ભરાય પેટ ભોજનથી...
ભોજનથી પેટ ભરાય પણ જાય ....
પણ "અનંત" પ્રેમથી મન ધરાય ના...
"અનંત"
ચાય પીતા પીતા અનંત ઉપર લખ્યા મુજબ વર્ષો પહેલા બોલ્યો હતો ...
ત્યારે ...
લે, તો વહેલું કે'વાય ને..! તો હું ચાય સાથે નાસ્તો પણ લેતો આવત ને..!
કેમ આજે તને ભૂખ લાગી છે અનંત ?
મે ચાયની ચૂસકી ભરતા અનંત ને પૂછ્યું ...
"ના" પરિયા એને ભોજનની ભૂખ નથી લાગી... અજ્ઞાની બોલ્યો.
તો ...? મે અનંત ને પૂછ્યું ...
એને પ્રેમની અતી ભૂખ લાગી છે ! અજ્ઞાની એ અનંત વતી જવાબ આપ્યો.
તું શા માટે જવાબ આપે છે ! મે તને પૂછ્યું ..!
તું ચૂપ બેસ ! અનંત ની સિફારીસ રહેવા દે...
મે અનંત ને પૂછ્યું છે અનંત ને જ જવાબ દેવા દે...
મને કોઈ વતી કોઈ જવાબ આપે તે ના ગમે એટલે હું અજ્ઞાની ને વઢયો...
બોલ ને લ્યા શું તને ખરેખર ભૂખ લાગી છે..?
તો નાસ્તો લેતો આવું..મે ફરી અનંત ને પૂછ્યું .
અનંતે કહ્યું. અજ્ઞાની સાચો છે પરિયા ..! તું એની વાત સમજ..!
મારે કાય સમજવું નથી હું જાઉં છું મને ઊંઘ આવે છે તમે જ આપસમાં સમજી લ્યો..!
હું ગુસ્સે થઈ ચાલ્યો ગયો પણ પછી આખી રાત.....
મારી ભીતર અનંત ના શબ્દો પડઘાટા રહ્યા ...
ભરાય પેટ ભોજનથી...
પ્રેમથી પેટ ભરાય ના ...!
ભોજનથી પેટ ભરાય પણ જાય ....
પણ "અનંત" પ્રેમથી મન ધરાય ના...
આખરે શું કહેવા માંગતો હતો સાલું બૌ અટપટું ,અઘરું અધૂરું ....
ખૈર કાલે મરમ જાણી લઇશ આમ વિચારી હું પોઢી ગ્યો..
સવારે ઉઠ્યો ત્યારથી હું રાત પાડવાની રાહ જોતો રહ્યો ...
અંતે રાત ઢળી અને હું ચાય સાથે નાસ્તો પણ લઈને ખંડેર પર ગયો...
મારી ખુરશી પર ફટફટ બેસી હું ઝડપથી ચાયની પિયાલી ભરવા લાગ્યો .
આ જોઈ અજ્ઞાની બોલ્યો લ્યા કેમ આજે કશું બોલ્યા વિના ફટાફટ ચાય ભારે છે ...
યાર મારી આંખ ભારે છે કાલ રાતભર અનંત ના અટપટા,અઘરા , અધૂરા શબ્દો મારા કાનમાં ગુંજતા રહ્યા છે.
ભરાય પેટ ભોજનથી...
પ્રેમથી પેટ ભરાય ના ...!
ભોજનથી પેટ ભરાય પણ જાય ....
પણ "અનંત" પ્રેમથી મન ધરાય ના...
હું સમજી નથી શક્યો એના કહેવાનો મર્મ ...
ચાયની ચૂસકી ભરી અજ્ઞાની બોલ્યો . કશું અટપટું,અઘરું,અધૂરું નથી પરિયા...
અચ્છા તો તું સમજી ગયો હોય તો એનો મર્મ મને સમજાવ ... મે કહ્યું.
અનંત ચાય પીવામાં મસ્ત મસગુલ હતો .
અજ્ઞાની એ મને મર્મ સમજાવતા કહ્યું પરિયા તને યાદ છે..!
એક વાર અનંતે પોતાના નામનો બખૂબી ઇસ્તેમાલ કરીને કહ્યું/લખ્યું હતું કે
ઉમ્ર ભર નહીં મીટતી "અનંત".... યે દો ભૂખ .
એક પ્રેમી કી ઈચ્છા ઔર દુજે પ્રેમી સે હુંફ...
હાં ...હાં... યાદ આવ્યું ..
બસ તો પછી આ એના જેવુજ છે ...
અનંત ના કહેવાનો મર્મ એજ છે કે....
માણસને જીવવા માટે પ્રેમ અને ભોજન બન્ને અતી જરૂરી છે કિન્તુ...
............................ અજ્ઞાની થોડી વાર મૌન થઈ ગયો . 'ને હું અકળાયો ....
મે અકળાતા સ્વરે કહ્યું યાર આગળ ચલાવ આમ કિન્તુ કહીને અટકી ન જા..!
કૌ છું યાર જરા શાંતિ રાખ મારે પણ પહેલા ગોઠવવું સમજવું પડે..!
જે વાત હું બરાબર ના સમજ્યો હૌ એ તારા જેવા અક્કલ વગરનાને કેમ સમજાવું ..!
હાં હવે બૌ લાંબુ ના ખેંચ થોડી બુધ્ધિ ઉધાર દઈદે...
વેડફાઇ જશે નકામી "અજ્ઞાની એ વ્યંગમાં સત્ય કહ્યું .
મે સહર્ષ સ્વીકારતા કહ્યું હાં યાર એ વાત તો તારી સાચી છે પણ
હવે તું મને એ સમજાવ કે
ભરાય પેટ ભોજનથી...
પ્રેમથી પેટ ભરાય ના ...!
ભોજનથી પેટ ભરાય પણ જાય ....
પણ "અનંત" પ્રેમથી મન ધરાય ના...
એનો મર્મ શું...
હાં તો સાંભળ પરિયા
માણસને જીવવા માટે પ્રેમ અને ભોજન બન્ને અતી જરૂરી છે કિન્તુ...
માત્ર પ્રેમ થી કે માત્ર પેટ ભરવાથી જીવન પસાર ના થાય .
અને બીજું કે ભોજનથી પેટ ભરાય જાય પણ...
પ્રેમ ની ભૂખ એવિ છે ,પ્રેમ ચીજ જ એવિ છે કે....
જેનાથી ક્યારેય મન ભરાતું કે ધરાતું જ નથી ...!
બીમારીમાં માણસ જમવાનું છોડી દે પણ પ્રેમ કરવાનું છોડી ના શકે...
અને બીમારી વખતે જો કોઈ પ્રેમ /હુંફ આપનાર પાસે હોય તો સાજું થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે...
અમે બન્ને વાતો કરતાં રહ્યા ને અમને જગાડનાર અનંત તો એ...યને,
ખુરશી પરજ નિરાંતે ઢોઇંગ થઈ ગયો હતો ...!
બ્લાસ્ટ:-
વર્ષો પહેલા અજ્ઞાનીના અનંત ઊંડાણેથી છેક સપાટી પર આવેલું કડવું સત્ય....
"અપવાદ બાદ કરતાં"
બે વ્યક્તિ એક સ્ત્રી 'ને એક પુરુષ સાથે રહે છે એટલે પ્રેમ કરે છે ?
કે પ્રેમ કરે છે એટલે સાથે રહે છે..?
અને જો સાથે રહે છે તો શું સાચેજ બન્ને વચ્ચે પ્રેમ છે...?
આ સવાલોનો સાચો જવાબ ક્યારેય કોઈ શોધી કે આપી નહીં શકે... !
અગર કોઈ જવાબ આપશે તો એ સાચો નહીજ હોય.
આ સવાલો સામે જે પણ જવાબ આવે એ સાચો જ છે એવું માની લેવું નાદાની હશે...!
જો બે વ્યક્તિ લાંબો સમય સાથે રહેતી હોય,
અને લાંબો સમય સાથે જ ટકી રહેતી હોય તો.....
બન્ને વચ્ચે પ્રેમ જ કારણ હોય એવું સમજવું ભૂલ ભરેલું છે.
બની શકે કોઈ એક ની મજબૂરી હોય અને બીજાની લાગણી-
એમને સાથે રહેવા મજબૂર કરતી હોય...
એ સિવાય પણ ધાર્યા કરતાં અસંખ્ય જુદા જુદા કારણો સાથે રહેવા માટેના હોય શકે છે.
સાથે રહેવાની સૌથી મોટી મજબૂરી કદાચ એ પણ હોય છે કે બન્ને પરણી ગયા હોય છે.
બાકી ના કારણો પરણવાને કારણે પેદા થયેલા હોય છે એ ..! "બે અર્થમાં"
"અપવાદ બાદ કરતાં"
"સાથે રહેતા બે પુરુષ કે બે સ્ત્રી કે કોઈ પણ બે વ્યક્તિ માટે પણ આવું જ સમજવું"
"માત્ર પ્રેમ અને પ્રેમ જ કારણ હોય એ ભાગ્યે જ બને."
"અજ્ઞાની"

No comments:
Post a Comment