Friday, 2 March 2018

શ્રી

"અકળ મૌન..."

"અમુક અમુક કોયડા ક્યારેય ઉકેલાતા નથી.... "

સાંકડી ગલીની ભીતર છેક છેવાડે આવેલા .... 

"ખાલીપાથી ભરેલા " ખંડરની માલીપા...  

વર્ષો પહેલા .....

આ વિષય પર અમારા ત્રણેય વચ્ચે ચર્ચા ચાલેલી ... 

ત્યારે વારા ફરતી ભાઈબંધોએ ચર્ચાના અંતે આ વાત કહેલી .... 

કે, 

સમજાતું નથી "અજ્ઞાની" કે, ક્યારેક મરવાના વાંકે જીવતી વ્યક્તી ... 
વર્ષો સુધી જીવી જાય છે ... 

તો ક્યારેક,,,  યુવાન, હસતી ખેલતી 'હસ્તી ' કોયડા માફક કોયડો થઈ ...
ઓચિંતી  ઊકલી જાય છે ...! 



ત્યારે... "અનંત" દર્દ થાય છે . જ્યારે કોઈ અચાનકજ ઓચિંતું જાય છે ... 

જેનું એ સ્વજન નથી એને બૌ ફર્ક નથી પડતો ... 
એ તો એની પાછળ ગમે તે બોલે છે બાફે છે ...! 

મગર ... 

ઓચિંતા વિદાય થયેલા સ્વજનની ચિંતા  ,પીડા વેદના વ્યથા ... 
તો ,જે જનારની  નિકટ હોય, એનેજ સમજાય છે, અનુભવાય છે ..! 

નિકટના સ્વજનના ગયા બાદ, ઘર બીજા અનેક સ્વજનોથી  ભર્યું ભ્રર્યું હોવા છતાં ..! 

નિકટની એક વ્યક્તિના જવાથી  હ્રદયનો એક ખૂણો 

તા ઉમ્ર ખાલી રહે છે અને ખાલીપો અનુભવે છે... 

( આ ખંડર પણ એક એવોજ ખૂણો છે ..! ) 

અને એના એ  ખાલી ખૂણાના ખાલીપાની માલિપા,

પણ , યાદો સમેત કઈ કેટલુય ભરાઈ જતું હોય છે... !   

આજે ફરી સૌથી છેલ્લે એક અદાકારાને શ્ર્દ્ધાંજલી આપવા ...  

મારે વર્ષો પહેલા ભાઈબંધે લખેલા કાગળિયા અને એનાજ શબ્દોનો 

સહારો લેવો પડ્યો ..! 

વર્ષો પહેલા ભાઈબંધે અમારા એક ભાઈબંધની પત્ની ...

જે ભર યુવાનીમાં અચાનકજ જ્યારે આ ફાની દુનિયા છોડી ગયેલી ત્યારે ... 

તેને આપેલી શ્ર્દ્ધાંજલી પણ યાદ આવે છે ... 

અને એજ શબ્દો થકી   હું એક અદાકારાને શ્રદ્ધાંજલી અર્પણ કરું છું ... 

"અનંત" આ મહેનત કશ  શરીર પર કદિ કોઈ બીમારીની નજર ના પડે ..! 
ઐ મૌત તું  જ્યારે પણ આવે , તો એ રીતે આવજે કે જીંદગીને ખબર ના પડે ..! 

"અનંત"

આ વાત જે ભાઈબંધ અનંતે વર્ષો પહેલા ....

પ્રાર્થના રૂપે લખેલી પોતાના માટે ... 

જે આજે શ્રી ને અર્પણ ... 

શ્રી તારા  સુંદર શરીર પર કદિ કોઈ બીમારીની નજર ના પડી ... 
"અનંત" મૃત્યુ પણ એ રીતે આવ્યું કે જીંદગીને ખબર ના પડી...   
"અનંત" 
https://www.facebook.com/photo.php?fbid=222981051144937&set=a.119481608161549.20378.100002991311961&type=3


તે રાત્રે ... 

આજ સુધી વણ ઉકેલ્યા આ અકળ કોયડાની વાતની  શરૂઆત.... 

 આકસ્મિક મૃત્યુથી થયેલી ... 

વર્ષો પહેલા અમારા એક યુવાન દોસ્તની યુવાન પત્ની ,

અચાનક ભાઈબંધને છોડી ગયેલી અર્થાત મૃત્યુ પામેલી ... 

તેની અંતિમ વિધિ બાદ જ્યારે અમે  ત્રણેય ભાઈબંધો રાત્રે મળ્યા ત્યારે ... 

આ વિષય પર ચર્ચા થયેલી .. . 

"બૌ અઘરું છે યાર, આમ અચાનક કોઈનું છોડી જવું "

આવું જ્યારે હું બોલ્યો ત્યારે, અનંતે  કહ્યું .

"ખરી વાત છે પરિયા જન્મનું કારણ સૌ જાણે છે ..! "

કારણ મૃયું નું પણ સૌ જાણે છે . 

પણ એ માત્ર બાહરી કારણ હોય છે .  

જો કે મોતના કારણો વ્યક્તિએ વ્યક્તિએ  અલગ અલગ હોય છે ..!" 

કોઈ  બુઢાપામાં મોતે મરે છે, તો કોઈ બીમારીમાં. 

કોઈ અકસ્માતમાં મરે છે તો કોઈ આત્મ હત્યા કરે છે ..!

આમ જન્મનાર હર એક પ્રાણી નિષ્પ્રાણ થાય છે અર્થાત મરે  છે ..! 

પણ મરનાર મરીને આખરે જાય છે ક્યાં  ..??? 

એ આજ સુધી એક અકળ કોયડો છે ..! 

અનંતેની વાતનો દોર સાંધતા અજ્ઞાનીએ કહ્યું કે,   

અનંત એ રહસ્ય સદીઓથી સૌ શોધે છે ..! 

સાધુઓ સાધના થકી અને વૈજ્ઞાનિકો સાધન થકી . 

જ્ઞાનીઓ આત્માના ઊંડાણે ઉતરીને આંતરિક શક્તિ અને,

 મંત્રોની મદદથી મૃત્યુનું રહસ્ય શોધે  છે . 

જ્યારે વૈજ્ઞાનીનો બાહરી યંત્રોની મદદથી શોધે છે રહસ્ય મૃત્યુનું . 

અજ્ઞાનિની વાત સાંભળી મે માત્ર ડોકી ધૂણાવી . 

ત્યારે અનંતે , અજ્ઞાનીને કહ્યું 

"અજ્ઞાની "તારી વાત સાચી છે પણ વૈજ્ઞાનીકોને  પણ આખરે ... 

યંત્રો  બનાવવાની અને તેના દ્વારા .... 

સંશોધન કરવાની પ્રેરણા તો ભીતરથીજ મળતી હોય છે ને ..! 

"હા" અજ્ઞાનિએ અનંતની વાતનો સહજ સ્વીકાર કરતાં કહ્યું . 

અને પછી અનંતે કહ્યું . 

તેમ છતાં આજ સુધી માણસ કેમ આવે છે ક્યાથી  આવે છે એ સૌ જાણે છે ,

પણ મરીને ક્યાં  જાય છે એ આજ સુધી કોઈ સંપૂર્ણ રીતે જાણી સમજી શક્યું નથી . 

જે જાણી ગયા છે એ જણાવતા નથી . 

જે સમજી શક્યા  છે તે સમજાવી શકતા નથી . 

"હાં ..! કેમકે એ અનુભવ અને અનુભૂતિનો વિષય છે. " 

અજ્ઞાનીએ વાત આગળ ચલાવતા કહ્યું . 

અનંત જે સમજી ગયા  છે પણ સમજાવી નથી શકતા . 

એવા લોકો એટલે સમજાવી નથી શકતા કેમકે,

 હજુ એ સંપૂર્ણ  કશુજ સમજી શક્યા નથી હોતા . 

અને તું કહે છે કે જન્મનું કારણ સૌ જાણે છે ... 

પ્રાણ સમેત પ્રાણી કેમ આવે છે, ક્યાથી આવે છે એ સૌ જાણે છે ... 

તો એ જાણકારી પણ હજુ  અજ્ઞાન ભરી ને અધૂરી છે અનંત  ..! 

મે અને અનંતે સવાલ ભરી નજરે અજ્ઞાની સામે જોયું . 

અજ્ઞાની જાણે અમારો સવાલ સમજી ચૂક્યો હોય એમ જવાબ આપ્યો . 

સાંભળો પરિયા અને અનંત ... 

લોકો એજ માને છે, જે જુવે છે ,અને જે જુવે છે ,અનેજ સત્ય માને છે . 

લોકો સમજે છે કે ,એક નર અને માદા યાની ,

એક  સ્ત્રી અને એક પુરુષના ,

શારીરિક મિલન  થકી યાને સંભોગ થકીજ પ્રાણી માત્ર જન્મે છે ..! 

પણ રહસ્ય તો  જન્મનું પણ મૃત્યુ જેટલુજ અકળ છે ..! 

એ ખરું કે  સ્ત્રી પુરુષના શારીરિક મિલન થકી પ્રાણી માત્ર જન્મે છે .! 

પણ મૃત્યુ જેવોજ સહસ્યમય અકળ આ સવાલ  છે કે , 

આખરે પ્રાણ આવે છે ક્યાથી ..! ???

અનંત અને અજ્ઞાની જ્યારે વાતો કરતાં હતા ત્યારે ....

હું માત્ર હું ડોકિજ ધૂણાવતો  હતો . 

કદાચ એ લોકોની વાતને સમર્થન આપતા ગીતો યાદ કરતો હતો . 

અને મને અનેક ગીતો યાદ આવી ગયા એક સામટા ... 

એટલે અકળ સવાલ સમેત અજ્ઞાનીની વાત પૂરી થઈ ત્યારે મે કહ્યું . 

હાં અજ્ઞાની એટલેજ તો કઈ  કેટલાય શાયરોએ આત્માના અનુભવે... 

 એવા એવા લખ્યા છે, જેમાં આવન જાવનની ,

અકળ પ્રક્રિયા વિષે સવાલો થાય છે  ...!

જો કે, "ગંગા આયે કહા સે ગંગા જાયે કહા રે..." 

હેમંત કુમારના સ્વરમાં ફિલ્મ કાબુલી વાલાનું આ અલૌકિક ગીત ... 

અજ્ઞાની "ગંગા" ની જગ્યાએ  "આત્મા" લગાડીને ઘણીવાર ગાતો. 

આમ ઊંડાણથી સમજો તો આ ગીત પણ એ વાત તરફ્જ ઈશારો કરે છે .!    








 બ્લાસ્ટ :- 

આ ખંડર પણ એક એવોજ ખૂણો છે..

"જે  ખાલીપાથી ભરેલો  છે "

આ ખૂણાના ખાલીપાની માલીપા .. 
જૂની વાતો , જૂની યાદો, પ્રેમ , પીડા, આનંદ, અને , 
અમારા ત્રણ સિવાય કોઇની  આવન જાવન નથી... !

"અનંત"
  
વર્ષો પહેલાં.....

એક દોસ્તની વેદના વ્યથા....

ભાઈબંધ અનંતે પોતાના શબ્દોમા...

વર્ણન કરી, વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપેલી...

એક દોસ્તની પત્નીને...

અને લખેલું કે,

તારા હોવા ન હોવા વચ્ચે આજે અચાનક !

"અનંત" યુગોનો.............ખાલીપો સર્જાયો .

******************************************

"અનંત"તારા હોવા ન હોવા વચ્ચેનો આ ખાલીપો ......... કેમ કરી ભરાશે..?

રોઈ રોઈ મારી આંખના આંસુ તો સુકાય જશે,

પણ તારી યાદ.!

ભીતર ભીતર હ્રદય મનને કોરી ખાશે.

"અનંત" 

બ્લાસ્ટ :-

કહેવાય છે ખાલીપો, અનુભવાય છે ખાલીપો....

પણ, આ અનંત ખાલીપો ક્યા ખાલી હોય છે.?

કોઈના જવાથી ખાલી પડેલી એ ખાલી જગ્યા..

ખાલી નથી રહેતી....

બલ્કે પહેલા જેની હસ્તી થકી જીવન ભર્યું ભર્યું રહેતું હોય છે,

તે હસતી ખેલતી હસ્તીની હસ્તી મટી ને માટીમાં ભળી ગયા પછી ...

એ જગ્યા તુરંત ભરાઈ જતી હોય છે . 

મગર....

હવે એ ખાલીપાની માલીપા ભરાય છે માત્ર ને માત્ર ...

વીતેલી ક્ષણોની યાદોથી.....

જી હાં..! એ ખાલીપાની માલીપા તો,

અનંત...વેદના....

અનંત...પીડા ...

ઘર કરી લેતી હોય છે ...!

જનાર સાથે જોડાયેલી જીવાયેલી અનેક ક્ષણો અનેક ઘટના ...

અને બસ એ યાદોથી ભરાઈ જતો હોય છે..! "ખાલીપો"

હ્રદયનો એ ખાલી ખૂણો યાદોથી, વેદનાથી ભરાઈ જતો હોવા છતાં...!

પણ જે ઓછપ અનુભવાય એનુ નામ ખાલીપો....




આવુ બધુ ઈવડો ઈ ક્યારેક કો,ક વતી પણ જાણે પોતા પરજ વીતી હોય..

એવી રીતે લખી નાખતો.......

આજે પણ અનંતના લખેલા એ જૂના કાગળિયા ....

ઝર ઝર્રીત થઈ બંધ કબાટમાં શ્વાસ લ્યે છે ...

જે અનંતના ઊકલી ગયા પછી...

ફુરસતે હું રાત રાત ભર ઉકેલ્યા કરું છું ...


બ્લાસ્ટ :- માણસથી માણસ સુધી પહોંચવા માત્ર માણસ થવું પડે છે ..! 


અને કદાચ માણસથી માણસ સુધી પહોચવું આસન પણ છે ..! 


એટલેજ ભાઈબંધ કહેતો કે ,


માણસથી માણસ સુધી પહોચવું આસાન છે. કિન્તુ, 

"અનંત"

માણસના  હ્રદય સુધી પહોચવા કલાકાર થવું  પડે .! 

"અનંત"

એક વ્યક્તિ આસાનીથી બીજી વ્યક્તિ સુધી પહોંચી શકે છે ..! 
પણ છેક કોઈના હ્રદય સુધી તો એક કલાકારજ પહોંચી શકે ..!

"અનંત"  



No comments:

Post a Comment