Thursday, 5 March 2020

અનંત નો જર્જરીત કાગળ કોઈ ઉકેલી શક્યાની પ્રથમ ઘટના !


વર્ષોથી બંધ કબાટમાં ગુંગળાતા પીડાતા પીળા પડી ને સાવ જર્જાર્રિત થઇ ચુકેલા આ કાગળીયાઓ 
આજ સુધી હું એકલો એકલો ઉકેલતો હતો .
આજ મગર એક છોકરી એ અનંતના એક જુના જર્જરીત સાવ આછા થઇ ચુકેલા અક્ષરને
ઉકેલવામા મદદ કરવાની તૈયારી બતાવી અનંતની ખુશી માટે જોકે મારે ખૂબ વીચારવુ પડે..! 
ખૈર... હું વીચારીશ... 
પણ આજે આ છોકરીએ અનંત નો એક
કાગળ ઉકેલીજ બતાવ્યો એક પણ ભૂલચુક વીના. 
અને એ ગેર હયાત અનંત પર ઉપકાર કર્યો ... 
એમ કહીશ તો એને નહિજ ગમે એ મને ખબર છે ! 
પણ અનંતના એક કાગળિયાનો એની નાજુક આંગળીએ  ઉધ્ધાર થઇ ગયો એમ કહેવું 
મને પણ ગમશે તેને પણ ગમશે અને અનંતનો આત્મા પણ જ્યાં  હશે ત્યાં ખુશ થશે ..! 
આ એ જર્ર્જર્રિત કાગળ છે જેમાં વર્ષો પહેલાના અનંતના ગરબડીયા હસ્તાક્ષર છે !
જે જટ્ટ દઈને વાંચી પણ ના શકાય એટલા ઝાંખા છે ! 


તેમ છતાં આ છોકરીએ એકલે કે, 
લૂ એ સરળતાથી અનંતના અક્ષર ઉકેલી લીધા..!
અને પોતાની નાજુક આંગળીઓ વડે સુંદર મરોડદાર અક્ષરે 
સ્વચ્છ કાગળમાં લખી મને આપ્યા ત્યારે ...  
ખબર નૈ કેમ.! 
પણ મારા અંગે અંગમાથી 
એક લખલખુ પસાર થૈ ગયુ... 

લૂ એ જ્યારે એક પણ ભૂલ ચૂક વિના પોતાની નાજુક આંગળી વડે સુંદર અક્ષરે 
અનંતના શબ્દો ઉકેલીને આ સ્વચ્છ કાગળ મને આપ્યો ત્યારે  ... 
અમારી વચ્ચે થોડા સંવાદ થયા 
અને મારાથી સહજ બોલાઈ ગયું . 

જાદુગર છે લૂ તમે તો અગર જો કોઈ ટેકનીક વગર ભાઈબંધના શબ્દો ઉકેલ્યા હોય. અને અગર આ સુંદર અક્ષર તમારાજ હોય તો.. અફસોસ એટલોજ કે ભાઈબંધ હયાત નથી..! નૈ તો આંખો ટપ. ટપ.. ટપ... દડ. દડ.. દડ... અને એ આખે આખો ઝણ ઝણ ઝણ પણ, ખૈર... એક તો રૂમાલ પણ ટાણેજ ખોવાય જાય

એ તો કહ્યુંતું ઉકેલી લીધું બસ વાર થઈ લખીને મોકલવામાં ને અક્ષર ય મારા જ છે પ બસ પ્રેક્ટિસ નથી તો આવા જ થયા બાકી ભાઈબંધ ક્યાં?
લૂઉઅ..
હું આ કાગળ ને તમારા સુંદર અક્ષર સમેત ખંડેર પર લૈ જાઉ.?

હવ એ તમારું હવે

અવ્યક્ત કરૂણાનંદ 🙏

નથ હમજાતુ કૈજ
હમજવું જ હુ કામ
નથી જ હમજતો
અકલેજ
સ્સાલ્લુ ..! કેકલાય વર્ષો થી બંધ કબાટમાં પીડાઈને જર્જરીત થૈ પીળા પડી સડી રહેલા ઢગલાબંધ કાગળમાં થી એક નો ઉધ્ધાર થૈ ગ્યો..! વર્ષો બાદ કોઈ નાયા ધોયા વગરના પાગલ માણસ જેવા કાગળને તે ઘસી ઘસીને ઊજળો કર્યો હોય, એવો અલૌકિક અહેસાસ થયો... લૂઉઅ... પણ બીજા અનેક ગુંગળાતા કાગળ નું શું..!? ચીંતા ના કરજે...! અનંત વેદના સહન કરતો પીડાતો હોવા છતાં ભાઈબંધ નાની અમથી ખુશી મળે તો પણ કહેતો. "આ ભવમાં આટલુ ઓછું ન કહેવાય" હું કહું છું કે, આ ભવમાં આક લૂ તો બૌ કેવાય... બસ બાકીના કાગળો એના ગયા બાદ હું વર્ષોથી ઉકેલુ છું.! અને ઊકલી ન જાઉ ત્યાં સુધી ઊકેલતો રહીશ..!
હુંય મદદ કરી શકું
ભાઈબંધને વાંધો ન હોય તો
અનંતની નાની અમથી ખુશી માટે 🙊
હં
ભાઈબંધ ને વાંધો
વાંધા નુ હોવુ ના હોવુ હોય એને હોય લૂ
એ નથ્થી..!
એમ
ખૈર... આજે ઊકલ્યો એટલા સહેલા નથી બીજા કાગળો ઊકેલવા મને કદાચ થોડી મદદ થોડી રાહત મળશે..! પણ લૂ તું થાકી જૈશ કંટાળી જૈસ...
અઘરા કામ જ ગમે છે ને 🙊
થાકી જઈશ ત્યારે કહી દઈશ થાકી ગઈ એમ😌
અઘરી છે તું પણ તુ પણ અઘરી છે
એક અઘોરીના અટપટા અસ્તવ્યસ્ત ઝાંખા થૈ ચુકેલા ગરબડીયા અક્ષર ઉકેલવા તૈયાર થૈ છે..!
બાકી તારા પહેલાં પણ આવી ઝંખના કોઈએ કરેલી.... કાગળો મંગાવ્યા હતાં.. અને પરત મોકલી આપ્યો થપ્પો એક પણ કાગળ ઉકેલ્યા વીના..
કદાચ એવું થાય કે ન પણ થાય
હાં પણ એ કાગળ થકીએને કૈક વીચીત્ર કહેવાય તેવી અલૌકિક અનુભુતી થયેલી એવુ એ કહેતા હતા.
આજની આ અલૌકિક ઘટનાનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી !
જો કે આમ પણ શબ્દો મારી પાસે મારી સાથે ક્યારેય હતા જ નહિ !
કાશ આ ઘટના વર્ષો પહેલા ભાઈબંધની હયાતીમાં ઘટી હોત....
તો વાત કૈક જુદીજ હોત...
ખૈર ...
*બ્લાસ્ટ ફોર ભાઈબંધ *
કાગળના તખ્તા પર કેવળ શબ્દોનો અભિનય નથી આ "અનંત"
જેવું લખાયું છે તેવુજ ભોગવ્યું છે અને બસ તેવુજ ભજવાયું છે જીવન .
"અનંત"
ક્યારેક વાતો કરવાને કોઈ વીષય ના હોય.
તો ક્યારેક વીષય હોય પણ મુડ ના હોય.
ત્યારે...
અમે ત્રણેય ચાયની ચુસ્કી ભરતા ભરતા...
આવા બધા જે અમને ખૂબજ ગમતા...
મધુર સંગીત મધુર શ્વર અને,
હ્રદય ના તાર તાર ઝણઝણાવી નાખે એવા
ઊંડાણ ભર્યા શબ્દો
જે ગીતમાં હોય તે સાંભળીને સાંભળીને
ખૂબ સંભાળીને રાત પસાર કરતા..!
પછી છુટા પડી જતા સવાર પડતા..!
આ એમાનુજ એક ગીત છે.!
मुजे छु रही हे।
तेरी गरम सांसे।
मेरे रात और दिन
महेकने लगे हे।
"गुलजार "
मै कोई पथ्थर नहीं इन्सान हुं।
कैसे कहेदु गम से गभराता नहीं।
આ ગીત અનંત સ સ્વીકાર ગાતો.
રૂદન ને રોકવુ ન જોઈએ
જો હ્રદય પર ભાર લાગે તો,
એકાંતે આંખો નીતારી લેવાથી
પરીસ્થીતી છો ના બદલે
મગર હ્રદયનો ભાર હળવો થૈ જતો હોય છે.
એવું અનંત અનેક વાર મને કહેતો સમજાવતો
અને ખુદ સમજતો.
ઊલ્લાસ અને ઉદાસીની આવન જાવન
આંખોમાં અને ખંડરની ભીતર સતત રહેતી.
ઉદાસ આંખે અનંત ઘણીવાર મીર્ઝા ગાલીબની
આ ગઝલ સાંભળતો.


दिल ही तो है संग-ओ-ख़िश्त दर्द से भर आए क्यूँ
रोएँगे हम हज़ार बार कोई हमें सताए क्यूँ
दैर नहीं हरम नहीं दर नहीं आस्ताँ नहीं
बैठे हैं रहगुज़र पे हम ग़ैर हमें उठाए क्यूँ
जब वो जमाल-ए-दिल-फ़रोज़ सूरत-ए-मेहर-ए-नीमरोज़
आप ही हो नज़्ज़ारा-सोज़ पर्दे में मुँह छुपाए क्यूँ
दश्ना-ए-ग़म्ज़ा जाँ-सिताँ नावक-ए-नाज़ बे-पनाह
तेरा ही अक्स-ए-रुख़ सही सामने तेरे आए क्यूँ
क़ैद-ए-हयात बंद-ए-ग़म अस्ल में दोनों एक हैं
मौत से पहले आदमी ग़म से नजात पाए क्यूँ
हुस्न और उस पे हुस्न-ए-ज़न रह गई बुल-हवस की शर्म
अपने पे ए'तिमाद है ग़ैर को आज़माए क्यूँ
वाँ वो ग़ुरूर-ए-इज्ज़-ओ-नाज़ याँ ये हिजाब-ए-पास-ए-वज़अ
राह में हम मिलें कहाँ बज़्म में वो बुलाए क्यूँ
हाँ वो नहीं ख़ुदा-परस्त जाओ वो बेवफ़ा सही
जिस को हो दीन दिल अज़ीज़ उस की गली में जाए क्यूँ
'ग़ालिब'-ए-ख़स्ता के बग़ैर कौन से काम बंद हैं
रोइए ज़ार ज़ार क्या कीजिए हाए हाए क्यूँ



No comments:

Post a Comment