Sunday, 26 September 2021

હું તમારી બધી વાતે સહમત નથી...

 મારા બંને ભાઈબંધો ગમે તેટલી 

સારી કે સાચી વાતો 

કહી ગયા હોય

લખી ગયા હોય, 

(જો એ લોકોની લખેલી કહેલી 

બધીજ વાતો સાચી કે સારીજ છે..! 

એવુય હું નથીજ કહેતો.!

અને એ બંને પણ હરગીજ એવુ નહોતા માનતા )

પણ હું એ બંને ની બધી વાતો સાથે સહમત નથી.! 

કેમકે એ બંને તો સાવ પાગલ હતા 

ગમે તે લખતા બોલતા બાફતા 

અને હું તો બૌ ડાયો છું.! 

હું કૈ ગાંડો નથી કે, 

એ જે કહે લખે તે વાતમાં સહમત થૈ જાઉં. 

જો કે એ બંને એ પણ વર્ષો પહેલાં... 

મને ચેતવણી આપતા કહ્યું હતું કે, 

પરીયાઆઆઅ.... 

ઠીક છે તું રાત પડ્યે 

અમારી પાસે 

અમારી માટે 

ગરમાગરમ ચાય લૈનૈ આવે છે.! 

પછી ચાય પીતા પીતા અમે લોકો 

જે કૈ બકવાસ બફાટ કરીએ 

એ તું સાંભળે છે.! 

અમે લખેલુ હોય તે વાંચે છે.! 

પણ..! 

પરીયાઆઆઅ...

અમારાથી કે અમારી વાતો અને લખાણોથી 

તારે બૌ પ્રભાવિત થવુ નૈ..! 

કે પછી અમારી ગમે તે 

બોલેલી લખેલી વાતો સાથે, 

તારે વગર વીચાર્યે ક્યારેય સહમત થવુ નૈ.! 

શું છે કે અમારાથી તો, ક્યારેક ક્યારેક 

ભુલ ભુલમા ભુલથી કૈ પણ 

બોલાય લખાય બફાય જતુ હોય છે.! 

જેની અમનેય જાણ નથી હોતી કે 

અમે ક્યારે શું બોલ્યા શું લખ્યું 

જે બોલ્યા જે લખ્યું 

એ બરોબર હતું કે બાફ્યુ

એની અમને પણ ખબર નથી હોતી.

અગર અમારી વાતો સાથે 

તું સહમત થૈશ તો નાહક મુસીબત વહોરી લૈશ... 

કોઈ ચકોર ચતુર અમારા વાંકે નાહક તને 

ઝપટમાં લૈ દલીલો કરશે.! 

જેનો જવાબ અમારી પાસે પણ નથી 

પરીયાઆઆઅ... 

એવા સવાલોના જવાબ કોઈ તારી પાસે 

માંગશે તો તું નાહક 

એ ચતુરની ચતુરાઈમા ફસાઈ જશે... 

અનેક સવાલો ઉભા કરી 

ઐ પરીયાઆઆઅ.. 

એ ચતુર દાસો દાસીઓ તને 

પજવશે પરેશાન કરશે... 

એટલે કહીએ છીએ

 અમારા એકલૌતા ભાઈબંધ... 

કે તુ ચેતતો રે જે... 

એની વાત પણ સાચી હતી કેમકે 

એ હતાં અંદરના માણસ

અકલે એ અંદર અંદર

 ગમે તે કરે 

ગમે તેમ વર્તે 

ગમે તે લખે 

ગમે તે બોલે 

એને કોઈ જોવા સાંભળવાનુ નથી 

અને હું રહ્યો બહારનો માણસ 

અકલે 

મારા વાણી વર્તન બધા જુવે 

હું બોલુ એ સૌ કોઈ સાંભળે 

એમાંય જો હું ભાઈબંધો ની વાતો 

બારે કેતો ફરૂ તો બે શક્ક 

લોકો મારા પર શક કરેજ.! 

અને સવાલો થાય ત્યારે... 

જવાબ દેવો મનેજ ભારે પડે 

એમ વીચારી 

વર્ષો પહેલાંજ મને ભાઈબંધોએ 

ચેતવતા કહ્યું હતું કે,

પરીઆઆઆઅ... 

તારે અમારી બધી વાતમાં સહમત થવુજ નૈ 

કારણ કે, 

અમને તો કોઈ કૈ કહીજ નૈ શકે 

કેમકે અમે રહ્યા તારી અંદરના માણસ 

તારા ડાબા હાથ નીચેના માણસ 

આ તો તું ક્યારેક ક્યારેક અમને પરાણે 

તારી સાથે બહાર ઢસડી જાય એટલે 

અમે મને ક મને તારી સાથે સાથે 

હાલી નીકળીએ 

બાકી અમારે અમારો ખુણો ને ખંડેર ભલા... 

બહાર ભટકવામા અમને લગીરે દિલચસ્પી નથી.! 

અગર કોઈને મળવુ હશે અમને તો આફુળા 

આવશે આ ખંડરની અંદર 

અમે અંદર અંદર ગમે તેમ વર્તીએ 

ગમે તે લખી બોલીએ 

અમને કોઈ જોવા સાંળવા વાળુ નથી 

અમને સદંતર કોઈ કૈજ કહેશે નહીં.! 

અમે અંદર અંદર, અંદર રહીને શું કરીએ છીએ 

એ તને પણ ક્યાં ખબર હોય છે..? 

તું જ્યારે જ્યારે અહીં ખંડેર પર આવે

 ત્યારે જે જુવે એજ તને દેખાય 

એટલુજ દેખાય તને પણ.! 

તો દુનિયાને તો ક્યાં કૈ 

ખબર પડવાની હતી ક્યારેય કે 

અમે લોકો શું કરીએ છીએ અંદર અંદર... 

મગર તું 

કામ સીવાય 

કે 

રાત સીવાય 

આ ખંડરની અંદર 

આવતો નથી 

મોટા ભાગે તું બહારજ ભટકતો હોય છે..! 

માટે તારે જાજુ સાચવવુ પડે..! 

અમને જેમ સાચવે છે 

એમ તું ખુદને પણ સાચવજે

 ભૈલાઆઆઅ.... 

આવી ચેતવણી જે વર્ષો પહેલાં... 

ભાઈબંધોએ મને આપેલી તે હું તમને આપુ છું.! 

*બ્લાસ્ટ*

"અનંત" નીતરતા બહુજ વાર લાગે છે..! 

આ આંખોને આંસુઓનો ભાર લાગે છે.! 

"અનંત" 



No comments:

Post a Comment