Tuesday, 17 April 2018

બધુ બદલાય છે સતત ...



નિર્દોષ ગુનેગાર updated his cover photo.
2 hrs
વર્ષો પહેલા....
કલ્લાકો એકાંતે બેસીને અનંત સાથે વાતો કરતી ...
કોઈ ચહિતી ..
( કૈ ..? એ મને પહેલા પણ ખબર નહોતી અને,
આજે પણ નથી..! )
હાં તો, એ અક્કલ,મંદ ચહિતી,
જે એકાંતે અનંત સાથે ક્લ્લાકો
અલકમલકની વાતો કરતી ...
અને જેની સાથે કલ્લાકો અનંત અક્કલ વગરની વાતો કરતો ....
વર્ષો પહેલા...
અને પછી,
સમય સાથે બધુ બદલાઈ જતું હોય છે ...
આ સહજ સત્ય એને કદાચ સમજાયું નહીં ..!
" રંગે રૂપે બહારથી માણસ માત્ર બદલાય છે..!
પણ એનો આતમ બદલાતો નથી "
આ સહજ બાહ્ય પરીવર્તનની પ્રક્રિયા પણ,
કદાચ એ સમજી શકી નહીં..!
અને ધીરે ધીરે જક્કી અને પછી શકી થઈ
નિર્દોષ ભાઈબંધ પર નાહક શ્ક્ક કરવા લાગી .
ખુદમાં આવતો બદલાવ એને ના દેખાયો ...
પણ સમય સાથે બદલાતા ભાઈબંધમાં એને દોષ દેખાયો...
અકલે પછી પેલી પહેલા તું આવો હતો . હવે તેવો છે ..!
અકલે કે પહેલા ગમે..! તેવો અકલે કે ગમતો ...
તે ભાઈબંધ હવે તેને ગમે તેવો લાગવા માંડ્યો ...
અકલે કે જેવો તેવો , અકલે કે ચિલ્લા ચાલુ લાગવા માંડ્યો...
અકલે પહેલા કરતાં તેવું વર્તન ભાઈબંધ પ્રત્યે બદલાઈ ગયું..
અને પછી તે પોતાના બદલાયેલા વર્તન મુજબ ભાઈબંધ વિષે ,
અલગ અલગ અભિપ્રાય જ્યારે આપવા લાગી ત્યારે !
અકલે કે જ્યારે મળે ત્યારે એમ ..!
અકલે એક દિ ' ભાઈબંધે એને ગુસ્સે થઈ કહ્યું ..!
અક્કલ વગરની સમય સાથે તો જગત આખુય બદલાય છે...!
અને તને એકલા મારા સાથેજ વાંધા પડે છે..???
ખૈર ...
કૈ વાંધો નૈ હિસાબ મુજબ..! આ પણ, થવાનું હતું, થયું ...!
આમ કહી ભાઈબંધે સહજ સ્વીકાર કરતાં..
પેલીને છેલ્લી વાર કહ્યું ..
અનંત સાથે અનેકવાર અનેક તરફથી આવું વલણ થતું ..!
વ્યક્તિએ વ્યક્તિએ એકજ વ્યક્તિ માટે ,
લોકોના અલગ અલગ અભિપ્રાય હોય શકે છે...!
એજ રીતે એકજ વ્યક્તિની ઓળખ ,
વ્યક્તિએ વ્યક્તિએ બદલાતી હોય છે ..!
એક માટે જે સારો હોય , તે બીજા માટે નઠારો હોય શકે ..!
યા તો એકને ખરાબ લાગતો એજ વ્યક્તિ બીજાને બૌ સારો પણ લાગે ..!
આવું બધુ ભાઈબંધ વર્ષો પહેલા મનેય ઘણી વાર કહેતો..!
પણ હું ચૂપ રહેતો પણ, રહી ના શકતો અકલે સવાલ કરી બેસતો.
તે રાત્રે જ્યારે એણે આવી જર્રાક અમથી ખીલોસોફી ઠોકી મૌન થઈ ગયો ત્યારે....
મે કહ્યું. યાર્ર મૌન કેમ થઈ ગયો .. ?
આ બાબતે તો હજુ ઘણું બોલી શકાય એમ છે ..!
તો તું થોડું વધારે બોલને આમ જરીક તણખો કરી મૌન શું થઈ જાય છે ..!
ત્યારે અકળાઈને અનંતે કહ્યું.
મૂક ને યાર માથાકૂટ એજ ચીલા ચાલુ ચવાઈ ગયેલી વાતો છે આ બધી..!
આમાં મે કશુંજ નવું નથી કહ્યું
પણ મને નવું લાગે છે ..!
તો લાગવા દે ખોટી ભેજામારી ના કર મારી સાથે ..!
લ્યા કોઈ તારા પર વહેમાય એમાં તું મારી પર શાનો અકળાય છે..?
હું બિલકુલ અકળાતો નથી..!
ખાલી અકળાતોજ નથી બલ્કે તને ગુસ્સો પણ આવે છે ..!
એ પણ માત્ર તારો ભરમ છે પરિયા...
એમ ..!? તો પછી મો કેમ લાલ થઈ ગયું છે તારું ..?
તું કૈ સ્ત્રી તો નથી કે ના તો તારામાં જરીએ શરમ જેવુ છે .!
હાં બાકી નારી ના ચહેરા પર શરમના શેરડા પડે તો એ લાલ થઈ જાય
એવું મે સાંભળ્યુ છે ..!
તે ખાલી સાંભળ્યુ જ છે !
મે તો જોયું પણ નથી એવું કદિ '
એટલે મને એ બાબતે કૈજ ખબર નથી ..!
તે રાત્રે પછી અર્થ વગરની બૌ ભેજા મારી થયેલી અમારી વચ્ચે ..!
અંતે થાકીને હું સૂઈ ગયેલો ...
અકલે પછી ભાઈબંધે પેલીને છેલ્લે કહ્યું .
જ્યારે પેલીએ ભાઈબંધને કૈ ના કહેવા જેવુ કહ્યું ત્યારે...
કે ,
એજ તું
એજ હું
છતાં હવે કેમ લાગે તને એવું
કે હું બદલાઈ ગયો છું ..?
પહેલા તને મારી સાથે કલ્લાકો વાતો કરવાનું બૌ ગમતું
અને હવે નથી ગમતું ,
તો કઈ વાંધો નૈ એમ્મા શું ..!
તારે જે ધારવું હોય વિચારવું હોય મારા વિષે તું ગમે ! તે વિચારી શકે છે ..!
અગર ના ગમે તે વિચારે તો પણ મને કશોજ વાંધો નથી ..!
અને હોય તોય તાર્રે શું ..?
આમ બેફિકરાઈથી કહીને,
વર્ષો પહેલા અનંતે જે એના ઈર્ષાળુ અદેખા દોસ્તોને કહેલું તેજ ,
છેલ્લે ભાઈબંધે પેલીને કહેલું કે,
બ્લાસ્ટ:-
હાં હાં , મને કબુલ મંજૂર છે .! અભિપ્રાય તારો પણ, જે કૈ હોય,
મારા વિષે. "અનંત" ખબર નૈ મને .? કોને કેવો હું ક્યારથી લાગુ.
"અનંત"
બઅસ...
પછી તો એ મરી ગ્યો ...

"અનંત" સતત આખુય જગત બદલાય છે સતત ... 
તો, પછી ,તને, મારા એક સાથેજ કેમ વાંધા સખત ..?, 

LikeShow more reactions
Comment

No comments:

Post a Comment