Friday, 17 April 2020

જરૂરથી વધુ જાહેર કરવાનું ના હોય....


તારા વીચારય પંખી જેવાજ આમ તો જો કે ...!
પંખીઓ ફરી આકાશમાં ઓગળી જાય...
વીચાર મગર તારા ઓગળે નહીં...
એ તો ભીતર થીજી જાય...
અકલે,
ગરમ ગરમ ઠંડકનો અલૌકિક અહેસાસ થાય...
કદાચ એનેજ હુંફ કહેવાતી હોય તો ખબર નૈ...
આમ તો જોકે આકાશમાં તરતા પંખીજ.!
આમ મગર એ મનમાં તરતા તારાજ વીચાર...
વીચારોમા ને વીચારોમાં...
જેમ તું પણ કદાચ, મને.!
એમ હું પણ તનેજ..!
છેક લગી જોયા કરૂ માણ્યા કરૂ...
અને પછી ભાઈબંધ ના ભાઈબંધની માફક
ઝણણ ઝણણ ઝણણ ઝણઝણઝણ
ઝણણ ઝણણ ઝણણ ઝણઝણઝણ
ઝણઝણઝણ ઝણઝણ્યા કરૂ...
ઔહૌ શું વાત છે ઘોઘા આજ તો,,,
અચાનકજ ઘોઘી નો મધુર શ્વર કાને અથડાતાં...
ઘોઘો જાણે ઊંઘમાંથી સફાળો જબકીને જાગ્યો...
અર્રે ઘોઘી તું.!!! તું ક્યારે આવી.?
હું તો ક્યારની આવીને તારી સામે બેઠી છું ઘોઘાઆઅ...
હાં પણ તો મને કેમ ખબર ના પડી.!
ઘોઘાના ગાલ પર ચીંટીયો ખણતા ઘોઘીએ કહ્યું.
ઘોઘા તું તારી મસ્તીમાં લીન હતો એટલે
મે તને ખબર પડવા ના દીધી.!
ઘોઘાએ જડપથી પોતાની સાથળ પર
બાજુમાં પડેલો તકીયો રાખી દીધો...
ચીંટીયા ભરમા હવે સખણી રે...
કેમ ઘોઘા ડરી ગયો..?
હાં..!
કેમ.?
તું સાથળ પર ચીંટીયા ભરે છે એટલે.!
સાચુ બોલ ઘોઘા એજ ડર છે કે બીજો કૈ.?
બીજુ શું હોય ઘોઘી....
મ મ મે, મે ક્યાં કોઈનું કૈ બગાડ્યુ છે...
અચ્છાઆઆઅ...
તો હવે મને તુ એ કે ઘોઘા કે એકલો એકલો...
કવીતાની ભાષામાં કોની સાથે વાત કરતો હતો..?
તારી સાથે..! પહેલા તો ઘોઘો
એક ચોટ બોલી ગયો તારી સાથે..!
પણ પછી.!!
કવીતા..! કવીતાની ભાષા એ વળી કૈ બલા છે .!
હાં ઘોઘા કવીતાની ભાષા હવે જટ જવાબ આપ.!
ઘોઘાએ ગુસ્સે થવાની કોષીશ કરતાં કહ્યું.
ઓય સવીતા...
મને એવી કોઈ ભાષા નથી આવડતી...
સાચ્ચે સાચ્ચુ બોલ ઘોઘા નૈ તો...
ઘોઘીએ ઘોઘાની સામે ગુસ્સેલ નજરે જોઈ
અંગુઠો અને આંગળી ભેગા કર્યો...
ચીંટીયાના ડરના માર્યા પેલ્લેથી સાથળ પર રાખેલા
તળીયા પર કોણી ટેકવી ઘોઘો બોલ્યો...
ઘોઘી એ તો, એ તો ઘોઘી...
ભુલ ભુલમા ભુલથી મારા કીધે ભુલ થૈ ગૈ...
હસતા હસતા હુહ.! એમ મીઠો છણકો કરી
ઘોઘીએ વહાલથી ઘોઘાના માથાના વાળ
વીંખીતી હોય એમ આંગળા ફરાવી કહ્યું..!
ઘોઘાઆઆઅ...
યે ભુલ મુજે બહોત હી અચ્છી લગી...
પછી તો જોકે ઘોઘી પોતાને ઘેર ચાલી ગૈ...
ખબર નૈ ગૈ કાલે ઘોઘાનુ શુ થશે.?
મગર મારી તો ફરી એક સંધ્યા....
પસાર થૈ ગૈ પંખીઓ સાથે પ્રક્રુતીના સાનીધ્યમાં....
*બ્લાસ્ટ *
કોરા કાગળના "અનંત" આકાશમાં
આમ તેમ ઊડતાં..!
આ શબ્દો પણ પંખી ની જાત..!
આ શબ્દો તો પંખીની જાત..!
જટ દૈને કાગળના પીંજરામાં
પુરીયે નહીં તો ઊડી જાય..
ફુર્રરરર ફફડાવતાં પાંખ...
પછી આવે ના હાથ..!
પંખી આવે ના હાથ..!
"અનંત"


-4:21

Comments
Write a comment...

No comments:

Post a Comment