લૂઉઅ તું પણ શોધવા નીકળી છે "અનંત" ને
પણ, તારૂ ધ્યાન રાખજે ક્યાંક તું ખોવાઈ ન જતી..!
જોકે વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે,
અંતમાં અનંતમા યાની આ અનંત બ્રહ્માંડમાં
જે ખોવાઈ શકે છે "અનંત" તેનેજ મળે છે..!
"અનંત"
ભાઈબંધ અજ્ઞાની એ વર્ષો પહેલાં કહ્યું હતું કે,
સુગંધ આવે છે.!,
તો, આસપાસ ચોક્કસ
ક્યાંક ફુલ હોવુજ જોઈએ.!
"અજ્ઞાની"
નાક ઠોસ પુરાવો આપે છે.!
તોયે આંખ પુરાવો ઝંખે છે.!
"અજ્ઞાની"
No comments:
Post a Comment