વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે લખેલી આ વાતમા
અનેક ગુઢાર્થ છપાયેલા છુપાયેલા છે..!
કાયમ નિષ્ફળ જવા છતાં
હું સતત ઉકેલવા મથુ છું.!
તું પણ મથામણ કરી જો.!
તું બડી હુશીયાર છે..!
કદાચ તને ઊકલી પણ જાય. તો,,,
મને પણ સમજાવજે
જે તને સમજાયુ હોય.
*લે ઉકેલ મને*
ના કોઈને કનડ્યો છું. ના તો કોઈને હું નડ્યો છું.
હંમેશા સૌની સાથે હસ્યો છું. ભરાયુ જો હ્રદય
તો, રાતના એકાંતમાં, હું એકલોજ રડ્યો છું.
દિવસ સાથે લડ્યો છું, રાત સાથે, લડ્યો છું.
"અનંત" સતત હું મારી જાત સાથે લડ્યો છું.
સુતા જાગતા સતત ચાલુ છું બહાર અને ભીતર.
મનની અલૌકિક કુંજ ગલીમાં ખૂબ ભટક્યો છું.
સતત ભટકી ભટકીને થાકેલો "અનંત"
અંતે ખોવાઈ ગયો.
આમ ખોવાઈ ગયા પછીજ હું ખુદને મળ્યો છું.
ખુદના કર્મ સીવાય કોઈને કોઈ નડે, એ વાતમાં
માલ નથી.!એ હિસાબે હુંજ હંમેશા મને નડ્યો છું.
"અનંત"
*પ્રેમથી પેટ ભરાય ના ભરાય પેટ ભોજનથી *
*અનંત*
No comments:
Post a Comment