Sunday, 1 March 2020

પછી થી અનંતે કોઈને પણ કઈ કહેવા કે સાંભળવાનું છોડી દીધું



રાત પડતાજ  સવાર થી રાત પડવાની રાહ જોતો હું 
ચાય લઈને ઉબડ ખાબડ સાંકડી ગલીમાં છેક છેવાડે મહોલ્લામાં
 છેક ખૂણે આવેલા ખંડેર જેવા એ ઘરમાં ,
જ્યા મારા બે ભાઈબંધો રોજ રાત્રે મારા આગમનની વાટ જોઈને બેઠા હોય છે ત્યાં પહોંચી ગયો .
હું અધખુલ્લ્લા દરવાજેથી શરીર સંકોરી ભીતર પ્રવેશ્યો .બંને પોતપોતાની ખુરશી પર આરામથી મારી વાટ જોતા બેઠા હતા . 
આવ પરીયા આવ ! 
બંને એ એક સાથે મને આવકાર આપ્યો .
છુટકો જ નથી એમ કહેતા  
મારી ખાલી પડેલી ખુરસીને મેં મારાથી ભરી દીધી  . 
ત્રણ ખુરસીની વચ્ચે મુકેલી જર્ર્જર્રિત ટીપોય પર ઉંધી પડેલી પિયાલી સીધી કરી 
મેં તેને ચાયથી ભરી દીધી .
પિયાલી પણ ખુશ અને અમે પણ ખુશ.  
જો કે અમને એકલે કે મને અને અજ્ઞાનીને તો પીયાલીમાં પિયાલીનાજ દર્શન થતા 
પણ અનંતને પીયાલીમાં પ્રેયસીના હોઠ દેખાતા હતા કાયમ .... 
અનંત માત્ર ચાયનોજ  નહિ બલ્કે ચુંબનનો પણ પ્યાસો હતો  . 

અને કેમ ના હોય , એને દિવસ દરમ્યાન કોઈને કોઈ ચુંબન આપવા વાળી 
ઓલી પેલી  મળી રહેતી  .
એટલે એને ચુંબનની આદત સી પડી ગયેલી  . 
તેથીજ અનંતને પીયાલીમાં પ્રેયસીના હોઠના દર્શન  થતા  . 
જેમ એ પ્રેયસીને કસ્કસતુ ચુંબન કરતો એજ રીતે એ જોરદાર જાણે પેલીને ચૂમતો હોય એમ પીયાલી હોઠે લગાવી ચાય પીતો. આજે પણ અનંતે એજ રીતે સૂર્રર્રર્રર કરતા ચાયનો ઘૂંટ ભર્યો. અજ્ઞાની હળવે હળવે મુલાયામતાથી ચાયના ઘૂંટ ભરી રહ્યો હતો. હું તો ક્યારે કેમ ચાય પીઉં એજ નક્કી ના હોય , 
ચાય પિતા પિતા મેં વાત શરૂ કરી .
મેં અનંત ને પૂછ્યું શું થયું  પછી ?
પેલી જેણે ગઈ કાલે તને પરેશાન કર્યો હતો 
તેને તે કઈ કહ્યું ? 
નન્ના ! અનંતે ધડ દઈને ભાર પૂર્વક ના પાડી .
મેં કહ્યું કેમ ?
બસ ... 
અનંતે બેફિકરાઈ પૂર્વક ટૂંકો જવાબ આપ્યો . 
મેં ફરી સવાલ કર્યો. 
એને તને કઈ કહ્યું. 
એ તો કહેતીજ રહેતી હોય છે પણ , 
પણ કહી અનંત ચુપ થઇ ગયો .  
તારે એની વાત તો સાંભળવી જોઈએ ને . મેં કહ્યું .
તો તેણે કહ્યું .
સાંભળવાનું પણ બંધ્ધ !
કોઈને આવવા પણ નહિ દેવાનું અને 
આજથી બહાર ક્યાંય જવાનું પણ બંધ !
મેં પૂછ્યું નહોતું એના પણ અનંત જવાબ આપવા માંડ્યો અભાન અવસ્થામાં .
કેમ ? ફરી મેં સવાલ કર્યો . 
બહાર જઈએ તો જોવાય જાય .
જોતા જોતા જોતજોતામાં 
અગર હોઠ કોઈના મલકાય જાય. 
અને મલકાતાં હોઠ ને  જોઈએ તો 
"અનંત" મન પાછુ લલચાય જાય  ... 
મારી જેમ જો અંદર અંદર અરસ પરસ અસર એને પણ અગર થાય ... અને અસર થાય તો ભલે થાય પણ જો થયા પછી પણ જે કૈ થયું, શું થયું ?કેમ થયું? ક્યારે થયું? અને  ક્યાં કારણે થયું ?એ ના સમજાય ...
તો નાહક બેઉ એક સરખાજ ગુનેહગાર હોવા છતાં !
અનંત બે નિર્દોષ જીવ રિબાય દુભાય પીડાય  ...    
એના કરતા તો ....
આટલું કહી થોડી વાર ખામોશ રહી અનંતે કહ્યું  . 
એટલેજ હવે મારે કઈ જોવું પણ નથી અને દેખાડવું પણ નથી !
એટલે હવે મારે કઈ જાણવું પણ નથી અને 
જણાવવું પણ નથી !
મારે કોઈને કઈ કહેવું પણ નથી !
અને કોઈનું કઈ સાંભળવું પણ નથ્થી !
અરે પણ અચાનક કેમ તારા વર્તનમાં, 
આટલું પરિવર્તન આવી ગયું ?
આમ  તો તું તો જડબા તોડ જવાબ આપવામાં માહિર છે !
કોઈ મતલબ નથી પરીયા ! અનંત બોલ્યો .
કોઈજ મતલબ નથી !
સાંભળીએ તો કહેવાનું મન થાય 
અને કહીએ તો સાંભળવાની તૈયારી પણ રાખવી પડે !
આપણે સાંભળવાની તૈયારી પણ રાખીએ 
પણ તેમ છતાં કહ્યા સાંભળ્યા પછી પણ કોઈ સમજે નહિ અને 
ઉપરથી પાગલમાં ગણતરી થાય તો,
 બે મતલબની બકવાસ શા માટે કરવી !  
હાં બૌ ડાયો હો  ... 
અનંત તું તો બૌવજ ડાયો છે !
તારા જેવા ડાયા માણસની પાગલમાં ગણતરી થાય એ થોડું ચલાવી લેવાય....
અજ્ઞાનીને હસતા હસતા અનંત પર વ્યંગ કર્યો.
ચાયનો ઘૂંટ ભરી મેં અનંત ને સવાલ કર્યો . 
અચ્છા તો શું આજથી પ્રેમમાં ડૂબવાનું પણ બંધ ! ?
હાં બંધ્ધ !
કેમ એમ ?
મારા સવાલના જવાબમાં અનંતે કહ્યું 
જો પરીયા તું જાણેજ છે કે ,
હું પહેલા પણ અનેકવાર પ્રેમમાં ડૂબ્યો છું ! 
એ તો નસીબદાર કે બચી ગયો !
મેં કહ્યું કેમ બચી કેમ ગયો ! ?
અનંતે હસીને કહ્યું  .
એ તો નદી સુકાઈ ગઈ એટલે !
નહીં તો શું થાત ? મેં પૂછ્યું . 
તરફડીયા મારી ને મરી જાત  બીજું શું !. 
મેં કહ્યું.
કેમ મરી કેમ જવાય પ્રેમમાં તો ડૂબીને તરી ના જવાય ? 
એજ એજ એજ તો તકલીફ છે પરીયાઆઆઆ  .... 
મને તરતા નથી આવડતું . 
અને બધી નદીઓ કઈ સુકાય તો ના જ જાય ને !
આમ કહી અનંત બોલ્યો . 
ડૂબીને પણ તરસ ના છીપાય એવી નદીમાં ડૂબવું શું !
અને તરવાનું ફાવે નહીં તો નાહક મારે તરફડી મરવું  શું ? 
અનંતે એક સાથે મને કહ્યું અને પૂછ્યું એક કાંકરે બે પક્ષી  !
મેં કહ્યું તો તારે કરવું છે શું ?
ત્યારે અનંતે કહ્યું . 
પહેલા તરસ વધારવી અને વધવા દેવી  છે  . 
પછી પ્યાસ બુજાવવી છે ! અને બુજાવવી છે ! 
પહેલી લીટી તો અનંત બરાબર બોલ્યો પણ બીજીમાં 
એકના એક શબ્દ બે વાર બોલી લોચા માર્યા હોય એવું મને  લાગ્યું ! 
એકલે મેં પૂછ્યું આ બીજી લાઈનમાં તું 
પ્યાસ બુજાવવી છે ! અને બુજાવવી છે ! એવું બે વાર કા બોલ્યો અનંત ?
અજ્ઞાની મારી અણસમજ પર હસ્યો 
અને પછી અનંત વતી ખુલાસો કરતા કહ્યું  . 
અક્ક્લ વગરના પરીયા ....
એક વાર અનંતે પોતાની માટે કહ્યું છે
 અને બીજી વાર પેલી માટે !
એટલું પણ તને નથી સમજાતું ! 
ન સમજાય લે પણ , એમાં શું આમ કેવાનું હોય , 
આવી રીતે બોલે તો કોઈ પણ ગોટે ચડી જાય ! 
મને હું જેવો છું તેવો કહ્યો એ ન ગમ્યું. 
જો કે એ તો કોઈને નથી ગમતું હોતું. 
હું ચાયનો ઘૂંટડા સાથે સત્ય પી ગયો.
અધૂરી વાત પુરી કરતા અનંતે કહ્યું પરીયા ...
મારે પ્રેમ માટે પ્રેમ સાથે પ્રેમથી પ્રેમમાં જીવવું છે !
અનંતે મને સવાલ કરતા કહ્યું. 
એ તો બધું ઠીક પરીયા પણ ,
પેલીએ સવાલ સહ વાત કરી ત્યારે 
તારી આંગળી કેમ થોથવાય ગઈ 
જીભ થોથવાય એવું તો જોયું સાંભળ્યું છે પણ આંગળી !!!
હવે અનંતે મને ચીપટીમાં લીધો !
મેં કહ્યું  . 
જો અનંત એ તો એવું છે ને , એમાં તો એવું છે ને કે ,
એલા પણ તું પેલી સામે થોથવાય જાય એતો સમજાયું પણ ,
અત્યારે અમારી સામે કા થોથવાય છે !?
હજુ પરિયાના મગજ પર એની અસર વર્તાય છે .!
પરીયાને હજુ એજ સામે દેખાય છે અનંત 
એટલે પરીયો આપણી સામે પણ થોથવાય છે !
મારી ભીતરી દશા જાણી મજાક સહ 
અજ્ઞાનીએ અનંતના સવાલનો વ્યંગાત્મક જવાબ આપ્યો , 
હેં એવું છે, એવું છે હે પરીયા, એવું છે ?
મેં કહ્યું જો અનંત !
એતો એવું છે ને કે , 
ક્યારેક ઓચિંતું કોઈ હૃદય પર ઉંડે ઊંડે ચોટ લાગે એવી વાત કરે ને અનંત તો ,
બોલવા માં જેમ જીભ થોથવાય એમ લખવામાં આંગળી પણ થોથવાય જાય !
અનંત અને અજ્ઞાનીએ અટહાસ્ય કરતા ચાયનો 
છેલ્લો ઘૂંટ ભરી ખાલી પિયાલી ટીપોય પર ધડામ કરતી મૂકી.! 
અને હું રીતસરનો ધ્રુજી ઉઠ્યો. 
અને ખુરશી પરથી ઉભા થઇ મેં કહ્યું હું જાઉં છું  ! 
કેમ આજે આટલો વહેલો ? બંનેએ એક સાથે સવાલ કર્યો 
મેં કહ્યું મને ખુબ ઊંઘ્ઘ આવવ્વે છે એટલે !
મારે પણ હવે અનંતની માફક કહેવા સાંભળવાનું 
બંધ કરવું પડશે ...!
આમ મનોમન બબડતો હું અધખુલ્લા દરવાજામાંથી શરીર સંકોરી બહાર નીકળી ગયો  .... 
તે રાત્રે ખબર નૈ કેમ !!!
ઉબડખાબડ સાંકડી ગલીમાંથી ઠેબે ચડતો 
લથડિયાં ખાતા ખાતા હું માંડ માંડ ઘેર પહોંચ્યો  ... 
-બ્લાસ્ટ-
સમજાવ્યે સમજે નહીં તેને સમજાવવું શું !
સમજાવ્યા વિના સમજે એને સમજાવવું શું ! 
"અનંત"
   
ધીરે ધીરે અનંતે 
અનેક સાથે વાતો કરવાનું ઓછુ કરી નાખ્યુ.
પછી એક મધરાતે રાબેતા મુજબ હુ 
ચાય લૈને ત્યાં ગયો.
અજ્ઞાની મૌન હતો અનંત ચુપ્પ..!
મે ટીપોય પર ઊંધી પડેલી પીયાલી સીધી કરી
તેમા ગરમાગરમ ચાય રેડતા અનંતને પુછ્યું. 
શું હવે તને એ બધી જેની સાથે તુ સતત
વાતો કરતો એ યાદ પણ નથી આવતી.? 
પોતાની પીયાલી ઉઠાવી સુર્રરરર કરતા
ચાયની ચુસ્કી ભરી અનંત બોલ્યો. 
પરીયાઆઆ... 
હું હવે કોઈ સાથે વાત નથી કરતો, 
એનો અર્થ એ નથી કે યાદ નથી કરતો.
યાદ આજે પણ ખૂબ કરૂ છું એ સૌને 
મગર હવે ફરીયાદ નથી કરતો. 
બની શકે એ સૌ કદાચ મને ભુલી પણ જાય.
મગર હું ભૂલીતો નથી કોઈને ને ભુલી શકતો પણ નથી. 
તો તુ કેમ ભુલી ? એવી ફરિયાદ નથી કરતો.
એ વાત નોખી છે કે પહેલા દલીલ કરતો સચોટ. 
મગર હવે કોઈ ગમે તે વીષયમા 
ગમે તે બોલે બાફે હું વીવાદ નથી કરતો.
એ લોકો શું વીચારશે મારા વીષે 
હુ એ નથી વીચારતો.
ચાહુ છું તેની સાથેજ મુડ હોય ત્યારેજ 
વાત કરૂ છું.! મગર "અનંત" હવે 
જેની તેની સાથે સમય બરબાદ નથી કરતો.
"અનંત"
આવું વર્ષો પહેલા બોલી ને પાછો અનંત ચુપ્પ..!
ત્યારે અજ્ઞાનીએ ભેદી મૌન તોડતા કહ્યું. 
"અજ્ઞાની" ઘણુ બોલ્યા ના બોલ્યા બરોબર...
 હોઠ હવે ચૂપ રે સમજુ સમજે આંખની ભાષા.! 
"અજ્ઞાની"

*બ્લાસ્ટ*

"અનંત" હવે હું કોઈ સાથે વાત નથી કરતો. 
એનો અર્થ એ નહીં કે હું યાદ નથી કરતો.

ફર્ક બસ એટલોજ છે પહેલા અને અત્યારમાં . 
પ્રેમ કરું છું પરમ ચરમ અખંડ અનંત... 
મગર પ્રેમમાં હવે હું સમય બરબાદ નથી કરતો.. 
"અનંત" 

આદત જેની હોય સતત પ્રેમ કરવાની કહો ભલા એ છૂટે કેમ.? 
હું પ્રેમથી કદિ' રુઠતો નથી કહો ભલા પ્રેમ મારાથી રુઠે કેમ .
સબંધો માત્ર શરીર ના હોય તો વાત નોખી છે, તૂટી પણ જાય, 
"અનંત" સબંધો જે છે આત્માના છે કહો ભલા એ તૂટે કેમ..?
"અનંત"
અકસર ગરબડીયા અક્ષરે આવું બધુ લખી લખીને 
મારી માથે મારીને ભાઈબંધો અલોપ થઈ ગયા ..    



No comments:

Post a Comment