Saturday, 10 March 2018

નિર્દોષ ગુનેગાર

" Do i know u"
"અહ"
... અને પછી....
મને, વર્ષો પહેલાંની અકલે કે,
ભાઈબંધ અનંત મરી ગ્યો એ પહેલાની અકલે કે,
અનંત જીવતો હતો ત્યારની એક ઘટના યાદ આઈ ગૈ....
આ વાત તે દિવસની છે,
વર્ષો પહેલાં જે દિવસે ભાઈબંધની કોઈ ચહીતીની એક સહેલી,
પેલીને મળવા લાકડાની ડેલી ખોલી મહોલ્લામાં પ્રવેશી....
ત્યારે...
ભાઈબંધ ફળીયામાં કામ કરતો હતો.
મહોલ્લાની જુનવાણી લાકડાની ડેલીની સાંકડ ખખડતા અને,
ડેલી ખુલતા ભાઈબંધનુ એ તસફ ધ્યાન ખેંચાયુ.
જોયુ તો, એક સુંદર છોકરી ડેલીમા પ્રવેશી.
ભાઈબંધ તો ડેલી સામેજ જોતો હતો પણ,
પેલી સુંદર છોકરી પ્રવેશી અકલે ડેલી સાથે એની સામેય જોવાઇ ગયુ.
એમા ભાઈબંધનો તો કૈ વાંક ના કેવાય ને...!?
( તેદિ' ખબર નૈ કેમ ખાલી ધ્યાન ખેંચાયુ નૈતર સુંદરતા તરફ તો ભાઈબંધ આખે આખો ખેંચાય જતો.)
ભાઈબંધે જોયુ અકલે પેલીથી પણ ભાઈબંધ સામે જોવાય ગયુ.
એમા એનોય વાંક આમ તો જોકે નાજ કહેવાય.
બંનેએ સામ સામે જોયુ અકલેજ...!
બંન્ને ની નજર મળી.
અકલે ભાઈબંધ એ સુંદર છોકરી સામે ભર્યું ભર્યું ખાલી હસ્યો.
અને પછી પાછો પોતાના કામમાં પરોવાઈ ગયો.
" શું તૂ મને ઓળખે છે.?"
આવું કાં'ક એ ભણેલીએ અભણ અનંતને ઈગ્લીશમા પુછ્યું.
એને બીચારીને ખબર નૈ કે આ ભૈ પણ મારી જેમ અભણ છે.
જોકે, અમુક અંગ્રેજી શબ્દોનુ ભાઈબંધને મારી જેમ.
ભાંગ્યુ તુટ્યુ ગુજરાતી કરતા આવડે અકલે,
પોતાના કામમાં પરોવાયેલ ભાઈબંધને ,
પેલીએ સામે આવી ઓચીંતો સવાલ કર્યો.
" શું તૂ મને ઓળખે છે.?"
તો પણ લગીરે વીચલીત થયા વીના,
ફરી પેલી સામે જોઈ,મો ખોલ્યા વીનાજ
ભાઈબંધે સાવ ટુંકમાં પેલીને જવાબ આપ્યો.
"અહ,"
અકલે પેલીએ જરા ગુસ્સે થૈ ભાઈબંધને કહ્યુ.
"તો પછી મારી સામે તૂ હસ્યો શા માટે.? "
ભાઈબંધે ફરી એક ક્ષણ પેલી સામે જોઈ પછી મુછમા મલકાઈને કહ્યુ.
ગાંડી ..! આવો સાવ સાદો સવાલ ન કરાય ....
પેલીએ એકી ટસે બે ફિકર ભાઈબંધ સામે જોઈ ફરી સવાલ કર્યો.
" કેમ..!? "
હવે ભાઈબંધે પોતાનું કામ કરતાં કરતાં પેલી સામે જોયા વિનાજ કહ્યું .
"કેમ શું..!
અને પછી ભાઈબંધ એક કદમ આગળ વધ્યો અકલેકે ,
એણે પેલી સામે એક આંખ મીચકારી...
અને કહ્યું.
" એક સુંદર છોકરીને આવા સીમ્પલ સવાલનો જવાબ ખબરજ હોય."
પેલી કહે. "પણ મને નથી ખબર.. "
અકલે ભાઈબંધે કહ્યું " તો એ તારો વાંક..! મારો નૈ "
" સરખો જવાબ આપ.! " પેલીએ જરા કડક સ્વરે કહ્યું.
પેલી સામે જોયા વિના ભાઈબંધે હસતાં હસતાં કહ્યું
" અર્રે ગાંડી એ તો ક્યારનો આપી દીધો "
એમ કૈ ભાઈબંધ ફરી પોતાના કામે વળગી ગયો...
ત્યાં મહોલ્લામાં રહેતી આ સહેલીની પેલી તેની સહેલી પાસે આવી અને બોલી ,
"અલી તું શું આ ધંચક્કર પાસે શું ઊભી છે ..?"
ત્યારે પેલી સહેલીએ ફરિયાદ કરતાં કહ્યું .
"આ જો ને શું ને શું આડું અવળું બોલે છે કઈ સમજાતું નથી .. "
( ક્યાક સહેલી આકર્ષાઈ જશે તો ..? મનમાં એ ભય પણ ખરો પેલીને અકલે )
પેલી એની સહેલીનો હાથ પકડી ખેંચી જતાં કહ્યું..!
ભાઈબંધ સામે જોઈ મો મચકોડતા કહ્યું .
આનામાં કૈ ડૂબવા કે તરવા જેવુ નથી ...
આનામાં બૌ ઊંડું ઉતારવા જેવુ નથી ...
તું ક્યાં આની અક્કલ વગરના સાથે ભેજમારી કરે છે ...
એને સીધું બોલતા આવડતુજ નથી એની વાતો જ એવી હોય છે .!
પછી શું થયું એ મને આજ લગી ખબર નથી...
ખૈર.....
અને પછી,
મોટો બ્લાસ્ટ:-
વર્ષો પહેલા ભાઈબંધની કોઈ ચહિતી,
જે ભાઈબંધ જ્યારે પણ સુંદરતાની વાત કરે ત્યારે...
પોતાની વાત સાચી સાબિત કરવા બૌ દલીલ કરતી ...
પેલી કોઈએ કહેલી/કરેલી પાયા વગરની વાત જેમ કે,
“સુંદરતા તો,
જોનારની આંખમાં હોય છે” ( બકવાસ...)
કોઈ ભૂલથી બોલી ગ્યુ એ વાતનો મર્મ 
સમજ્યા વીચાર્યા વીના બસ ખુદ મોટો કે મોટી ફીલોસોફર હોય એમ એની એજ
વંચાય ગયેલી વંચાય વંચાયને ચવાય ગયેલી
ચવાય ચવાય ને ગંધાય ગયેલી વાત. દોહરાવ્યે રાખે છે લોકો ને લોકી.
બાકી એ સત્ય નથીજ..!
જેને આંખે આછુ કે ઓછુ દેખાતુ હોય,
એ પણ સુંદરતાને સ્પષ્ટ જોઈ શકતા હોય છે..!
ખૈર....
પણ આ અક્કલ વગરની પણ ભાઈબંધ ને વાતે વાતે કહેતી કે,
સાચી સુંદરતા ભીતર હોય છે..!
અને જાણે બાહ્ય સુંદરતાનું કોઈ મહત્વજ ના હોય એમ,
પોતાની વાત ખરી કરવા જ્યારે ત્યારે એકજ વાત કહેતી રહેતી કે ,
ખરી સુંદરતા ભીતરની હોય છે ..!
ત્યારે ભાઈબંધ ગુસ્સે થઈને કહેતો.
અક્કલ વગરની હું ભીતરની સુંદરતાનું મહત્વ જર્રાય ઓછું નથી સમજતો ...
અને માત્ર બાહ્ય સુંદરતાથી આકર્ષાઈ પ્રેમમાં પડ્યા પછી ,
આજીવન ખીલે બંધાયેલા....
અને પછી સંપૂર્ણ ખીલવાની બદલે અધવચ્ચે મુરજાઈ જતાં,
કઈ કેટલાય જીવનને ભીતરથી રફેદફે થતાં મે જોયા છે...!
અગર તું કહે છે એમ જો બાહ્ય સુંદરતાનું કોઈ મૂલ્ય કે મહત્વ ના હોતે તો,
આ તમારા શૃંગારો એટલે કે બનાવટી લાલી લપેડા પાવડર જેવા મેઇકઅપ બનાવતી...
અને ખર્વો ખર્વો રૂપિયા કમાતી ફેકટરીઓ અસ્તિત્વમાં ના આવી હોતે..!
અને, લોકો બગીચાની જેમ ઉકરડામાં પણ,
ટહેલવા જતાં હોત અને,
ઉકેડામાં પણ બાંકડા ગોઠવીને હવા ખાવા બેસતા હોતે.
મગર એવું હરગિઝ નથી થતું ...
ઉકરડામાં કોઈ બેસવા નથી જતું..!
ગંદકીની આસપાસ માત્ર માખી બણબણે ભમરા નહીં સમજી ...
અને હું એ માખો નથી ..!
અનંત એક સામટું બોલી ગયો.
અને પછી, ઊંડા સ્વાસ લઈ બોલ્યો ..
“ અનંત” મારી કે તારી સુંદરતા ઈશ્વરને આભારી છે..!”
આવું બધુ પેલીને ભાઈબંધે કહ્યા પછી ...
પેલી શું બોલી ..? કશું બોલી..? કે કશુજ બોલી નહીં ..?
એણે અનંત સત્ય સ્વીકાર્યું કે નહીં..?
એવી બધી મને ખબર નથી ...
પણ પછી , વર્ષો પહેલા...
ભાઈબંધે પોતાનેજ ઘઘલાવીને સમજાવતા લખેલું કે,
“ખુદની સુંદરતા પર કદિ‘ લગીરે ઘમંડ ના કરજે “અનંત”
યાદ રાખજે કે, ઈશ્વર કૃપાથી મળ્યો છે તને નવાબી ચહેરો..!
“અનંત”
ખાસ નોંધ :- આ ચિત્ર પણ કો'કે દોરેલું છે ..!
અને મે હમેશાની માફક આ ચિત્ર ચોરેલું છે..!
કોઈનું ચિત ચોરતા નથ આવડતું અકલે ચિત્ર ચોરું છું ..!
તું પણ મને ચિત્ર ચોર કહી શકે છે ..!
ઘરની ધોરાજી અકલે કે.
અકલલ વગરની મારી સવિતા...
સોર્રીઈ ઇ ઇ ઇ કવિતા ...
આ તારા સુંદર ચહેરા પર જે હળવું સ્મિત છે ..!
આમ તો જો કે એમાંજ ચોંટેલું મારુ ચિત છે ..!
પણ તોયે કોઈનું ચિત હું ના ચોરું.
એમ વિચારીને કે પછી,
સજા કોઈને પણ પછી ભારી પડે એ કરતાં તો
હું ચિત ના ચોરું એમાજ તારું મારૂ હિત છે..!
ભાઈબંધની હોય તો વાત નોખી છે ...!
મારી રચનામાં હું મારુ નામ નૈ લખું ..!
નામમાં શું બળ્યું છે ગાંડી ..!?
તું કામથી અકલે કે પ્રેમથી મતલબ રાખ ને ..!
લાસ્ટ બ્લાસ્ટ ફોર ભાઈબંધ :-
ભાઈબંધ દ્રઢતા પૂર્વક કાયમ કહેતો કે,
દેખાતું નહીં હોય તો છુપાયેલુ હશે ..!
પણ ..!
ચાહત હોય તો પણ ચહી મળવા જેને પ્રેમથી તેને મળાતુ નથી..!
મળ્યુ જે હીશાબથી તે નીભાવવુ પડે છે અંતે,
છુટી શકાતુ નથી..!
કારણ તો હોયજ છે.! કારણ વગર આ બ્રહમાંડમાં...કાઇજ થાતુ નથી...
"અનંત" અમસ્તું અમસ્તું આવું બધુ મારાથી ક્યારેય..,લખાતુ નથી..!
"અનંત"
આનામાં કૈ ડૂબવા કે તરવા જેવુ નથી ...
આનામાં બૌ ઊંડું ઉતારવા જેવુ નથી ...
આ એ બે લાઇન છે ભાઈબંધે એક વાર પેલીને જ્યારે તે એનામાં બૌ દિલચસ્પી લેવા લાગી હતી ત્યારે ભાઈબંધે પેલીને ચેતાવતા આ રીતે કહેલી ...
"અનંત" માંબૌ ઊંડા ઉતારવા જેવુ નથી ..!
સાચ્ચે મારામાં કૈ ડૂબવા કે તરવા જેવુ નથી...!
ચાહત હોય જો તને તો મને બસ તું દૂરથી
જોયા કર ચાહ્યા કર બીજું કૈ કરવા જેવુ નથી..
આ વાત પેલીએ તેની સહેલીને પોતાની રીતે સુધારીને કહેલી...
સહેલી ક્યાક અનંતમાં ડૂબી ના જાય અકલે ....
LikeShow more reactions
Comment

No comments:

Post a Comment