Saturday, 25 September 2021

બસ આમજ અનંત એની મૌજમાં બકબક લખલખ કરતો રહેતો


 

બસ આમજ આમજ "અનંત"  એની મૌજમાં બકબક કરતો રહેતો. 

અને સાવ બે ફિકર થઈ ઝહેનમા જે આવે તે લખલખ કરતો રહેતો. 

વર્ષો પહેલા... 

સુંદરતાના પૂજારી અનંત કહેતો કે, 

જો કે અનંત કૈ અપવાદ નથી..! 

જગત આખુય અનંત યુગોથી સુંદરતાનુ પુજારી છે.! 

અને તમામ રીતે સુંદર વ્યક્તિ હંમેશા પુજાણી છે.! 

આ બહારના લાલી લપેડા 

સાજ શણગાર 

મને પસંદ છેજ બેશક્ક ..! 

પુરુષને સ્ત્રીનું કે સ્ત્રીને પુરુષનું.! 

બેડોળ શરીર કોઈને કોઈનું નથીજ ગમતું..! 

એ નીર્વીવાદ કડવી સત્ય હકીકત છે.! 

લોકોની મને ખબર નથી.! 

પણ મને તો મારામાં પણ બેડોળપણું 

આવે તો લગીરે નથી ગમતું. 

ખુદ બેડોળ હોય અને સામેવાળો કે વાળી સુડોળજ હોય 

એવી ઘેલસફ્ફા જેવી ઘેલછા યાની 

ઈચ્છા કોઈ ઘેલસફ્ફા કે ઘેલસફ્ફીજ કરે ..!

સૌએ પોતપોતાની ઓકાત પ્રમાણેજ ઈચ્છા કરવી જોઈએ. 

એથી વધુ જો મળી જાય તો એની કેર કદર કરવી જોઈએ અને ઈશ્વરનો આભાર માનવો જોઈએ ..! 

જીવનમાં જે કઈ  ઈચ્છા અપેક્ષા હોય તે અરસ પરસ હોવી જોઈએ.! આવું અનંત સ્પસ્ટ માનતો ... 

જો કે આ તો અનંતે કહેલી આડવાત થઈ 

બાકી અનંત એમજ કહેતો કે, 

કોઈજ લાલી લપેડા મેકપના થપેડા 

કોઈ સાજ શણગાર કરી કાયમ શરીર સુડોળ રાખવાની મથામણ શરીર સુડોળ રાખવાની કોઈ કશરત વગર સ્ત્રી કે પુરુષ સુંદર લાગી શકેજ નહીં એ વાત તદ્દન ખોટી છે. 

બલ્કે સાદગીમાં પણ સ્ત્રી કે પુરુષ સુંદર લાગેજ !

મગર સુંદર લાગતા આવડવું જોઈએ..! 

બેશક્ક આ શક્ય છે.! 

"અનંત" શરત માત્ર એટલીજ કે , 

અંદર બહાર 

વાણી વર્તન વ્યવહાર વિચાર 

તમામમા નકરો "અનંત" પ્રેમ હોવો જોઈએ ..! 

કોઈ બેડોળ કે અસુંદર અમસ્તા જ નથી થતાં ..!

પ્રેમ નામનું અનંત તત્વ જતાં સૌ અસુંદર થતાં ..!  

પ્રેમ ઘટે એટલે બધુ વધે ઘટે 

અર્થાત્ 

સુંદરતા ઘટે અને શરીર વધે 

પ્રેમ સુંદર રહેવા દેખાવા દેખાડવા મજબૂર કરી શકે છે ! 

પણ આ મજબૂરી પ્રેમભરી હોય છે .! 

એકબીજાને ગમતા રહેવા સુંદરતા જરૂરી છે .! 

અને એના માટે એકબીજા માટે 

પ્રેમ એનાથી પણ વધુ જરૂરી છે .! 

ભાઈબંધની વાતમાં કોઈએ 

વચમાં ખોટી ખોટી મોટી મોટી 

ખીલોસોફી ઠોકવી થોપવી નૈ કૈ દૌ છું.! 

જેમ કે સુંદરતા તો જોનારની આંખમાં હોય છે .. ! 

ફલાણું  હોય તો આમ હોય ને ઢીકનું હોય તો તેમ હોય 

આવી બધી ખીલોસોફી ઠોકવી થોપવી નૈ.! 

ભાઈબાંધે  ચોખ્ખી મનાઈ ફરમાવી છે ..! 

અસુંદરો ની ક્ષમા સાથે અનંતે કહ્યું હતું કે, 

બાકી જો સુંદરતાનું કોઈજ મૂલ્ય 

કોઈજ મહત્વ નાજ હોત 

તો , 

મંદિર બગીચામાં હોય કે ઉકરડામાં પથ્થર ની મૂર્તિ યાની ભગવાનને શું ફર્ક પડવાનો હતો ..?

તો પણ મંદિર માટે સ્વચ્છ અને સુંદર જગ્યા જ પસંદ કરવામાં આવે છે.! અર્રે ક્યારેક ક્યારેક તો ગંદકી દૂર કરવા ગલી ના નાકે કોઈ જગ્યાએ ઉકરડો હોય ત્યાં નાનકડું મંદિર યાને દેરી બનાવી નાખવામાં આવે છે. 

મે તો એવુ પણ જોયુ છે કે આવી જગ્યાએ દેરીમાં બેસાડેલ હનુમાનજી નું ઉકરડા હનુમાન એવુ નામ કરણ કરવામાં આવે છે.! 

હું એમ કૌ છું કે, અગર સુંદરતા બાબતે આટલી વાહિયાત દલીલ કરનારાઓ તમે હવા ખાવા કોઈ ઉકરડે બાકડો રાખીને કેમ નથ બેસતા હેં..? 

શા માટે તમે સૌ બગીચામાં જ..! 

હરવા ફરવા બેસવા હવા ખાવા જાવ છો ..?

ઉકરડે જઈ બેસો ને..! 

અને ત્યાંજ હરો ફરો હવા ખાવ ભૂંડ ની સાથે ..! 

મારી હારે ખોટી ભેજામારી તો કરવીજ નૈ.! 

સુંદરતા અંદરની પણ હોવીજ જોઈએ કબુલ.! 

મગર અંદરની સુંદરતા સુધી પહોંચવા પણ પ્રથમ બહાર ની સુંદરતા ઈશ્વર સમેત તમામે તમામ પ્રાણી માત્ર જુએ છે.! 

અરે એક રૂપજીવિની શરીર નો વ્યાપાર કરતી સ્ત્રી પણ જો સુંદર હોય છે તો પુરૂષ એને એ દલદલ માંથી બહાર કાઢી પોતાની જીવન સંગીની બનાવવા તૈયાર થૈ જાય છે.! 

માત્ર ને માત્ર સ્ત્રીની સુંદરતા ને ખાતર.! 

આવા અદભુત પાગલ પગલાં સુંદરતા પાછળ પગલી થયેલી સ્ત્રી પણ પાગલ થઈ ને પગલા ભરતી હોય છે.! શા માટે.? તો કે સુંદર પુરૂષ ને પામવા.! 

કદાચ પુરૂષ કરતા પણ વધુ અઘરા પગલાં સ્ત્રીઓ ભરતી હોય છે જીવનમાં સુંદર પુરૂષ ને પામવા એક સ્ત્રી બીજી સ્ત્રી નું હર્યુંભર્યું જીવન પણ બરબાદ કરી નાખે છે.!

માત્ર ને માત્ર સુંદર પુરૂષ નો પ્રેમ પામવા.. 

અકલે કૌ છું.! 

હાં એ વાત નોખી છે કે પછી થી બંને ને કદાચ અંદરની ગંદકીનો ગંદો અનુભવ થાય.! પણ એ બધી પછીની વાત છે..! માટે સુંદરતા તો જોનારની આંખમાં હોવી જોઈએ આવી બકવાસ ફાલતું અને વેવલી વાત કરનારની જાણ ખાતર જણાવું છું કે, ઇતિહાસ ગવાહ છે કે, વીશ્વામીત્ર જેવા તપસ્વી ના તપથી ડરી ગયેલા દેવતાઓએ વીશ્વામીત્રનો તપોભંગ કરવા શોધી શોધીને સુંદર અતિ સુંદર કમનીય કાયા અને અંગભંગીની ધરાવતી સુંદર મેનકાને મોકલી હતી. અહીં એક સીધો આડ વીચાર આવે છે કે (દેવો પણ સ્વર્ગ અને સુંદર અપ્સરાઓ ના આશીક હતાં અને તેથીજ તેઓનું આખુ સ્વર્ગ એક સાધુ છીનવી ન જાય માટે એક સુંદર અપ્સરા દ્વારા તેનુ તપોભંગ કરાવ્યુ જેથી આખા સ્વર્ગ પર તેઓ હંમેશાં શુરા અને સુંદરીઓ સાથે જલ્સા કરી શકે) આ એ હકીકત પણ સાબિત કરે છે કે, સુંદર કાયા હોય તો ગમે તેવા તપસ્વી નું મન પણ ડગાવી શકાય છે..! 

બિજુ દ્રશ્ટાંત એ છે કે અનંત અનાદિ કાળથી સુંદર દેખાવા અનેક પ્રાકૃતિક એવં આયુર્વેદિ ઉપચારો સૌ કરાવતા અને એ સીલસીલો આજે આધુનિક રીતે પણ યથાવત છે..! લાખો કરોડો નહીં અબજોનો કારોબાર ચાલે છે સુંદરતા વધારવા ના પ્રસાધનો નો..! 

અર્રે સુંદર થવા દેખાવા લોકો અને લોકીઓ લાખો રૂપિયા ખર્ચીને ચહેરા મહોરાની સર્જરીઓ પણ કરાવે છે.! 

શું હજું તમારે લુલો બચાવ કરી હુશીયારી મારવી છે.!? 

*અપવાદ બાદ કરતા*

એવા હજારો લાખો નહીં બલ્કે કરોડો કિસ્સામાં જોવા અનુભવવા મળ્યું છે કે, દેખાવે સુંદર સ્ત્રી કજીયાળી હોય કર્કશા હોય અને ચરીત્ર હીન પણ હોય છે.! અને એવી સુંદર સ્ત્રીઓએ અનેકના જીવનને નર્કાગાર થી પણ બદતર બનાવી નાખ્યા હોય છે.! 

મગર તો પણ એ અનુભવ ના આધારે સુંદરતા બાબતે બાંધછોડ કરતાં કે પછી સુંદરતાને સદંતર નફરત કરતાં કોઈને જોયા તમે..? 

હાં પોતાનામાં વાંધા હોય એવા વાંઢાઓ બાંધછોડ કરે એ વાત સાવ નોખી છે..! 

અકલે આ બાબતે બૌ હુશીયારી મારવી નૈ..! 

કે, લૂલી દલીલો પણ મારી સાથે કરવી નહીં..! 

અને હાં એ ઔર હકીકત કે પુરુષો કરતાં સ્ત્રીઓની સુંદરતા કાયમ અવ્વલ રહી છે અને રહેવાની છે! 

મોટી મોટી કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટ ની જાહેરાત માટે સુંદર સ્ત્રીઓને પસંદ કરે છે અને તે પણ એ હદે કે પુરૂષોના જાંગીયાની જાહેરાતમાં પણ સુંદર સ્ત્રીઓનો ઉપયોગ કરે છે..! 

ખૈર.... 

ફરી કહું છું કે જે અસુંદર તેના પ્રત્યે મને અનંત અપાર કરુણા છે. અને મને સુંદરતા બક્ષવા બદલ હું ઈશ્વર નો કરોડો વાર આભાર માનુ છું..! 

અને તમામ જન્મે ઈશ્વર પાસે પૈસા નૈ 

મગર સુંદરતા માંગુ છું.! 

આવું બધુ વર્ષો પહેલા ભાઈબંધ કહેતો ... 

*બ્લાસ્ટ* 


કોઈ વ્યક્તિ સ્ત્રી કે પુરુષ 

અગર તમારી સાથે સુંદર વ્યવહાર કરે છે ..! 

અગર તમારી સ્ત્રી 

કે તમારો પુરુષ 

તમને સંપૂર્ણ સહયોગ આપે છે ..! 

તો ચોક્કસ એને બિરદાવો ..! 

તેના પ્રત્યે અહોભાવ  રાખો .! 

અને તમને સુંદર સમજદાર સાથી મળ્યો છે 

એ બદલ અનંત ઈશ્વરને ધન્યવાદ કહો..! 

તમે તમારા સાથીથી સંતુષ્ટ હોવ... 

અને એ પણ તમારાથી તૃપ્ત હોય, તો, 

બે શક્ક.! તમારા માટે ખુબજ સુખદ ઘટના કહેવાય .!  

મગર... 

એના જેવુ તો બીજું કોઈ થાયજ નહીં .! 

આવો શબ્દ ક્યારેય ના ઉચ્ચારો .. !

કેમકે આમ કહી તમે અજાણતાજ એવા લાખો અસુંદર સ્ત્રી પુરુષનું અપમાન કરો છો .! 

કેમકે આપણે જાણતા નથી હોતા મગર 

તમે જે જોયું જાણ્યુ માણ્યું, 

એનાથી પણ પર અનેક ગણું ઉપર 

આ દુનિયામાં ઘણું છે. 

ઘણી એવી સ્ત્રીઓ છે પુરુષો પણ એવા ઘણા છે ! 

જે તમારી કલ્પનાઑ થી તમારી ધારેલી ધારણાઓથી 

પણ ઉપર છે ઉતમ છે અણધાર્યા અને અકલ્પનીય છે .! 

આમ કહેવાનો મતલબ એવો હરગિજ નથીજ કે, 

તમને સારૂ મળ્યું છે.! 

તેથી નબળા ની વગણના કરો

બસ એના માટે આદર ભાવ રાખો 

અન્યનો અનાદર ના કરો

આવું બધી વાતો મારો ગાંડો ભાઈબંધ અનંત 

કાયમ બકબક  કર્યા કરતો ..! 

બસ આમજ અનંત  એની મૌજમાં બકબક કર્યા કરતો. 

"અનંત" આમજ નિજ મસ્તીમાં આડેધડ લખલખ કર્યા  કરતો . 

હવે  યાદ કરીકરીને એની  બકબક 

એનું લખલખ હું ઉકેલ્યા કરું છું 

અને આ ખંડેર નમા ખાલીપાની માલિપા મેલ્યા કરું છું .!

અને ખંડેરનો ખાલીપો ભાઈબંધોની યાદોથી ભર્યા કરૂ છું. 

*બ્લાસ્ટ*

પ્રેમ પામવા માટેજ છોકરી શણગાર સજે છે. 

અને છોકરો પણ પ્રેમ પામવાજ સજે ધજે છે. 

આખરે તો સૌ કોઈ 

છોકરો કે છોકરી 

પુરૂષ કે સ્ત્રી 

પ્રથમ એક બીજાની નજરમાં 

અને પછી 

એક બીજાના હ્રદયમાં વસવાજ 

પ્રાકૃતિક રીતે પ્રયાસ કરે છે.! 

જ્યાં સુધી "અનંત" પ્રેમ છે! 

ત્યાં સુધીજ ઝંખના જીવે છે. 

સાજ શણગારની..! 

આ બાબત એ વાત સાવ સાચી 

સાબિત કરે છે કે, 

ત્યારે જ કોઈ પોતાના પ્રત્યે બેદરકાર બની જાય છે. 

જ્યારે પોતાનાનુ જે ગણ્યુ એ દરકાર નથી કરતુ. 

ત્યાર પછીજ શરીર થાકે છે. 

શરીર પર કરચલીઓ પડે છે. 

બાકિ પ્રેમ હોય ત્યાંથી બુઢાપો પણ છેટો રહે છે. 

આવુ બધુ કહીને અંતમાં અનંતે 

શરીર પર આવતી પ્રક્રુતી સહજ 

પ્રાકૃતિક ઘટનાને પ્રક્રુતીગત સ્વીકારી ને પણ 

પોતાની વાત દ્રઢતા પુર્વક કહેતા કહ્યું હતું કે, 

ઘડપણ કે બુઢાપો તો માત્ર શરીરને આવે છે.! 

"અનંત" પ્રેમ તો યુગો સુધી યુવાનજ રહે છે! 

"અનંત" 

*બ્લાસ્ટ* 

અસુંદર હોય એની ભીતર પણ પરમ ચરમ અખંડ અનંત પ્રેમ દયા કરૂણા હોય છે.! બલ્કે કદાચ સુંદર વ્યક્તિ કરતાં વધુ હોય છે અને હું એ તમામ નો આદર કરૂ છું..! 

"અનંત" 





  



No comments:

Post a Comment