Wednesday, 21 March 2018

અજ્ઞાનિની અગોચર વાણી


"અજ્ઞાની" ઈચ્છા જો દ્રઢ હોય તો, 
ઈચ્છા મુજબ મળે છે. 
બાકી જે કંઈ પણ મળે તે સૌને સૌના 
ગજા મુજબ મળે છે. 

આ શબ્દો વર્ષો પહેલા અજ્ઞાનીના મુખેથી ચર્ચાના અંતમાં નીકળેલા. એ રાત્રે જ્યારે અમે ચાય સાથે ખંડેરમાં મળ્યા ત્યારે ... 
કોને કહેવાય સાધના.?
 અને,કેમ કરાય ધ્યાન ?
હે "અજ્ઞાની" શક્ય હોય તો, 
આજ આપ મને તું આટલું જ્ઞાન. 
કે, 
સાધના એટલે શું ..? ધ્યાન એટલે શું..? 
એ કેમ થાય .? કેમ કરાય ..?
જિજ્ઞાસાવત જ્યારે મે આવો સવાલ અજ્ઞાનીને કર્યો ત્યારે ...
અનંતને આ બાબતે બૌ જ્ઞાન નહીં એટલે તે રાત્રે અનંત ચૂપજ રહ્યો. કેમકે એ ભલી ભાતી જાણતો કે જે વિષયમાં ચાંચ ના ડૂબે,તેમાં ખોટી ચંચુપાત કરવીજ ના જોઇયે. ખાલી ખોટી હોશિયારી મારવા કે પછી પોતે બડો બુધ્ધિમાન છે.! તેવુ અન્યની સામે સાબિત કરવા જે વિષયમાં ચાંચ ના ડૂબતી હોય, તેમાં ખોટી ચંચુપાત ના કરવી જોઇએ... 
આવી નીજી સમજદારીને આધીન અનંત ચૂપજ રહ્યો. છેક સુધી. અને,અજ્ઞાનીએ ચાયનો છેલ્લો ઘૂંટ ભરી ખાલી પ્યાલી ટીપોય પર મુકતા કહ્યું. 

"પરીયા લોકો "સાધના" ને માત્ર ઈશ્વર સાથે જોડીને ચાલે છે. જ્યારે કે, સાધના નો અર્થ થાય છે સાધવુ. એટલે કે પામવું એટલેકે હાંસીલ કરવું. 
અને આ જગતના પ્રાણી માત્ર પ્રેમ,આનંદ,અને સુખ હાંસીલ કરવા ચાહે છે ..!
અને એ પામવા હાંસીલ કરવા સાધવા યેનકેન પ્રકારે સતત પ્રયાસ કરતો રહે છે ..! 
અર્થાત સાધના કરતો રહે છે ... 
સાધના અર્થાત પ્રયાસ જે ક્યારેક બાહ્ય તો ક્યારેક આંતરિક હોય છે. 
જોકે મોટા ભાગે સાધના શબ્દને ઈશ્વર પ્રાપ્તિ સાથે જોડી દેવાયો હોય,લોકો એમજ સમજે છે કે એક જગ્યા પર આસન લગાવી,આંખ બંધ કરીને ધ્યાનમાં બેસવું એટલે સાધના. 
જ્યારે કે કંઈ પણ પામવા 
સાધના અનેક રીતે થઈ શકે છે. 
કોઈ પોતાનું કામ ચાહે પુરુષ ધંધો કરતો હોય,મજૂર  મજૂરી હોય, કે પછી, કોઈ શોધ સંશોધન કરતો હોય., 
એજ રીતે કોઈ સ્ત્રી ગૃહિણી હોય ઘરકામ કરતી હોય, બાળકોની સંભાળ લેતી હોય, કે પછી એ પણ ઘર પતિ ,બાળકો અને ,ઘરના અન્ય સભ્યોની દરકાર કરવા સાથે સાથે આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા ,
અન્ય પ્રવૃતિ ઘરમાં યા બહાર કરતી હોય . 
એને પણ આમ તો જો કે સાધનાજ કરી કહેવાય ... 
સાધના યાની સુખ પામવાનો પ્રયાસ... 
ધ્યાનથી સાચી દિશામાં દ્રઢતાથી કરવો તે .! 
આટલું કહી થોડી વાર મૌન થઈ પછી,
દાઢી પર આંગળી પાસરાવતા અજ્ઞાનીએ મારી સામે જોઈને કહ્યું . પરીયા ધ્યાનને પણ નાદાન લોકોએ ,
ઈશ્વર પ્રાપ્તિ માટે થતી ક્રિયા સાથે જોડી દીધું છે. 
જ્યારે કે ધ્યાન પણ અનેક રીતે થઈ શકે છે. 
પોતે હાથમાં લીધેલ કાર્યને પૂર્ણ કરવા અને  ઠોસ પરિણામ હાંસિલ કરવા યાની કી સાધવા જે પણ કાર્ય, પછી તે કાર્ય કોઈ પણ હોય, 
તેમાં લીન, તલ્લીન થઈ જવું,એને ક્રીયા ને પણ એક પ્રકારે ધ્યાનજ કર્યું કહેવાય... 
જો કે મોટા ભાગે જે ઈશ્વર પ્રાપ્તિ અને એના સહારે કંઈક અલૌકિક શક્તિ પામવા માટે લોકો જે પ્રયાસ કરે, એક સ્થાન પર આંખ બંધ કરી બેસે છે એનેજ,
આ જગતના નાદાન લોકો દ્વારા સાધક કે ધ્યાની કહેવા સમજવામાં આવે છે.! 
ખૈર .. 
એ ,એ લોકોની સોચ સમજ  છે જે બદલવી એનાજ હાથમાં હોય , આપણે એને કશું કહેવા સમજાવવાનું કે એ લોકો બાબતે કશું બોલવાનું ના હોય. 
અને પછી ધ્યાન અને સાધના વિષેવિસ્તારથી પોતાની સમાજ મુજબ સમજાવતા અજ્ઞાનીએ કહ્યું . 
ધ્યાનથી સાંભળ પરીયા... 
સાધના અર્થાત સાધવું . 
સાધવુ અર્થાત પામવું. 
પામવું અર્થાત હાંસીલ કરવું . 
જે વ્યક્તિ જે ઇચ્છતા હોય તે, પામવા અર્થાત્તિ સાધવા ધ્યાનમાં લીન થઈ જવું અર્થાત સ્થૂળ દેહને અતિક્રમી જવું. 

(આમ કોઈ કોઈ વ્યક્તિ પોતાના કોઈ કાર્ય દરમ્યાન પણ જાણે અજાણે સ્થૂળ દેહને અતિક્રમી જતી હોય છે.) 
દાખલા તરીકે, 
કોઈ  એક વ્યક્તિ જેનું કાર્ય આગ સાથે જોડાયેલું હોય,
અને  તે ક્યારેક ક્યારેક પોતાના કાર્યમાં એટલો બધો લીન તલ્લીન થઈ જતો હોય છે કે,પછી  તેને આગની જાળ પણ અસર નથી કરતી. અને આગ સાથે કામ કરતા કરતાં અગર તેના પગ તળે અંગારો આવી જાય તો પણ એ અંગારા ની ક્ષણીક પીડા બાદ એને અવગણીને પોતાના કામમાં લીન તલ્લીન થઈ જાય છે. અથવા તો પોતાના કાર્યમાં લીન તલ્લીન હોવાને કારણે પગ તળે આવેલા અંગારા ની પીડા તરફ એનુ ધ્યાન નથી પડતું. 
આ રીતે પીડાથી બે ધ્યાન થવુ એ પણ એક પ્રકારેનુ ધ્યાનજ કહેવાય. 

એવીજ  રીતે કોઈ સુથારને કામ દરમ્યાન ખીલી કે હથોડી લાગી જાય તો 
જો એ પોતાના કામમાં તલ્લીન હોય તો તેને માત્ર થોડી ક્ષણ પીડાની અનુભૂતિ થાય છે . 

અને પછી થોડીજ ક્ષણ બાદ લોહીની ધાર પણ અગર વહેતી હોય તો પણ,
તેનું ધ્યાન તે તરફ નથી જતું અને સુથાર સ્વસ્થ ચિતે પોતાનું કાર્ય કરતો રહે છે .!   
કારણ કે ત્યારે એવિ વ્યક્તિ એના કાર્યમાં એટલી બધી ધ્યાનસ્થ થઈ જતી હોય છે ..! 
અને ત્યારે તે વ્યક્તિ જાણે અજાણે સ્થૂળ દેહને અતિક્રમી જતી હોય છે ..!
અજ્ઞાની એ સુથાર અને લોહીની ધાર વાળી વાત કરી એટલે તુરંત મને ,

પોતાના કામમાં તલ્લીન અનંતને પગમાં લાગેલી 
પતરાની ધાર ... 
અને પતરાની ધાર લાગ્યા બાદ ઘાવમાથી દડ દડવહેતા લોહીની ધાર... 

યાદ આવી ગઈ એ સાથેજ એ આખી ઘટના મને નજર સામે આવી ,

એટલે મે અનંત સામે જોયું ... 

ચૂપ અનંત મારી સામે જોઈ ચુપચાપ જરીક અમથું ઉદાસ હસ્યો ... 

તે દિવસે ઘટના એવિ ઘટેલી કે પોતાના કામમાં તલ્લીન અનંતને 
પતરાની ધાર વાગી અને તેમ છતાં એ કામ કરતો રહ્યો કારણ કે એને ખબરજ ન હતી કે , 
એના પગમાં પતરાએ ઊંડો ઘસરકો મારી દીધો છે .! 
એને તો છેક ત્યારે ખબર પડી જ્યારે મહોલ્લાના ફળિયામાં આવેલ 
સાર્વજનિક નળમાં તે વારા મુજબ પાણી ભરવા ગયો ... 
ત્યાં સુધી તો એ આમ તેમ ચાલતો હતો અને લોહીના લાલ ચટક અનંત પગલાં પટમાં છપાતા હતા. 
પણ પછી જ્યારે અનંત ફળિયામાં ગયો, 
અને બાલ્દી નળ નીચે રાખીને સાઇડમાં નીચું મો કરીને ઊભો રહી ગયો ત્યારે, 
તે દિવસે અનંત તેની ચહિતીથી રિસાયેલો હતો. 

અકલે કે તેની સાથે અબોલા લીધેલા ...
તેથી અનંત તેની સામે પણ નહોતો જોતો અને નીચું ઘાલીને પોતાની બાલ્દી ભરાય 
ત્યાં સુધી સાઇડમાં ઊભો રહી ગયો. અને ત્યારે પેલીનું ધ્યાન 
અનંતના પગ પર પડ્યું. અને એ ચોંકી ગઈ. પેલીએ અનંતના લોહી નીંગણતા પગ સામે જોઈ પછી અનંત સામે જોયું, મગર પેલીથી રીસાયેલો અનંત તો નીચી મુંડી કરીને ઊભો હતો ચૂપચાપ.! અનંતની બાલ્દી ભરાઈ ગઈ અકલે તે બાલ્દી લઈ ચાલતો થયો. 
ત્યારે પણ અનંતના પગમાથી અઢળક લોહી વહી રહ્યું હતું અને જમીન પર લોહી ભીના પગલાં છપાતા હતા. 
અનંતના લોહી ભીના પગલાં ઘરથી ફળિયા સુધી અને ફળિયાથી ઘર સુધી છપાતા હતા. 
છતાં અનંત એ હકીકત થી બેધ્યાન હતો કે તેને પગમાં પતરૂ વાગ્યું છે અને ધાવ માંથી દડદડ લોહી વહે છે. 
આ જોઈ પેલીની આંખો તગતગવા લાગી
 પેલી રીતસરની રડી પડી.
અનંત અંદર ટાંકીમાં પાણી ખાલી કરી બહાર આવ્યો. 
ફરી વારા મુજબ નળ નીચે બાલ્દી રાખી એજ મુદ્રામાં નીચી મુંડી કરી,ટાંકાની સાઇડમાં ઊભો રહી ગયો ચૂપચાપ ..! અંતે પેલીથી ના રહેવાયું . 
આમ તો જો કે અનંતનું દૂ:ખ પેલીથી ના સહેવાયું . 

અકલે પેલીએ અબોલા છતાં અનંત ને પૂછ્યું .

અનંત... 

અનંતે પેલીની સામું ના જોયું. કેમકે રિસાયેલો હતો. અબોલા લીધેલા અકલે જો કે ગુસ્સે પણ હતો. 

અનંત ચુપજ રહ્યો. એક હરફ સુધ્ધાં ના બોલ્યો ... 

પેલીએ ફરી કહ્યું . 

અનંત તને કહું છું સાંભળે છે.? 

મગર અનંત ચૂપ ..! 

અનંત તને કઈ થતું નથી..? 

હવે અનંતે ક્ષણિક પેલી સામે નજર કરી ફરી નીચું જોઈ ગયો. પેલી રડુ રડુ થઈ અનંત પર ગુસ્સે થઈ 

અનંત... બેરો છો કે.!? તને કહું છું સાંભળતો કેમ નથી.? હું તને પૂછું છું તને કઈ થતું નથી.? 
પેલીના અવાજમાં પીડા સમેત ગુસ્સો ઊભરી આવ્યો ..
અનંતે પણ પેલીને ગુસ્સે થઈ જવાબ આપ્યો ..! 

મને કઈ થતું હોય કે ના થતું હોય તાર્રે શું ..? 

તું તારું કામ કર.! 

અનંત ને હજુ ખબર નથી કે ,

પેલી અનંતના પગમાં વહેતી લીહીની ધાર અને એના થકી થતી પીડા વિષે પૂછે છે. 
અનંત તો પેલી આગલે દિવસે બે ચોટલી વાળવાનું અને પછી મળવા આવવાનું કહેલું મગર પેલી અનંત વાત નહોતી માની એજ વાતને લઈ અનંત ગુસ્સામાં હતો.
અકલે, 

મને કઈ થતું હોય કે ના થતું હોય તારે શું ..? 

તું તારું કામ કર ...

એમ કહી ફરી મો ઊંચું કરી આકાશ સામે જોવા લાગ્યો. 

હવે પેલીએ પીડા સમેત અનંત પર સખ્ખત ગુસ્સો આવ્યો અને,
ળ નીચે હથેળી રાખી  હથેળીમાં પાણી  ભરી અનંતના મો પર છાલક મારી... 
અને છાલક મારતા ગૂસસે થઈ બોલી ... 

ઉપર આકાશ તરફ શું જુવે છે આમ નીચે જો ..!

 તારા પગમાથી લોહી વહે છે..! 

તારા પગમાં કશુંક વાગ્યું છે  .! 

અને તને ભાન પણ નથી .! 

પાણીની છાલક મો પર લાગતાં અનંતે ગુસ્સે થઈ પેલી સામે જોયું . 

જોયું તો જોયું કે પેલીની આંખ તગતગી રહી છે, 
 તે રડી રહી છે. પેલીએ સામે જોતાં અનંતને ગુસ્સા અને પીડા સમેત રડમસ સ્વરે કહ્યું. 
અનંત તને કઈજ નથી થતું ..? 
તને પગમાં ઊંડો ઘાવ લાગ્યો છે, અને તારા પગમાથી ક્યારનું લોહી વહે છે, 
અને તને કશુજ નથી થતું ..? 
ત્યારે અનંતે પેલી સામે જોઈ બે અર્થમાં કહ્યું. 

થાય છે હવે થાય છે ..! 
પેલ્લા કૈ નહોતુ થતુ મગર હવે થાય, છે.! 
ખુબજ પીડા થાય છે.! 
એમ કહી અનંત બાલ્દી લઈ ભીતર જતો રહ્યો .... 
અને પેલી લોહીના પગલાં પાડતા અનંતને અંદર જતો જોતી રહી ... 

ત્યારનું સ્મરણ સમાપ્ત ...
એ સમયે અનંતની જે દશા દીશા હતી એનોજ દાખલો ટાંકી અજ્ઞાનીએ કહ્યું. 
પરીયા... એ સમયે પણ મે તને કહેલું કે ... 

આનંદ કે પીડા થી બે ધ્યાન થવું એ પણ 

એક પ્રકારનું ધ્યાંન જ કહેવાય ...
ક્યારે કૈ બાબત પર ધ્યાન આપવુ અને ક્યારે
કૈ બાબતથી બેધ્યાન થવું એ સૌ કોઈએ જાતે નક્કી કરવાનું હોય છ,પરીયા... 
વર્ષો પહેલા અજ્ઞાનીએજ આપેલું આ જ્ઞાન  

"અજ્ઞાની"બે ધ્યાન થવું  જ ખરું ધ્યાન..! 

તે રાત્રે ... 
વાતના અંતમાં અજ્ઞાનીએ કહેલું કે, 
"અજ્ઞાની" ઈચ્છા જો દ્રઢ હોય તો, 
 ઈચ્છા મુજબ મળે છે . 
બાકી સુખ ,શાન્તિ ,આનંદ 
સૌને સૌના ગજા મુજબ મળે છે. 
ખબર નૈ અજ્ઞાની આવી બધી વાતો કેવી રીતે કરી લેતો . 
આજ સુધી મને એ સમજાયું નથી કે, કેવી રીતે એ મારા પ્રશ્નોનો જવાબ આપતો ..?
જ્યારે કે એણે ક્યારેય કોઈ પણ પ્રકારનું 
વાંચન કર્યુંજ ના હતું . 

ખૈર ... 

બ્લાસ્ટ :- 

" અજ્ઞાની" જે નથી તેમાં બધુજ મળશે. 
અને જે છે તેમાં અડધુંજ પડધુંજ મળશે. 

"અજ્ઞાની"  
બ્લાસ્ટ :- 
જાત પર કે પછી જે કામ લીધું હોય હાથ પર 
તેના પર તે પૂર્ણ થશે કે નહીં .?
યાતો હું પૂર્ણ કરી શકીશ કે નહીં ..?
આ શંકા માત્ર સફળતા માટે રૂકાવટ પેદા કરી શકે છે ..! 
સફળતા નથી મળતી.  
જે શંકા કરે છે તેને ,  
સાધનામાં રૂકાવટ આવે છે, 
 અને ધાર્યું પરિણામ  મળતું નથી . 
યાતો વિલંબ થાય છે. 
કોઈ પણ કાર્ય યાને સાધનાનો આરંભ દ્રઢ શ્રધ્ધા અને,
 વિશ્વાસ સાથે કરવામાં આવે તો અચૂક ધાર્યું પરિણામ પ્રાપ્ત થાય છે..! 
સાધના  એટલે માત્ર ઈશ્વર પ્રાપ્તી યા તો,
ઈશ્વરીય શક્તી પામવા માટે એક આસન પર આંખ બંધ કરીને કરવામાં આવે છે એજ નહીં ...! 
બલ્કે, 
સાચી દિશામાં ધ્યાન પુર્વક લીન થઈ 
કોઈ પણ કાર્ય કરીયે
 તેને પણ સાધના જ કહેવાય.
"અજ્ઞાની"




     
  


No comments:

Post a Comment