Monday, 13 August 2018

અભણ અનંતનું અંક ગણીત

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે કરેલો હીશાબ...
અકલે કે અભણ અનંતનુ અંક ગણીત...
જીવન...
માત્ર એકડા મીંડા ની રમત છે "અનંત"
તો પણ જોને કેટલી.! મમત છે, અનંત....
આમ ગણિત સાવ સાદું છે એક જાદુ છે!
સો એકડા આવડે તો ગમ્મત છે, અનંત...
"અનંત"
સિક્કાની એક બાજુ.
મીંડા વગરના એકડા નકામા એવુ બૌ વખત સાંભળ્યુ છે..!
તો, અનેક મીંડા હોય તો પણ એ એકડા વગર અધૂરાજ છે.!
સીક્કાની બીજી બાજુ.
વાત સીક્કાની છે જે આમ તો બંને બાજુ સાચી હોય તેજ ચાલે..
પણ જીવનમાં આવુ ભાગ્યેજ બને.!
માત્ર એક બાજુ, કાયમ ખોટી જ હોય,
એક સાચી હોય તોય બીજી બાજુ ના કારણે...
સાચી બાજુ પણ ના ચાલે....
છતા ચાલી જાય છે એ વાત નોખી છે.!
મીંડા વગરના એકડા નકામા એવુ બૌ વખત સાંભળ્યુ છે..!
તો, અનેક મીંડા હોય તો પણ એ એકડા વગર અધૂરાજ છે.!
અર્થાત્ બંન્નેનુ સરખુ મહત્વ છેજ પણ એક બીજા થકીજ.!
આવુ બધુ જાતને સમજાવી અંતે અનંતે લખ્યુ,
અને પછી મધરાતની મહેફીલ દરમ્યાન...
મને કહ્યુ હતુ કે,,,
"અનંત" શૂન્ય હોય જે જગતમાં.!
તેની પાસે,
આપણે 'બહુ મોટો આંકડો નહીં.! બલ્કે,
એની આગળ
'બસ ઊભા રહી જઈએ બનીને ફક્ત એકડો'
તો, કિંમત બંનેની વધે.!
અગર જો,
"અનંત" શૂન્યને એકડાનો આધાર મળે...!
તો, એકડો પણ થઈ જાય દસડો "
" અનંત "
બ્લાસ્ટ :-
અગર.. તુ " અનંત " શૂન્ય છે.! તો,
શોધી લે એક માત્ર એકજ એકડો...
અગર તુ એકડો છે..! તો, જા.! જઈને
કોઇ શુન્ય ની આગળ ઊભો રહી જા..!
" અનંત " બંને ની કીંમત, " ભાવ" વધશે..!
"ભાવ" બે અર્થમા...
Comments
Vikram Kanara વાહ વાહ શું વાત છૈ અનંત
Manage
6y
LikeShow more reactions
Jagdish M Bhatt આ રચના કદાચ શૂન્ય પાલનપુરી ની હોવી જોઈએ... સાચું?
Manage
6y
LikeShow more reactions
Rita Thakkar Waah....આર્યભટ્ટ ને પણ અભિમાન થઈ જશે..!
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર જી નહીં આ રચના "અનંત"ના જૂના લખાણો માની એક છે. આજ કાલ હું તેના તેમજ" અજ્ઞાની "ના જ જૂના 'ચીથરે' હાલ પડેલા લખાણો ને વાંચું છું સુધારું છું મઠારું છું ને જરૂર પડે તો થોડા ફેરફાર કરી અહી આપની સામે મૂકું છું 'જી 'હા' એ છૂટ એણે મને આપી છે . એ શિવાય જો મને ક્યારેય પણ !કોઈ અન્ય લેખક કે કોઈ પણ સર્જક્નુ સર્જન ગમશે તો તેમનુ સર્જન હું તેમના નામેજ અહી મૂકીશ.તો પણ એટલુ તો સાબિત થશે જ કે મને પણ સારું જ ગમે છે. કોઈ જ્યારે વાંચશે "મારા દ્વારા અહી મૂકેલું અન્યનું સર્જન ત્યારે એ સર્જન ને મળેલા સારા" પ્રતીભાવ નો ભાગીદાર હું પણ બનવાનોજ છું ને! હે ? અને જ્યારે કોઈ જ નામ વગરનું લખાણ વાંચો ત્યારે સમજી લેજો કેવળ એ જ મારૂ છે.. આભાર દાદુ
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર જી રીટા બહેન આભાર ....
Manage
6y
LikeShow more reactions
Rahi Soni શૂન્ય એ અનંત શૂન્યાવકાશથી ભરપૂર હોય છે !
શૂન્યાવકાશ એ પ્રચંડ શક્તિ નો દ્યોતક હોય છે !
Manage
30w
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર હશે, હોતુ હશે, એવુ બધુ, તમે ક્યો છો તો,
બાકી મન તો આવી લગીરે ખબર નથ પડતી..


તમારા સમ ખોટુ નથ બોલતો...

ઠેકાણા વગરનું ઈ મૌજી
Manage
29w
LikeShow more reactions

No comments:

Post a Comment