Sunday, 12 September 2021

શોધે છે તેને અચુક રસ્તા હજાર મળે છે.


લૂઉઅ વાર્તા તો મસ્ત નીર્મળ નદીની માફક ખળખળ વહેતી જાય છે..! 

આવી વાર્તા અનંત... 

હોવી જોઈએ... 

અર્થાત્ :- જેનો અંતજ ના હોય એમ.!  

જોકે ભાઈબંધ કહેતો કે, 

અમુક વાર્તા અધુરી વધુ સારી... 

હું આજ સુધી નથી સમજી શક્યો કે 

અનંતે આવુ શા માટે કહ્યું હશે.? 

ખૈર... 

એને કોઈ અનુભવે આવુ કહેવા મજબુર કર્યો હશે.! આપણે શું.!

એ કહેતો કે, 

"અનંત" જે વાર્તા નો અંત સુખદ હોય, 

તેની અનુભૂતિઓ અતીશય દુ:ખદ હોય છે..! 

અને જે વાર્તા નો અંત કરૂણ અને દુ:ખદ હોય, 

તેની અનુભૂતિઓ અલૌકિક અને સુખદ હોય છે.! 

"અનંત"

લૂઉઅ, 

આજ સુધી મને અનંતની આ વાતનો ગુઢાર્થ નથી સમજાયો... 

શું તું ઉકેલી શકે છે.!? 

અર્થાત્ :- તને સમજાય છે.?

મને તો અનંતની ઘણી વાતો નથી સમજાતી, ભાઈબંધ આમ બહુ અઘરો છે ને આમ ખૂબ સરળ પણ છે

છે ક્યાં એ હવે 

હતો

હાં વર્ષો પહેલાં...

ધૂંધળું ધૂંધળું દ્રશ્ય અક્ષર ઝાંખા ખૈર... 

ફરી વર્ષો પહેલાં ભાઈબંધ સાથે બનેલી એક ઘટના યાદ આઈ ગૈ

એના શબ્દોરૂપે તો છે જ ને હજી ભાઈબંધ 

હાં.! 

બંધ કબાટમાં 

ઝર્ર ઝર્રીત કાગળીયામા હજુ એના શબ્દો 

ગુંગળાય છે

મુક્ત કરી દો એને

કૈ રીતે.?

એ તો અનંતના ભાઈબંધને ખબર હોવી જોઈએ

આમ તેમ ફાંફા માર્યા 

પેન્ટના બંને ખીસ્સા ફંફોસી જોયા 

સાલ્લો આ રૂમાલ પણ 

"અનંત" આંખો નો દુશ્મન 

નૈ તો હું હંમેશા આગ અને ધુંવાળા વચ્ચે લઘરવઘર ગંજીભેર કામ કરતો... 

તે તો તારી ઓઢણી પણ ના આપી. 

પીડા તો પ્રેમથી પ્રેમની આપી. 

આખર મારો વાંક્ક શું.? 

શા માટે વેદના આપી.? 

એ તો સારૂ થયુ કે આજે કૈ કામ નહોતું એટલે મે શર્ટ પહેર્યુ હતું. 

તો, શર્ટની બાંય કામ લાગી...

"અનંત"

આ કરૂણ દ્રશ્ય વર્ષો પહેલાં મે નજરો નજર જોયેલું..! 

પેલી જ્યારે કૈ પીડા દૈ ને ગૈ ત્યાર પછી 

ભાઈબંધ

ખીલી પર જુના ચોપાનીયા અને કલમ સાથે લટકતું પેડ ઊતારી ખુણામાં બેસી ગયો...

હું ચાલ્યો ગયો ત્યાંથી. 

પછી, 

છેક રાત્રે ચાય લઈને ખંડેર પર ગયો ત્યારે મે આ વાંચેલું... 

ખૈર... 

લૂઉઅ કૈ રીતે કરૂ 

મુક્ત.? 

અનંત તો વર્ષો પહેલાંજ મુક્ત થઈ ગયો છે..!

😮😮

હાં

કદાચ તમે ભૂલી ગયા

મુક્ત કરી દો એને

નૈ તો આમ કહ્યું જ ના હોત 

ખૈર...

તો યાદ તો કરાવો 😓

ના 

હું કૈજ યાદ નૈ કરાવુ હવે

😐

ખબર નથ પડતી

શેની

અકલે પછી બીક જેવુ લા

અનંત કે ભાઈબંધના કોઈ ખબર નથી હમણાં

વર્ષો પહેલાં.....

🤔

હાંસ્તો એમ્મા શું

આક લૂ વીચારવાનુ....

Kya

Huy jau anant ni jem

અહં

લૂઉઅ અનંત ની જેમ તો હું ના સુઈ શકુ

એના ત્રણ કારણ છે. 

પહેલું કારણ... 

વર્ષો પહેલાં મને એકલો છોડી ને ગયા પછી, 

એનો કોઈજ આતો પતો નથી... 

બની શકે, 

કદાચ અનંત ચીર નીંદ્રામા પોઢી ગયો હોય. 

અર્થાત્ 

"અનંત" મોતની આગોસમા, 

મૌન થઈ ગયો.... 

આમેય એ એકલો સુવા ટેવાયેલા નહોતો. 

અને મારે, હજુ પ્રેમના પડાવ પાર કરવાના છે.! 

બીજુ કારણ 

એ છે કે એ સુતો નહીં 

એને સુવાડી દેવામાં આવતો. 

અને ત્રીજુ અને અંતિમ કારણ... 

પહેલા કહ્યું એજ કે, 

અનંત ક્યારેય એકલો ના સુતો 

એ બાબતે અનંતે વર્ષો પહેલાં લખ્યું હતું કે, 

"અનંત" હું સાવ એકલો સુઈજ નથી શકતો. 

હું ગોદળાની ગોદમાં સુવા ટેવાયેલા છું. 

મધરાતે ફેરવુ હું જે બાજુ પાસુ. 

એ બાજુ, 

એક બાંહમા એક આંખમાં હોય છે મારી પ્રીય ચહીતી

અને મારી બીજી આંખમાં હોય છે ઉજાગરા ને આંસુ. 

"અનંત" 

હવે તુંજ કે'લૂઉઅ કે, 

હું 

અનંતની જેમ કેમ સુવુ. 

કેમકે અનંત સાવ અનોખી રીતે સુતો. 

અનંત ગોદળાની ગોદમાં સુવા ટેવાયેલો હતો. 

મધરાતે એ ફેરવતો જે બાજુ પાસુ

અનંતની એ બાજુ 

એક બાંહમા એક આંખમાં રહેતી એની પ્રીય ચહીતી

અનંતની બીજી આંખમાં રહેતા ઉજાગરા ને આંસુ. 

બોલ લૂઉઅ 

અનંત.... 

ક્યારેય જાગે ઉઠે નૈ એ રીતે સુઈ ગયો છે.! 

શું તું એવુ ઈચ્છે છે કે, 

હું પણ અનંતની જેમજ 

આગોસમા મૌતની મૌન થઈ જાવ.? 




No comments:

Post a Comment