Saturday, 15 September 2018

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

સંઘર્ષમય ખૂબ કષ્ટદાયક, મને એ દિવસો કપરા યાદ આવે છે.
દિવસો એ મજબૂરી ને મજદૂરીના એક સામટા યાદ આવે છે... 
કે આ ચોમાસે ચોમાસે મને મારા ભાઈબંની  દશા યાદ આવે છે..... 

જ્યારે દુનિયાના લોકો વરસાદમાં ન્હાતા  ... 
ત્યારે ભાઈબંધ ખૂણામાં પરસેવે પલળતો ... 

જ્યારે દોસ્તો ભીંજાતા ભીંજાતા હસતાં  ..... 
ત્યારે ભાઈબંધ ભીની આંખે અંદર અંદર રળતો .... 

અને જ્યારે એક દિવસ ઈશ્વરે એની સામે જોયું .... 

ત્યારે .... 

આનંદ વિભોર થઈ એ વરસાદમાં ન્હાતો તો ... 
ને ન્હાતા ન્હાતા ગીત આ ગાતો તો...

@@@@@@@@@@@@@@@@@

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

પ્રથમ આકાશેથી આગ વરશે છે. 
સુરજ કાળઝાળ વરશે છે.
ને પછી વરસાદ અનરાધાર વરશે છે.

પ્રથમ આગ બાદ ભીની ભીની ટાઢ વરસે છે. 
કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

ક્યાક ઝરમર ઝરમર તો ક્યાક ધોધમાર વરસે છે. 
આભમાંથી ધરતીનો લીલોછંમ શણગાર વર્ષે છે.

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 



કષ્ટ દાઈ કારમાં દૂ:ખને પણ હું સુખ કહું  છું. 
વ્યથાઓ  છુપાવી હર હાલમાં હું ખુશ રહું છું. 

દિવસ રાત જોયા વિના તનતોડ જે મહેનત કરું છું. 
અઢળક પીડા સહેતુ શરીર , છતાય તંદુરસ્ત રહું છું . 

કેમ ના રહું હું ખુશ તંદુરત..!?

પરસેવો મારા શરીરમાથી અથાગ વરસે છે. 

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે.

માનવી પોતાનું ફોડી લે છે. ઈશ્વર મૂંગા પ્રાણીનું વિચારે છે.    
તરસ્યા મૂંગા પ્રાણી અને આ તરસી ધરતી જ્યારે પુકારે છે. 

ત્યારે આખે આખું આકાશ વરશે છે.... 

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

અનંત અલૌકિક આ મૌસમ જ કઈ એવું છે,
આ મૌસમમાં કોઈ દૂ:ખ અનુભવે તો કોઈ સુખ. 

કોઈ પ્રિતમના સંગમાં ભીંજાય  આ વરસાદમાં... 
તો કોઈ વિરહણિની પ્રિતમના વિરહમાં આંખ વરસે છે..

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

અંગારની માફક ક્યારેક ક્યારેક જેમ ઠંડો બરફ દઝાડે છે. 
આ વરસાદનું પણ અસસ્લ એવું જ એપણ આગ લડાગે છે 

ઝરમર ઝરમર આ મૌસમની ભીની ભીની માદક સુવાસ.... 
કોઈના હૈયાને આપે ઠંડક તો કોઈના હ્રદયને દઝાડે છે. 

ભુલાઈ ગયેલી અનેક ઘટના એક સામટી યાદ અપાવે છે.
આ મૌસમ બધે બધા સાથે એક સરખું ક્યાંભઈસાબ ! વરતે છે. ? 

છે આ મૌસમ ની અસર કઈ એવિ ...

સાવ અમસ્તો અમસ્તો કોઈને કોઈ પર પ્યાર વરસે છે. 
તો અમસ્તી અમસ્તી કોઇની  આંખ ચોધાર વરસે છે.   

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

જો કે લાગે છે અમસ્તું , પણ સાવ એવું નથી હોતું.  
કારણ નવું કે યુગો જૂનું પણ હોય શકે.! સમજે જો તું. 

કારણ વિના કોઈ પર કોઈને નથી ઉભરાતો પ્રેમ. 
અને વિના કારણ વિના દૂ:ખે તો કોઈ નથી રોતું.  

જ્યારે જ્યારે સવાલ તપે છે ત્યારે ત્યારે જવાબ વરસે છે.  

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

હ્રદયમાં વેદના આંખમાં ખારા આંસુ ને શરીર જેના પરસેવે નીતરે છે. 
“અનંત” સોના માફક એનું શરીર ચમકે છે ને ફૂલ માફક ચહેરો નીખરે છે. 

ખારા ખારા આંસુ અને એવાજ ખારા પરસેવા વર્ષાવ્યા પછી. 

“અનંત” આ જીવન આકાશમાં પણ ..!

એક દિ'અમ્રુત વરસે છે અમિધાર વરસે છે. 

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

બ્લાષ્ટ:- 
“અનંત” જ્યારે ચો તરફ દૂ:ખનાં કાળા વાદળ ઘેરાય ... 
ત્યારે સમજવું કે હવે સુખનો વરસાદ થવાની તૈયારી છે. 

બ્લાસ્ટ:-  એવં પ્રાર્થના અનંતની.

અનંત” મહેનતકશ શરીર પર કદિ કોઈ બીમારીની નજર ના પડે.  
હે ઈશ્વર....તું મોત દે તો એવું દેજે કે જિંદગીને પણ ખબર ના પડે.  







<photo id="1" />
<photo id="2" />
<photo id="3" />
<photo id="4" />
<photo id="5" />
<photo id="6" />
<photo id="7" />
<photo id="8" />

No comments:

Post a Comment