મનમાં મંજીરાં વાગે ...
તીર કમાન બરછી ભાલા કે તલવારની હવે જરૂર ક્યાં....
શબ્દોથી કામ ચાલી જાય છે, હથિયારની હવે જરૂર ક્યાં..
પ્રેમ જો પુષ્પ જેવો હોયતો સુગંધ દૂરથી પણ અનુભવી-
શકાય છે. સુગંધી પ્રેમ છે તો શણગારની હવે જરૂર ક્યાં.
મનમાં વાગે મંજીરાં ને મનમાં જ વાગી શકે છે કરતાલ.
મોજમાં રોજ વગાડો સિટી તો સિતારની હવે જરૂર ક્યાં.
“અનંત”
બ્લાસ્ટ :-
હું જો વગાડીશ "અનંત"સીટીની સિતાર ...
તોય ઝણ ઝણી ઉઠશે તારા હ્રદયના તાર તાર ....
"અનંત"
No comments:
Post a Comment