Thursday, 13 February 2020

આ ભવમાં આટલુ ઓછુ તો નજ કહેવાય..

   વર્ષો પહેલાં...

"આ ભવમાં આટલુ ઓછુ તો નજ કહેવાય... "

આ વાક્ય અનંત...

જ્યારે પણ,

નાની અમથી પણ ખુશી મળે 

ત્યારે ખુશી ખુશી બોલતો... 

"આ ભવમાં આટલુ તૌ બૌ કહેવાય... "

કોઈ પણ જાતની ખુશી મળે કે ના મળે

આ વાક્ય અજ્ઞાની હર હાલમાં બોલતો. 

જો કે પછી તો હું પણ ઘણીવાર 

અજ્ઞાની બોલાત એજ વાક્યનો 

પ્રયોગ કરી કરીને ઓલી પેલી છેલી 

ડાય યા ઘેલી સામે પ્રભાવ પાડવા, 

બોલ્યા કરૂ છું અવાર નવાર... 

ખૈર... 

એ એક અલગ ખેલ છે. 

મુળ વાત એ છે કે, 

વર્ષો પહેલાં.... 

એક અંધારી રાતે જ્યારે અમે ત્રણેય ભાઈબંધો... 

છેક ઉબડ ખાબડ સાંકડી ગલીમાં છેવાડે 

આવેલા ખંડેર મધ્યે મળ્યા... 

ત્યારે... 

ચાય પીતા પીતા ખબર નૈ 

અનંતને કૈ ખુશી મળી હશે

સુર્રરરરર... કરતીકને ઊંડા કસ સાથે 

ચાયની ચુસ્કી ભરી અનંત બોલ્યો... 

"આ ભવમાં આટલુ ઓછુ તો નજ કહેવાય..." 

આ સાંભળી અજ્ઞાની હસ્યો... 

અનંત...

કોઈ નમણી રમણીના હોઠ ચુમતો ચુસતો હોય એમ 

ચાયની પીયાલી ચુસવા ચુમવામા મસગુલ હતો. 

ચાયનો ઘુંટ ભરી મે અજ્ઞાની સામે 

સવાલ ભરી નજરે જોયુ. 

આ ભવમાં આટલુ તો બૌ કહેવાય... 

કાયમની માફક અનંત ના વાક્ય સામે 

એ વાક્ય બોલવાની બદલે 

અજ્ઞાની તું આજે હસ્યો શા માટે.? 

મે પુછ્યું. 

ત્યારે અજ્ઞાની એ કહ્યું. 

પરીયા.... 

ઓછુ વધુ આ બધુ તરસ પર નીર્ભર છે.! 

જેને ખૂબ તરસ છે, 

તેને આખો પ્યાલો પણ ઓછો પડશે.... 

અને જેને ઓછી તરસ છે, 

તેને અડધો પ્યાલો પણ વધુ લાગશે... 

અને જેને તરસજ ના હોય, 

તેને પ્યાલો સાવ ખાલી હોય, 

તો પણ કૈજ ફર્ક નથી પડતો.! 

અનંત હજુ પ્રેયસીના ગુલાબી હોઠ ચુસતો હોય એમ

ચાયની પીયાલી ચુમવામા મસગુલ હતો. 

મને અજ્ઞાનીની 

સાવ સરળ છતાં અટપટી વાત 

અટપટી છતાં સાવ સરળ વાત 

સમજાઈ નહીં 

અકલે 

મે અજ્ઞાનીને પુછ્યું... 

અજ્ઞાની, અગર એવુજ હોય તો પછી, 

આ ભવમાં ઓછું 

આ ભવમાં બૌ 

આ બધા વાક્યો નો મતલબ શું..? 

"દુ:ખી થયા વગર સુખેથી જીવવાનો એક તરીકો"

અજ્ઞાનીએ એક લીટીમાં જવાબ આપ્યો... 

પણ તો પણ મારી ઓછી અધુરી સમજણના કારણે 

મે પુછીજ લીધુ 

અર્થાત્..? 

જવાબ મા મર્માળું હસી અજ્ઞાનીએ કહ્યું. 

સાવ ખાલી પીયાલી વાળો 

કોઈકની અડધી પીયાલી ભરેલી જોઈ દુ:ખી થાય. 

અડધી પીયાલી વાળો 

કોઈકની આખી ભરેલી પીયાલી જોઈ દુ:ખી થાય... 

અને આખી પીયાલી વાળો પણ દુ:ખી થાય... 

"અજ્ઞાની" જ્યારે એ જુવે એમ જો 

કોઈક બીજાની પીયાલી છલકાય.... 

અર્રે યાર્ર ખૂબ અઘરૂ ને અટપટુ બોલ્યો તું..!

અજ્ઞાની મુછમા હસ્યો.. 

અચ્છા...

તો અનંતને પુછી લે... 

મે અનંત સામે જોયુ. 

તો અનંતે અટ્ટહાસ્ય કર્યું... 

પછી બોલ્યો... 

છલકાતી પીયાલી વાળો 

કોઈકની આખી પીયાલી જોઈ સુખ અનુભવે. 

આખી પીયાલી વાળો

કોઈકની અડધી પીયાલી ભરેલી જોઈ સુખ અનુભવે. 

અડધી પીયાલી વાળો 

કોઈકની સાવ ખાલી પીયાલી જોઈ સુખ અનુભવે... 

અને સાવ ખાલી પીયાલી વાળો... 

બે હાથે ખોબલે ખોબલે પાણી પીયને પણ 

સુખની પરમ ચરમ અખંડ "અનંત"અનુભુતી 

કરી શકે છે.! 

વાત એટલીજ છે પરીયા કે 

જાતને સુખી કરવી કે દુ:ખી એ 

સૌની પોત પોતાની સોચ પર નીર્ભર હોય છે.! 

અને આ માત્ર તરીકો છે 

એક માત્ર રસ્તો છે 

દુ:ખી કે સુખી થવાનો.... 

બાકી તો.., 

ખાલી, પા, અડધી કે આખી પીયાલી... 

એ તો એમજ હોય છે જેમ હોય છે..! 

"અનંત" 

સાવ છેલ્લે છેલ્લે મને ગોટે ચડાવીને ઊંઘીજ ગયો...

અજ્ઞાની જાગે છે કે સુઈ ગયો છે એ કળવુ અઘરૂ છે..! 

પછી તો હું બંન્ને ને એમનેમ રેઢા મુકીને....

અધ્ધખુલ્લા દરવાજેથી... 

હળવેકથી શરીર સંકોરીને... 

એ ખંડેર અને મહોલ્લામાંથી બહાર નીકળી.... 

ઉબડ ખાબડ સાંકડી ગલીના રસ્તે 

અફડાતો અથડાતો ઘર ભેગો થઈ ગયો... 

*બ્લાસ્ટ*

"અનંત" હું હોઉ તું હોય અને હોય ફક્ત પ્રેમ 

મારે બસ આટલીજ જાહોજલાલી જોઈએ. 

હું પ્યાલો છું.! ભર્યો છું છલોછલ પ્રેમથી..! 

તું આવ મને હોઠ લગાવ 

અને પ્રેમથી પ્રેમ પી. 

પીવો છે મારે પણ સખત સતત પ્રેમ.! 

બીજુ કૈજ ના ખપે મને 

મારે ફક્ત પ્રેમથી છલોછલ ભરેલી પ્યાલી જોઈએ... 

"અનંત" 









No comments:

Post a Comment