Monday, 9 April 2018

એક શિક્ષક

નિર્દોષ ગુનેગાર shared his photo.
હુ પણ જલ્સા કરૂ છુ! તૂ પણ જલ્સા કર...!
જલ્સા કરતુ ઈ મૌજી આ મૌજી..
બ્લાસ્ટ :-જાતે ફટાકડો બનાવીને કરેલો... બ્લાસ્ટ....
જૂના ને નવું સમજીને વાંચો કે નવાને જૂનું સમજી ને જેવી તમારી મરજી....
લેખક ને જે વાત વારંવાર લખવાનું મન થાય....
અને વાંચકને જે વારંવાર વાંચવાનું મન થાય...
એ સાહિત્ય ઉતમ સમજવું...
કતિરા.......... 

Arun Shah परीया कुछ नया पोस्ट कर यार
June 16 at 5:46pm ·
Katira Paresh Arun Shah લ્યા અરુણ્યા નવું તો કશું મારી પાસે ક્યાથી હોય...
હાં બૌ જૂનું નહીં એવું નવું જે હું ભૂલી ચૂક્યો હોવ એવું એવું બધુ છે ઘણું છે ...
જે બધુ અહી જ છે ...
અને એ જે ભુલાઈ ગયેલું નવું જૂનું, જૂનું નવું છે જે ભુલાઈ ગયું છે...
એ બધુ સમય સમયે ફેસબુક યાદ કરાવે છે ...
બસ હું પણ એ વાંચું છું ને જલ્સા કરું છું તું પણ એમ મારી જેમ કર...
આજે ફરી ફેસબુક ભાઈએ એક જૂની પોસ્ટ ઉખેળી ને સામે ધરી છે ફરી શેર કરું છું ....
નવું સમજીને વાંચ જે ભઇલા ...
ત્યાં સુધી કે જ્યાં સુધી કઈ વર્ષો જૂનું નવું રૂપ લઈને ના આવે....


નિર્દોષ ગુનેગાર is with Bhavin 'shikhar'.
June 18, 2014
Bhavin 'shikhar' 
4 hrs ·
સંબંધોની ડોર એક વાર તૂટે પછી ફરીથી જોડાઈ તો શકે, છતાંય ગાંઠ તો રહી જ જાય છે.
.
.
એ જ રીતે,
.
.
ફેસબુક પર એક વાર પોસ્ટ મૂકાઈ ગયા પછી તે 'edit' તો થઇ શકે, પણ 'edit history' તો રહી જ જાય છે.
Bhavin 'shikhar'....
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
સબંધોમાં તૂટેલી ડોર સાંધવી એજ તો સૌથી મોટી વાત છે ....
અને તૂટેલા સંબધ સાંધવા ગાંઠ બાંધવા માટે પહેલી પહેલ એજ કરી શકે....
જે પોતાની ભૂલ સ્વીકારી શકતા હોય...
અથવા ક્ષમા આપી શકતા હોય....
અને ક્ષમા એજ આપી શકે જેનું હ્રદય વિશાળ હોય ..
"જોકે મારુ તો નથી જ...!" 
તૂટેલા સંબંધ માં ગાંઠ બાંધવી એટલે કરેલી ભૂલ સ્વીકારવી અને સુધારવી...!
તો હું એમ પૂછું છું કે જ્યારે કોઈ સબંધોમાં તૂટેલી ડોર ને સાંધે છે....
યાને ફરી ગાંઠ બાંધે છે તો એમાં ખોટું શું છે..???
સબંધોમાં તૂટેલી ડોર સાંધવા વાળેલી ગાંઠ તરફ,
ફરી ફરીને જોવાથી સંબંધ ગાઢ ના થાય ને... !
અગર એ રીતે તૂટીને કોઈ સંબંધ બંધાતા હોય તો, એમાં ખુશ થવું જોઇયે !
નહીં કે પેલા ને વારે ઘડીએ ગાંઠ યાદ અપાવી અને,
એ ગાંઠ ને ઢીલી કરવાનો પ્રયાસ કરવો....
બની શકે તૂટ્યા પહેલા ના સંબંધ કરતાં,.
તૂટ્યા પછી જે ગાંઠ બંધાય તે ગાઢ બંધાય,
અને સંબંધ પહેલા કરતાં વધુ મજબૂતી પામે એવું પણ બને ... !
તૂટેલા સંબંધોને જોડવા ગાંઠ બાંધવી ...
એનો સીધો જ અર્થ એ કે સંબંધ ફરી સુધારવો,
અને પહેલા કરતાં વધુ બહેતર અને મજબૂત બનાવવો....
અને જો પહેલા કરતાં પ્રેમ વધુ ગાઢ કરવાના પ્રયાસ રૂપે,
ગાંઠ બાંધવામાં આવે , તો ગાંઠ કરતાં,
ગાઢ સંબંધનું મૂલ્ય વધી જાય છે, નહીં કે ગાંઠ નું.
અને એમ કરતાં એ ગાંઠ પણ મૂલ્યવાન થઈ જાય છે.
કેમકે એ ગાંઠ થી જ ગાઢ ની પ્રક્રિયા શરૂ થઈ હોય છે.
બસ,,, મારા વ્હાલા આવું જ અહી એડિટ નું છે ....
ધન્ય વાદ કહો ઝૂકબર્કને કે ,
જેણે જીવનમાં ભૂલ સુધારવા જેવી જ સુવિધા અહી પણ આપી...!
વર્ના અચ્છા અચ્છા લેખકો,
ગુજરાતી ભાષા વિષે હોબાળો કરનારાઓ....
પણ શબ્દમાં જોડણીમાં ગજબની ભૂલ કરતાં હોય છે...!
અને એ બાબતે અહી ઘણી વાર શાબ્દિક બબાલ પણ થતી મે જોઈ છે...!
ક્યારેક તો ભૂલમાં થયેલી શબ્દ કે જોડણી ની ભૂલના કારણે....
અર્થના ગંદા અનર્થ સર્જાતા પણ મે જોયા છે...!
તો મૂળ વાત પર આવીએ... 
ઘણી વાર પોતાની વાતને ઉતાવળમાં રજૂ કર્યા પછી....
લેખકને વધુ બહેતર શબ્દો મળ્યા હોય તો,
એ માટે પણ એ એડિટ કરતાં હોય....
ઘણી વાર ઉત્સાહમાં ને ઉત્સાહમાં અથવાતો ઉતાવળમાં...
શબ્દો કે જોડણી સિવાય અન્ય ભૂલો પણ થઈ જતી હોય છે.
ઉત્સાહ કે ઉતાવળમાં ક્યારેક કોઈ વિષે એવું લખાય જાય....
જે વાજબી ના હોય, અને એના કારણે કોઇની લાગણી દુભાવા ની શક્યતા હોય,
યા કોઈ મિત્ર ગુમાવો પડે એમ હોય , અથવા ...
કોઈના ગૂસ્સાનો પણ સામનો કરવો પડે એવિ સ્થિતિ સર્જાવાની શક્યતા હોય ..
આ બધી વાતનું ભાન લેખક ને પછી થી થાય તો પણ એડિટ કરે...
ઉતાવળમાં લખ્યા પછી પોસ્ટ થઈ ગ્યાં પછી ...
જ્યારે લેખક ખુદ નિરાંતે વાંચે ત્યારે એને ખ્યાલ આવે કે,
સાલું આ તો ઉતાવળમાં ને ઉત્સાહમાં બફાઈ ગયું હવે.... !!!
તો આવનારી હર એક નબળી ક્ષણને આવતી રોકવાનો ઉતમ રસ્તો...
એટલે "એડિટ" યાને થયેલી ભૂલ મનોમન સ્વીકારી ને ચૂપ ચાપ સુધારી લેવી ....
અને એમાજ શાણપણ છે. એમાજ સમજદારી છે...
જેણે ગાંઠ જોવામાં જ દિલ ચસ્પી હશે ...!
એ ગામની “ઇ સ્ત્રી” સોરી હિસ્ટ્રી જોયા કરશે...! 
બાકી તો અહી તૂટતાં પહેલા જ .!
વાળેલી વધારાની ગાંઠ પણ સબંધોને ગાઢ બનાવી શકે છે.... !
અને છેલ્લે છેલ્લે આ અંજાન મિત્ર ની વાત પણ અહી નોધવા યોગ્ય છે...
Chirag સબંધો માં રહેલી ગાંઠ અને ફેસબુકમાં એડિટ કરેલી
પોસ્ટની એડિટ હિસ્ટરી બન્ને એ વાત નો પુરાવો કરે છે કે,
આપણી ભૂલ હતી અને આપણે તેનો સ્વીકાર કર્યો. એમાં ખોટું શું છે ?
ભૂલને સ્વીકારવી એતો બહુ મોટી બહાદુરી છે.
ભૂલોનો સ્વીકાર કરવાથી આપણું મહત્વ ઘટી જતું નથી,
પરંતુ આપણા મહાન આધ્યાત્મિક પાસાનો ખ્યાલ આવે છે!

ખાસ નોંધ :-
જરૂર પડ્યે... અથવા .... જ્યારે પણ મને ભાન થશે કે,,,,
મારાથી કઈ બફાઈ ગયું છે , કાચું કપાઈ ગયું છે .
અને એ કારણે મારુ નાક કપાય એમ છે તો...
નિજ સ્વાર્થે, તમારા નહીં ..!
પણ મારા નાકને કપાતું બચાવવા માટે એડિટ કરવામાં આવશે.... 
   હઁ ....
ભાવિન ભાઈ ...
યાર આમ ને આમ તમે,,,
મને પણ લેખક બનાવી નાખશો ....
ભાઈ આપણને એ નૈ ફાવે....
LikeShow more reactions
Comment
2 Comments
Comments
Bhavin 'shikhar' "લેખક બનાવી નાખશો"?? અરે સાહેબ, લેખક બની ગયા.. હવે કંઈ બાકી રહ્યું? 
Manage
3y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Bhavin 'shikhar' " ભાઈ ધક્કે ચડાવવાના ધંધા રેવા દ્યો.... 

મને એ નૈ ફાવે કોઈ પર દયા કરો યાર... 
Manage
1yEdited
LikeShow more reactions

No comments:

Post a Comment