ખાલી પુછુ છુ એમા ..!
તો શુ કરૂ બીજુ ..!
ના તો તુ કદિ કૈ સીધુ બોલે છે.!
ના તો તને સીધુ કશુ સમજાય છે..!
લે એમાય મારો વાંક્ક..!
ના..! તારો શેમાય કૈ વાંક્ક નૈ હો..!
તૂ તો બૌવજ ડાયો....
મારાજ કોઈ જુના ગુનાહ કે મને
તારા જેવો ભૂત ભટકાયો...
ઘોઘીએ વ્યંગ સહ વ્યથા ઠાલવી.
ઘોઘાએ કહ્યું
બસ હવે બૌ લપ ના કર અને
આ કાગળ પકડી પકડાવીને,
તુ શુ કહેવા ચાહે છે એ બોલને..!
એક મને ઊંઘ આવે છે.!
હાં હાં એ સીવાય બીજુ તને આવે છેય શું...!
નીંદર...
હુહ..! સૂઈજા હવે..!
તારામાં ખબર નૈ હુ ક્યારે શુ વઘારીશ...
કાગળની વાત કાલે આગળ વધારીસ...
એમ બબડતી ઘોઘી.,
ઘોઘાને સોફાપર સુવાડી ઘેર વૈ ગૈ...
ક્રમશઃ........




નિર્દોષ ગુનેગાર
બે, મતલબકી બાતે...
બૌ વખતે,
દરવાજે આવીને ઊભેલી ઘોઘી પર
ઘોઘાનુ ઘ્યાન પડ્યુ.
અકલે ઘોઘીના ક્રોધથી બચવા,
ખુદનો બચાવ કરવા ઘોઘાએ ઘોઘીને કહ્યું.
તને એમ કે મને ખબર નથી હેં કે,
તુ ક્યારની દરવાજે આવીને ઊભી છે.
હાં તો નથીજ ખબર તને કે,
હુ ક્યારની દરવાજે આવીને ઊભી છુ.
હાં તો તુ સાચીજ છે.
ઘોઘી..!
ખરેખર મને ખબરજ નથી કે,
તુ ક્યારની દરવાજે આવીને ઊભી છે.
હુહ મને ખબરજ હતી ઘોઘા..!
કે,
તને ખબર નહીજ હોય કે,
હુ ક્યારની દરવાજે આવીને ઊભી છુ..!
હાં પણ, હવે ખબર પડી કે,
તુ ક્યારની દરવાજે આવીને ઊભી છે.
હાં તો હવે જ્યારે તને ખબર પડીજ ગૈ છે કે,
હુ ક્યારની દરવાજે ઉભી છુ
તો હવે તો અંદર બોલાવ.......
આવ...
આદત મુજબ ટીપોય પર ઘોઘાએ પગ
લંબાવેલા હતા તે ઉપાડીને નીચે મુકી,
ઘોઘીએ ટીપોય પર બેસી ઘોઘાને પૂછ્યું.
પેલો કાગળ ક્યા..?
ક્યો કાગળ.?
અધુરી આત્મ કથા વાળો.
એ તો તારી પાસે છે..!
હાં પણ એ અધુરો છે.!
તો એમા હુ શું કરૂ લે પણ..!
અક્લ્લ વગરના તુ આમેય ક્યા કશુ કરેજ છે..!
હાં તો શુ કરૂ બોલ..!
કાગળ ગોત..!
લે પણ તારા હાથમાજ છે.!
એ નૈ
તો.?
તને આપેલો તે..!
મને આપેલો તે .!! ક્યારે..?
ગઈ કાલે..!
હાં પણ એ તો ખબર નૈ ક્યાક મુકાઈ ગયો..
ઘોઘો ખોટુ બોલતો હતો.
એ કાગળ તકીયા નીચે છુપાયેલો હતો.
ઘોઘી જોઈ ગૈ...
અકલે ઘોઘાને હટાવી તકીયા નીચેથી
કાગળ કાઢવા પ્રયાસ કર્યો...
આ રહ્યો જો એ કાગળ...
ઘોઘી લૈ લે એ પહેલા ઘોઘાએ
તકીયા નીચે છુપાવેલો કાગળ લૈ લીધો.
અને ઘોઘીને બતાવતા કહ્યું.
અરે પણ આ તો ફાટેલો છે..!
સાચુ બોલ ઘોઘા..!
એ ફાટેલો છે કે તે ફાડેલો છે...?
અર્રી ગાંડી પણ હુ શા માટે ફાડુ...
હુ કૈ ગાંડો છુ કે ફાટેલા કાગળો ફાડુ..!
ડાયો પણ નથી.! તુ કૈ પણ કરી શકે છે..!
લાવ ફાટેલો તો ફાટેલો લાવ...
હુ કાલે સાંધી લાવીશ...
એમ કહી ઘોઘીએ ઘોઘાના હાથમાંથી
કાગળ જટી લીધો.
અકલે થોડો અમથા ફાટેલા કાગળના,
બે ટુકડા થૈ ગયા....
છતા એ બંને ટુકડા લૈ ઘોઘી પોતાને ઘેર વૈ ગૈ....
ક્રમશઃ
બ્લાસ્ટ :
મહાન લેખીકા :-એ હુ પછી નીરાંતે વાત કરૂ.
એવુ ત્રીજી ચોથી વાર કહ્યા પછી..
હજુ એને નીરાંત મળી નથી...
એનો અર્થ એજ કે હવે એને કૈ પડી નથી...
હુ તો વાંચકય નથી..

No comments:

Post a Comment