Thursday, 25 November 2021

બદલાયેલું ચિત્ર

જૂઠે કી બોલબાલા . 

સચ્ચે કા મુંહ કાલા.  

આવનારા સમયમાં ઉપર લખેલી ઉક્તિ મુજબ થશેજ 

એવું વર્ષો પહેલા .. 

ખંડેર મધ્યે જ્યારે અમે ત્રણેય ભાઈબંધો મળતા ત્યારે 

ચાય ની ચૂસકી ભરતા ભરતા ભાઈબંધ અજ્ઞાનીએ કહેલું . 

ભાઈબાંધે તો એવું પણ ભવિષ્ય ભાખીને એવું પણ કહ્યું હતું કે, '

આવનારા સમયમાં આખા જગત પર  બેજ પ્રકાર પ્રકૃતિના લોકો રાજ કરશે .. >

કોણ ? અને કેવા પ્રકાર પ્રકૃતિના લોકો ? 

મારા સવાલનો જવાબ આપતા એણે સાવ ટૂંકમાં કહ્યું . 

એક ગાંડા અને બીજા ગુંડા . 

અને બીજા ખોટા અને ખંધા . 

ડાયા અને સજ્જન લોકોને  ખૂબ તકલીફ પડશે ..! 

ખોટા અને ખંધા 

કરશે એવા ધંધા 

કે જીવી નહીં શકે ચેનથી 

"અજ્ઞાની" સાચા સીધા  બંદા . 

"અજ્ઞાની"

અને સાચે એવુજ થઈ રહ્યું છે ..! 

વર્ષો પહેલા બોલાતી ઉક્તિ 

સચ્ચે કી બોલ બાલા.  

જૂથે કા મુંહ કાલા. 

એ હવે બિલકુલ ઊલટું થઈ ગયું છે .! 

 વર્ષો પહેલા ભાઈબાંધે કહેલું સત્ય થઈ રહ્યું છે ..! 

જૂઠે કી બોલબાલા . 

સચ્ચે કા મુંહ કાલા.  

ચર્ચા દરમ્યાન અનતે કહ્યું હતું કે , 

પરિયા... 

એક વિકૃત અને વિચિત્ર ચરિત્ર ધરાવતી વ્યક્તિ 

અને તેમાં પણ જો એ સ્ત્રી હશે . 

અને એક સીધી  સાદી પવિત્ર પ્રકૃતિ ધરાવતી વ્યક્તિ . 

અને તેમાં પણ જો એ પુરુષ હશે , 

તો , 

એક ક્ષણ પણ વિચાર્યા વગર થોડાજ શબ્દોમાં . 

એક પુરુષ પર ખોટો આરોપ લગાવી દેશે . 

અને પછી એ સ્ત્રી દ્વારા મૂકેલો આરોપ 

તદ્દન ખોટો છે .! 

એવું સાબિત કરવામાં એ પુરુષની 

આખી જિંદગી ખર્ચાઈ જશે .. ! 

"અનંત"  

આપણાં કાયદાઓમાં છીંડા અને છટકબારીઓ થી ભર્યા છે . 

અને એ છીંડા છબરડા અને છટકબારી માત્ર 

લાગવગ ઘરાવતા લોકો માટેજ..!

 અનામત રાખવામાં  આવ્યા છે ..! 

"કતીરા "

હાથ પગ વગરની વ્યક્તિ પણ 

સફળતાના શિખરો સર કરી શકે છે ..! 

મન મક્કમ અને મજબૂત હોય . 

જેના હાથ પગ સહિત બધાજ અંગ

 સાબૂત હોય મજબૂત હોય , 

તે પણ આ દુનિયામાં કઈજ ઉકાળી નથી શકતો 

જો તેનું મન માયકાંગલું હોય , 

ખરેખર તો એવા મનના નબળા વ્યક્તિનેજ 

વિકલાંગ કહેવાય . 

"અજ્ઞાની " 

ઘણું બદલાઈ ચૂક્યું છે..!  

હજુ પણ ઘણું બદલાશે ..! 

આગળ જતાં લોકો અને લોકિનું 

 સમગ્ર ચિત્ર ચરિત્ર બદલાઈ જશે .!

"અજ્ઞાની" 

*બ્લાસ્ટ* 

પહેલાં લોકો ખોટુ બોલતા ડરતા. 

"અનંત" હવે સાચુ બોલતા ડરે છે. 

"અનંત" 

  

પરીણામ શું આવશે ખબર નથી પ્રયાસ ચાલુ છે

 

માનનીય શ્રી કલેકટર સાહેબ ,

જય ભારત સાથ જણાવવાનું કે, ટપાલ નં ૨૯૩૬ દ્વારા તા:- ૨૦/૧૧/૨૦૨૧ ના રોજ અમોને  

મોરબી નગર પાલિકા ચીફ ઓફિસર દ્વારા મોકલાવેલ નોટિશ

તા:- ૨૩/૧૧/૨૦૨૧ ના રોજ સામાવાળાને અને અમોને મળી છે.

અમોને આપવામાં આવેલી નોટિશમાં જણાવ્યું છે કે, દસ્તાવેજ મુજબ મારા ઘરના રૂમમાં ૨+૨ =૪ કુલ ચાર નાની બારી હતી જેમાં સુધારો કરી બે મોટી બારી કરેલ છે, જેમાં ફરી સુધારો કરી બારીને મૂળ સ્થતિમાં લેવાનો અમોને આદેશ આપવામાં આવ્યો છે..! 

જે નોટિશ હું આ અરજી સાથે બિડાણ કરી રહ્યો છું.

મને મળેલ નોટિશના જવાબ રૂપે યોગ્ય ખુલાસો આપતી અરજી આજે તા:- ૨૪/૧૧/૨૦૨૧ ના રોજ

મે નગર પાલિકાને પાઠવેલ છે. જેનો ઈન્વર્ટ નંબર છે ૯૦૨૦

જે અરજી પણ હું આ અરજી સાથે બિડાણ કરી રહ્યો છું.

જેથી આપ સાહેબ પણ મારી ફરિયાદની સત્યતા સમજી શકો .

આજે પણ હું ચીફ ઓફિસર સાહેબ શ્રી સરૈયા સાહેબને અરજી ઈન્વર્ટ કરાવ્યા બાદ રુબરુ મળ્યો હતો.

અને મારી ફરિયાદ બાબતે યોગ્ય કરવા નમ્ર વિનતિ કરી હતી .

જેના જવાબમાં તેઓએ મને કહ્યું કે, પહેલા તમે તમારી બારી મૂળ સ્થતિમાં કરી લો પછી અમે એમની સાથે કાર્યવાહી કરીશું.

ચીફ ઓફિસર સાહેબનો આ જવાબ મને યોગ્ય નથી લાગ્યો .

જે રીતે મારી ફરિયાદનો નિકાલ કરવામાં વિલંબ થઈ રહ્યો છે તે જોતાં એવું જણાય છે કે, 

સામે વાળા કોઈ વગ વાપરી અને કાયદેસરની કાર્યવાહીમાં વિલંબ થાય એવા બદ ઈરાદા સાથે મારી સાચી ફરિયાદ સામે પાયાવિહોણી ખોટી ફરિયાદ કરી રહ્યા છે.

કારણ કે છેલ્લા દોઢ મહિનાથી હું વગ,વગરનો સીધો સાદો માણસ મારી ફરિયાદ લઈને અહીથી તહી ધક્કા ખાય રહ્યો છું.      

આજ સુધીમાં ક્રમશ મે નગર પાલિકામાં ત્રણ વખત અરજી કરી છે અને આજે કરી એ સહિત કુલ ચાર અરજી મે નગર પાલિકામાં કરી છે .

બે વખત સામાવાળાને દબાણ હટાવવા નગરપાલિકા દ્વારા નોટિશ પણ આપવામાં આવી છે .

જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ત્રણ દિવસમાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો લેન્ડ ગ્રેબીંગ ( પ્રોહિબિશન)-૨૦૨૦ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે , પણ તેમ છતાં આજ સુધી બેખોફ સામાવાળાએ ના તો  ગેરકાયદેસરનું દબાણ દૂર કર્યું છે ના અમારી બારી પાસેથી દીવાલ હટાવી છે, અને ના તો નોટિશની અવગણના કરવા બદલ નગરપાલિકા દ્વારા કોઈજ કાયર્વાહી કરવામાં આવી છે.

આના પરથી અમોને એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે કાયદો માત્ર વગ ધરાવતા લોકો માટેજ છે.

અમારા જેવા વગ વગરના સામાન્ય નાગરિકોને ન્યાય માટે, અરજીઓ કરવાની, નમ્ર વિનંતીઓ કરવાની અને ધંધા રોજગાર બગાડી બગાડીને આર્થિક માનસિક નુકસાન વેઠીને ભૂખ્યા તરસ્યા ટાઢ તડકા કે વરસાદમાં યોગ્ય ન્યાય માટે અહી તહી ધક્કાજ ખાવાના.

એક સામાન્ય નાગરિકની આ ઊંડી વેદના આપ સાહેબ સમજી શકશો અને યોગ્ય ન્યાય અપાવશો એવી દ્રઢ આશા સાથે મે આપ સાહેબને પહેલા પણ બે અરજી આપેલ છે .         

પહેલી અરજી તા ૧૧/૧૦/૨૧૦૨૧ ના રોજ કરેલી ત્યાર બાદ  ૨૫/૧૧/૨૦૨૧ ના રોજ તત્કાલ ફરિયાદ નિવારણ ના કાર્યક્રમની જાણ થતાં બીજી અરજી મી તા:-૯/૧૧/૨૦૨૧ ના રોજ કલેકટર ઓફિસે કરેલી હતી. 

અને આપનો આભાર માનતા સ્વીકારું છું કે આપ શ્રીને અરજી કર્યા બાદ આપશ્રીના આદેશ પછીજ  નગર પાલિકા દ્વારા તા:- ૧૭/૧૧/૨૦૨૧ ના રોજ પંચનામું કરવામાં આવ્યું હતું.

પંચનામાં વખતે પણ મે મારા અસલ દસ્તાવેજની જેરોશ કોપી આપી હતી અને તેની સાથે સામાવાળાએ  મારી બારી પાસે દીવાલ ચણી ત્યારના ચાર ફોટા ઠોસ પુરાવા રૂપે આપ્યા છે.  

પંચનામાં બાદ અમોને નગર પાલિકા તરફથી નોટિશ મળી છે !

જે નોટિશ અને નોટિશના જવાબ રૂપે આજે આપેલ અરજીની નકલ આ અરજી સાથે બિડાણ કરી રહ્યો છું

જેથી આપ સાહેબને આગળના યોગ્ય પગલાં લેવામાં અનુકૂળતા રહે.      

તા:- ૯/૧૦/૨૦૨૧ થી આજ તા:- ૨૪/૧૧/૨૦૨૧ સુધીમાં કરેલ અરજીની યાદી

તા:- ૯/૧૦/૨૦૧૧ પોલીસ ચોંકી

તા:-૧૧/૧૦/૨૦૨૧ નગર પાલિકા ઈન્વર્ટ નંબર ૭૫૬૫

તા:- ૧૧/૧૦/૨૦૨૧ એકજ તારીખે અરજી ઈન્વર્ટ કરાવી

કલેકટર ઓફિસ ,મામલતદાર ઓફિસ, તાલુકા પૉલિશ,

તા:- ૨/૧૧/૨૦૨૧ નગરપાલિકા ઈન્વર્ટ નંબર ૮૪૫૬

તા:૯/૧૧/૨૦૨૧ નગર પાલિકા ઈન્વર્ટ નંબર ૮૫૨૫

તા:- ૯/૧૧/૨૦૨૧ અરજી ઈન્વર્ટ કલેકટર ઑફિસ

અરજી નં 1 ઈન્વર્ટ ન.7565

નોટિસ ન. 1 જાવક ન 2704

અરજી ન.2 ઈન્વર્ટ ન. 8456

નોટિસ ન.2 જાવક ન,. 2860

મામલતદાર અરજી

નં.જમન /વશી/ 13125675/21  

અરજી નં,૩ ઈન્વર્ટ ન. ૮૫૨૫

તા:- ૨૩/૧૧/૨૦૨૧ નોટિશ ટપાલ નંબર ૨૯૩૬

સત્યમેવ જયતે

જય ભારત

જય હિન્દ   

વંદે માતરમ

                                                           અરજદાર :-

Tuesday, 23 November 2021

અરજી

 

તા:- ૨૩/૧૧/૨૦૨૧

વિષય :- પરેશભાઈને થતી ખોટી પરેશાની ની સાચી હકીકત

માનનીય શ્રી ચીફ ઓફિસર સાહેબ , જય ભારત સાથ જણાવવાનું કે ,

અમારા પૂર્વ પાડોશી શ્રી પરેશ ભાઈ મોહનલાલ કતીરા, એક સજ્જન વેપારી છે. તેઓ ખૂબ મિલનસાર સબંધને સાચવનારા સારા માણસો છે. જ્યાં સુધી અમો પડોસમાં રહેતા હતા ત્યાં સુધી અમારે ક્યારેય કોઈજ બાબતે તકરાર થઈ નથી. અમારા વચ્ચે ખૂબ સારા સંબંધો હતા , અને સુખે દુખે અરકબીજાને હમેશા મદદરૂપ થતાં હતા .

તા:- ૧૧/૮/૨૦૧૧ ના રોજ મગનલાલ દેવાસીભાઈ. પરમાર વાળું મકાન શ્રી પરેશ ભાઈ મોહનલાલ. કતીરાએ ખરીદ કર્યું . ત્યારે અમને મળ્યા હતા. અને જે જગ્યાનો અમે હલણ તરીકે ઉપિયોગ કરતાં હતા તે જગ્યા વિષે અમોને પૂછ્યું હતું.

ત્યારે હકીકત જણાવતા અમે જે સત્ય હતું તે કહ્યું હતું.  

અમે તેમને એ નવેરા બાબતે હકીકત જણાવતા કહ્યું  હતું કે ,

વર્ષો પહેલા અમારૂ હલણ પાછળના  રોડ પર હતું, જ્યાં વખત જતાં અમોએ સસ્તા અનાજનો ડિપો કર્યો હતો,  જે જેરામભાઈનો ડિપો કહેવાતો, અને દક્ષિણ દિશામાં નગરપાલિકાનું નવેરું હતું જે અવાવરુ હતું, જે નેવાના પાણીના નિકાલ માટે હતું. મારા પિતા જેરામભાઈએ મકાન પાડીને નવું બનાવ્યું અને કાયદેસરના હલણમાં જ્યાં ડિપો કર્યો  હતો તે જગ્યાએ શટર વાળી દુકાન કરી હતી,  

અને, નગરપાલિકાના નવેરાને સાફસૂફ કરી ને લાકડાની ડેલી નાખી અમો હલણ તરીકે ઉપિયોગ કરતાં હતા, જે કાયદેસર નું હલણ નહોતું એ સત્ય હકીકત છે.   

જે હકીકત અમોએ અમારા મકાનનું વેચાણ કર્યું ત્યારે ખરીદનારને મૌખિક જણાવી હતી.

પરેશભાઈ પહેલા અમારા પાડોશમાં શ્રી મગનભાઇ. દેવસીભાઈ. પરમાર રહેતા હતા.

તા:- ૧૧/૮/૨૦૧૧ ના રોજ શ્રી મગનભાઇ દેવાસીભાઈ પરમારનું મકાન પરેશભાઈ મોહનલાલ કતીરાએ ખરીદ્યું, અને તેઓ એ મકાનનું રિનોવેશન ચાલુ કર્યું. ત્યારે, પરેશભાઈન મકાનમાં આવેલ બે રૂમમાં બે બે બારી હતી, જેમાં જમણી બાજુના રૂમમાં આવેલી બે બારીમાંથી જમણી બાજુની એક બારી સીધી અમારા ઘર સામે પડતી હતી. તેથી અમોએ પરેશભાઈને કહ્યું હતું કે, તમે ઘરનું રિનોવેશન કરો છો તો , આ નાની નાની બે બારી કાઢી ને વચ્ચે એક મોટી બારી કરી નાખો તો ભવિષ્યમાં આપણને એકબીજાને કોઈ તકલીફ ના પડે, પરેશભાઈને પણ અમારી વાત યોગ્ય જણાઈ માટે અમારા કહેવાથી તેઓએ બંને રૂમમાં જે બે બે બારીઓ હતી તે કેન્સલ કરીને બંને રૂમમાં વચ્ચે એક એક મોટી બારી કરાવી હતી. આ હકીકત પણ અમે અમારું મકાન કારીદનારને જણાવી હતી.

જ્યારે જાણ્યું કે અમોએ જે લોકોને મકાન વેચ્યું છે, તે લોકો તરફથી અમારા જૂના પાડોશી પરેશભાઈને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે, ખોટા આરોપો મૂકી રહ્યા છે, અને આમ ખોટા ઝગડા કરી ડરાવી ધમકાવી હેરાન કરીને તેમની બારી પાસે ગેરકાયદેસર દીવાલ ચણી લેવામાં આવી છે,

આ જાણીને અમને પણ ખૂબ પસ્તાવો અને દૂ:ખ થયું છે.

આ અરજી દ્વારા હું જે કઈ જણાવી રહ્યો છું તે બિલકુલ સત્ય છે.

સબંધને સાચવનારા શાંત સરળ સ્વભાવના અમારા જૂના પાડોશી પરેશભાઈ જેના પાડોશમાં અમે રહેતા હતા ત્યાં સુધી અમારા વચ્ચે ક્યારેય કોઈ પણ બાબતે તકરાર નથી થઈ બલ્કે, પરેશભાઈ વિપરીત સંજોગોમાં હંમેશા અમોને ખૂબ મદદરૂપ થયા છે    

પરેશભાઈને યોગ્ય ન્યાય આપવા આપ સાહેબ ને મારી નમ્ર વિનંતી છે..!

 

 

   

Tuesday, 2 November 2021

દિવસો મહીનાઓ વર્ષો અનંત યુગો...

દિવસો મહીનાઓ વર્ષો "અનંત" યુગો...

સતત વિતતા જાય છે....

"અનંત" 

*બ્લાસ્ટ* 

અને તને વહેમ કે હું ભટકુ છું. 

તને એમ કે મારે ક્યાંક પહોંચવુ છે.! 

ખૈર... 

"અજ્ઞાની" તારા ભરમ તું જાણે, 

મારે તો બસ એટલુજ કહેવુ છે.! 

પહોંચવાનુ એને હોય જે હોય ના પહોંચેલા,

મારે તો હું જ્યાં છું ત્યાંજ મારી મંઝિલ છે.!

હું જ્યાં છું જે પણ હાલમાં છું, ત્યાં તે હાલ માં જ હું પરમ ચરમ અખંડ અનંત આનંદ ની અલૌકિક અનુભુતી કરૂ છું.! 

"અજ્ઞાની" 

"અજ્ઞાની" આ સીધ્ધી શું ઓછી કહેવાય.!? 

કે, કોઈ પ્રસિધ્ધિ ની ઝંખના જ ન રહે.! 

"અજ્ઞાની" 

જાગરણ અને ઉજાગરામા બડો તફાવત છે. 

ઉજાગરો અંધકાર છે, જાગરણ ઉજાસ છે. 

"અજ્ઞાની" 

જીવન છે તેથી જીવનમાં હોવું જરૂરી છે.! 

એ જે જીવન જરૂરી છે.! 

એ જીવન જરૂરી છેજ.! 

સંસારમાં ભૌતિક સુખ માનવીય સંબંધ લાગણી પ્રેમ પૈસા આ બધુજ જરૂરી છે.! 

જીવન છે તેથી જીવનમાં આ બધુઊજ હોવું જરૂરી છે.!

આથી એનો ઈન્કાર હરગિઝ ન થઈ શકે.! 

પરંતુ એ સર્વસ્વ નથી.! 

એજ સર્વસ્વ નથી.! 

જીવન એ સીવાય પણ છે.!

જીવનમાં એ સીવાય પણ ઘણુ છે.!

જે બાહ્ય નથી આંતરિક છે.! 

આથી એ પણ જીવનમાં હોવું જોઈએ.! 

એ સાર્વજનિક નથી.! 

એ સાર્વજનિક ન હોય શકે. 

એ માત્ર નીજી છે.! 

એ નીજી હોય શકે.

એમાં કોઇની દખલંદાજી ન હોય,

કોઈ ચાહે તોય એમાં દખલગીરી ન કરી શકે.!

એ એટલુ મજબૂત હોય છે! 

બહાર ચાલતી તમામ ક્રીયા ભટકવું  છે.! 

જ્યારે ભીતર ચાલતી તમામ ક્રીયા યાત્રા.. 

સંસારમાં ભૌતિક સુખ માનવીય સંબંધ લાગણી પ્રેમ પૈસા આ બધુજ જે બહાર છે, જે બહાર હશે, બહાર થી આવશે તે વધઘટ થશે, અને આખરે જશે.! 

અર્થાત્ 

બહાર થી પ્રાપ્ત થતી તમામ સાંસારીક ચીજ ભૌતિક સુખ માનવીય સંબંધ લાગણી પ્રેમ પૈસા તમામ જે કૈં પણ બહારથી આવે છે, 

તે અચુક જશે.! 

અને તે જાય છે તેજ જાય છે.! 

જે નીજી છે, જે ભીતર છે તે પરમ ચરમ અખંડ અનંત અલૌકિક છે.! 

તે ક્યારેય ક્યાંય જતું નથી.! 

તે કોઈથી તુટે નહીં.! 

તેને કોઈ લુંટે નહીં.! 

તેને કોઈ લઈ જઈ શકતુ નથી..! 

તેને કોઈ લુંટી શકતુ નથી.! 

જે ભીતર છે.! 

જેનુ મુલ્ય વધઘટ થાય, 

ક્યારેક ખૂબ વધે ક્યારેક શુન્ય થાય, 

 એ બધુ બહારનુ છે.! 

એ જવા સંભવ છે અને આખરે જાય છે.! 

જે બહાર છે, બહારનુ છે 

એ લુંટાવાનો ભય પણ રહે.! 

ચાહે તે ધન દૌલત હોય કે સંબંધ.! 

મગર જે ભીતર છે એને ભલા કોણ લુંટી શકે.! 

એ મુલ્યવાન છે.! 

એ અમુલ્ય છે.! 

એમાં ઘટવાને ને કોઈજ અવકાશ નથી.! 

એ વધે છે સતત વધે છે.! 

એ એવી દૌલત છે જે લાખ પ્રયાસે પણ કોઈ લુંટી ન શકે.! 

એ એવો અલૌકિક અતુટ સંબંધ છે જે કોઈ કાળે કોઈથી તુટી ન શકે.! 

હું "અનંત" એ ખજાનાનો માલિક છું.! 

*બ્લાસ્ટ* 

મારી બહાર ની દૌલત વીશે તમે ધારવુ હોય તેટલું મુલ્ય ધારી શકો.! તમે આંકવું હોય એટલુ મુલ્ય આંકી શકો છો.! તમારી દ્રષ્ટિ એ કદાચ એ ઉચ્ચ હોય શકે છે મગર, મારી દ્રષ્ટિએ એ સાવ સુલક એવં તુચ્છ છે.! 

મારી ભીતર પરમ ચરમ અખંડ અનંત સંતોષનો અલૌકિક "અનંત" ખજાનો છે.! 

એનુ મુલ્ય તમે કલ્પના માં ધારી ન શકો એટલુ છે.!આંકડામાં આંકી ન શકો એટલુ છે. 

મારી ભીતર પરમ ચરમ અખંડ અનંત સંતોષ છે.! 

"અનંત" 

संतोष मे सुख भरा पडा है। 

असंतोष बडा दुख दाई रे। 

रे मुरख तेरी जरूरत थोडी। 

"अज्ञानी" करे क्यों ज्यादा हाय हाय रे..! 

"अज्ञानी" 

કોઈ ના વાંકે કોઈ દંડાય છે યા કોઈ એકના  ખરાબ કર્મ ની સજા કોઈ બીજુ ભોગવે છે. 

 એમ કહેવુ સમજવું બડુ ભુલ ભરેલુ છે.

એ ભરમ માત્ર છે.! 

ખરી હકીકત તો એ છે કે, 

ખુદની ભુલો કોઈ સ્વીકારતા નથી, કોઈ સ્વીકારી શકતા નથી યા કોઈ સ્વીકારવા ઈચ્છતા નથી. આથી આવા કે તેવા ભરમ થતા હોય છે. 

અગર છેક ભીતરના ઊંડાણે ઉતરીને મંથન કરો તો સહજમાં સમજાય જાય "અજ્ઞાની" કે, 

તમારા જ કોઈ કર્મ ને આધીન 

એ કોઈ ભુલ યા ખરાબ વ્યવહાર કરે છે.

જે તમને પીડે છે.! 

અગર એની ભુલ એનો વ્યવહાર તમને સ્પર્શે છે તો સમજો "અજ્ઞાની" કે એ તમારીજ કોઈ ભુલનુ પરીણામ છે એ તમારૂ જ કર્મ છે "અજ્ઞાની" જે યેનકેન પ્રકારે તમારી સામે આવે છે.! 

એમાં એનો કોઈજ વાંક નથી.! 

જેને તમે દોષ આપો છો, એ તો નીર્દોશ છે.! 

"અજ્ઞાની"