Friday, 17 September 2021

અનંતના શબ્દોના પડઘા વચ્ચે

 અહીંયા... 

એકાંતમાં... 

છેક ગામને છેવાડે જંગલમાં 

આવેલા આ ખંડેરમા... 

આ નીર્જન જગ્યા ક્યાં આવેલી છે, 

એ આજ સુધી કોઈને ખબર નથી.! 

જ્યાં

કોઈ કરતા કોઈ

બીજુ આવતુ જતુ નથી.! 

એક મારા સીવાય...

રાત્રે મોટા ભાગે હું અહીંયાજ હોવ છું. 

અને ક્યારેક દિવસે પણ

હું આ ખંડેરમા લટાર મારવા આવું છું. 

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે 

આખો કબાટ ભરીને લખેલા કાગળો... 

દિવસે કે રાતે ફુરસતે ઉકેલી ઉકેલીને 

હું આ ખંડેરની દિવાલ પર 

ચીપકાવુ છું. 

શું તને ખબર છે લૂઉઅ..? 

આયાં કણે આ ખંડેરમા... 

અનંતના શબ્દો ના પડઘા પડે છે.! 

અહીંયા જ.! 

અનંતના શબ્દો ના પડઘા વચ્ચે 

થોડા તારાયે શબ્દો ગુંજે છે..! 

વર્ષો પહેલાં...

જ્યારે જ્યારે હું જીવવની ઘટમાળમા 

ફસાઈ જતો ભટકીને ભુલો પડી જતો 

ત્યારે.... 

મધરાતે અનંત પાસે ચાય લઈને જતો ત્યારે... 

ચાય પીતા પીતા મારી વ્યથા 

ઠાલવતા હું અનંતને કહેતો

યાર્ર અનંત 

મને કોઈ રસ્તો સુજતો નથી 

આ જીવનની આ ઘટમાળમાથી 

બહાર નીકળવાનો 

મને કોઈ મારગ નથી મળતો 

ત્યારે... 

સરનામા વગરનો ભાઈબંધ અનંત... 

મને કહેતો કે, 

*બ્લાસ્ટ*

શોધે છે તેને અચુક રસ્તા હજાર મળે છે.! 

હરેક દિશામાંથી "અનંત" નવા વીચાર મળે છે.! 

"અનંત" 


No comments:

Post a Comment