વર્ષો પહેલા ભાઇબંધે,
પેલીના સવાલોના જવાબમાં
ટુકડે ટુકડે લખેલા શબ્દો ...
ભાઈબંધ કહેતો કે ,
"અનંત"હરેક કવિતાની પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે ..!
જેમાં ક્યારેક કાલ્પના તો ક્યારેક સત્ય ઘટના સમાયેલી હોય છે !
ક્રમશ ....
ભાઇબંધે વષો પહેલા લખેલી આ રચનામાં તેની ચાહીતીને
ગુઢાર્થમાં એક ગર્ભીત વાત કહેલી છે !
જે એક સરળ પહેલી છે..!
અગર સમજાય તો,
ના સમજાય અઘરી અને સમજાય તો
સમજવી સાવ સહેલી છે.!
અય ખુલ્લા પિંજરાના પંખી...
હવે તું ક્યારેય ઉડી શકશે નૈ ...
"અનંત"છોડશે તો છુટી જઈશ....
પકડશે તો ખુદ બંધાઈ જઈશ ...
અય પંખી તું ખુલ્લા પીંજરાના બંધનમાં
મુક્ત રહવાનું શીખી લે...
શાંત સ્વચ્છ નીર્મળ નીર્મળ જળમાં...
એક ટીપું "અનંત" વમળ સરજે પળમાં...

No comments:
Post a Comment