Sunday, 7 June 2020

ખુદને કહું કે તુજને કહું જે કહું હું મુજને કહું

વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે, 
ખંડેર મધ્યે મધરાતે...
પોતાનેજ કહેવા સમજવા લખેલી રચના...

*"હીશાબ"*

અનંત વર્ષો... શબ્દો સમેત.! ગુંગળાશે કબાટમાં બંધ.
તો પણ, મારા કાગળીયાનો કાંઈક તો કાંય કરો પ્રબંધ.!

એવુ ક્યારેય હું ઈચ્છીશ નહીં કોઈને કહીશ પણ નહીં.
એનો અર્થ એવો પણ નથી જ કે હું થઇ ગયો છું સંત. 

જાણુ છું ઝર્રઝર્રીત થઇ ને અંતે તો ફાટી જવાના છે.! 
આ શબ્દો ક્યાં સુધી રહેશે જુના કાગળમાં અકબંધ.?

મળ્યા વીના સ્પર્શ્યા વીના પણ જોતા વેંત ઝણઝણીએ, 
શું આ આજનો છે, કે પછી છે યુગો જુનો કોઈ સબંધ.?

છેક લગી કોઈ એ જાણી સમજી શકતુ નથી "અનંત"
કે, હીશાબ જુના ચુકતે થાય છે કે પછી નવા ચડંત.!?

"અનંત"

No comments:

Post a Comment