Wednesday, 18 March 2020

જીવતા શબ્દો


જીવતા શબ્દોમાં શ્વસે છે "અનંત"
મૃત્યુ બાદ શ્વસે છે લેખક શબ્દોમાં.!
"અનંત"
વર્ષો પહેલાં અમારી વચ્ચે લેખક વીષે
 ખૂબ વાતો થયેલી...
લેખકોના પ્રકાર, લેખકોના મીજાજ,
અને લેખકોના લખ્ખણ... 
આવી બધી ખૂબ લાંબી ચર્ચા... 
સમજોને છેક સવાર સુધી 
અમે લોકોએ લેખકો વીષે વાતો કરી હતી.
એમાની એક પણ વાત 
આજ મને યાદ નથી આવતી.!
કોઈ કાળે અકાળે અચાનક યાદ આવશે..!
તો કૈ થૈ એ પણ.! 
હાં મને યાદ છે..! 
વાતના અંતે અનંતે ઉચ્ચારેલી આ 
એક માત્ર રચના..!
જે એણે બખૂબી અનેક અર્થમાં કહેલી
 બાદમાં લખેલી..!
જીવતા શબ્દોમાં શ્વસે છે "અનંત"
મૃત્યુ બાદ શ્વસે છે લેખક શબ્દોમાં.!
"અનંત"
જ્યારે મે ગુઢાર્થ પુછ્યો ત્યારે અનંતે 
અજ્ઞાની તરફ આંગળી ચીંધી કહ્યું. 
સમજાવવાનુ કામ મારૂ નૈ 
અજ્ઞાની ને પુછ..!
આટ લૂ કહી અનંત આંખ મીંચી ગયો. 
મે અજ્ઞાની સામે જોયું.
એ મુછમા હસ્યો...
મે કહ્યું હસી લીધુ હોય તો 
સમજાવવા ક્રુપા કર...
પરીયા....
અજ્ઞાનીએ મુજ ના સમજને 
સમજાવતા કહ્યું. 
અનંતે શરૂમાં "જીવતા શબ્દો "
લખી ને એક સાથે બે વાત કહી છે. 
એક સાદો અર્થ એ કે 
લેખક જ્યારે જીવતો હોય છે ત્યારે... 
શબ્દો એના શ્વાસ હોય છે..! 
જ્યારે બીજો અર્થ જે ગુઢ છે.! 
એ અર્થ મા અનંત 
એ વાત ઉજાગર કરે છે કે, 
શબ્દોમાં પણ પ્રાણ હોય છે.! 
શબ્દો જીવ હોય છે.! 
શબ્દો પણ જીવતા હોય છે..! 
એટલેજ જીવતા શબ્દો સાથે 
લેખક જીવતો હોય છે.! 
અને મૃત્યુ બાદ પણ લેખક એના 
શબ્દોમાં જીવતો હોય છે..! 
આટ લૂ કહી અજ્ઞાની પણ ઊંઘી ગયો.. 
અને હું પણ ઊંઘમાં હતો અકલે 
જેવુ તેવુ સમજી ત્યાંથી સરકી ગયો... 



No comments:

Post a Comment