Monday, 16 March 2020

બે મતલબની વાતો

એ બોલે તોજ બોલવાનું..!
નહિ તો મો નહિ ખોલવાનું..! 
"અનંત" તારે ચુપજ રહેવાનું ! તને, 
અને પછી એને શું થાય છે એ જોવાનું .!
વર્ષો પહેલા ભાઇબંધે પોતાને ને પોતાનેજ આવું કાંક કહ્યું હતું... 
ઘોઘા એક સવાલ પુછુ ?
 કાયમ પૂછ્યા વગર સવાલ કરતી ઘોઘીએ 
આજે આવતા વેંત સોફા પર ઘોઘાની બાજુમાં બેસને 
સીધોજ સવાલ પૂછવા વિષે સવાલ કર્યો. 
અને પછી ઘણા યુગો પછી ફરી આજે 
બન્ને વચ્ચે અષ્ટમ પસ્ટમ બે મતલબની વાતો ચાલુ થઇ ગઈ . 
ઘોઘા એક સવાલ પુછુ ?
હ 
તને પુછુ છું ?
હઅ ,
કાયમ તો ટૂંકા સવાલના લાંબા લચક જવાબ આપે છે !
તો ઘોઘા આજે કેમ તું સાવ ટૂંકમાં જવાબ આપે છે !?
લાંબા આપું તોય વાંધા પડે છે તને !
એટલે ટૂંકા આપું છું તો પણ તનેવાંધા પડે છે ! 
અને આજે તો તારો સવાલ પણ ટૂંકોજ છે ને !
હાં તો પુછુ હવે !
ના કહીશ તો શું તું નહિ પૂછે ઘોઘી ?
ઘોઘા  સવાલ સામે સવાલ ના કર નહિ તો બબાલ થશે પાછી .!
ઘોઘી તું હંમેશા અમથી અમથી ધમકી આપે છે ? 
હાં પણ ઘોઘા આજે સાચેજ આપું છું!
શું કામ ઘોઘી શુક્કામ ભોળા માણસને બીવાડે છે !
ઓહો ઘોઘા તને બીક પણ લાગે ?
હાં કેમ ઘોઘી હું જનાવર લાગુ છું તને !
કેમ જનાવર ને બીક ના લાગે ?
હું એજ તો કહું છું તો પછી મને કેમ ના લાગે ! 
ઓહો ...! ઘોઘા થઇ ગયો  ને પાછો શરુ.  
બોલવા ના સમજાય એવું .  
એટલે કેવું ?
તારા જેવું ?
હું કેવો છું ?
એજ સમજવા મથું છું ! 
મથી લીધું ?
ના મથામણ ચાલુ છે !
ઠીક છે થાકે ત્યારે કહેજે !
તો સમજાય જશે !
બની શકે !
કાયમ થાકું છું ઘોઘા પણ એ આશા ઠગારી નીવડે છે !
 એ તારું સદભાગ્ય સમજ ઘોઘી ..!
ઘોઘા મને દુર્ભાગ્ય મંજુર છે !
હ 
શું હ ?
કૈ નહી . 
તો હવે હું જે પૂછવા આવી છું એ સવાલ પુછુ ? 
પહેલા ક્યારેય પૂછ્યા છે ?
હાં !
એના જવાબ મળી ગયા !
અડધા પડધા !
કારણ ?
તે સરખા જવાબ ક્યારેય આપ્યાજ નથી !
મારો વાંક્ક ના કાઢ !
હાં હવે, મારો વાંક રાજી !
નારાજ તુંજ થાય છે કાયમ હું નહી સમજી !
તો શું કરું તું કાયમ આમજ પરેશાન કરે છે મને !
હેરાન હું પણ ઘણી વાર થયો છું સમજી ! 
કોના વાંકે ? 
વગર વાંકે !
તગતગતી આંખે ઘોઘીએ ઘોઘા સામે જોયું . 
ઘોઘાની મુંડી નીચી હતી . 
ઘોઘીએ નાજુક આંગળી  વડે ઘોઘાનું મો  હડપચથી  ઉપર કર્યું. 
ઘોઘા તારી આંખો કેમ લાલ છે !?
એ તો ઉજાગરાનો કમાલ છે !  
તું કેમ જાગે છે ઘોઘા રાતભર ! 
ઘોઘી સવાલ પર સવાલ કરી પરેશાન ના કર ..!
ચાલો નથી કરતી પરેશાન બસ !
પાણી અપૂ ?
હાં ..!
પાણીનો ગ્લાસ ભરી ઘોઘીએ ઘોઘાને આપ્યો !
ઘટ ઘટ કરતો એક સ્વાસે ઘોઘો પાણીનો આખો ગ્લાસ પી ગયો . 
હવે પુછુ ?
બોલ ?
તને યાદ છે , 
ના મને કશુજ યાદ નથી !
ઘોઘી ના અધૂરા સવાલનો ઘોઘાએ જવાબ આપ્યો !
ઘોઘા મેં હજુ સવાલ પૂરો નથી કર્યો !
તો અધૂરા સવાલ શા માટે પૂછે છે ઘોઘી !
તું પુરા કરવા જ નથી દેતો !
પુરા થાય એ સવાલ નહિ !
પુરા થઇ પણ જાય અગર તો જીવવામાં મજા નથી !
ફિલોસોફી !
ભાઇબંધના ભાઇબંધે કહેલી વાત છે હું નથી કહેતો . 
ઓહો ઘોઘા ભાઈબંધ ભાઈબંધ ભાઈબંધ ...
જ્યારે હોય ત્યારે ...  
ભાઈબંધ ના ભાઈબંધ વગર તારી વાત આગળ નથી વધતી !
જ્યાં ત્યાં જયારે ત્યારે ભાઈબંધ વચ્ચે ટપકે ટપકે ને  ટપકે કાં ?
  તારે જે પૂછવું હોય એ પૂછ ખોટી ભેજામારી કરમાં  !
છટક બારી તો ખુલ્લીજ હોય કેમ ! 
પછી પૂછવાનું ભૂલી જાય તો મારો વાંક્ક ના કાઢજે કઈ દઉં છું !
તું તો એવુજ ઈચ્છે છે નૈ !
હું કૈ ઈચ્છતો જ નથી !
એજ તો વાંધો છે !
મને નથી ને તારી મને ખબર નથી !
રાખતો જા ઘોઘા ક્યારેક કોઈકની ખબર રાખતો જા !
તો પછી અંતર પણ રાખવું પડે અને એ મને મંજુર નથી ઘોઘી !
તો શા માટે તડપાવે છે !
તરસું છું એટલે !
તો પાણી આપું !
હાં આપ..! એજ આપ .! 
શું એજ ?
પાણી બીજું શું આ વખતે એનાથીજ ચલાવવું પડશે ! 
એ સિવાય તું ક્યાં કઈ માંગે છે !
બાજુમાં તો બેસવા નથી દેતો  
બાજુમાય બેસવા નથી દેતો કે , 
બીક લાગે છે કેટલી વાર કહેવું !
ડરપોક ! 
હું સ્ત્રી નથી સમજી !
ખબર નથી પડતી શું નું શું બોલે છે !
બે મતલબનું. 
તું એક મતલબ સ્વીકારી લે ..! 
યા નક્કામી વાત સમજી નકારી દે..! 
ઘોઘા કૈજ નથી ઊતરતુ ભેજામા..! 
એજ મારા હીતમાં.! 
ન સમજાય તો, 
ઉપરથી જવા દે ઘોઘી !
અગર અંદર ઉતરશે તો , 
તો .? તો શું થશે ?
ન થવાનું ? 
શું ન થવાનું 
એ જે થવુ ન જોઈએ .
શું થવું ન જોઈએ ?
એ જે થવું જોઈએ . 
શું થવું જોઈએ . 
એજ જે નથી થતું .
ઓહો ઘોઘા હું ગાંડી થઇ જઈશ !
ઘોઘી ત્યારે કદાચ થશે !
શું થશે ?
જે પ્રાણી માત્ર માં પ્રકૃતિગત છે !
હવે તારે શું પુછવુ હતું એ પૂછ મને ઊંઘ આવે છે !
હાં તો તને યાદ છે ઘોઘા તે મને તે દિ ' એક સવાલ પૂછેલો ?
કે દિ' ?
ભૂલી ગયો ?
હાં !
યાદ કરાવું ?
યાદ હોય તોય શું ? 
 આવી ગયું યાદ ? 
ઈચ્છા વિના કઈ યાદ ના આવે !
તો કર ને ઈચ્છા !
પૂરી ના થાય એવી ઈચ્છા કરવી નકામી !
કૈ કરતા કૈજ સમજાતુ નથી ઘોઘા...! 
સમજાવી નથી શકતો ઘોઘી.. 
એ મારી નીષ્ફળતા કહેવાય..! 
હુ પણ નીષ્ફળ ગણાઉ ને ઘોઘા..! 
કે હુ તને નથી સમજતી..! 
આ ભવમાં આટ લૂ તો બૌ કહેવાય..! 
શું..? કેટ લૂ..? 
કે તે સહજ સ્વીકાર તો કર્યો..! 
તુ પણ કરેજ છે ને ઘોઘા..! 
હાં ઘોઘી હું તો તૈયાર જ છું.! 
બસ્સ તું સમજે એટલી વાર છે.! 
ઔહૌ ઘોઘા હજુ પહેલી ઊકલી નથી 
ત્યાં ફરી ગુંચવણ ઊભી કરે છે તું.! 
પહેલી ને પણ ગુંચવણ જ કહેવાય આમ તો જોકે 
ક્રમશ 






No comments:

Post a Comment