Sunday, 16 February 2020

ભાય અંતે તો દંભીજ દુઃખી થાય ...

મોરબીના મફતિયા સંવાદદાતા Katira Paresh દ્વારા.... 
ટૂંકા સમાચાર વિસ્તારથી ... ( એટલે જે વિસ્તારમાં કામ થયું એની વાત કરું છું શું તમેય તે...  
આ પ્રક્રિયા મારી, જન હિતમાં જારી... 
તો , હું અગર જો કોઈ વાતે જાહેરમાં ફરિયાદ કરું છું તો , મારી ફરજ બને છે કે....
જ્યારે એનું નિવારણ થાય અથવા થતું જણાય ત્યારે, મારે જાહેરમાં એ વાત પણ કરવી જઇયે ...
બસ લ્યો ત્યારે , અત્યારે હું એજ કરું છું ... 
તો, મોડે મોડે પણ મોરબીમાં મંડાણ થયા સાફ સૂફીના... 
અહી જે પ્રથમ તસવીર છે તે જડેશ્વર મંદિર આસપાસની અને આજની છે ..
જે ગટર વર્ષોથી જાણે હિડંબા પગ પહોળા કરીને સૂતી હોય એમ પહોળી થઈ ગયેલી...
તે રીપેર થઈ રહી છે એની છે ... ( બીજી તસવીર જૂની છે...જેમાં એકમાં બસ ખાબકેલી છે .. 
કદાચ કાલે એવું પણ લાગે કે મોડા મોડા પણ હિડંબાએ કરેલા પગ પોળા સંકોરી લીધા ... 
જોકે મોડુ એટલે આમ તો બૌ મોડુ ના કહેવાય ... 
અહિ તસવીરમાં દેખાય છે એ ગંદકી ભરી સ્થ્તિતી માત્ર પાંચ કે છ વર્ષ થયા જ છે ,
એટલે આમ તો મોરબી જેવા ગામ માટે આ કાય બૌ મોડુ ના કહેવાય ... 
ઘણા ગામોમાં તો આના કરતાય વધુ સમય થાય તોય કાય બદલાવ નથી આવતો બોલો ...
તો શા માટે મન મોટું રાખી રાજી ના થવું હે..!!!
જોકે હું એવું બિલકુલ નથી માનતો કે....
મે અહી થોડા સમય પહેલા આદરેલી પ્રવૃતિનું આ પરિણામ છે કે, પડઘો પડ્યો છે ...
તમારે પણ એવું માનવું નહીં ..
કેમકે આવા બધા કામ એ પોતાની ફરજ સમજીને કરે છે એવું તો હરગિઝ નથી ...
આવા સાફ સફાઈના કામ આ લોકો ત્યારેજ કરે છે જ્યારે કોઈ ઉપરી અધિકારીને...
ઉપરથી નીચે સુધી દબાણ આવે છે ...
સમજાય છે ને... ? ( કાઠિયાવાડી ભાષમાં જેને રેલો આવ્યો કહેવાય ... ):)
આ જોઈ મને એમ થાય કે આવું દબાણ સતત ચાલુ રહેવું જોઇયે ...
સફાઈમાં વધુ ઝડપે યાની જેટ ઝડપે સફાઈ ક્યારે થાય છે ખબર છે... ???
આમ કોઈજ જવાબ નૈ આપે પણ જેવો હું હું જવાબ આપીશ કે તરતજ કહેશે....
લે, એ તો અમનેય ખબર હતી ...  હે, ખબર હતી ? તો પછી કેમ બોલતા નથી... ?
ખૈર ....
હાં તો જેટ ઝડપે સફાઈ ત્યારે થાય છે જ્યારે મોદી ભાઈ આવે છે...
અને એ પણ એટલાજ રસ્તા કે એરિયામાં જ્યાથી એ પસાર થવાના હોય છે સવાર સવારમાં ...
ત્યારે જોકે ઘણા અધિકારીઓએ આમને ગાળો ભાડતા હશે... " મનમાં" 
કેમકે કદિ વહેલા ઊઠીને મોડે સુધી જાગીને ફરજમાં આવતું હોવા છતાં ..
જે કામ કર્યું ના હોય, એ ઓચિંતું વહેલા ઊઠીને મોડે સુધી કરવું પડે તો...
ભાય, ગમે તેના મોમાથી ગમે તેના માટે ગાળ ના નીકળે તોજ નવાઈ... 
હું એમ કૌ છું કે કો'ક દી મોદી ભાઈને ઉધ્યોગથી ધમધમતા....
લાતિ પ્લોટમાં ભાષણ કરવાનું આમંત્રણ આપોને ...
એ બહાને ફટાફટ ખાડા બુરાઈ જશે ને રોડ બની જશે...
જોકે આવું એ કરે તો કેમ રહે...
આ વિદેશોમાં મોટી મોટી કરવાના બહાને ફરવા જાય છે ...
એના કરતાં રોજ ભારતમાં જ એક એક ગલી એક એક ગામ ફરે....
તોય પાંચ વરશ માં લગભગ અડધું ભારત સ્વછ થઈ જાય કે નૈ...
તો બાકીનું અડધું પૂરું કરવા આપણે પાંચ વર્ષ આલીએ જ એમાં બે મત નથી ....
જોકે હું તો એમજ કૌ છું જેને સેવાજ કરવી હોય એને ભાષણો કરવાની બિલકુલ જરૂરજ નથી રહેતી ..
એ જો ચૂપચાપ મૂંગા મોઢે કામ કરે તો ભાષણ કરતાં પણ મોટો અને ગહેરો પડઘો પડે...
અને પ્રજાનો એને પૂરે પૂરો પતિસાદ પણ મળે ...
પછી એને બોલી બોલીને ગળા દુખાડવા ના પડે કેમકે પછી એનું કામ બોલે...
*બ્લાસ્ટ* કતિરા....
અગર જો આ નેતાઓ આટલું સમજે તો ભિખારી માફક ઘર ઘર ભટકી ...
હાથ જોડી , હાથ ફેલાવી મતોની ભીખ માંગવા ના નીકળવું પડે ..
લોકો સામે ચાલીને એમની જોળી મતોથી છલકાવી નાખે ...
કતિરા...
આજના ટૂંકા સમાચાર અહી સમાપ્ત થાય છે.... 
Comments
  • Pravin Miyaatra समाचार समाप्त नही हुऐ,,,,,,

    ये मध्यांतर हे,,,,


    समय के बिच मे आने वाला अंतराल! !!
    1
  • નિર્દોષ ગુનેહગાર હાં આમ તો એવુજ હો પવલા ... અલ્પ વિરામ..:)
    1
  • Image may contain: 1 person
    1
  • નિર્દોષ ગુનેહગાર જો છે ને ..! એલા પણ આ ક્યાની ? તસવીર નૈ હવે, હું ગંદકીનું પૂછું છું... :)
  • Pravin Miyaatra મોરબી જ છે...

    અમારા ભાઇગ કીયા કે


    આવા લાભ મલે??!
    1
  • No photo description available.
    1
  • નિર્દોષ ગુનેહગાર ભારે નસીબદાર લેને ...

    પાલિકા આવી બદી ભરી બદનસીબી કોઈને ન દે ... :)
    1
  • નિર્દોષ ગુનેહગાર હ,અ, જો મે કાઠિયાવાડીમાં કહ્યું ને નક્કી રેલો આવ્યો... હશે ...

    નૈ તો સાલું મે તો નજર સામે કામ કરતાં જોયા ત્યારે ચાર વાર આંખ ચોળી 'તી....


    મે કિધુ આ હું આવું આવું કરું છું ,તે મગજમાં ચડીને સીધું સપનું તો નથી થયું ને...
    1
  • Sonal Pandya Hamana thi Morbi ma bahu shudhara thay chhe
    1
  • Pravin Miyaatra સૌરાષ્ટ્ર નુ પેરીસ

    ઔદ્યોગિક નગરી


    પુરાતન શહેર..

    આ એક જ ગામ એવુ છે..

    જયાં કોઇ ને પોતાનુ હોય એવી ફિલીગ નથી..
    1
  • નિર્દોષ ગુનેહગાર Sonal Pandya લે આલે એવું તમે ક્યાં જોયું...?

    અહિયાં જ કે બીજે ક્યાય પણ ...


    તો અહિયાં એ સુધારાની લિન્ક આપો ....

    હજુ સુધી તો વધારાજ થયા છે ...

    આ સુધારો કાયમી છે એવા ભ્રમમાં હું બિલકુલ નથી ...

    આપ પણ ના રહેશો....

    અગર એવું હશે તો હું સૌથી પહેલા પેંડા આપીશ ... ફોટામાં ...

    લે તો બીજું શું મને થોડી કોઈ પગાર આલે છે... :)
  • નિર્દોષ ગુનેહગાર પ્રવીણ મિયાત્રા આનાથી વધુ દૂ:ખદ વાત બીજી કઈ હોય શકે.... ધીરે ધીરે બધુ મરી રહ્યું છે કલા સમેત.... :'(
    2
  • Sonal Pandya road keva thay gaya yaaar morbi to tankara ....... morbi to rafadesvar ................ morbi to jetpar vagere vagere
    2
  • San Patel good citizan pareshbhai
    1
  • Shri Kkparmar માણસ મરી રહ્યો છે ! તમે ગામ નિ વાત કરો છો.!
    2
  • Shri Kkparmar મોરબી નુ જુનુ બસ્ટેન્ડ ચોમાસા મા નરક નિ યાદ અપાવે એવુ હોય છે ! અત્યારે ખબર નહી ત્રણ વરસ પહેલા જોએલુ !
    2
  • Pravin Miyaatra પરમાર ભાઇ
    અમારુ બસ સ્ટેશન એવુ ને એવુ જ છે..
    ઐતિહાસિક ધરોહર જાળવી રાખવી એ અમારી પરંપરા છે.
    3
  • નિર્દોષ ગુનેહગાર Sonal Pandya શું યાર તમે પણ હાઇવે તો બધે સારા જ હોય છે ...

    જોકે અહી તો એમાય ગાબડાંજ હોય છે ...


    બાકી ગામમાં આવીને રસ્તા ગલી જુવો એટલે વિકાસ થાય છે કે માત્ર વાણી વિલાસ સમજાય જશે....

    તમે કોણ જાણે ક્યાં રહેતા હશો ખબર નૈ એટલે કૌ છું કે, એ ઉકેળા જોવા તમારે ક્યાય આવવા જવાની જરૂર નથી....

    મે મારા ગામના ઉકેળા ઉપાડી ઉપાડી ને અહિયાં જ ખડક્યા છે...

    આવવા જવાનું ભાડું બચશે , જોવાનું સાવ મફત છે ...ગમે ત્યારે મન પડે ત્યારે જોઈ

    લેજો પછી મને કેજો કેવિક મજા આવી... :)
    1
  • નિર્દોષ ગુનેહગાર પ્રવીણ મિયાત્રા ... તે ગામની આબરૂ બચાવી લીધી ....

    અમારે ત્યાં તો બધા જીવ દયા પ્રેમી રસ્તા પર ગાય પાડા બેઠા હોય તો ઘાસ નાખવાનું એને હેરાન નૈ કરવાનું ...


    પછે ઇ ભલે ને કામાતુર થઈને રસ્તા વચ્ચે કામ તાંડવ કરીને કઈકના વાહન ની પથારી ફેરવે કે કોઈને એ હદે ઇજા કરે કે ઇ કોઈ કામ નો ના રહે...

    પાડા ના કામ ના લીધે પાડના વાંકે પછડાટ ખાધેલો પછી પાડા જેવુ જાહેરમાં જીવી ને જલ્સો કરી જાય એવું એ ઘરમાય ના જીવી શકે બોલ...

    Shri Kkparmar અત્યારે આવો તો વગર વરસાદે ઘણી જગ્યાએ નરક જેવુ જોવા

    મળશે ....

    તમે તસવીર ના જોઈ ? એ કાય સ્વર્ગની નથી, વાત કરો છો... :)
    2
  • નિર્દોષ ગુનેહગાર પ્રવીણ મિયાત્રા લ્યા પવલા તે મૂકેલા છાપના કટિંગ પર તો છેક હવે મારુ ધ્યાન ગયું બોલ આટલી વારમાં છાપામાય આવી ગયું બૌ કેવાય .. !!! :)
    1
  • Sarfraz Valera નિરાધાર હોય છે તેઓ આધાર માંગે છે
    મળે તો ઉડાન માટે ગગન વિસતાર માંગે છે
    દુઆ ઓ આપશુ તો મંઝિલે પહોંચી જશે મિત્રો

    દુભાએલા જીવનભર ના હવે સહકાર માંગે છે:|:|
    1
  • નિર્દોષ ગુનેહગાર Sarfraz Valera
    નિજ સ્વાર્થ સિવાય ના દરકાર રાખે છે ..!
    નકટી છે સરકાર ક્યાં સહકાર આપે છે ...! :)
    1
  • નિર્દોષ ગુનેહગાર Sonal Pandya..ना ना एवु बीलकुल नथी !

    ए तमारो ने मारो मात्र ने मात्र भ्रम छे !


    गंदकी एमनेम हेमखेम छे....!
  • નિર્દોષ ગુનેહગાર Shri Kkparmar...आजे पण जो तमे मोरबी आवो तो त्रण वरस पाछल व्या जाव बोलो ! 😕
    *******************************************************************************
  • * બડા બ્લાસ્ટ*
    મેરે ભાઈયો ઔર બહેનો....
    પછી ઠોકં ઠોક ...
    બાફં બાફ...
    હજુ કાનમાં ગુંજે છે...
    સાલું સૂનું સૂનું લાગે છે ...
    આંખને આદત પડી હતી જોવાની...
    કાનને આદત પડી હતી સાંભળવાની....
    એ જાણવા છતાં કે...
    ભાષા દંભી હતી...
    નિયત ગંદી હતી...
    એના સિવાય કોઈને ..
    બોલવાની પાબંદી હતી...
    એ જાણવા છતાં ...
    પણ મારા રોજના મનોરંજનનું શું... ? 
    બે દિવસ થયા ટીવીમાથી જાણે સમુરા ઉખડી ગયા...
    સાહેબ દેખાતા નથી....
    આ સ્ટાર ન્યૂઝ વાળા તો કેદુના કેતાતા ...
    ને હજુય કહે છે ... ( એના કહ્યા મુજબ તો ક્યારનું થઈ ગયું છે... ) 
    આપ દેખ રહે હે સ્ટાર ન્યૂઝ ...
    સબસે આગે...
    "આપ" હે આગે...
    *બ્લાસ્ટ*
    કઈક અઘટિત ઘટના ગમે ત્યારે ઘટી શકે છે ....
    જેમ હાર્યો બમણું રમે ...
    યે રાજનીતિ હૈ..
    કુછ ભી હો શકતા હૈ....
    હું કોઈનો સહયોગી કે વિરોધી નથી ...
    સિવાય કે સત્ય ... અસત્ય...
    આ માત્ર આજનું સત્ય છે...
    આવતી કાલની મને ખબર નથી...

गै काले १२ वाग्या पेला मोबाउलनो पुनर जनम थ्यो..
हवे वांधो नै आवे ! गै काल काल रातथी मारो मोबाईल तमारा जेवो होशीयार & स्मार्ट थै गायो छे !
माकडने आईख्यु आईवी...😆
अर्थात :- मोबाईलने हवे गुजराती लीपी देखावा लागी !
जोके हजु गुजराती लखता नथी आवडतु ए वात नोखी छे ! 😊
पण तोय आ भवमा / भावमा आटलु ओछु तो नाज कहेवाय !!
Comments
Write a commen
  • ***************************************************************************************


No comments:

Post a Comment