Sunday, 8 March 2020

પ્રેમ ઝરણુ પ્રેમ અનંત સાગર

હું પ્રેમ કરૂ,તું પણ પ્રેમ કરે,બરોબર છે..!
પ્રેમજ તો જીવનની,સાચી,ધરોહર છે..!
પ્રેમ મીઠુ ઝરણુ પ્રેમજ ખારો દરીયો છે..! 
ઊબડ ખાબડ જીવનમાં પ્રેમ સરોવર છે.!
ચંદ બુંદ પ્રેમની, પ્યાસ વધારે, બુજાવે પણ.! 
"અનંત" ધીરે ધીરે પીતા રહીએ પ્રેમ એમ 
જેમ મદિરા. પછી મદહોશ થૈએ બરોબર છે.!?
"અનંત" 
સાગર નહીં એક ઝરણું તો આપ.! 
ડુબી રહ્યો છું છેક તરણુ તો આપ.! 
મારા પ્રેમની શુદ્ધતા માપવા ના આવ.! 
વેદનાઓ ગાળવા ગરણુ તો આપ.! 
ધરી દ્ઉ આ હ્રદય પણ તારા ચરણે, 
પાથરી આ દિલને પાથરણુ તો આપ.! 
ઝણઝણ ઝણઝણે રૂવે રૂવે રૂવાળુ. 
સ્પર્શવા ઝંખે મન, તનમન સુંવાળુ. 
આ સ્પંદનોને આંબવા હરણુ તો આપ.! 
"અનંત" સાગર નહીં એક ઝરણું તો આપ.! 
ડુબી રહ્યો છું છેક તરણુ તો આપ.! 
"અનંત" 
मे तुझे हर पल महसूस करता हु। 
ऐसा कहेके मै तुजे खूश करता हुं। 
और जब तु खुश होती है "अनंत" 
मै फीर रुह से तुजे महसूस करता हुं। 
"अनंत" 
એ રાત્રે આટલુ લખી અંતમાં અનંતે લખ્યું. 
હવે મને બૌવજ ઊંઘ આવે છે.! 
પણ.!
તું જાગતો જાણજે..!
બંધ આંખે પણ..! 
દ્વાર અંતરના ખુલ્લા હશે..! 
"અનંત" તારે આવવુ હોય, 
તો, આવજે..! 
"અનંત" 
આટલુ લખી સાચ્ચે જ ઊંધી ગયો..! 
મગર એનો આતમ જાગતો રહ્યો રાતભર... 
આખ્ખા મહોલ્લામાં નીરવ શાંતી પથરાઈ ગૈ 
બહાર વાતો ઠંડો પવન 
ભીતર ભીતર અનંતને દઝાડતો હતો...
ત્યારે... 
દૂર દૂર ક્યાંક આ ગીત વાગી રહ્યું હતું. 
ગીત સાંભળતા એવુ લાગી રહ્યું હતુ.
જાણે કોઈ અતૃપ્ત આત્મા... 
કોઈ તરસી રૂહ ગાઈ રહી હોય... 
અને યુગો પુર્વે વીખુટા પડેલા 
પોતાના પ્રેમીને પુકારતી હોય... 


No comments:

Post a Comment