Sunday, 5 July 2020

ન બોલવા માટે પણ બોલવું પડે છે ..!


"અનંત" આ પણ કેવી કપરી સમસ્યા .કે, 
નહીં બોલું એમ કહેવા પણ બોલવું પડે..!
નહિ લખું એમ કહેવા પણ લખવું પડે ..!
અર્થાત ..?
જ્યારે આવો સવાલ મેં મધ રાતે ખંડેર મધ્યે ચાય પીતા અનંતને કર્યો ત્યારે... 
જવાબમાં ભાઇબંધે હોઠ મચકોડી હસતા હસતા કહ્યું .  
એમ કહેવા કે, હવે હું ક્યારેય નહીં બોલું "અનંત"
તેમ છતાં છેલ્લે એકવાર તો બોલવું જ પડતું હોય છે..!
"અનંત"
"અનંત"હવે હું ક્યારેય એક શબ્દ પણ લખીશ નહીં ..! 
એમ કહેવા પણ છેલ્લે એકવાર લખવું પડતું હોય છે ..!    
"અનંત"
સંભળાય તો મૌન બોલતું  હોય છે ..!
"અનંત" જે અચાનક ચુપ થઇ જાય છે..! 
તેનું મૌન પણ બૌ બોલકુ હોય છે ..!
"અનંત"
અનંતના મુખેથી અનાયાસે સરી પડતા આવા અટપટા શબ્દો 
 આવી બધી અટપટી વાતો ક્યારેક તો એક ખુદ પણ સમજતો નહીં 
તો મને તો ક્યાંથી સમજાય ... 
તમને યા અન્ય કોઈને સમજાય જાય એ વાત નોખી છે જોકે ,
*બ્લાસ્ટ*
હું આવ્યો હતો .
મગર તારા ઘરનો દરવાજો બંધ જોઈ જતો રહ્યો . 
ફરી આવ્યો તારા ઘરનો દરવાજો તો ખુલ્લો હતો.  
પણ આવકારનાર કોઈ હતું નહીં.
"કોઈ " એટલે "તું"
હું ફરી જતો રહ્યો . 
દરવાજે ઉભી કોઈ આતુરતાથી  રાહ જોતું હોય, તો,
 તેનો ઇન્તજાર ખતમ કરવા જવાનું મન પણ થાય ... 
પણ કોઈ મારી રાહ જુવે એ અપેક્ષા જરા વધારે પડતી કહેવાય ...
અને હું પણ મારા દરવાજે આવનારને સ્પષ્ટ કહું છું ..!
मेरे दर-ओ-दीवार पर वही !
 दस्तक दे !
जिसे डूबने का दर ना हो "अनंत"
और वो तहेरना भी !
ना जाने !
"अनंत"

   












"અનંત"આટલોજ  આપણો હીશાબ હતો /હશે ..!
જ્યાંથી પૂરો થયો ત્યાંથીજ ફરી ક્યારેક શરુ થશે ..!
તારી ણે મારી સમાજમાં બસ ફરક આટલોજ છે .!
જે અંત ને તું અંત સમજી બેઠી છે, 
"અનંત" હું એને શરૂઆત સમજુ છું .!
"અનંત"
વર્ષો પહેલા અકારણ તો કશુજ આ બ્રહ્માંડમાં થતું નથીજ.! થતુજ નથી ..!
કૈક તો કારણ હશેજ ખબર નૈ શું કારણ હશે..?
પણ તે રાત્રે ભાઇબંધ અનંતે અચાનકજ..!
આપસમાં અમારા ત્રણ સિવાય ... 
અન્ય કોઈ સાથે  કૈજ ના બોલવાનો  અને,
કોઈ માટે કૈજ ના લખવાનો નિર્ધાર કરી લીધો હતો ..!
પછી સાચેજ વર્ષો  સુધી એને કાંઈજ લખ્યું નહીં ..! 
અને કોઈ સાથે બોલ્યો પણ નહીં વાત પણ નજ કરી ..!
***************
https://pkatira.blogspot.com/search/label/%E0%A4%AE%E0%A5%87%E0%A4%B0%E0%A5%87%20%E0%A4%A6%E0%A4%B0%E0%A5%8B-%E0%A4%93-%E0%A4%A6%E0%A5%80%E0%A4%B5%E0%A4%BE%E0%A4%B0%20%E0%A4%AA%E0%A4%B0%20%E0%A4%B5%E0%A4%B9%E0%A5%80%20%E0%A4%A6%E0%A4%B8%E0%A5%8D%E0%A4%A4%E0%A4%95%20%E0%A4%A6%E0%A5%87%20..%21


No comments:

Post a Comment