Friday, 2 March 2018

સમય સાથે બધુ બદલાતું નથી ...


સમય સાથે  બધુજ  બદલાય છે તે માન્યતા સાવ ખોટી છે ..! 

સમય બદલાય છે મગર સમય સાથે બધુજ બદલાતું નથી ...!  

ઘણું બધુ  જેમનું તેમજ રહેતું હોય છે . માત્ર એના રંગ ઢંગ નોખા હોય છે.. !  

ત્યારે પણ એજ સ્થિતિ હતી આજે પણ એજ છે ..! 

લોકો કે લોકી અધ્યાત્મિક પુસ્તકો વાંચી વાંચીને  ઉપર છલ્લું જ્ઞાન પ્રાપ્ત કરીને .... 

બૌ બધી ફિલોસોફિયો ઠોકતા ફરે છે   ..! 

આ એવા લોકો છે જે જરાક અમથા દુ:ખ કે પીડાતી ખુદ નાસીપાસ થઈ જતાં હોય છે .

પણ જ્યારે કોઈ પરિસ્થ્તીતિને આધીન દૂ;ખી હોય ત્યારે.... 

 જાણે ખુદ એવિ સ્થ્તિમાં ક્યારેય ગભરાયા ના હોય ... 

નાસીપાસ થયા ના હોય એમ પેલી દુખી વ્યક્તિને સમજાવવા લાગે છે ... 

અને અનુભવે સિધ્ધ કરેલી નહીં બલ્કે વાંચેલી ફિલોસોફી દ્વારા .... 

સમજાવવા લાગે છે . 

પણ યાદ રહે...!
 દુખીને દિલાસો આપવો અને સલાહો આપવી એ બન્નેમાં ,

આકાશ પાતાળ જેટલો તફાવત હોય છે..! 

દિલાસો કોને કહેવાય..? અને સલાહો કોને કહેવાય ..?

સમજો ભાઈબંધના વર્ષો જૂના શબ્દો થકી સમજાય તો..! 

દુખમાં સહભાગી થવું એટલે  દિલાસો આપવો ... 
બાકી  ખુદ મહાન છે જ્ઞાની છે એવું સાબિત કરવાનો વામણો પ્રયાસ   
એટલે માત્ર ને માત્ર સલાહો  આપવી ... 

આવી જ વાત વર્ષો પહેલા બનેલી ... 

એક દોસ્તાર ...

જે ખુદ કાયમ ચિંતા ગ્રસ્ત રહેતો જેના મોમાં કાયમ રોદ્ણા બસ રોદ્ણા જ હોય ... 

નાની નાની તકલીફમાં નાસી પાસ થઈ જાય ... 

જો કે એ બધામાથી ઊગારવા અધ્યાત્મિક પુસ્તોકો ખૂબ વાંચે રાત રાતભર જાગે ..! 

શિબિરોમાં જાય ધ્યાન કરે યોગ કરે બૌ બધુ  કરે ... 

તો પણ એના વિચારોમાં આચારોમાં લગીરે ફર્ક ના પડે ..! 

આટઆટલું કરવા છતાં જાતને બદલી ના શકનાર એ દોસ્ત ... 

એક દિવસ હું જરા પરેશાન હતો ત્યારે ... 

હું  ભાઈબાધો પાસે જઈને બેસી ગયો ... 

ત્યારે ... એક દોસ્ત પણ ત્યાં આવેલો 

 જો કે બહાર તો અમે કાયમ મળતાજ  . 

તે દિવસે જ્યારે મે મારી પરેશાની અનંત અને અજ્ઞાની  સામે રજૂ કરી ત્યારે ... 

એ આવેલો દોસ્ત જાણે ખુદ સંત બની ગયો .

અને મને એ સમજાવવા લાગ્યો કે

કોઈ પણ વાત ને બૌ મનમાં ના લેવાય .... 

બસ જે થાય તેને માત્ર શાક્ષી ભાવે જોવાનું ... 

( એ દોસ્ત  પર આ બધી વાંચન ની અને  અ સત્સંગની ક્ષણિક અસર હતી .) 

પછી તો એણે મને અહિયાં સુધી કહ્યું કે

મન એ રીતે કેળવવું જોઈએ કે સ્વજનનું મૃત્યુ થાય તો પણ ..! 

મન હ્રદય પર તેનો કોઈજ પ્રભાવ ના પડવો જોઈએ ... 

એની વાત સાંભળી  હું તો ચુપજ રહ્યો . 

પણ અજ્ઞાનીએ એને મે માત્ર એટલુજ  પૂછ્યું કે શું  તું આ કરી શકે છે ..???

શું સમય આવ્યે તું આમ કરી શકશે ..??? 

અને એ  દોસ્ત ચૂપ થઈ ગયો.

ત્યારે અનંતે તે કહ્યું દોસ્ત ને કહ્યું . 

ઐ દોસ્ત તું માત્ર કોઇની વાતોથી દોરવાઈને માત્ર વાતો કરે છે ..!

જેમાં તારો જાત અનુભવ બિલકુલ નથી..! 

જ્યારે વાસ્તવિકતા એ છે કે દુનિયાનો કોઈ પણ મહાન માણસ કેમ ના હોય ... 

ગમે તેટલો આધ્યાત્મિક જ્ઞાન કેમ ના ધરાવતો હોય ... 

તો પણ જ્યારે તેની નિકટનું કોઈ સ્વજન મૃત્યુ પામે ત્યારે .... 

એક ક્ષણ તો એની ભીતર પણ પીડા ઊઠે ઊઠે ને ઉઠેજ ..!

જે સતત સાથે હોય જે સતત પાસે હોય એ અચાનક દૂર જાય તો દુખ તો થાયજ ..! 

તો અગર જો એવા જ્ઞાનીને પણ સ્વજન ગુમાવ્યાની પીડા થતી હોય તો

સામાન્ય વ્યક્તિની સ્થ્તિ શું થાય ..?   

આમ કહી અનંતે  પેલા દોસ્ત સામે જોઈને કહ્યું . 

દોસ્ત:- કોઈના મુખે સાંભળવું, સાંભળીને બોલવુંવાંચવું કે વાંચીને બોલવું. 

ખૂબ સરળ હોય છે ..! અઘરો હોય છે તો માત્ર અનુભવ ... 

જાત અનુભવ વગરનું જે કઈ આપણે કહીયે /કરીયે /બોલીએ ....

એને માત્ર ને માત્ર અનુકરણ કહેવાય .... 

અને અનુકરણમાં ક્યારેય અક્કલ ના હોય એ વાત હમેશા યાદ રાખજે ... 

ચૂપચાપ સાંભળી રહેલો દોસ્તની વાસ્તવિક પીડા હવે બહાર આવવા લાગી . 

તેણે અનંતને પ્રશ્ન કર્યો . 

અનંત તારી વાસ્તવિક વાત મને સમજાઈ ગઈ . 

હવે એક પ્રશ્ન એ ઉદભવે છે કે કોઈ પણ વ્યક્તિ 

પોતાના મૃત્યુ પામેલા સ્વજનને ક્યાં સુધી યાદ કરે ...

જબાવમાં અનંતે વર્ષો પહેલા લખ્યું હતું તે કહ્યું. 

"અનંત" સહી સહીને સહેસો કેટલું.  
જેટલી લાગણી દૂ:ખ પણ એટલું .    

સ્વ્જનનું ગયા પછી યાદ આવવું એ તો ,

એ બંને વચ્ચે કેટલો પ્રેમ અને લાગણી છે એના પર નિર્ભર હોય છે ...! 

કોઈ કોઈ અતિ નિકટ હોય બનેને એક બીજા પ્રત્યે  લાગણી પ્રેમ અને આદર હોય તો

બે માથી કોઈ એક જ્યારે મૃત્યુ પામે ત્યારે જે હયાત હોય તે વ્યક્તિ 

છેલ્લા સ્વાસ લગી તેની  સાથે વિતાવેલી  એક એક ક્ષણને યાદ કરીને  ઝૂરતી રહે . 

  કોઈ કોઈ સાથે તો રહેતા હોય પણ તેની વચ્ચે પ્રેમ કે લાગણી ઓછી હોય ... 

અને એવું થવા પાછળ અનેક કારણો હોય . 

તો એવિ વ્યક્તિમાથી કોઈ એક મૃત્યુ પામે તો બીજી જીવિત વ્યક્તિ નું દુખ થોડાજ 

સમયમાં ઓસરી જાય પણ તો પણ એ વર્ષો સાથે રહેલી વ્યક્તિને સંપૂર્ણ ભૂલી તો નાજ શકે ..! 

અને કોઈ કોઈ તો બંધાતા બંધાઈ ગયા હોય પણ પછી થી બિલકુલ જામતું ના હોય 

અને બસ એક બીજા પાછળ કોઈ પણ મજબૂરી વસ ઢસડાતા હોય ... 

અને એ બેમાથી જ્યારે કોઈ એક ઊકલી જાય તો કદાચ છૂટકારનો અહેસાસ પણ થાય ... 

તો પણ ભૂલી તો નાજ શકે સારી કે ખરાબ ઘટના રૂપે,

 જનાર વ્યક્તિ યાદો કાયમ તેના ઝહેનમાં જીવતી  રહેતી હોય છે .!    

અને બસ એ સારી કે ખરાબ પ્રેમ ભરી કે નફરત ભરી યાદોજ..!

ફરીવાર ભેગા થવા કે છૂટા પડવાનું કારણ બનતી હોય છે ..!  

ક્રમશ 


No comments:

Post a Comment