Tuesday, 17 August 2021

ભાઈબાંધોએ કહેલી વાતો

વર્ષો પહેલા .. 
એક રાત્રે જ્યારે હું ચાય  લઈને ખંડેર પર ગયો ત્યારે .. 
મારી સાથે મારો એક  દુખિયારો દોસ્ત , 
ભાઈબંધો પાસે સધિયારો લેવા મારી સાથે આવેલો . 
એ  દોસ્ત જે હંમેશા કોઈને કોઈ ફરિયાદ કરતો રહેતો . 
અમે ખંડેરની ભીતર ગયા . 
આવ પરિયા આવ  બંને ભાઈબંધોએ મને આવકાર આપતા પૂછ્યું . 
પરિયા આ જે તારી સાથે આવ્યો છે એ કોણ છે ..?
મી કહ્યું મારો એક દુખિયારો દોસ્ત . 
અજ્ઞાની હોઠમાં હસતાં બોલ્યો 
અચ્છા એનો અર્થ એજ કે આપણે સૌથી સુખિયા નૈ ..!  
ટીપોય પર પડેલી ચાયની પિયાલીઓ ભરતા મી કહ્યું મને શું ખબર ..! 
ત્યાં અનંત બોલ્યો એતો ભૈ કોણ કેવું જીવે છે તેના પર નિર્ભર છે . 
અમે ચારેય જણાએ પોતપોતાની ચાયની પિયાલી ઉઠાવી 
સુરરરર કરતીક ચાયની ચૂસકી ભરતા અનંતે પેલા દોસ્તને  પૂછ્યું ,
એલા કૈ વાતનું તને દૂ:ખ  છે..?
દોસ્તે કહ્યું વાત જવાદો એક હોય તો કહું . 
અહો તો અઢળક છે .!  
ચાયનો એક ઘૂંટ ભરી અજ્ઞાનીએ  એ ફરિયાદી દોસ્ત સામે જોઈ કહ્યું 
દોસ્ત ..!  
તમને જે મળ્યું છે ,તેના પરથીજ એ સાબિત ,
થઈ જાય છે  "અજ્ઞાની" કે તમે કોઈને શું આપ્યું છે ..! 
"અજ્ઞાની" 
માટે નિરર્થક ફરિયાદ કરવાનો કોઈજ અર્થ નથી ..! 
જે મળ્યું છે તે..!
 યા તો   ભોગવો .. 
યા તો  માણો . .! 
પેલા દોસ્તે છેલ્લો ઘૂંટ ભરી ચાયની ખાલી પિયાલી ટીપોય પર મૂકતાં કહ્યું . 
ભાઈબંધ મને કઈ સમજાયું નહીં . 
ભોગવો યાતો માણો 
એનો શું મતલબ ..?
આમ તો બંને વાત સરખીજ થઈને ..? 
એકદમ મૌન રહી મૂછમાં હસતાં અજ્ઞાનીએ ક્ષણિક મારી સામે જોઇ 
પછી દોસ્ત સામે જોઈ મને ઈશારો કર્યો . 
હું સમજી ગયો અજ્ઞાની મને દોસ્તને સમજાવવાનું કહે છે . 
મી કહ્યું યાર્ર મને શું ખબર .. 
મને પણ એજ સવાલ થાય છે કે 
માણાવું અને ભોગવવું  એ બે વાક્ય માં કોઈ ફર્કજ  ક્યાં છે . 
બંને શબ્દો નો અર્થ આખરે એકજ થાય ને ..! 
હવે અજ્ઞાનીએ અદાઢી પર આંગળા પસારતા અનંત સામે જોયું .
અનંત પેલા દોસ્ત સામે પછી મારી સામે જોઈ હસ્યો. 
મી કહ્યું લ્યા હશે છે શું ..! ખબર હોય તો સમજાવ ને ચૂપચાપ ..! 
જો પરિયા ચૂપચાપ તો હું સમજાવી નહીં શકું કેમકે હું અજ્ઞાની નથી . 
મારે મને જેટલું પણ સમજાય છે એ સમજાવવા મો ખોલવું તો પડશેજ 
અર્થાત બોલવું તો પડશે જ..! 
હાં ભાઈ હાં બોલને હવે ..! 
હું જરી અકળાઈ  ગયો . 
પેલો દોસ્ત પણ અજ્ઞાનીએ કહેલાં શબ્દોનો 
અર્થ જાણવા ઉત્સુક અને વ્યાકુળ હતો . 
અનંતે કહ્યું . 
જો પરિયા ભોગવો એ શબ્દ મોટા ભાગે 
શ્રાપ આપવા લોકો કે લોકિ ઉચ્ચારતા હોય છે !
લોકિ..!!!?
પેલા દોસ્તે આ શબ્દ પહેલી વાર સાંભળ્યો એટલે 
આશ્ચર્ય સહ મારી સામે જોયુ . 
મી કહ્યું લોકિ એટલે દૂધી નહીં દોસ્ત પણ સ્ત્રી . 
અનંત હમેશા એમ બોલે છે .! 
મી અનંત સામે જોઈ કહ્યું તું આગળ ચલાવ . 
અનંતે કહ્યું . 
હાં તો ભોગવો શબ્દ મોટા ભાગે શ્રાપ આપવા વપરાય છે .! 
જોકે સુખ ભોગવો દૂખ ભોગવો આનંદ ભોગવો કે પીડા ભોગવો .. 
વસ્તુ કે પછી વ્યક્તિ ભોગવો .. 
આ એકજ શબ્દ અનેક ભાવ સાથે ઉચ્ચારવામાં આવે છે ..! 
કોઈ દુભાયેલું શ્રાપ આપતા જેનાથી દુભાયું હોય એને 
ક્રોધાવેશમાં આવી કહે છે .! 
આજે તે મને દૂખી કરી છે /કર્યો છે .!  
પણ યાદ રાખજે એક દિવસ તું 
એની સજા જરુર ભોગવીશ..! 
એજ રીતે કોઈ દૂખી હોય તો તેના વિષે ચર્ચા થાય ત્યારે ,
સૌ કોઈ બોલે છે . 
કરેલા કરમની સજા ભોગવે છે ..! 
પણ માણવું એ શબ્દ માત્ર આનંદ માટે વપરાય છે . 
જેમકે કોઈ કહે હું તો જીવનની હરેક ક્ષણ ને માણું છે .! 
તો, 
અજ્ઞાનીએ એ અર્થમાં એમ કહે છે કે !       
યા તો ભોગવો . 
યા તો માણો . 
દોસ્ત ..!  
તમને જે મળ્યું છે ,તેના પરથીજ એ સાબિત ,
થઈ જાય છે  "અજ્ઞાની" કે તમે કોઈને શું આપ્યું છે ..! 
"અજ્ઞાની" 
માટે નિરર્થક ફરિયાદ કરવાનો કોઈજ અર્થ નથી ..! 
જે મળ્યું છે તે..!
 યા તો   ભોગવો .. 
યા તો  માણો . .! 
કારણ કે જે દૂ:ખ મળ્યું છે તે અગર  હિશાબ  મળ્યું જ છે તો 
દૂખી દૂખી થઈ માથે દુખનો ભાર લઈ ભોગવવા કરતાં . 
એ દુખને હળવાસથી લહેરાતા લહેરાતા માણો ..! 
જીવન આમ પણ જીવી શકાય તેમ પણ જીવી શકાય .! 
"અનંત"આનંદથી જીવવું હોય તો આમ પણ જીવી શકાય ..!     
અજ્ઞાની એ ઓછા શબ્દોમાં સમજાવેલી વાત ! 
અનંતે એના કરતાં પણ સાવ ઓછા શબ્દોમાં પેલા દોસ્તને સમજાવી દીધી . 
એટલે પેલો દોસ્ત જે ભારે થઈને આવેલો તે એકદમ હળવો ફૂલ થઈ ગયો .. 
"અનંત"
*********
ના તો જરીએ ઓછું મળે છે . 
ના તો લગીરે વધુ મળે છે . 
જમા ઉધાર 
ઉધાર જમા 
હિસાબ ચોખ્ખો રાખવા . 
હિશાબ મુજબ બધાને બધુ મળે છે . 
ભીતર ઝાકી ને જોશો તોજ સમજાશે . 
કઈ પણ , સુખ યા દૂ:ખ 
આપ્યા કરતાં અનેક ગણું મળે છે .! 

"અજ્ઞાની" આ પશુ પંખી ક્યારેય ફરોયાદ નથી કરતાં . 
"અનંત" કાળથી  આ માહાસ જાતને જ ઓછું પાસે છે .! 
"અજ્ઞાની" 
*બ્લાસ્ટ* 
ભાગ્યની વાત છે ભૈ આ તો 
કોઈ તદન ખોટું બોલે તોય સાચું પડે છે . 
"અનંત" કોઈ સનાતન સત્ય બોલે 
તો પણ એ સત્ય ખોટું પડે છે.! 
"અનંત"  


*બ્લાસ્ટ *
સમજે એ બોલતા નથી. 
બોલે એ સમજતા નથી.
અર્થાત્..? 
અજ્ઞાનીએ આવુ અટપટુ કૈક કહ્યું
તે મને સમજાયુ નહીં તેથી
મે પુછ્યું અર્થાત્..?
જવાબમાં મુછમા મલકી 
દાઢી પર હાથ પસારતા પસારતા અજ્ઞાનીએ કહ્યું. 
પરીયા સાવ સરળ વાત છે દોસ્ત..! 
કે એ જે બોલે છે તે "અજ્ઞાની" નાદાન છે...! 
જે બધી વાતે બૌ બોલે છે જવાબ આપે છે. 
બાકી જે સમજી ગયા છે,
તે તો માત્ર હળવુ હસીને મૌન થઈ જાય છે..! 
"અજ્ઞાની" 
ના ખુલાસા બાદ પણ હું માથુ ખંજવાળતો રહ્યો.
*બ્લાસ્ટ* 
વર્ષો પહેલાં ખંડેર મધ્યે એક વધારાનો ભાઈબંધ આવેલો મારા ભાઈબંધો સાથે ફીલોસોફી કરવા. 
એણે વાત વાત માં ફીલોસોફી ફેંકી. ફીલોસોફી ફેંકતા એણે કહ્યું કે આ જગતમાં બેજ વ્યક્તિ સૌથી સુખી છે..! અમે ત્રણેય ભાઈબંધો એ આશ્ચર્ય સહ એક સાથે પુછ્યું કૈ બે વ્યક્તિ.? 
પેલાએ કહ્યું. 
એક એ જે હજુ જન્મી નથી. 
અને બીજી એ જે મરી ગઈ છે. 
શું વાત છે.!!! હું ને અનંત એક સાથે બોલ્યા. 
મગર દાઢી વાળો ભાઈબંધ માત્ર મુછ માં મલક્યો. 
અકલે પેલા ને તો એમજ કે અમે ત્રણેય એની ફેંકેલી ફીલોસોફી ને ઉંચકીને માથે ચડાવીશું. 
જો કે હું કદાચ પ્રભાવ માં આવીને એવું કરૂ પણ ખરો મગર અનંત યા અજ્ઞાની એમ સમજ્યા વગર કોઈના પ્રભાવ માં આવે નૈ. 
પેલા એ પોતાને ગમતા પ્રતિભાવની ઉમ્મીદ સાથે અનંત અને અજ્ઞાની સામે જોયું. 
એ જોઈ અનંતે અજ્ઞાની સામે જોઈ પેલા તરફ ઈશારો કરી અજ્ઞાની ને પુછ્યું 
આયે બરોબર કહ્યું.? 
અજ્ઞાની એ માત્ર ડાબે જમણે ડોકી ઘુમાવી નકાર કર્યો. હવે પેલા ફીલોસોફી કરનાર નો અહં ઘવાણો. 
અને, લ્યા આમાં મે ખોટુ શું કહ્યું.? 
આટલી ઉચ્ચ કક્ષાની હકીકત નો પણ તું ઈન્કાર કરે છે.!!! 
અજ્ઞાનીએ દ્રઢપણે કહ્યું હાં.! 
પેલો કહે તો તું સાબિત કરી બતાવ કે મારી વાત કૈ રીતે ખોટી છે..? 
દાઢી પર હાથ ફરવતા અજ્ઞાનીએ એકદમ શાંત સ્વરે કહ્યું. દોસ્ત જે જન્યો જ નથી એને સુખ દુઃખની અનુભુતી કેવી રીતે થાય.? 
અને જે મરી ગયો છે એ મર્યા પછી સુખી છે એ હું કે નક્કી નજ કરી શકીએ ને..!? 
વાતાવરણ માં સન્નાટો છવાઈ ગયો... 
પેલો એકદમ ચુપ્પ થઈ ગયો... 
થોડી વાર બાદ પેલા એ અજ્ઞાની ને કહ્યું. 
તો હવે તુંજ કહે કોણ સૌથી સુખી.? 
અજ્ઞાનીએ કહ્યું દોસ્ત જન્મ અને મરણ વચ્ચે ના જીવનમાં તમામ સુખી છે અને તમામ દુ:ખી છે..!
પેલા એ કહ્યુ સ્પષ્ટતા સાથે સમજાવ. 
અજ્ઞાનીએ કહ્યું જો દોસ્ત આ અનંત બ્રહ્માંડ માં એવો એક પણ જીવ નથી કે જે સદૈવ સુખી હોય સીવાય કે દુ:ખ ને પણ સુખ સમજી શકે એ યા દુ:ખ માં પણ સુખની અનુભૂતિ કરવા ની આધ્યાત્મિક સમજણ હોય. એ સિવાય આ અનંત બ્રહ્માંડ કોઈ કાયમ સુખી છે એવુ કહે તો એ તદ્દન ખોટુ બોલે છે અને જો અગર કોઈને જોઈને એમ લાગે કે એ સુખી છે તો એ કેવળ તમારો ભ્રમ છે. 
આટલુ કહ્યા બાદ 
અજ્ઞાનીએ વર્ષો પહેલા આપેલી સ્વર્ગ નર્ક ની વ્યાખ્યા બદલી ને સુખ દુઃખ ની વ્યાખ્યા આપતા કહ્યું.
સુખ દુઃખ ની વ્યાખ્યા બસ આટલીજ. 
 જે ક્ષણ આનંદ તે ક્ષણ સુખ.! 
જે ક્ષણ આક્રંદ તે ક્ષણ દુ:ખ.! 
"અજ્ઞાની" 



 


No comments:

Post a Comment