Monday, 30 March 2020

મારી પાસે સમય પસાર કરવા ભાઈબંધોના કાગળિયાનો પુષ્કળ ખજાનો છે !






ભાઈબંધ....
એ તો એમ પણ કે'તો કે,
ભાઈબંધ ના જુના ઝર્ર ઝર્રીત કાગળીયાનુ સીધુ પરસારણ...
!
!
!
!
!
સ્સાલ્લુ રોજ રોજ રાતભર જાગી જાગીને
ઉકેલવાની ભેજામારી...
બૌ કરી હવે બસ્સ..!

તુ ભૂલી ગયો મને ..?
આવો સવાલ વર્ષો પહેલાં....
ભાઈબંધને એની કોઈ ચહીતીએ
(કૈ એ તો મને પુછવાનુજ નૈ....
પુછીશ તો પણ હુ કૈશ નૈ )
ત્યારે કર્યો હતો જ્યારે....
ભાઈબંધે થોડા દિવસો,
અચાનકજ અકારણ કોઈને પણ મળવાનું,
કોઈ પણ સાથે બોલવાનું બંધ કરી દીધેલુ.
( જોકે અકારણ કશુજ બનતુ નથી..!
એવુ પાછો એજ કહેતો)
જો કે પેલીને મનમા એમ કે,
મારાથી કૈ ભૂલ થૈ છે માટે ચુપ છે.
અકલે જ્યારે ફરી પાછો થોડા,
દિવસો બાદ અનંત જ્યારે,
સામે આવ્યો ત્યારે.....
પેલીએ અનંતને પુછ્યું.
કેમ ભૂલી ગયો મને ..?
ત્યારે ભાઈબંધે મર્માળુ હસતા કહ્યું.
હંહહ, કમાલ કરે છે,
આ તુ કેવો સવાલ કરે છે.
અર્રી પગલી હુ ખુદને ભૂલી જાઉં છું
ક્યારેક તો યાદમાં...
એટલો ડુબી જાઉં છું ચાહમા...!
એ પ્રેમથી હળવું મળવું...
'ને લડવું ઝગડવુ વાત વાતમાં...
કેટ કેટલી યાદો,
"કેટ કેટલી ની યાદો"
એવુ ભાઈબંધ મનમાજ બબડ્યો.
એ બધી ("ની" પાછો મનમા બોલ્યો )
યાદો જ અને,,,
ખૈર....
બસ એ યાદોજ મારૂ જીવન છે...!
અને તુ,,,
એમ કહી અટકી ગયેલો ભાઈબંધ....
ફરી હસ્યો.
હં હહ હઅ,
હુ..! હુ શુ અનંત ?
અને તુ, એમ કહી તુ અટકી કેમ ગયો..?
અને આમ હસે છે કેમ..?
અને તુ પણ એ યાદોમાં સામીલ છે..!
એવુ ક્ષણભર પેલી સામે જોઈને
ભાઈબંધ મનમાજ બોલ્યો.
અને પેલી "અને તુ, શું.?" એ સવાલના
જવાબની રાહ જોતી રહી.....


વર્ષો પહેલાં....
ઊંડા વીચારો...
અને, કલમના સમાગમ થકી શબ્દો જણતો ..
અને, ખુદ, ક્ષણ ક્ષણ ઝણઝણતો...
ભાઈબંધ...!
આવુ કાં'ક કે' તો...
સાચુ ખોટૂ મન નથ ખબર... ખોટુ શુ..! 😉
વર્ષો પહેલાં ભાઈબંધે લખેલી વીશ્વની
સૌથી નાનકડી વાર્તા...
પછી થી જેના પરથી
મોટી મોટી
આંટી ઘુંટી વાળી
નવલકથાઓ લખાય છે.!
જેની શરૂઆત પહેલા તો
માત્ર બેજ પાત્રો થી થતી હોય છે..!
ખૈર...
એ બાબતે પછી વાત કરીશ...
પેલ્લા ભાઈબંધે વર્ષો પહેલાં લખેલી
આ સાવ નનકી વાર્તા તું વાંચી લે..!
"નાનકડી વાર્તા...."
****************
એક હતો છોકરો.
એક હતી છોકરી.
.
.
.
.
.
.
પછી???
?
?
?
?
?
વાર્તા પૂરી.
&&&&&&&&&&&&
"અનંત"
Comments

No comments:

Post a Comment