Sunday, 14 June 2015

ભાઈબંધો ની અટપટી અને ગુઢ વાતો

વર્ષો પહેલા અંધારી રાતે ખંડેર મધ્યે જ્યારે અમે ત્રણેય ભાઈબંધો મળતા ત્યારે ... 
ચાયની ચુસ્કી ભરતા ભરતા વાતો કરતા કરતા કરતા ક્યારેક ...
ભાઈબંધોના મુખે થી અભાન અવસ્થામાં 
આવી ટૂંકી છતાં ગુઢ અને અટપટી વાતો સરી  પડતી ... 
જે હું કાગળ પર ટપકાવી લેતો ... 

છુટવુ હોય તે છોડે, 
"અજ્ઞાની" છોડે તે છુટે.  
પામવું હોય તે આપે, 
"અનંત" આપે તે પામે.. 
"ભાઈબંધો" 
આટલુ બોલી ને ઊંઘી ગયા.... 
પછી હું રાતભર જાગતો રહ્યો.. 
ગુઢાર્થ ઉકેલવા... 


*બ્લાસ્ટ *
પ્રેમ થી છોડો યા પરાણે, 
આખરે તો છોડવુજ પડે છે. 
"અજ્ઞાની" પ્રાણી માત્રને, 
પછી તે દેહ હો'યા પ્રાણ.! 
ભાઈબંધો ... 

No comments:

Post a Comment