Tuesday, 26 October 2021

કતીરા નો એલચો

fb://photo/607094439400261?set=a.119481608161549

 જાજા દારે  ફરી સામે આવી ઇસીતાની એલચી ... :) 


તો..., 


આપરે સામે ધરી દીધો ક, તીરા નો એલચો...! :) 


મનમાં મંથન કરો ને મનમાજ  મમરાવો... !


મમરાવો કટકે કટકે.  


આવશે હવાદ બેઉમા હટકે..:) 


તો ઈવરી ઇ ઇસીતા ક્યે છે કે... 


માલિકના ડફણાં ખાધા પછી પણ ,

અશ્વની જેમ જે ચાલે નહીં 

એનું નામ ગધેરો ..!! :)


ઇસીતા ...:) 


@@@@@@@@@@@@@


તો આવરા આ ક, તીરાએ કહ્યું કે..., 


એલચો.... 


માલિક થઈ ગધેરાને ડફણાં મારીને

અશ્વની જેમ ચલાવવાનો પ્રયાસ જે કરે.

એને કહેવાય મુર્ખો... !!


કતી,રા...! :) :) :) 


લોકો માત્ર દીવારીએ જ ભરાકા કરે આપરે એવું કાય નૈ...:) 


દીવારી ભલેને પૂરી થઈ આપરે કાય ફેર નો પરે... 


વગર દીવારીએ પણ આપરે તો અવાર નવાર.... 


ભાઈબંધવારા ભરાકા અકલે કે "બ્લાસ્ટ" કરતાં હોય ..:) 


બ્લાસ્ટ:- "અનંત"


ઈવરો ઇ હંધાય થી નોખો અટલે હતો કે ઇ ઉંદર નો'તો... :) 


નો હમજાયું ને...? 


તો યાદ કરો પેલી ગામમાં ઉંદરના ત્રાસ વારી વાર્તા ... 


પછી ઓલો  પિપૂરી વારો આવે છે, 


ને બધા ઉંદર એની.પાછર પાછર ચાલે છે. 


'ને પછી ઓલો પિપૂરી વારો.... 


જરાક અમથો નદીમાં ચાલે છે 'ને મૂરખ ઉંદર... :) 


હવે તો હમજાયું ને.. ? 


નો હમજાયું હોય તોય કાય નૈ ! 


આનાથી વધારે હમજાવવુ મને નૈ ફાવે ...  :) 


તો મુર વાત એ હતી કે એ સૌથી જુદું વિચારતો ... 


અકલેજ તો એની આ અલગતા ને લઈને, 


કૈ કેકલાયને.... એ.સી.ડી.ટી . થઈ જતી બોલો... ! 


આય અત્યારે નો હમજાયું હોય તો કાય નૈ, ... 


કોક'દિ હમજાય જશે..! :) 


જોકે આપરે પણ સાવ ચીલા ચાલુ જ હોકે...:) 


એ વાત નોખી છે કે, 


ભેગા રઈએ તો શાન નો આવે પણ... 


વાન તો થોરી ઘણી આવેજ ...! 


પછે ભાન થાય કે.,,, 


આવુ અઘરું અધુરૂ જ્ઞાન.... 


"જ્ઞાન માત્ર પરેશાન કરે.. " કો'ક કો'ક ને હ... 


"જોકે આવી શાન પણ પછીથી પરેશાન પણ કરે...:)" 


એટલે આપરે એની શાન થિયે થોરા છેટા રહ્યા અને .... 


હંધાયની માફક ચીલા ચાલુ રેવાનું જ પસંદ કર્યું ...:)


ભાઈ હંધાયને મરવું પરે હંધાયમાં ભરવું પરે... 


નૈ તો કોય ઓરખેય નૈ...


એકલા પરી જવાય ઇ આપરું કામ નૈ .. :) 


ભાઈબંધની વાત નોખી છે...!   


અટલે એણે દોસ્તોનો..... 


ચીલા ચાલુ તહેવાર મુજબના વહેવાર જોઈ લખ્યું હતું.. કે.,


હ..હ...હ.... જરા આઘા...  રહેજો...! 


હવે હુ વાટ લગારુ છું ... 


એટલે કે "સરગાવું છું એમ ..! 


સરગ્યા પછી જે થાય એને  જ બ્લાસ્ટ કેવાય  :)


મે ફટાકરો ચેતાવ્યા પેલા ચેતવી દીધા .... 


હવે  લાગે બાગે લોઈની ધાર..... 


આપરા ઉપર વાંક નૈ..... 


તો......


બ્લાસ્ટ :-   ફોર "અનંત" 


તમે તહેવાર પર ઉજવોછો તહેવાર..... 


તમારે માત્ર તહેવાર પર તહેવાર હોય છે . 


કર્યું શું એમાં તમે નવું ? 


તહેવાર નિમિતે માત્ર...! 


તમારો તહેવાર મુજબનો ચીલાચાલુ વહેવાર હોય છે .


હું રંગીન છું. મિજાજ પણ મારો છે રંગીન..... 


મારી વાત નોખી છે મારી રીત ભાત નિરાળી છે .... 


બારે માસ ભૈ મારેતો  તહેવાર.... 


રોજ રોજ હોળી છે મારે,  


ભૈ રોજ રોજ મારે તો દિવાળી છે...!


તમે સૌ ચીલા ચાલુ કોઈના ચાતરેલા ચીલા પર ચાલો છો. 


હું મારા ચીલા ખુદ બનાવું છું...! 


‘ને એજ ચીલા પર હુ હરદમ ચાલુ છું...!


તમે કોઈના સપનામાં મ્હાલો છો.... 


હું ખુદ મારા જ  સપનામાં મ્હાલું છું...! 

 

અને તમે, ચીલા ચાલુ શબ્દો ઉચ્ચારો છો....!


નોખી મારી વાણી  નોખો મારો વહેવાર હોય છે.


તમે વાર તહેવારે જ મળો છો એક બીજાને, 


'ને  હું મળું ત્યારે દોસ્તોમાં તહેવાર હોય છે.   


તમે બધા મળો છો નિજ સ્વાર્થે... 


હું વિના સ્વાર્થે સૌને મળું.


“અનંત” મારામાં સૌ ભળી જાય. 


છોને હું કોઈનામાં ના ભળૂ.   


વર્ષો પહેલા આકલુ અધુરૂ પધુરૂ લખ્યાં પછી... 


એણે સરખુ કરીને લખ્યું છે કે..., 


તમે તહેવારે તહેવારે મળો અમે મળીએ ત્યારે તહેવાર હોય ...

સૌથી નોખો નિરાળો છું હું ના ચીલા ચાલુ મારો વહેવાર હોય...


તમે કોઈના ચાતરેલા ચીલા ચાલુ ચિલે ચાલવાના આદિ, 

હું રોજ નવા ચીલા ચાતરું રોજ નવો મારો ચિતાર હોય છે . 


તમે કોઈના ઉછીના વિચારેલા.... 


ઘસાયેલા, ચવાયેલા, વાંચેલા વંચાયેલા વિચાર વાપરો ... 


હુ નીત નવા વીચાર ઊગાડુ... 


મારા ખુદના, સૌથી અલગ જ વિચાર હોય છે...       


આપ તહેવારે તહેવારે ઉજવો છો તહેવાર.

‘ને તહેવાર-

નિમિતે જ આપનો તહેવાર મુજબનો વહેવાર હોય છે. 


મારી વાત જરા નોખી છે..!  

મારી રીતભાત જરા નોખી છે..!


તમે તહેવારે તહેવારે મળો છો.

હું મળું ત્યારે તહેવાર હોય છે.!   


તમે તહેવાર નિમિતે આનંદ કરો છો...  

હું"અનંત" આનંદમાં નિમિત ખુદ બનું. 


તહેવાર  જેવો જ રોજ મારો વાણી વહેવાર હોય છે...! 


જોકે આ "અનંત" ના વિચાર છે 'ને ઇતો કેદુનો  વ્યો ગ્યો .... :(


આપરે આ બધુ નો ફાવે ... 


ટેટી:- આ ટેટી આપરી...> 


"ક્તી,રા યાદ રહે  મારા હાથમાં વાટકો નથી ... 

હું મન પરે તો આપું છું ભીખ<>માંગતો નથી.... 


ઠીક છે ભૈ આ ટેટી ને ટેટા ... 

ભૈ ભરાકાથી આપરે છેટા  ... 


ટેટો :-આ ટેટો પાછો એનોજ હો કે... :) 


આપો તો આપો આપજ મળે.. 

માંગો તો નજ મળે... 


આપો તો આપો આપ "અનંત"મળે છે.!!

માંગુ ને મળે એવી ભીખ મને ના ખપે રે.. !!  


"અનંત" પ્રેમ પણ પ્રેમ થી મળે તો ઠીક..! 

નહીં તો, પ્રેમની પણ હું માંગુ ના ભીખ..!


"અનંત"


ધાં..ધાં..ધૂમ...ધૂમ.. ધડામ....ધૂમ.. ફૂસ્સસસ... 


ફિટ્ટૂસસસસ... 😇😇😇

એજ પડઘા


"અનંત"સત્ય અસત્ય ના પડઘા સતત પડઘાયા કરે છે...!

ક્યારેક છળ આપણી સાથે આપણાજ પડછાયા કરે છે ..!

"અનંત"




जो दिखता नहीं वो सब देखता हे।

 ब्लास्ट :-

जो दिखता है,

सायद,

*બ્લાસ્ટ *

મારી આસપાસ મારી ભીતર 

હરપળ છે ઇશ્વર... 

સમજવા ચાહો તો સમજાય જાય 

સાવ સરળ છે ઇશ્વર... 

સમજાય તો સકળ છે ઇશ્વર... 

ના સમજાય તો "અનંત" 

અકળ છે ઇશ્વર... 

"અનંત" 

जो दिखता है 

सायद 

वो, ना भी.! देखे।


लेकिन..,


"अज्ञानी"


चलते फीरते


उठते बैठते


और, 


सोते जागते,


याद रहे.!


पल पल हर ईक पल 


वो सब कुछ देखता हे।


जो दिखता नहीं.!


उसकी बारीक नजरे


तेरी,


छोटी बडी,


अच्छी बूरी, 


हर ईक हरकत पर है।


"अज्ञानी" भाईबंधे वर्षो पहेला...


मने अने,


बारी बहार आकाश तरफ जोई,


रहेला अनंतने चेतवता, 


आवु कांक कहेलू...


ए कै अमस्तु तो नहीज कह्यु होय.!


अस्तू...


બ્લાસ્ટ :-


સત્ય હોય કે જૂઠ લાંબો સમય


બે માથી એકેય ક્યારેય છુપૂ નથી રહેતુ. 


સત્ય નો તાપ સૂરજથી પણ.! 


વધુ આકરો હોય છે..!


સત્ય નો સામનો કરવો


કાચા પોચાનુ કામ નથી..! 


જ્યારે ખોટાનૂ પોતાનૂ જુઠ પકડાય જાય છે..


ત્યારે મુર્ખ માફી માગવાને બદલે સબંધજ કાપી નાખતા હોય છે.!


"અજ્ઞાની" પહેલી ભૂલ સૂધારવાને બદલે બીજી ભૂલ કરતા હોય છે.!


આમ તે ખૂદ પોતે જુઠા હોવાની સાબીતી આપે છે..!


જુઠ પકડાયા પછી...!


શરમાવા ને બદલે..!


ભૂલ સ્વીકારવા ને બદલે.!


જે સબંધ પર પૂર્ણવિરામ મૂકે છે.!


તે ખૂદ પોતે મહા ધૂર્ત મહા મૂર્ખ હોવાનો


પૂરાવો આપે છે...!


"અજ્ઞાની" યુગોથી આ સત્ય કહે છે સંતો

એક જુઠ જુઠાને જુઠ બોલાવે સો...!


એક સાચો જો સામે પડે તોજ એ જુઠાને

કાયમ ખોટુ બોલવાની ભૂલાવે ખો ..!


"અજ્ઞાની"


જુઠુ બોલવા જેટલો, યાતો

એથી પણ વધુ મોટો ગુનો ,

જુઠાને સાથ આપવો એ છે.!

જુઠાને સાથ આપનાર 

જુઠુ બોલનાર જેટલોજ

અપરાધી છે ....!

ગમે ત્યારે એકના હાથે

બીજાનો ભાંડો ફૂટી શકે છે...!


વર્ષો પહેલાં અતી ઊંડા અનૂભવને આધારે ભાઈબંધે આવુ કાં'ક કહેલૂ...


ब्लास्ट :-


तेरा जुठ तेरी सच्चाई।

तेरी गल्ती तेरी भलाई।

खुद चालाक बाकी सब 

मुर्ख समजने की लुच्चाई। 

जो बात तुने सबसे छीपाई

और "अज्ञानी" जो बाते तुने

कभी भी कीसी को नहीं बताई।


तेरी छोटी बडी हर इक हरकतों पर

हो ना हो देखने वाले सब की नजर...

मगर याद रख "अज्ञानी" दीखता जो 

नहीं। देखती है बो सब रब की नजर...

"अज्ञानी"

जो दिखता नहीं, वो सब देखता है। 

જે ક્યાંય નથી હોતા તે બધે હોય છે.

જે બધે હોય છે તે ક્યાંય નથી હોતા.

..........

મારી એવી ક્ષમતા ક્યાં.?

કે, 

હું કોઈ સીધ્ધ વ્યક્તિ કે હસ્તીને 

યાદ કરી શકું.

જેને જ્યારે મન પડે છે, 

ત્યારે એ મને "અનંત" યાદ આવે છે.

"અનંત" 




Saturday, 23 October 2021

તારૂ સર્જન હું મારૂ સર્જન તું

હે સર્જનહાર... 

હે અનંત ઈશ્વર... 

તું પણ સર્જન કરે છે.!

હું પણ કરૂ છું સર્જન.!

તે કર્યું સર્જન મારૂ. 

મે સર્જન કર્યું તારૂ.

મગર તારૂ સર્જન વાસ્તવિક છે.

જ્યારે મારૂ સર્જન કાલ્પનિક છે.

તે સર્જેલાં આમ તો જોકે 

બાદમાં બધાજ કૈને કૈ સર્જન કરેજ છે.!

મગર તારા સર્જન બાદ એ બધા સર્જન હારમાં

આ ત્રણ સર્જક ખાસં ખાસ છે..!

એક મુર્તીકાર

બીજો ચીત્રકાર

અને ત્રીજો "અનંત" શબ્દકાર....

એમાનો હું "અનંત" શબ્દકાર...

મારી કલ્પના અને શબ્દો થકી

જેવી ચાહું તેવી સુંદર સ્ત્રી નુ સર્જન કરૂ છું.!

એજ રીતે ચીત્રકાર અને મુર્તીકાર પણ,

પોતાની કલ્પના મુજબના સ્ત્રી પાત્રનુ સર્જન કરે છે.!

મુર્તીકાર અને ચીત્રકાર તો પોતે કરેલા સર્જનને 

સ્પર્શી પણ શકે છે. 

એ વાત જોકે નોખી છે કે, 

મગર મુર્તીકારે કે ચીત્રકારે સર્જેલી સુંદર સ્ત્રી. 

એના સર્જકના સ્પર્શને કોઈજ પ્રતીભાવ નથી આપતી. 

મગર શબ્દકાર તો તેણે શબ્દો દ્વારા, 

સર્જેલી સ્ત્રીને સ્પર્શી પણ નથી શકતો.! 

એ માત્ર ને માત્ર મહેસુસ કરી શકે છે.! 

એજ કાલ્પનિક પાત્ર નો સ્પર્શ પામવા 

આખરે તો સૌએ તારા શરણેજ આવવુ પડે છે.! 

જ્યારે તું મારી દ્રઢ કલ્પનામાં પ્રાણ ફુંકે ત્યારેજ 

એ સ્ત્રી જીવંત થઈને મને સ્પર્શી શકે.! 

તો, હે "અનંત" ઈશ્વર હું તારા શરણે છું..! 

તું મારી કલ્પના સ્ત્રીમાં પ્રાણ ફુંકી દે.! 

જેથી હું જેને સતત મહેસુસ કરૂ છું એ, 

સુંદર સ્ત્રી પણ મને સ્પર્શીને એક પ્રેમાળ પુરૂષના 

પવિત્ર હુંફાળા સ્પર્શ નો પરમ ચરમ અનંત... 

અલૌકિક આનંદ પામે અને મને પણ આપે.! 

"અનંત" 

*બ્લાસ્ટ*

તારૂ સર્જન હું. 

"અનંત" 

મારૂ સર્જન તું.! 

આપણે બેઉ એક બીજાના સર્જનહાર... 

"અનંત 



Friday, 22 October 2021

તારીજ પ્રાર્થના નુ પરીણામ છે

હું એકલો જ પોતે પોતે જ કૈ વિપરીત 

સંજોગોમાંથી બહાર નથી નીકળ્યો.! 

પણ મને દ્ઢ વિશ્ર્વાસ છે કે 

મને વિપરીત સંજોગોમાંથી બહાર લઈ આવવામા 

એક અલૌકિક સ્ત્રીની ભાવનાત્મક પ્રાર્થનાનુ 

પણ ખૂબ મહત્ત્વનું 

યોગ/દાન હતું જ.!

🙏🙏🙏


Saturday, 2 October 2021

કૈ જુદુ પડે નહી ભૂ, ભ, કે વ

ગઈ કાલ પર આજ

આજ પર આવતી કાલ

અને આવતી કાલ પર

આવતો ભવ નીર્ભર હોય છે .!

અર્થાત્

ભૂતકાળ પર વર્તમાન

વર્તમાન પર

ભવિષ્ય નીર્ભર હોય છે.!

જન્મ બાદ જેમ પુર્વ જન્મની યાદોનુ

વીસ્મરણ થઈ જાય છે તેમ

અગર કોઈ સંજોગે  કોઈ કાળે

વીસ્મૃતી થઈ જાય તો વાત જુદી છે.! 

અન્યથા... 

ભુતકાળ ના ઓછાયા આજ પર 

આજના આવતી કાલ પર પડતાજ હોય છે.!

જે ક્યારેક ક્યારેક માણસ માત્રના

વાણી વર્તન કે વ્યવહાર મા દેખા દેતા રહે છે!

આવુ વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું.

જ્યારે ચાય પીતા પીતા ચર્ચા થઈ ત્યારે... 

મે બંને સામે દ્રશ્ટી કરી પુછ્યું કે, 

લોકો સતત કહ્યા કરે છે

આધ્યાત્મિક વીદો પણ સમજાવ્યા કરે છે

કે ભુતકાળ ભુલો

ભવિષ્યની ચિંતા ના કરો

બસ વર્તમાનમાં જીવો

તો શું આમ કરવુ થવુ શક્ય છે ખરૂ.?

મારા સવાલનો જવાબ આપતા અનંતે કહ્યું.

પરીયા આ બધા પીડાથી બચવાના મારગ છે

રસ્તા છે.! મંજીલ નથીજ.!

આ કેવળ સાધન છે!

સાધના નથીજ.!

બરોબર છે...!

પરીયા અનંતની વાત બીલકુલ સાચી છે.!

આમ કહી અજ્ઞાની એ ઉપર મુજબ કહ્યું.!

ક્રમશઃ