ON THIS DAY
જ્યારે કઈ ના સુજતું ત્યારે....
વર્ષો પહેલા...
નવરા બેઠા અડધી રાત્રે અનંત લખતો આત્મ કથા ...
અધૂરી આત્મ કથા ...
અધૂરી પાત્ર કથા ....
અધૂરી પાત્ર કથા ....
હજુયે એ પછીનો કાગળિયો મળ્યો નથી ...
કોણ હતી..? બન્ને ...?
કોણ સાથે રહી , કોણ છોડી ગઈ અનંતને ....
કોણ હતી એ બંને આખરે.... ???
જેને અનંત સાથે રાખવા ચાહતો હતો ....
મનેય આજ સુધી ખબર નથી પડી ...
કેમકે એ પછીની કોઈ કડી મને નથી મળી...
કેમકે એ પછીની કોઈ કડી મને નથી મળી...
હજુ પણ શોધું છું મળે તો ઠીક છે નૈ તો ....
આ શીર્ષક સાથે અહિજ અંત ...
અધૂરી આત્મ કથા ...
અધૂરી પાત્ર કથા ....
અધૂરી પાત્ર કથા ....
"અનંત"
નિર્દોષ ગુનેહગાર is with Pravin Miyaatra and 2 others.
July 22, 2012 at 9:33 PM
વર્ષો પહેલા જ્યારે કઈ ના સુજતું ત્યારે....
અનંત પોતાની આત્મકથા લખતો....
વેર વિખેર... અસ્ત વ્યસ્ત .... છૂટા છવાયા ...
પડેલા અનંતના અસ્થિ પિંજર સમા કાગળિયા ઉકેલતા મને ...
એમાનો એકજ કાગળિયો મળ્યો ....
જે આ રહ્યો...
અનંતની આત્મ કથા ....
(1) મને બન્ને સાથે જોઇયે.....!
*********************************
ના નહીં...! બિલકુલ નહીં.
*********************************
ના નહીં...! બિલકુલ નહીં.
હવે હું કોઈ એકને જ સાથે નહીં રાખું .
કે ના તો હવેથી હું કોઈ એકની સાથે રહીશ. .
જો રહીશ તો બન્નેની સાથે જ રહીશ.
અને એ બન્ને ને હું સાથે રાખીને જ જંપીશ.
મે બન્ને સાથે વારા ફરતી રહી જોયું છે અને અનુભવ્યું કે,
કોઈ એકની હાજરી વખતે મને બીજીની ગેરહાજરી ખૂંચતી રહી...
એકની હાજરીમાં બીજીની કમી મહેશુશ થતી રહી...
પેલી હતી. જે દિવસ રાત મારી સાથે પડછાયાની માફક રહેતી.
દિવસભર મને વીંટળાય રહેતી અરે, રાત રાતભર એ મને જગાડતી.
એ સતત સતત સતત પ્રેમ પ્રેમ બસ પ્રેમ જ માંગતી.
પણ હુ લાચાર મજબૂર કરું તો શું કરું...
મારી પાસે પ્રેમ હોય તો આપું ને ?
જરાક ઓછપ આવે કે તુરંત ફરિયાદો કરતી,
મને પીડતી. અને હું એનાથી ખુબજ તંગ આવી જતો.
અને ત્યારેજ...! મારી સામે એની બીજી બહેન આવતી જે મને આકર્ષતી.
એ બંન્ને ક્યારેકજ ! સાથે રહેતી એ બન્ને વચ્ચે બહુ બનતી નહીં.
"એક હોય ત્યાં બીજી ના હોય."
'ને પછી હું પણ ધીરે ધીરે એની તરફ આકર્ષાવા લાગ્યો ખેંચાવા લાગ્યો ....
અને ત્યાર બાદ એના કારણે મારી પરિસ્થિતિમાં,
અને મારામાં પણ પરીવર્તન આવવા લાગ્યું....
હું પેલી કરતાં આની સાથે વધુ ખુશ રહેવા લાગ્યો
પહેલા કરતાં ખૂબ આનંદમાં જીવવા લાગ્યો ...
અને, પેલી જે દિવસ રાત પડછાયા માફક મારી પાસે રહેતી ...
તેના પર હું ગુસ્સે થવા લાગ્યો....
ઘણી વાર ગુસ્સામાં કહી પણ દેતો 'તું મારો પીછો છોડ.....!'
દિવસ રાત પડછાયા માફક સાથે ને સાથે રહે છે...!
કદીક તો છૂટો મૂક ! મને..!
અને ....
એક દિવસ રિસાયને કે પછી મારી ખુશી ખાતર ....
એણે ખૂબ સિફતથી મારો ત્યાગ કર્યો....
એ મને છોડીને ચાલી ગઈ....(ક્રમશ)
"અનંત"
MEMORIES YOU MAY HAVE MISSED
“સત્ય” સાવ ધીમેથી પણ જો ભીતરથી ‘ને દ્રઢતાથી કહેવામા આવે તો તેના પડઘા યુગો સુધી દૂર દૂર પણ સંભળાય છે.
જ્યારે ‘અસત્ય’ ચીલ્લાઈ ને કે રાડો પાડીને ઉચ્ચારવાથી પણ સત્ય નથી થઈ શકતું નાતો તેની અસર બહુ દૂર જઈ શકે છે.
અરે ‘અસત્ય’ તો બોલનારને ખુદને પણ ભીતરથી સ્પર્સી શકતું નથી . અને એ બેચેન રહે છે.
‘ને “સત્ય” સદૈવ ભીતર આનંદ આપે છે.
(અહી ઘણું અપવાદ પણ હોય શકે છે.)
“હા કોઈના ‘અસત્યને’ કોઈ ડરના માર્યા સ્વીકારે યા તો,
કોઈના સત્યને સ્વીકારભાવના અભાવે નકારે એ વાત નોખી છે.”
“અજ્ઞાની” —






No comments:
Post a Comment