Thursday, 26 March 2020

મળ્યા વીના મળવાની જગ્યા...



શરીર વીના ,મળ્યા વગર રૂહથી મળવાની જગ્યા.
ઝણણ ઝણણ જીણુ જીણુ ઝણઝણવાની જગ્યા.
કોલાહલ વીણ શાંત એકાંતમાં એક લૂ એક લૂ.. 
સાગર માફક ભીતર ભીતર ખળભળવાની જગ્યા.
સ્થુળ જગતમાં પુરા જે નૈ થઈ શકતા હોય 
શુક્ષ્મ જગતમાં સપના એ ફળવાની જગ્યા...
આ ખંડેર એ બીજુ કશુંજ નથી.! છે મારા, 
એકલા માટે આ હસવા રડવાની જગ્યા.! 
ખૂણે આવેલો આ ખુણો અદ્ભૂત છે અલૌકિક છે.! 
છે "અનંત" પ્રેમ માટે પ્રેમથી ટળવળવાની જગ્યા.! 
"અનંત" 
વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે ખંડેર ના નીજી 
ખુણામાં બેસી લખેલી આ રચના... 
કૈ અમસ્તી તો નહીં જ લખી હોય...





No comments:

Post a Comment