Wednesday, 2 September 2020

અનંત અવતાર

એક પછી એક અવતાર તો મળશે "અનંત" 

આ અવસરનું કૈ નક્કી નૈ ફરી મળે ના મળે.

"અનંત" 

આવો આવો વીચારો ખુશીથી આવો... 

આવો મારા મનના ઓટલે બેસીને 

આપણે નીત નવી વાતો કરીએ... 

એવી એવી વાતો જે તન મન અને આત્માને 

આનંદ આપે. 

અને જીવવને ઉત્સાહથી ભરી દે... 

પણ ખબરદાર....! 

ખબરદાર.... 

અગર જો મારી સાથે નબળી કે નમાલી વાત કરી છે તો... 

અગર જો એક પણ એવી વાત કરી કે જે સાંભળીને 

તન મન નબળા પડી જાય... 

જીવન જીવવાનો ઉત્સાહ ઓસરી જાય.. 

ખબરદાર જો એવી એક પણ નીરર્થક વાત 

મારી સાથે કરી છે તો.... 

ઐ વીચારો અગર જો તમે કોઈ એવી હરકત કરશો તો, 

પ્રેમથી સ્વાગત કરીને તમને મનના ઓટલે 

બેસાડનાર હું "અનંત" તમને 

તરતજ મનના દરવાજેથીજ દેશવટો દૈ દૈશ... 

"અનંત" 

વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે એકાંતમાં... 

વગર આમંત્રણે અવારનવાર આવતા વીચારોને 

ઘઘલાવી નાખેલા... 



No comments:

Post a Comment