Thursday, 25 November 2021

બદલાયેલું ચિત્ર

જૂઠે કી બોલબાલા . 

સચ્ચે કા મુંહ કાલા.  

આવનારા સમયમાં ઉપર લખેલી ઉક્તિ મુજબ થશેજ 

એવું વર્ષો પહેલા .. 

ખંડેર મધ્યે જ્યારે અમે ત્રણેય ભાઈબંધો મળતા ત્યારે 

ચાય ની ચૂસકી ભરતા ભરતા ભાઈબંધ અજ્ઞાનીએ કહેલું . 

ભાઈબાંધે તો એવું પણ ભવિષ્ય ભાખીને એવું પણ કહ્યું હતું કે, '

આવનારા સમયમાં આખા જગત પર  બેજ પ્રકાર પ્રકૃતિના લોકો રાજ કરશે .. >

કોણ ? અને કેવા પ્રકાર પ્રકૃતિના લોકો ? 

મારા સવાલનો જવાબ આપતા એણે સાવ ટૂંકમાં કહ્યું . 

એક ગાંડા અને બીજા ગુંડા . 

અને બીજા ખોટા અને ખંધા . 

ડાયા અને સજ્જન લોકોને  ખૂબ તકલીફ પડશે ..! 

ખોટા અને ખંધા 

કરશે એવા ધંધા 

કે જીવી નહીં શકે ચેનથી 

"અજ્ઞાની" સાચા સીધા  બંદા . 

"અજ્ઞાની"

અને સાચે એવુજ થઈ રહ્યું છે ..! 

વર્ષો પહેલા બોલાતી ઉક્તિ 

સચ્ચે કી બોલ બાલા.  

જૂથે કા મુંહ કાલા. 

એ હવે બિલકુલ ઊલટું થઈ ગયું છે .! 

 વર્ષો પહેલા ભાઈબાંધે કહેલું સત્ય થઈ રહ્યું છે ..! 

જૂઠે કી બોલબાલા . 

સચ્ચે કા મુંહ કાલા.  

ચર્ચા દરમ્યાન અનતે કહ્યું હતું કે , 

પરિયા... 

એક વિકૃત અને વિચિત્ર ચરિત્ર ધરાવતી વ્યક્તિ 

અને તેમાં પણ જો એ સ્ત્રી હશે . 

અને એક સીધી  સાદી પવિત્ર પ્રકૃતિ ધરાવતી વ્યક્તિ . 

અને તેમાં પણ જો એ પુરુષ હશે , 

તો , 

એક ક્ષણ પણ વિચાર્યા વગર થોડાજ શબ્દોમાં . 

એક પુરુષ પર ખોટો આરોપ લગાવી દેશે . 

અને પછી એ સ્ત્રી દ્વારા મૂકેલો આરોપ 

તદ્દન ખોટો છે .! 

એવું સાબિત કરવામાં એ પુરુષની 

આખી જિંદગી ખર્ચાઈ જશે .. ! 

"અનંત"  

આપણાં કાયદાઓમાં છીંડા અને છટકબારીઓ થી ભર્યા છે . 

અને એ છીંડા છબરડા અને છટકબારી માત્ર 

લાગવગ ઘરાવતા લોકો માટેજ..!

 અનામત રાખવામાં  આવ્યા છે ..! 

"કતીરા "

હાથ પગ વગરની વ્યક્તિ પણ 

સફળતાના શિખરો સર કરી શકે છે ..! 

મન મક્કમ અને મજબૂત હોય . 

જેના હાથ પગ સહિત બધાજ અંગ

 સાબૂત હોય મજબૂત હોય , 

તે પણ આ દુનિયામાં કઈજ ઉકાળી નથી શકતો 

જો તેનું મન માયકાંગલું હોય , 

ખરેખર તો એવા મનના નબળા વ્યક્તિનેજ 

વિકલાંગ કહેવાય . 

"અજ્ઞાની " 

ઘણું બદલાઈ ચૂક્યું છે..!  

હજુ પણ ઘણું બદલાશે ..! 

આગળ જતાં લોકો અને લોકિનું 

 સમગ્ર ચિત્ર ચરિત્ર બદલાઈ જશે .!

"અજ્ઞાની" 

*બ્લાસ્ટ* 

પહેલાં લોકો ખોટુ બોલતા ડરતા. 

"અનંત" હવે સાચુ બોલતા ડરે છે. 

"અનંત" 

  

No comments:

Post a Comment