Sunday, 29 July 2018

પ્રલય

*બ્લાસ્ટ*
પ્રકૃતિની લાતે, આડા કે સીધા હાથે સતત પછડાટ ખાવા છતાં !
પ્રકૃતિને પડકારતો માનવ ...
પ્રકૃતિના રહસ્ય ઉકેલવા મથતો માનવ .....
અંતે એક દિવસ મૂળ રહસ્ય ઉકેલ્યા વિનાજ
હારી થાકીને ઉકલી જાય છે...
અને પ્રકૃતિની ગોદમાજ દફન યા ભસમ થઈ જાય છે...
વર્ષો પહેલા અમારી ત્રણેયની રાત્રિ મહેફિલ દરમ્યાન
આ વાત અજ્ઞાની એ કહેલી ....
અને ત્યાર બાદ એણે એક રચનાનું પણ ! સર્જન કરેલું.....
જેમાં કુદરતના સર્જન વિષર્જન અને કોપ પ્રકોપનું પણ
રૌદ્ર વર્ણન કરેલું....
પ્રકૃતિની, પ્રકૃતિ બડી અજીબ હોય છે....
આમ તો એ માણસની સાવ નજીક હોય છે....
છતાં "અજ્ઞાની" કરોડો વાર પ્રકૃતિના કોરડા
વીંજાય છે છતાં ક્યાં કોઈને એની બીક હોય છે...?
પ્રકૃતિની, પ્રકૃતિ બડી અજીબ હોય છે....
પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપ ....
અનરાધાર વરસાદ,વાવઝોડા,હોનારત,ભૂકંપ સુનામી,ત્સુનામી...
આવા પ્રકૃતિના અનેકાનેક રૌદ્ર સ્વરૂપ
સૌએ પોતાના જીવન દરમ્યાન ક્યારેક ને ક્યારેક તો,
જોયા/ અનુભવ્યા જ હોય છે ...
પ્રકૃતિનું આવુજ કોઈ રૌદ્ર સ્વરૂપ જોયા પછી
અજ્ઞાનીએ આ રચનાનું સર્જન કર્યું હતું ..
આ તો કુદરત છે ભાઈ....
ભીની ભીની વિશાળ જમીનને વાઝણી રાખે....
ને ઊંચી ઊંચી દીવાલ ફાડી કૂંપણ ત્યાં ઉગાડી નાખે....
ભઈ આ તો કુદરત છે...
ધારે ત્યારે ધારે ત્યાં તોતિંગ વૃક્ષ ઉગાડી નાખે ....
ધારે ત્યારે ધારે ત્યાથી મૂળ સોતા વૃક્ષ ઉખાડી નાખે....
ભઈ આ તો કુદરત છે...
એક જગ્યાએ બરફ વર્ષાવે તો બીજી જગ્યાએ સુરજ તપાવે....
સૂકું જંગલ સુસવાટા મારે ને લીલા જંગલમાય આગ લગાડી નાખે...
ભઈ આ તો કુદરત છે.....
તું વર્ષોના અંતે મોટા મોટા મકાનો ખડકી શકે....
પણ એ ધારે તો ક્ષણમાં ભાંગીને ભૂક્કા કાઢી નાખે....
( તોય તું પાછી હવા રાખે...!!! )  ઘરનો હલાળો 
ભઈ આ તો કુદરત છે.....
પામર માણસની શું વિસાત...!
કુદરત જ્યારે ધારે ત્યારે કુદરત જ્યાં સુધી ધારે ત્યાં સુધી...
સુરજ જેવા સૂરજને પણ વાદળની ચાદર પાછળ સંતાડી રાખે ....
ભઈ આ તો , કુદરત છે.....
એ ઝરણા બને ,એ ધોધ બને ...
એજ શાંત શીતળ કલકલ વહેતી નદી બને....
એ ઊંચા ઊંચા મોઝા ઉછાળે ....
ને ગામો ના ગામ ડૂબાડે ....
આગ ઝરતાં સૂરજને પણ એ નિત શાંત પાડે....
'ને શાંજ પડ્યે દરિયા પાર ક્ષિતિજમાં ડૂબાડી નાખે.....
આગળ એને પ્રકૃતિના રહસ્યને જાણવા/ પામવા મથતા માનવી ને સંબોધીને ચેતવણી સ્વરૂપે કહ્યું હતું/ લખ્યું હતું ,કે,,,,
હે પામર માનવ આ બ્રહાંડની ઉત્પતિના રહસ્યને શોધવા કરતાં
તારી ઉત્પતિનું રહસ્ય શું છે...?
તું શા માટે ચો પગા પ્રાણી સ્વરૂપે ના જન્મ્યો...?
શા માટે તું માનવ થઈને અવતર્યો...?
તું ક્યાથી આવ્યો....?
તારે ક્યા જવાનું છે..?
આવીને શું કરવાનું હતું...?
શા માટે જવાનું છે...?
આ બધુ તું ઉકેલ...!
આટલું ઉકેલતા ઉકેલતા પણ તું થાકી જવાનો ઉકલી જવાનો છે...
....................................
કુદરતના રહસ્યોને શોધવા તું અંત સુધી મથતો રહેશે....
નિત નવી શોધ કરી અઢળક પુસ્તક પછી લખતો રહેશે...
કિન્તુ..!
આખરે તારી શોધ જ્યારે જ્યાં પૂર્ણ થશે ...
ત્યારે ત્યાં કુદરત નવુજ કઈક રહસ્ય સર્જશે....
કુદરતના રહસ્યને પામ્યાનો તને ભ્રમ થશે....
પણ સમજીલે "અજ્ઞાની" એ કેવળ ભ્રમ જ હશે...
અને જેવો/જેટલો તું કુદરતની સાવ નિકટ પહોંચવા જશે......
"અનંત.... યુગો "અજ્ઞાની" તું પાછળ ઠેલાઈ જશે...
કારણ કે....
"અજ્ઞાની" એજ સમયે પ્રલય થશે ....
એજ સમયે પ્રલય થશે ....
એજ સમયે પ્રલય થશે ...........
"અજ્ઞાની"
બસ....
તે બીજું શું હોય અમારે ....
પછી તો અમે ચાય પીને છૂટા પડી જતાં.....

*બ્લાસ્ટ* 

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે, 

પ્રલય થશેજ.! અગર થાય તો.? 

નદી ડેમ દરીયા આખા ઊલેચી નાખશે કુદરત.

ઝાડ પહાડ મુળ સોતા ઊખેડી નાખશે કુદરત. 

અગર વીફરશે તો તમામને વીખેરી નાખશે કુદરત. 

"અનંત" પૃથ્વી આખે આખી ખદેડી નાખશે કુદરત. 

"અનંત" 


Comments
Ketaki Jani Sachu che. 
Kudarat aagal Aapni su aukaat ???
Kai j Nhi.
Manage
Reply3y
નિર્દોષ ગુનેહગાર ............

હાં પણ, 


તો પણ, .... 

Manage
LikeShow more reactions
Reply3yEdited
Ketaki Jani Ohhhh no
Not again pan ne ban. 
Kudarat aagal Kai j Nhi. 

K???
Manage
Like
Reply3y
નિર્દોષ ગુનેહગાર લે પણ..! 

હાં પણ ઈ, તો ઇવડો ઇ મરી ગ્યો ઈજ કે' 'તો 'તો.. કે... 
Manage
LikeShow more reactions
Reply2y

3 years ago
*બ્લાસ્ટ*
પ્રકૃતિની લાતે, આડા કે સીધા હાથે સતત પછડાટ ખાવા છતાં !
પ્રકૃતિને પડકારતો માનવ ... 
...Continue Reading
5 years ago
Arun Shah.... અરુણ્યા આમ તો હું સાવ કરતાં સાવ ભૂલકણો છું ....
પણ ક્યારેક કોઈ ઘટના ઝટકા આપતી બને છે ત્યારે અચાનકજ ...
કોણ જાણે મારી યાદ દાસ્તમાં બ્લાસ્ટ થાય છે ...
અને બ્લાસ્ટ થતાં જ "અનંત"ની કોઈ શીતળ આગ ભભૂકતી રચના સપાટી ઉપર આવી જાય છે ...
ભૂતકાળ ની અને વર્તમાનની ઘટના એક સમાન હોય ત્યાં...
"અનંત"ના જૂના શબ્દોનો સામાન હું ગોઠવી દઉં ....
બ્લાસ્ટ :-
"અજ્ઞાની"ક્યારેક ઝર્ઝરિત સામાન પણ ઘરની શોભા વધારતો હોય છે.
कल और आज में बड़ा फर्क होता हें ...
जो कल यहाँ हस्ता था आज रोता हें...
मैने यहाँ आके देखा तो दिमाग मेरा चकरा गया..
कुछ घंटो पहेले यहाँ मुझसे कोई बात कर रहा था...
कही ये मेरा भरम तो नहीं.! कोई था भी या में युही
अकेला ही अपनी ही रूह के सामने बडबडा रहा था
यकी नहीं आता मुझे अपनी आँखों पर मगर ये सच हें..!
कोई तो जरुर था यहाँ , मगर जाने क्यों चला गया...
वैसे तो कोई फर्क नहीं पड़ता हें मुझे कोई आये या ना आये,
तकलीफ तब जाके होती हें , जब चला जाए कोई आके यहाँ.
"अनंत" बुरा या भला हुवा ? चलो जो होना था वही हुवा
जो हुवा अच्छा हुवा, इस विध्यार्थीने फिर आज कुछ शिख लिया.
"अनंत" का ही ये शब्द सामान हें ....
6 years ago
यहाँ हरकोई अपनी मरजिसे आता हे.
मगर अपनी मरजिसे जा नहीं शकता. ))))
बोलों कहा.....?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
હવે લગાડો પાછળ તમ તમરે જે ચિહ્ન લગાડવા હોય તે...!
P….D …. ટાઈટ... લુઝ જે ચાહો તે. પણ હું નહીં લગાડું.
કેમકે મને જેનો અર્થ ના સમજાય તે હું ભલા કેમ લખું ..!
ક્યાક અનર્થ થાય તો ??? કદાચ અર્થ પણ ના થાય તો.....?
D માં મને કઈ ખાસ સમજાતું નથી..
‘લુઝ’ તો જે ફિટ ના હોય એને જ કહેવાય ને ??? (અંગ્રેજીમા)
‘ને P માં એવું સમજાય કે........!
નાના હતા ત્યારે ચડીમાં કરતાં ને હવે બાથરૂમાં કરીયે તે… P…..
જો કે મને કોઇકે આના અર્થ સમજાવવા પ્રયાસ કરેલો.
મારુ તો એવું કે કિંમતી ડ્રાય ફ્રૂટ એવિ બદામ બદનામ થઈ ગઈ......!
મતલબ બદામ ખાવા છતાં..!
મારી યાદ શક્તિ કદી આજ સુધી ના વધી.
એટલેજતો આઠમું પરાણે પાસ કરી નિશાળે છોડી ભાગી છૂટ્યો.......
કંપની વાળા બધાને ઉલ્લુ બનાવે છે.
કે બદામ હા રોજ બે ખાવાથી બુધ્ધિ વિકશે યાદ શક્તિ વધે.
બદામના તેલનું માલિશ કરવાથી સ્નાયુ મજબૂત થાય.
આ બધા બદામના નામે પામોલિન તેલ વેચવાના તૂત.
ખેર એ બધુ તો સમજ્યા.. આ પણ સમજી લેજો કે......
यहाँ सब अपनी मरजिसे आते हे......
अपनी मरजिसे कोई जा नहीं शकता......क्युकी.....
ઝંખના ભઇ એ તો ઝંખના...............
તો શું ખોટુ છે ???
ઝંખના એજ જીવન છે.
ઝંખના વિના જીવન કેવું હે ???
Comments
Bhavya Raval wah aadhabhut
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર જી'' Bhavya Raval તો જ મજા આવે હે કે નૈ ?
Manage
6y
LikeShow more reactions
Bhavya Raval ji Paresh Katira shaheb sahemat chu
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર જી'' Bhavya Raval વ્હાલા... સાહેબ નહીં..... 
ભાઈ બંધ કહો યાર ભાઈ બંધ ....મને એજ ગમે. 
બસ નવું નવું કરતાં રહો લખતા રહો ..... 

બધાથી અલગ બધાથી જુદું ... અને એ શક્ય પણ છે.
Manage
6y
LikeShow more reactions

No comments:

Post a Comment