Wednesday, 5 January 2022

27 જાન્યુઆરી જિલ્લા ફરિયાદ નિવારણ

પ્રતિ શ્રી. કલેકટર સાહેબ શ્રી મોરબી

પ્રતિ શ્રી કલેક્ટર સાહેબ મોરબી

તારીખ- 6/1/2022

વિષય – ગેરકાયદેસર દબાણ કરી સુખાધિકાર છીનવવા બાબત

માનનીય કલેકટર સાહેબ જય ભારત સાથ જણાવવાનું કે,

અમારી બારી આગળ ગેરકાયદે રીતે દિવાલ ચણી અમારો સુખાધિકાર છીનવી લેવામાં આવ્યો છે. આ કામના સામાવાળા જમીલા બહેન બાબુભાઈ જુનાણી, રૂખસાર બહેન બાબુભાઈ જુનાણી તેમજ બાબુભાઈ ઉમરભાઈ જુનાણી છેલ્લા છ વર્ષથી નગરપાલિકાની જગ્યા પર કાયમી કબ્જો કરવાના બદ ઇરાદે અવારનવાર અકારણ નાનીનાની બાતો જેવી કે અમારી બારી સાફ કરતાં હોય નગરપાલિકાના નવેરામાં ધૂળ ઊડે તો ઝગડો કરે, બાળકો ઘરમાં આનંદ માં હોય આપસમાં હસતાં હોય તો પણ ખોટો આરોપ મૂકી અમારી મજાક કરે છે એવું કહી ઝગડો કરે , ભૂલથી અમારી દીવાલમાં લગાવેલ એસીની નળી તૂટી ગઈ હોય કમ્પ્રેસર માંથી પાણી ટપકી જાય તો ગાળાગાળી કરી ઊંચા અવાજે અમોને ધમકાવવે આમ અમોને અવાર નવાર ત્રાસ આપવાનું તેઓનું એકમાત્ર કારણ અમો એમનાથી કંટાળીને અમારી બારી કાયમી ધોરણે બંધ કરી દઈએ જેથી નગરપાલિકાની જગ્યા પર તેમનો કાયમી કબ્જો થઈ જાય એવો એમનો બદ ઇરાદો હતો.

તા ૭/૧૦/૨૦૨૧ ના અમારા એસીની નળી તૂટેલી હોય તેમાંથી પાણી નગરપાલિકાના નવેરામાં જતાં તેઓએ અમારી સાથે ખુબજ ખરાબ રીતે ઝગડો ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી અમારી પર છેડતી જેવો નિમ્ન કક્ષાનો ખોટો આરોપ મૂકી પોલીસ પણ બોલાવી હતી એ સબબ અમારી અટકાયત પણ કરવામાં આવી હતી.

ત્યાર બાદ તા ૯/૧૦/૨૦૨૧ શનિવારના રોજ તેઓએ પોતાનો નગરપાલિકાની જગ્યા પર કાયમી કબ્જો કરવાનો મલીન ઇરાદો પૂરો કર્યો હતો, અને અમોને ધાકધમકી આપી બળજબરી પુર્વક અમારા ઘરની બંને બારી આગળ ઈંટોની સજ્જડ દિવાલ ચણી લીધી હતી.

અને અમારો સુખાધિકાર છીનવી લેવા જેવો ગંભીર અપરાધ કર્યો હતો.

કાયદાકીય રીતે પણ કોઈ પણ ના ઘરનો કુદરતી હવા ઉજાસ બંધ કરવો તે ગંભીર અપરાધ છે.!

કુદરતી હવા ઉજાસ રોકવો એ કોઈનો શ્વાસ રૂંધી નાખવા જેવો ગંભીર અપરાધ છે.

જે અપરાધ અમારા ઘરના હવા ઉજાસ બંધ કરીને સામાવાળાએ કરેલ છે.

એજ રીતે કોઈની જગ્યા પર ગેરકાયદે દબાણ કરવુ કે જમીન પચાવી પાડવાના બદ ઈરાદે ચણતર કે બાંધકામ કરવુ એ પણ હાલ ૨૦૨૦ સપ્ટેમ્બર લેન્ડ ગ્રેમ્બીંગ ( પ્રોહિબિસન) જે ભુમાફીયાનો કાયદો છે જે ગંભીર અને સજાને પાત્ર ગુનો છે. જ્યારે આ કામના સામા વાળાએ તો નગરપાલિકા જેવી સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી સરકારી જમીન પર કાયમી ધોરણે પોતાનો કબ્જો કરી લેવાના બદ ઈરાદે નગરપાલિકા જેવી સરકારી જમીન પર ગેરકાયદે ચણતર કરી અમારી બારી પાસે દિવાલ ચણી લઈ અમારો કાયદેસર નો સુખાધિકાર છીનવી લીધો છે. કુદરતી હવા ઉજાસ રોકવો એ કોઈનો શ્વાસ રૂંધી નાખવા જેવો ગંભીર અપરાધ છે, જે અપરાધ અમારા ઘરના હવા ઉજાસ બંધ કરીને સામાવાળાએ કરેલ છે. આ બાબતે અમોએ તા ૧૧ /૧૦ /૨૦૨૧ના રોજ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે, મામલતદાર કચેરી, મોરબી નગર પાલિકા તેમજ કલેકટર કચેરી ખાતે લેખીતમાં અમારા સુખાધિકાર માટે તમામ પુરાવા સાથે અવારનવાર અરજીઓ કરી હતી, અને રૂબરૂમાં પણ અવારનવાર તમામ પુરાવા સાથે રજૂઆત કરી હતી. આજ બાબતે અમોએ 25મી નવેમ્બરે યોજાનાર જિલ્લા કક્ષા”ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અંતર્ગત તા 9/11/2021 ના રોજ અરજી આપેલી પરંતુ ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની ચુનાટણીની જાહેરાત કરાતા આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા તે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

ત્યાર બાદ તા ૧૭/૧૨/૨૦૨૧ ના રોજ જીલ્લા સ્વાગત કાર્યક્રમ ડિસેમ્બર ૨૦૨૧ અંતર્ગત કલેકટર ઓફીસમા પણ અમોએ અરજી આપેલી જે અરજીના અનુસંધાને, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ને કલેક્ટર કચેરી દ્વારા આપેલ પત્ર સંદર્ભે,

તા ૨૨/૧૨/૨૦૨૧ ના રોજ અમોને નગર પાલિકા ચીફ ઓફિસર શ્રી ગીરીશ ભાઈ સરૈયા એ બપોરે ત્રણ વાગ્યે  રૂબરૂ મળવા બોલાવ્યા હતા.

અમો ર્રાઇટ ત્રણ વાગ્યે હાજર થઈ ગયા હતા.

જ્યારે સાહેબ  બપોરે ૩/૧૫ વાગ્યે હાજર થયા હતા.

આ સંદર્ભે ચીફ ઓફિસર સાહેબે સામાવાળા ને પણ બોલાવ્યા હતા, જેઓ બપોરે ૩/૩૦ વાગ્યે હાજર થયા હતા.

એ સમયે હાજર રહેલા વ્યક્તિઓ.

સામાવાળા :- બાબુભાઈ ઉમરભાઈ જુનાણી , રૂખસાર બહેન બાબુભાઈ જુનાણી તેમજ મોરબી નગર પાલિકા ઉપ પ્રમુખ માનનીય શ્રી જયરાજ સીંહ,નગર પાલિકા સર્વેયર શ્રી જયદિપ ભાઇ સોરઠીયા, નગરપાલિકા ચીફ સાહેબના પી.એ શ્રી ધીરુભાઈ સુરેલીયા, નગર પાલિકા પવડી ખાતેના શ્રી હિતેષ ભાઈ રવેશીયા તેમજ વેપારી શ્રી રસીકલાલ.પ્રભુદાસ.મજેઠીયાની હાજરીમાં ચીફ ઓફિસર શ્રી દ્વારા અમારી તરફેણમાં નીર્ણય લેવામાં આવ્યો હતો.

શ્રી ચીફ ઓફિસર સાહેબે અમોને ઉપરોક્ત સૌની હાજરીમાં અમારા પ્રશ્નનો વીષે પુછતા અમોએ ખુબજ નમ્રતા સાથે અમારી અરજીમાં અનેક વખત જણાવેલ હકીકત અને સામાવાળાએ ખોટી ફરિયાદના આધારે અમારી બારી આગળ ચણેલી દિવાલની તેમજ નગર પાલિકા ની જગ્યા પર કરેલ ગેરકાયદે દબાણ બાબતે સાચી હકીકત બયાન કરી હતી.

ત્યાર બાદ ચીફ સાહેબે સામેવાળા ને પણ સાંભળ્યા હતાં.

જેમાં સામે વાળાએ પોતાના બચાવમાં બે બુનિયાદ અને પાયા વીહોણી ખોટી દલીલો રજૂ કરી હતી.બંને ને સાંભળ્યા બાદ ચીફ ઓફિસર શ્રી ગીરીશ ભાઈ સરૈયા ને અમારી ફરીયાદ સાચી છે અને સામાવાળાની તમામ દલીલો સદંતર ખોટી છે તેવુ જણાયુ હોય અમારી તરફેણમાં યોગ્ય નીર્ણય લઈ, સામાવાળાને નગર પાલિકા ની જગ્યા પરનુ તમામ દબાણ દુર કરી નવેરૂ ખુલ્લુ કરવવા  પવડી વિભાગના શ્રી હિતેષ ભાઈ રવેશીયાને આદેશ આપ્યો હતો. યોગ્ય ન્યાય માટે ખુબજ લાંબા સમય સુધી સંઘર્ષ કર્યા બાદ યોગ્ય ન્યાય મળવાથી અમારો ન્યાય પરથી ડગી ગયેલો વીશ્વાસ પુનઃ સ્થાપિત થયો હતો.ચીફ ઓફિસર સાહેબે નગર પાલિકાની જગ્યાનુ તેમજ આમારી બારી આગળ કરેલી દિવાલનુ અને એ સીવાય તમામ દબાણ દુર કરવા તેમજ નગર પાલિકા નવેરાની હદ પુરી થતી હોય ત્યાં દિવાલ કરી સામેવાળાનુ મુખ્ય હલણ જે આથમણી દિશામાં આવેલ રોડ પર છે, તે મુજબ કરી સામેવાળા દ્વારા નગર પાલિકાના નવેરામા ગેરકાયદે રીતે થતી અવરજવર કાયમી ધોરણે બંધ કરવાનો તત્કાલ આદેશ આપ્યો હતો અને, નગરપાલિકાના નવેરામાં સાદો દરવાજો નાખી દેવાનું સૂચન કર્ય હતું.    

આમ ચાર મહિના બાદ તા ૨૨/૧૨ /૨૦૨૧ ના રોજ અમો બંને પક્ષને રૂબરૂ બોલાવીને ઉપર જણાવેલ તમામ વ્યક્તિઓની હાજરીમાં, તમામ લોકોની શાક્ષીમા શ્રી ચીફ ઓફિસર દ્વારા સામેવાળાને નગર પાલિકાની જગ્યા પર કરેલ તમામ ગેરકાયદે દબાણ દુર કરવા આદેશ આપતા જણાવ્યું હતું કે, સામાવાળા જાતે સ્વખર્ચે તત્કાલ દબાણ દુર કરે અન્યથા નગર પાલિકા દ્વારા દબાણ દુર કરવામાં આવશે જેનો ખર્ચ દબાણ કર્તાને ભોગવવો પડશે એવુ સ્પષ્ટ જણાવ્યું હતુ.

પરંતુ સામાવાળાએ ચીફ ઓફિસરને વીનવણી કરી દસ દિવસનો વધારાનો સમય માગ્યો હતો, ચીફ ઓફિસર સાહેબે રહેમરાહે તેમને દસ દિવસનો વધારાનો સમય આપ્યો હતો. જેનુ લખાણ અમારી બંનેની તેમજ સાક્ષી વેપારી શ્રી રસીક લાલ પ્રભુદાસ મજેઠીયા ની સહી સાથે કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ તા 23/12/2021 ના રોજ કલેકટર કચેરી પર અમોને તેમજ ચીફ ઓફિસરને રૂબરૂ બોલાવ્યા હોય અમો કલેકટર કચેરીએ હાજર થાય હતા નગરપાલિકા વતી તેમના સર્વેયર જયદીપ ભાઈ હાજર રહ્યા હતા.

ત્યારે આપ શ્રી કલેક્ટર સાહેબે પણ જયદીપ ભાઈને દિવસ દસમા સામેવાળા દબાણ દૂર ન કરે તો નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાનો આદેશ આપ્યો હતો. તેજ દિવસે એટલે કે તા 23/10/2021 ના રોજ અમોને ચીફ ઓફિસર સાહેબે સામેવાળાને વધારાનો દસ દિવસનો સમય આપ્યો એ યોગ્ય લાગ્યું નહીં કારણ કે નગરપાલિકા દ્વારા સામેવાળાને તા-20/11/2021 ના રોજ આખરી નોટિસ આપવામાં આવી હતી ,જેમાં સ્પસ્ટ જણાવ્યું હતું કે દિવસ દસમા દબાણ દૂર કરવું અન્યથા લેન્ડ ગ્રેબિંગ એક્ટ ( પ્રોહિબિસન )- 2020 અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. સામેવાળાને આખરી નોટિશ મળ્યાને એક મહિનો થઈ જવા છતાં ના તો બેખોફ સામેવાળાએ દબાણ દૂર કર્યું ના નગરપાલિકાએ નોટિસ આપ્યા બાદ એક મહિનો વીતી જવા છતાં નોટિસમાં જણાવ્યા મુજબ કોઈ પગલાં લીધા હતા. એ સંદર્ભે અમોએ તા 23/12/2021 ના કલેકટર કચેરીમાં અરજી આપી હતી.

આ અંગે અમોને 24/12/221 ના રોજ એક ટેક્ષ મેસેજ પણ મળ્યો છે જેમાં લખ્યું છે કે, apni district swagat ni araji jaruri karyavahi mate sabandhit kacheri ne mokali aapel chhe .aa arjino ref. no.DS/2021/649 chhe cmo-gujarat

આમ તા/ 22/12/2021 ના રોજ આપેલ વધારાનો સમય તા 31/12/2021 ના રોજ પૂરો થઈ ગયો અને સામેવાળાએ  દબાણ દૂર કરવાને બદલે અમારા તેમજ ચીફ ઓફિસર વિરુધ્ધ કોર્ટ કેશ કરી નાખ્યો.     

સામાવાળાએ દસ દિવસ બાદ તેઓ જાતે સ્વખર્ચે દબાણ દુર કરશે એવુ જણાવી,  અમોને તેમજ ચીફ ઓફિસર સાહેબને વીશ્વાસમ લીધા હતા.

પરંતુ તા ૧/૧ /૨૦૨૨ ના રોજ વિશ્વાસઘાત કરી તેઓએ અમારી તેમજ ચીફ ઓફિસર વિરુધ્ધ  કોર્ટમા તદ્દન ખોટી ફરિયાદ દાખલ કરી દીધી છે.

અમારી વીરૂધ્ધ દાખલ કરેલી ફરિયાદનુ સમન્સ અમોને તારીખ ૧/૧/૨૦૨૨ ના રોજ સવારે મળ્યું છે.!

અને એ બાબતે અમોને તા ૨૭ /૨/૨૦૨૨ ના રોજ જવાબ આપવા જરૂરી પુરાવા સાથે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે, એ મુજબ અમોને તા ૨૭ /૨/૨૦૨૨ ના રોજ નીર્ધારીત સમય મુજબ સવારે ૧૦.૩૦ વાગ્યે જજ સાહેબ સમક્ષ તમામ પુરાવાઓ લઈને હાજર થઈ જવા જણાવવામાં આવ્યું છે.  

આપ કલેકટર સાહેબને અમો નમ્ર વિનંતી કરીએ છીએ કે, સામેવાળાએ અમારી વિરુધ્ધ કરેલ તમામ ખોટી ફરિયાદોના અમો સાચા પુરાવા સમેત સાચા જવાબ આપીશુ પણ એ પહેલાં આપ સાહેબ ને નમ્ર વીનંતી કરતા કહુ છું કે કુદરતી હવા ઉજાસ વીના અમો અકળાઈ ગયા છીએ.

અમારૂ તેમજ અમારા પરીવારનુ શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય કથડી રહ્યુ છે.

કુદરતી હવા ઉજાસના અભાવે અમારા સ્વાસ્થ્યને પહોંચી રહેલ હાની તેમજ સ્વાસ્થ્ય સંબંધી ગંભીરતાને ધ્યાને લઈ આપ સાહેબને વીનંતી કે સામાવાળા દ્વારા  ધાક ધમકી આપી બળજબરી પૂર્વક અમારી બારી આગળ ચણેલી ગેરકાયદે દિવાલ સુખાધિકારના કાયદા હેઠળ આવતી જોગવાઈ મુજબ તેમજ જમીન પચાવી પાડવા જેવા અપરાધ સામે ૨૦૨૦ સપ્ટેમ્બર લેન્ડ ગ્રેમ્બીંગ જે ભુમાફીયાનો કાયદો છે તે તળે કાર્યવાહી કરી તત્કાલ અમારી બંને બારી પાસે ઈંટોથી ચણેલી દિવાલ હટાવવા હુકમ કરો,અને અમોને આમરો સુખાધિકાર પરત અપાવો... સાહેબ અગર જો થોડા દિવસ સુરજ ન નીકળે તો પ્રાણી માત્ર અકળાઈ ઉઠે છે અને માણસનું શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય બગડી જાય છે તો જરા વિચારો અમારી શું સ્થિતિ હશે. છેલ્લા ચાર મહિનાથી અમો સામાવાલલાએ  બળજબરી પૂર્વક અમારી બારી પાસે ગેરકાયદે દિવાલ ચણી લેવા જેવા દુષ્ક્રુત્ય ને કારણે અમો કુદરતી હવા ઉજાસથી વંચીત થઈ ગયા છીએ, જેના કારણે અમારૂ તેમજ અમારા પરિવારનુ શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. અને હવે સામાવાળા એ કોર્ટમાં અમારા વીરૂધ્ધ ખોટી ફરિયાદ કરી કેશ દાખલ કર્યો હોય, અને એ બાબતે અમોને છેક તા ૨૭/૧/૨૦૨૨ ના રોજ હાજર થવાનું છે. તો એ હીસાબે અમોને એક મહીનો વધારે અંધારામાં રહેવાની નોબત ઉભી થઈ છે.!

અને કેસનો ચુકાદો આવતા કેટલો સમય થશે એ કોર્ટના ચુકાદા પર નીર્ભર છે. અમો નથી જાણતા ક્યારે અને શું ચુકાદો આવશે કોર્ટ સમગ્ર મામલાની તપાસ કરે  ત્યાં સુધી અમારે એટલો સમય વધુ કુદરતી હવા ઉજાસ જેવા સુખાધિકારથી વંચીત રહેવુ પડે તો આ સંજોગોમાં કુદરતી હવા ઉજાસ વીના અમારૂ માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય વધુ કથળી જાય એમ હોય

આપ સાહેબને હું ફરી વીનંતી કરૂ છું કે

અમારા સ્વાસ્થ્ય સંબંધી ગંભીરતાને ધ્યાને લેવામાં આવે કુદરતી હવા ઉજાસ રોકવો એ કોઈનો શ્વાસ રૂંધી નાખવા જેવો ગંભીર અપરાધ છે.

જે અપરાધ અમારા ઘરનો  હવા ઉજાસ બંધ કરીને સામાવાળાએ કરેલ છે.

આ કારણે અમારા પરિવાર પર થઈ, અને થનાર સ્વાસ્થ્ય સંબંધી બાબતની ગંભીરતાથી ને ધ્યાને લઈ આપ સાહેબ સુખાધિકાર કાયદા હેઠળ આવતી જોગવાઇ મુજબ તત્કાલ કાર્યવાહી કરી અમોને હવા ઉજાસ જેવો અમારો કાયમી સુખાધિકાર પરત અપાવો.

આ બાબત અંગે અમોએ પુરાવા ના બિડાણ સાથે અગાઉ કરેલી તમામ અરજી તપાસી તત્કાલ કાર્યવાહી કરી અમોને અમારો સુખાદીકાર અપાવવા આપ  સાહેબને નમ્ર વિનંતી.  

આ અંગે અમોને 24/12/221 ના રોજ એક ટેક્ષ મેસેજ પણ મળ્યો છે જેમાં લખ્યું છે

કે, apni district swagat ni araji jaruri karyavahi mate sabandhit kacheri ne mokali aapel chhe .aa arjino ref. no.DS/2021/649 chhe cmo-gujarat

જય ભારત

જય હિન્દ

વંદે માતરમ્...

અરજદાર :- પરેશ. મોહનલાલ. કતીરા

મોનં. ૯૪૨૬૯૯૮૬૭૩

મોનં. ૮૩૨૦૦૫૬૩૭૦


No comments:

Post a Comment