આદત મુજબ બે હાથના આંગળા ભીડાવી
માથા પાછળ રાખી સોફાના ટેકે માથુ અઢેલીને આરાઆઆઆમથી સામે પડેલી ટીપોય પર પગ લંબાવીને ઘોઘી ની રાહ જોતો ઘોઘો બેઠો હતો.
રૂમઝૂમ કરતી ઘોઘી આવી.
ઘોઘા પાસે આવીને ઘોઘી સોફા પર બેસવા જતી હતી ત્યાંજ ઘોઘાએ ઘોઘીને કહ્યું.
ઘોઘી હોઠ સુકાય છે.
ઘોઘી તરત પાણીયારા તરફ જતાં બોલી
ભવભવનો તરસ્યો તેમા
બેસ હમણાં પાણી લૈ આવુ છું.!
ઘોઘી હોઠ સુકાય છે.
હાં તો પાણી આપુ છું ને.!
ઘોઘીઈઈઈ માર્રા હોઠ સુકાય છેએએએએ..!
ઘોઘી પાણી નો ગ્લાસ લૈને આવતા આવતા બોલી
હાં પણ એમાં આટલો ચીલ્લાય છે શું.?
પાણી લૈને આવુજ છું ને..!
અક્કલ વગરની ગળુ નથી સુકાતું ઠોઠ..!
હોઠ સુકાય છે હોઠ..!
No comments:
Post a Comment