Saturday, 15 September 2018

"મારું તો એવું તારા માથે બેડું "

હું તો ધન્ય ધન્ય થૈ ગયો.!

"મારું તો એવું તારા માથે બેડું "

જેના મુળ મોરબીમાં છે.!

અકલે કે, આમ તો એ મુળ મોરબીનાં છે એમ !
પણ એની શાખા છેક ઓડીસામા વીસ્તરે છે.! 
એ બુધ્ધીનો બળીયો છે !
ને હું પરીયો એકલે કે બુધ્ધીનો બળદીયો..! 
જે ઘાંચીના બળદની માફક 
એકના એક જગા પર ગોળ ગોળ ફર્યા કરૂ છુ..! 
અને બુધ્ધીના જોરે માર્રો પવલો 
દૂર દૂર સુધી વીસ્તરી રહ્યો હોવા છતાં.! 
ભૂલ્યો નથી પોતાના મુળ વતનને અને મને ..! 
અકલે ક્યારેક ક્યારેક મુળ તરફ પણ નજર કરે છે.!
અને જ્યારે જ્યારે મૂળ તરફ નજર કરે 
ત્યારે ત્યારે થોડી વાર તો થોડી વાર પણ અચૂક આવે મારા ઘરે 
માર્રો પવલો ... !
જોકે હવે મારા કરતા વધારે તમ્માર્રોય પવલો 
આમ તો જો કે આપણા સૌનો પવલો..! 
ફેસબુકના ફલક પર અલક મલકની વાતો થકી પોતાની 
સેન્સ ઓફ હ્યુમર થકી 
અનેક લોકો અને લોકી નો લાડલો ચહીતો પવલો 
મૂળ તો સાહિત્ય નાટકનો જીવ 
પછીથી મોટો વેપારી થૈ ગ્યો અને ઉડ઼ીસા વૈ ગ્યો !
એક કવીતા એણે વર્ષો પહેલા લખેલી 
જે એણે મારા ભાઈબંધને સંભળાવેલી 
"કૂણી કૂણી કાકડી જેવી ફાંકડી કમર 
લાલ લાલ ટામેટા જેવા ગાલ "
વાયા વાયા સાંભળેલી એકલે 
મને આટલુંજ યાદ છે હાલ 
બાકી આખી કવીતા વાંચવી હોય તો 
તમારે સૌવે પાવલાને કહેવું પડે તો કદાચ !
એ લખે પણ ખરો !
પ્રવીણ શબ્દોનો સરતાજ છે !
એવું એના લખાણ પરથી સૌ કોઈ સમજી શકે !
******************************************
Pravin Miyaatra મારેય હમણાં એવુ થયેલુ!!
સવાર ના પાંચ વાગે ઉઠી ને ચા પીવા ની મને ટેવ,
શ્રીમતી જી ગેસ પર ચા મુકી ને મને હવાલો આપી બીજા કામે વળગી ગયા, 
મારા તો તારા ઉપર બેડા જેવુ!!

ભુલાય ગયુ,ચા બળી ને તપેલી કોલસો, કાળા કાળા ધાબા!! જેમ તારે તુ કહે છે અંદર છે, એવા...
મને અફસોસ બહુ થયો!!જીવ બળ્યો...
પણ સાથે સાથે જ્ઞાન મળ્યુ...સંભાળ ન લ્યો તો કાળા ધાબા ની તૈયારી રાખવી!!
નિર્દોષ ગુનેહગાર પ્રવીણ મિયાત્રા :- શ્રીમતી જી ગેસ પર ચા મુકી ને મને હવાલો આપી બીજા કામે વળગી ગયા,
" મારા તો તારા ઉપર બેડા જેવુ!!" <<< અહી છેક અત્યારે ધ્યાન પડ્યું ...
થાળી બાત મે દમ હે...." મારો બેડો પાર થઈ ગ્યો... 

************************************************************

અનુભવ એમ પણ કહે છે કે ,

સ્ત્રીઓ સેન્સ ઓફ હ્યુમર ધરાવતા પુરોષોથી પણ 
આકર્ષીત થતી હોય છે !
રંગ રૂપ તો આજ છે ને કાલ નથી..! 
પણ.! બુધ્ધી..! 
બુદ્ધિશાળી આજીવન સદાબહાર... 
ટુંકમાં ફેસબૂકની સેલી કહો કે બ્રીટી જે કહો તે..! 
માર્રો પવલો છે..! 
આવી સેલી & બ્રીટીને 
સવારે સવારે ભેટીને 
અને આ ભેર સાથે બેસીને 
ચાય પાણી નાસ્તો કર્યા ભેરો 
હું તો ધન્ય ધન્ય થૈ ગયો.! 
ચાય પીતા પીતા વાત વાતમાં મારા પર આરોપ મુકતા 
પવલાએ કહ્યું કે, 
પરીયા 
ચીત્ર વીચીત્ર પ્રાણીથી ભર્યા
ભર્યા આ ફેસબુક ના જંગલમા હું તારા થકી આવ્યો... 
લો બોલ્લો...! 
ઓરકુટ નગરના રસ્તેથીઆપ બળે અહીં આવેલો 
આ આખલો અર્થાત્ આખા બોલો પવલો 
જોડા જેવો જશ્શ મને આપે છે લે પાછો..! 
જ્યારે કે, 
હું તો અહી આજકાલ નુ ભૂલુ પડેલું પ્રાણી છું !
કહેવાને ગધેડો ! કહો તોય ચાલે  !
રંગ ગોરો હોય,
વર્ષો પહેલાં પણ સ્વભાવે બુધ્ધીના અભાવે
મને કહેવામાં આવતુ ધોરા તો ગધેડા પણ હોય... 
એ સત્ય નો છેક આજે હું હોંચી હોંચી કરીને સ્વીકાર કરૂ છું..!

"અક્કલ બડી કે ભેંસ".? 

દાદીમાએ અનેકવાર પૂછેલા 

આ અધરા સવાલનો સાવ સહેલો જવાબ

હું દેતો ત્યારે કાયમ એમજ કહેતો "ભેંસ" 
અકલે કે અક્કલ નહીં ભેંસ બડી..! 

એમજ ! હું સમજતો 

આજે પણ મારા હિસાબે ભેંસજ મોટી 

કતીરા જો દિખતા હૅ વહી કહેતા ઔર લીખતા હૅ 
આજ ભી મુજે ભેંસ બડા દિખતા હૅ 
હવે મારા માટે કોઈને કોઈજ ઉમ્મીદ નથી 
હું જેવું છું તેવો એકલે કે જેવો તેવો છું તોય 
સૌએ મારો સહર્ષ સ્વીકાર કરી લોધો હોય, 
તો, મારે ઈન્કાર કેમનો કરવો...!



પવલાનું સેન્સ ઓફ હ્યુમર

"મારૂ તો એવુ 

તારા માથે બેડુ" 

માર્રો ભાઈબંધ અને 
ભાઈબંધ નો મ્રૃદંગ.... 
મૃદંગ વાગે અકલે 
આંધળો દેખવા લાગે !
બહેરો સાંભળવા લાગે !
ગુંગો બોલવા માંડે !
અને લંગડો દોડવા લાગે !
ટુંકમાં ફેસબૂકની સેલી કહો કે બ્રીટી જે કહો તે..! 
માર્રો પવલો છે..! 
જ્યારે પણ આવે ઉતાવળમાંજ હોય પણ તોય 
આવે ખરો મને મળવા 
આવી સેલી & બ્રીટીને 
સવારે સવારે ભેટીને 
અને આ ભેરૂ સાથે બેસીને 
ચાય પાણી નાસ્તો કર્યા ભેરો 
હું તો ધન્ય ધન્ય થૈ ગયો.!



























No comments:

Post a Comment