Tuesday, 13 July 2021

અગર એવુ થાય તો,,,?

 અગર એક નજર જોયા પછી, 

અગર એક વખત મળ્યા પછી, 

થોડી ઘણી વાતો કર્યા પછી, 

અગર જો માત્ર એક ક્ષણ પણ, 

ઝહનમાં ઝણણ ઝણણ ઝણઝણઝણ 

"અનંત "

ઝણણ ઝણણ ઝણઝણઝણ ઝણ 

ઝણઝણાટી થઈ ગઈ હોય તો,,,

તો.? તો શું.?? તો શું સમજવુ.??? 

??? " અનંત "??? 

કાશશશ... 

એ સાથે હોત, 

આજ પણ મારી સામે હોત, 

મગર અફસોસસસ... 

આજે અનંત મારી પાસે પણ નથી..! 

આજે અનંત મારી સાથે પણ નથી..! 

એટલે 

આવું હું મનમાં સ્વગત બોલ્યો. 

અને મે સવાલ કર્યો કે, 

તો શું..? 

અનંત.? 

તે કહ્યું એ રીતે એ અવસ્થામાં 

અગર ઝહનમાં ઝણઝણાટી થાય તો શું સમજવુ??? 

આ કૈ કોઈ ફીલ્મ નુ દ્રશ્ય નહોતુ કે, 

કાગળમાથી અનંત જવાબ આપે. 

આ નરી વાસ્તવિકતા છે કે એ હવે નથી..! 

હાં એ વાત નોખી છે કે જ્યારે પણ હું અનંત કે અજ્ઞાની ના કાગળો ઉકેલતો હોઉ ત્યારે... 

ચોક્કસ મને એ બંને ના ચહેરા દેખાય... 

પણ હવે એ બોલે તો નહીંજ ને..! 

બોલેજ નહીં તો જવાબ કેમ આપે..? 

કાશશશ... મારી હાજરીમાં 

જો અનંતે આ વાત લખી કહી હોત, 

તો કદાચ એનો સચોટ જવાબ પણ મળ્યો હોત, મગર અફસોસસસ... 

ઘણું બધુ ભાઈબંધે રાતના એકાંતમાં નીજ મસ્તી લખ્યું હોય, રાત્રે ચાય પીતા પીતા પણ એની ચર્ચા ન થઈ હોય, 

એવા અસ્ત વ્યસ્ત અવસ્થામાં પડેલા  ઘણા બધા કાગળીયાઓ છે.! 

જે હું નવરા બેઠા ઉકેલાય તેટલા 

ઉકેલતો રહું છું .! 

ઉપરથી નીચે સુધી એક આખો થપ્પો મે ઊથલપાથલ કરી નાખ્યો...

ઘણી વાર એવુ બન્યા ના દાખલા છે કે અનંતે કોઇ રચના લખી હોય તો તેની એકાદ બે પંક્તિ એક કાગળમાં મળે તો બીજી ત્રીજી પંક્તિ વળી વચ્ચે કોઈ કાગળમા આગળ વધતી હોય અને ક્યારેક તો છેક થપ્પા નીચે છેલ્લા કાગળમાં આખી પંક્તિ મળી આવે.! 

આવુ એ કૈ જાણી જોઈને ન કરતો. 

ખરેખર તો એ જે કૈ પણ લખતો કરતો તે હંમેશાં અજાણ અભાન અવસ્થામાં કરતો. 

એટલે એને પોતાને પણ ખબર ન રહેતી કે એ ક્યારે ક્યાં શું લખે છે.! 

બસ મનમાં ધૂન સવાર થાય અને હ્રદયમાં થી શબ્દોની સરવાણી ફુટે કે તરત કાગળ ભીંજવી ને પોતે કોરોકટ થઈ જાય. બીજુ એવુ કે એ બે  પરવાહ ને એવી કોઈજ પરવાહ નહોતી કે તે સારા અક્ષરે લખે કે વાંચનારને સમજાય એમ લખે, 

કારણ કોઈ વાંચે એવા વિચારે એ કૈ લખતોજ નૈ... 

એનુ તો બસ એવુ કે 

"ખુદ લખે ને ખુદા વાંચે "

બસ આવાજ કારણે મને અંતે 

 અનંતે ઉપર જે અધુરૂ લખ્યું છે તેનુ અનુસંધાન ન મળ્યું તે નજ મળ્યું. 

ખબર નૈ અનંતે આ જે લખ્યું છે  

તે અધુરૂ જે કે પછી પુર્ણ..? 

  અગર એક નજર જોયા પછી, 

અગર એક વખત મળ્યા પછી, 

થોડી ઘણી વાતો કર્યા પછી, 

અગર જો માત્ર એક ક્ષણ પણ, 

ઝહનમાં ઝણણ ઝણણ ઝણઝણઝણ 

"અનંત "

ઝણણ ઝણણ ઝણઝણઝણ ઝણ 

ઝણઝણાટી થઈ ગઈ હોય તો,,,






No comments:

Post a Comment