Sunday, 29 July 2018

પ્રેમ અનંત છે

પ્રેમમાં પડવું ??? હાં એના વિના જીવન શક્યજ નથી !
ના, હવે નહીં ?? ડરી ગયા ? બીકણ 
પડીયે એટલે,

વાગી જાય ! /એ તો થવાનુંજ 
છોલાઈ જાય !/ એ પણ થવાનું
લોહી પણ નીકળે, /ચોક્ક્સસ નીકળવાનુંજ બહાર દેખાય નૈ એવું લોહી
ને,
હૃદય ભીનું ભીનું થઇ જાય , /તો એમાં ખોટું શું છે ? ભીનું હોય ત્યાંજ કશુંક ઉગે !
આંસુથી તરબોળ ચહેરો થઇ જાય। / તોજ ચહેરા પાર ચમક આવે !
નરી વેદ_ના, પીડાના સિસકારા બોલાઇ જાય ,/ એમાંજ અનંત આનંદ છુપાયો હોય છે ! 

ભવો ભવથી આમ જ કરતા આવ્યા છીએ ને ??/ આગળ પણ એમજ કરવું પડશે !
ના , હવે તો મારે આ ચીલો બદલવો છે ! /એ શક્ય નથી બાલીશ વાતો છોડો !
યુગ યુગથી રાહ જુએ છે એ, ! /આ ભ્રમ બરોબર છે !
મારી જ રાહ જોતો ઉભો છે એ, /આ ભ્રમ પણ ! ચાલે !
મારી હાંક સાંભળવા આતુર છે એ,! /વધારે પડતો ભ્રમ છે આ !
પ્રેમના બંસીસુર રેલીને ઉભો છે એ, / આ તો બૌ  વધારે પડતું લાગે છે !
વાટ જુએ છે..... /ભ્રમ
એ પણ મારી જ રાહમા છે ! /મહા ભ્રમ !
હું પણ, એ રાહ ની " રાહી " /ઠીક છે હાંક્યે રાખો  ! 

હા, પ્રેમમા પડવું છે મારે ! /તો રાહ કોની જુવો છો ? પડો જલ્દી પડો !
તો શા માટે એના પ્રેમમાં નહીં ?? /એ એકલે કોણ ?
શા માટે પરમ તે_જ નહીં ?? 

/જ્યા પ્રેમ હોય ત્યાં તેજ હોય ! પછી તમે ગમે તેને પ્રેમ કરો 
પ્રેમ હોય ત્યાં તેજ હોયજ ! પ્રેમજ પરમ સત્ય છે !

2/12/2017


LikeShow more reactions
Comment
Comments

LikeShow more reactions
Reply11h

LikeShow more reactions
Reply11h
Raju Soni Good Afternoon....
Manage


LikeShow more reactions
Reply9h

LikeShow more reactions
Reply1h

ગમે તેના પ્રેમમાં પડો
પડવા સાથેજ લાગવાની છોલાવાની ઘટના જોડાયેલી છે !
માટે જ્યા પડવાનું આવ્યું ત્યાં લાગવાનું અને છોલાવાનું જ છે !
પડશો ,તો લાગશે, છોલાશે
અને છોલાશે તો પીડા થશે ,વેદના પણ થશે અને,
આંખોમાં આંસુ પણ આવશેજ !
ચીલો બદલવાની બાલીશ વાત છોડી દ્યો
એ ચીલો અનંત અનાદી કાળથી છે ! અને રહેશે .!
અને ,
તેના પર ચાલવુંજ પડશે !
અનંત કાળથી પ્રાણી માત્ર માનવજ નહીં !
બલ્કે કીડી થી લઈને હાથી સમેત
સૌ તેના ઉપર ચાલે છે !
અને ચાલતા જ રહેશે !

સતત સતત સતત
એ ચીલો પરમ પ્રેમનો જ છે !
અને પ્રેમ અનંત છે અનંત યુગોથી છે !
તમે જેનો પ્રેમ પામવા જંખો છો એને પૂછ્યું છે પેલ્લા ?
એ પણ વેદનાથી બચી નથી શક્યો !
ખૈર।..
મારો ભાઈબંધ કહેતો કે ,
સૌ ચાલે છે એ રાહ પર સતત છતાં આજ સુધી
આ પ્રેમનો પંથ પુરે પૂરો કોઈ કાપી નથી શક્યું.!
પ્રેમ "અનંત" છે ઉંડો,દરિયા કરતા પણ વધારે !
ઊંડાણ પ્રેમનું આજ સુધી કોઈ માપી નથી શક્યું !
"અનંત"
*બ્લાસ્ટ *
કાલ્પનિક પ્રેમ અને વાસ્તવિક પ્રેમમાં
ફર્ક માત્ર એટલોજ હોય છે !
કાલ્પનિક પ્રેમમાં બધુજ કરવું / થવું શક્ય છે !
બસ એક સંતાન નથી થતું !
જેમ સ્વપનમાં પાણી પીવાથી પ્યાસ ના બુજાય એમજ !
ગળાની પ્યાસ બુજાવવા પિયાલો હોઠે લાગાવોજ પડે !
પછી તે માટીનો હોય ચાહે સોનાનો
જેમ ગળાની તરસ છીપાવવા પિયાલો હોઠે લગાડવો પડે છે !
તેમ પ્રેમની પ્યાસ બુજાવવા હોઠોને હોઠે લગાડવા પડે છે
શરીરને શરીરથી આલિંગવા પડે છે !
પ્રેમમાં પરમ ચરમ શાંતિ પામવા /આપવા
છેક લગી બધું કરી છૂટવું પડે છે
છેક ત્યારે પ્રેમની અસીમ પ્યાસ બુજાતી હોય છે !
આ બ્રહ્માંડમાંપાણી પાસે હોવા છતાં કઈ કેટલાય તરસ્યા ભટકે છે !
કારણ કે કોઈ એને પ્રેમથી પાનાર નથી !
"અનંત"



No comments:

Post a Comment