Sunday, 19 April 2020

ભેજામારીનું કારખાનું


જે સમજે તેને કહેવું શું.!
ને સમજે તેને કહેવું શું .!
"અનંત" સમજાય જાય
જો આટલું તો કહેવું શું.!
"અનંત"



પછી ? આવો સવાલ કરી
ઘોઘી ત્યાર થી આજ સુધી પ્રશ્ન ભરી નજરે ઘોઘા સામે જોતી ઉભી હતી ...
ખરેખર "સ્ત્રી શક્તિ "
પછી ,પછી ,, પછી,,, ઘોઘાએ યાદ કરવાની ખુબ કોશિશ કરી.
પણ કૈજ યાદ આવ્યું નહીં અકલે ઘોઘાએ ઘોઘી સામું જોયા વિના અર્થાત
નીચી મુંડી કરીને કહ્યું ઘોઘી મને માફ ના કરતી ...
ઘોઘી એ સવાલ ભરી નજરે ઘોઘા સામે તાકી તાકીને જોયું ...
અને કહ્યું ... તું માફીને લાયક પણ નથી ...
ખબર છે ..! ઘોઘાએ નીચી મૂંડીએજ ભોળા ભાવે કબુલી લીધું ...
ઘોઘીએ કહ્યું હવે કાંક બોલ ...
પણ શું બોલું ઘોઘી ભૂલ ભૂલમાં ભૂલથી બધુજ ભુલાઈ ગયું છે ...
તો ના બોલતો હોય તો ...
તારી જેમજ ઘોઘી ગુસ્સે થઇ ગઈ...
વર્ષો પહેલા....
હાં વર્ષો પહેલા...
ઘોઘીના કાન પણ સરવા થઇ ગયા ...
ઘોઘાને અચાનક કાંક યાદ આવ્યું ...
ભાઈબંધનો ભાઈબંધની જ વાત હતી ને ...? 
ઘોઘીને એમ કે જે ભૂલાયું હતું તે યાદ આવી ગયું 
એકલે અનુમાન લગાડ્યું પણ ખોટું પડ્યું .
ના..! ઘોઘાએ કહ્યું એ તો હજુય યાદ નથી આવતું ...
હાં તો જે યાદ આવ્યું એ બોલ ..!
ઘોઘી એ તો મેં તને ઘણી વાર કહ્યું છે ..
તે ક્યારે ..? શું કહ્યું છે ? ઘોઘા મને કશુજ યાદ નથી ..!
હંઅ , હું એજ તો કહેવા માંગતો હતો ઘોઘી .
ક્યારે ..?ત્યારે...?
ના ઘોઘી અત્યારે ...
શું પણ ..?
એજ ઘોઘી કે યાદ શક્તિ તો તારી પણ મારા જેવીજ છે ..!
તું પણ ભૂલીજ ગઈ ને ..!
ના હું કૈજ ભૂલી નથી ગઈ ઘોઘા ...
તો તને યાદ પણ શું છે ઘોઘી ..?
ઘોઘા મને એ બધું યાદ જે તું ભૂલી ગયો છે !
તો પછી ઘોઘી તું મને પૂછ પૂછ શા માટે કરતી હોય છે ?
પાક્કું કરવા ઘોઘા પાક્કું કરવા ..!
અચ્છા તો તને તૂટવાનો ભય છે એમ !
ઘોઘા વાત બદલવાની આ રીત જૂની થઇ ..!
અચ્છા તો તું મારું ટ્યુસન રાખી લે ...
એટલે ઘોઘા તું મારી પાસે ભણવા આવીશ કે મને ભણાવવા આવીશ ...
ઘોઘી જો તું ભણીસ તો ભણવા આવીશ અને શીખવીશ તો ભણાવવા ...
પછી તો ઘોઘીનું મગજ બહેર મારી ગયું તારી જેમ .!
અકલે ઘોઘી તારી જેમજ ગુસ્સે થઇ ગઈ
ફરક એટલોજ કે ઘોઘી ગુસ્સો ઠાલવી પણ શકે છે અને ઠાલવ્યો ...
ઘોઘીએ આરામથી સોફા પર બેઠેલા ઘોઘાના માથે ટાપલી મારી કહ્યું
ખબર નૈ શું નું શું બોલે છે અક્કલ વગરનો ...
ઘોઘો ચાપલી ઘોઘીની ટાપલીના કારણે સોફાપર આડો પડી ગયો ...
ઘોઘીએ ચાલુ રાખ્યું અર્થાત પડ્યા પર પાટું માર્યું ...
અર્થાત ઘઘલાવવાનું ચાલુ રાખ્યું એમ ..!
એક પણ વાત તારી મને સમજાઈ નથી ઘોઘા ...
નકરી લાવારી ...નકરી બકબક સિવાય બીજું કાય તને આવડે છે ખરું ..?
હાં આવડતું હતું ઘણું આવડતું હતું બીજું ,
ઘોઘીના હાથની ટાપલી ખાધા પછી સોફાપર ઢળી પડેલા ઘોઘાએ
એજ અવસ્થામાં રહી ને કહ્યું .
ઘોઘી એ કહ્યું .
એમ શું આવડતું હતું બોલ મેં તો આજ સુધી ઘોઘા
તારામાં કોઈ આવડત જોઈ નથી ..!
( હું દેખાડું તો તને દેખાય ને ) આવું ઘોઘો મનોમન બોલ્યો
પછી ઘોઘીને કહ્યું ઘોઘી એક આડવાત કૌ..?
ઘોઘા સીધી વાત તે કરી છે કેદિ' !ઘોઘી હજુ પણ ગુસ્સામાંજ બોલે છે !
હાં મેં તો ઘણીવાર એવી કોશિશ કરી છે પણ તું સમજી શકી નથી ..!
એમાં મારો શું વાંક ..!
હે ભગવાન... ટપલી દાવ પછી એમનેમ સોફાપર ઢળેલા ઘોઘાના પગ ઉપાડી પટમાં પછાડી અને હે ભગવાન ...
ના ઉદગાર સાથે અંતે માથે હાથ મૂકી
ધબ્બ દઈને સોફાપર બેસી ગઈ અર્થાત ઈશ્વરના શરણે થઇ ગઈ...
ઘોઘો સીધો થઈને જરા આઘો ખસી ગયો જેથી ઘોઘી સોફાપર સરખી બેસી શકે .
બીજું કાયજ કાયમ જેવું ઘોઘાના મનમાં નૈ ...
પણ તોય ખબર નૈ કેમ
ઘોઘીએ ઘોઘાનો કાઠલો જાલીને કહ્યું .
હવે મારીશ હો ઘોઘા હું તને ...
કેમ ઘોઘી ટપલી થી સંતોષ નથી થયો અસંતોષી જીવડી...
ચુપ ચુપ ચુપથા નૈય તો ખેંચી લઈશ ઘોઘાતારી જીભડી ...
એ પહેલા એક ગ્લાસ પાણી તો આપ ઘોઘી ...
ઘોઘા પાણી તો આપું પણ એક શરત...
કબુલ...
કોઈ શરારત નહિ જોઈએ મારે ...
કબુલ ...
પાણીયારા તરફ જતા ઘોઘીએ કયું ઉભો રે પેલા તને પાણી પાઈ દઉં ..!
ઘોઘી પાણી ભરીને આવી ઘોઘો આંખ બંધ કરીને બેઠો હતો
ઘોઘીએ પાણીનો ગ્લાસ ઘોઘા સામે ધર્યો લે ઘોઘા પાણી ..
ઘોઘાએ ગ્લાસ માટે હાથ લંબાવ્યો પણ ઘોઘાનો હાથ ઘોઘીની કમરને અડ્યો
ઘોઘીને ગમ્યું ન ગમ્યું ખબર નૈ
પણ ઘોઘાનો હાથ પકડી હાથમાં ગ્લાસ પકડાવ્યો અને સોફાપર બેસી ગઈ
બંધ આખેજ ઘોઘો પાણી પીય ગયો ...
ગ્લાસ ટીપોય પર મુકવા ગયો પણ નીચે પડ્યો ...
આંખ બંધ હતી ને અકલે ...
ઘોઘી ઘોઘાને વઢી હવે તો આંખ ખોલ ઘોઘા....
ના નૈ ખોલું ઘોઘી મેં તને વચન આપ્યું છે !
શેનું વચન ઘોઘા ?
અક્કલ વગરની તું શરત કરીને તરત ભૂલી ગઈ છે હું નહિ
મેં વચન આપ્યું છે તને કે શરત મુજબ શરારત નહીં કરું...
અરે પણ શરત તો મેં હજુ તને કહીજ નથી ઘોઘા...
અને આંખો ને શરારત સાથે શું લેવા દેવા ..?
શરૂઆત ત્યાંથીજ થાય છે ઘોઘી એમ તો
ભૂલ ભૂલમાં ભૂલથી હાથેથી પણ થઇ ગઈ પણ એમાં વાંક તારો છે
તે શરત રાખેલી હતી ...
ઔહો ઘોઘા ... પણ શરત એ હતીજ નહીં ...
તો ...?
હજુ કેટલી અને કેવી શરતો રાખવી છે તારે ઘોઘી ....
ઘોઘા પહેલા તું આંખ ખોલ પછી કહું .
અહં હવે આજે તો નયજ ખુલે ઘોઘી તારે જે કહેવું હોય તે બંધ આખે બોલ ...
અચ્છા ઘોઘા તો હવે મારે પણ આંખો બંધ કરવી પડશે એમ .!
ઘોઘી એ તારી મરજી મેં એવી કોઈ શરત રાખી નથી...
હવે ઘોઘી રીતસરની અકળાઈ ગઈ ...
શું કહેવા પૂછવાનું હતું એ બધુજ ભૂલી ગઈ...
જાણે ઘોઘનું મિશન સફળ થયું હોય ...
ઘોઘા મારે તારી સાથે કોઈ કરતા કોઈજ શરત નથી રાખવી ...
કેમ ઘોઘી અચાનક વિચાર કેમ બદલી ગયો તારો ..?
ઘોઘા સાચું કૌ મારે શું શરત રાખવી હતી એજ હું ભૂલી ગઈ છું !
બંધ આંખેજ ઘોઘો મંદ મંદ મુશ્કુરાયો ...
ઘોઘા ને હસતો જોયા પછી પણ ઘોઘીને ઘોઘા પર ગુસ્સો ના આવ્યો.
ખબર નૈ કેમ.!
ઘોઘા બીજું બધું હું ભૂલી જવા માંગુ છું તું પણ ભૂલી જા .!
ઘોઘી ની વાત હજુ પૂરી નોતી થઇ ને ઘોઘો વચ્ચે બોલ્યો
ઘોઘી પણ મને ક્યાં કઈ યાદજ હતું કે ભૂલી જાઉં..!
ઘોઘા ક્યારેક તો પૂરું સાંભળતા શીખ ..!
ઓહ .! એક વધુ ટ્યુસન.. ઘોઘો મનમાં બબડ્યો ...
હાં તો એમાં શું હવે પરું કર ઘોઘી ..
ખોટી લપ કરમાં ઘોઘા હું તને એટલુજ કહેવા માંગું છું કે
બીજું બધું તું ભૂલી જા ..
બસ છેલ્લે તે શું કહ્યું હતું એ યાદ કર ...
અને પછી જરા મને સમજાય એવી રીતે વાત કર...
જો ઘોઘી હું સમજાય એવી રીતેજ બોલું છું !
પણ તને સમજાય નહીં તો ઘોઘી એમાં હું શું કરું ..!
વર્ષો પહેલા....
હાં વર્ષો પહેલા...
ઘોઘીના કાન પણ સરવા થઇ ગયા ...
હાં બસ એજ એજ ઘોઘા એજ છેલ્લે તું એજ બોલ્યો હતો ...
ઘોઘીએ બે હાથ ભેગા કરી પછી બગીચામાં હરિયાળી જોઇને
કુવારી છોકરી એકદમ હાથ ફેલાવે એમ હાથ ફેલાવી ઘોઘીએ ઘોઘાને કહ્યું
બસ હવે બીજું બધુજ તું ભૂલીજા ઘોઘા
અને એ વર્ષો પહેલા વાળી વાત કર ...
શું કહ્યું હતું તારા ભાઇબંધના ભાઇબંધે.?
એ મને સરળતાથી સમજાય એવી રીતે કહે ...
ઘોઘી સામે જોઈ ઘોઘો પાછો મંદ મંદ હસ્યો ...
*********************************************
ઘોઘી અપલક ઘોઘા સામે જુવે છે ..
ઘોઘો બંધ આખે વર્ષો પહેલા ....
ભાઇબંધના ભાઇબંધે કહેલી વાત કહે છે.
જે સમજે તેને કહવું શું.!
ન સમજે તેને કહેવું શું .!
"અનંત" સમજાય જાય
જો આટલું તો કહેવું શું.!
"અનંત"
ઘોઘાઆઅ ...ઘોઘાઆઆઅ ....
મને ચક્કર આવે છે ..!
એમ બોલતા બોલતા ઘોઘી
ઘોઘાના ખોળામાં ઢળી પડી ....
ખબર નૈ કેમ .!
.... અને પછી,
હેરાન થયેલી ઘોઘી
પરેશાન થૈ ગૈ...
... અને, પછી,,,
'ની વાત,
પછી..
Like
Comment
Comments
Write a comment...

No comments:

Post a Comment