Sunday, 2 January 2022

અદાલતી કાર્યવાહી

નામદાર શ્રી જજ સાહેબ , જય ભારત સાથ જણાવવાનું કે ,

કોર્ટ ધ્વારા અમોને તારીખ ;૧/૧/૨૦૨૨ ના રોજ સમન્સ મળ્યું છે જેમાં અમારા વિરુધ કોર્ટમાં સામાવાળા દ્વારા જે કઈ પણ ફરિયાદ કરવામાં આવી છે તેનો જવાબ આપવા અમારે તા ૨૭/૧/૨૦૨૨ ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે હાજર રહેવા જણાવ્યું છે .

નામદાર કોટર્નો આદર કરી હું પરેશ.મોહનલાલ.કતીરા આજરોજ આપની સમક્ષ અમારા વિરુદ્ધ  સામાવાળાએ કરેલી ફરિયાદ તદન ખોટી અને પાયા વિહોણી છે તે સાબિત કરવા લેખિત પુરાવા સમેત તેમજ મૌખીખ આપ જે કઈ પણ સવાલ કરો તેના ઈશ્વરની તેમજ આપ જજ સાહેબની શાક્ષીમાં સામાવાળાએ અમારા વિરુદ્ધ કરેલી તદન ખોટી ફરિયાદના પુરવાર કરવા પુરાવા સમેત સાચા અને સચોટ જવાબ આપવા હાજર થયો છું.

પ્રથમતો હું આપ શ્રી જજ સાહેબને એ હકીકતથી વાકેફ કરું છું કે, અમારી વિરુદ્ધ કોર્ટમાં ખોટી ફરિયાદ દાખલ કરનાર સામાવાળા બાબુભાઈ ઉમરભાઈ જુનાણી તો માત્ર એક મહોરું છે, બાકી અમારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરાવવા પાછળ ભાબુભાઈ ઉમરભાઈ જૂનાણી ના પત્ની જમીલા બહેન બાબુભાઈ જુનાણી તેમજ બાબુભાઈ ઉમરભાઈ જુનાણી નાં દીકરી રૂખસાર બહેન બાબુભાઈ જુનાણી છે.

અમોને જુઠું બોલવું બિલકુલ પસંદ નાં હોય કોઈના પણ વિષે બિલકુલ જુઠ નહિ બોલીએ તેથી આપ શ્રી જજ સાહેબ સમક્ષ સત્ય હકીકત જણાવી રહ્યો છું કે બાબુભાઈ ખુદ નીર્ધોશ અને શાંત પ્રકૃતિના માણસ છે જેઓએ અમારી સાથે ક્યારેય કોઈ બાબતે જગડો કર્યો નથી. પરંતુ તેમના પત્ની જમીલા બહેન અને પુત્રી રૂખસાર બહેન ખુબજ તામસી અને જગડાળુ સ્વભાવના છે.   

બાબુ ભાઈ એ તેમના પત્ની અને દીકરીના દબાણને વશ થઈ અમારા પર કોર્ટ ફરિયાદ દાખલ કરી હોય એવું જણાય છે   

જેઓ છેલ્લાં છ વર્ષથી અમારા પડોશમાં રહેવા આવ્યા ત્યારથી નાની નાની બાબતે અમારી સાથે જગડાઓ કરી અને અમોને ત્રાસ આપી રહ્યા હતા. એ બંને નું અમારી સાથે જગડા કરવાનું અસલ કારણ આપ સાહેબને સામાવાળાએ અમારા વિરુદ્ધ કોર્ટમાં કરેલી ખોટી ફરિયાદના અમો સાચા જવાબ પુરાવા સમેત આપીને પછી છેલ્લે જણાવીશું, યા તો આપ ખુદ સમજી જશો.        

સામાવાળાએ અમારા વિરુદ્ધ કોર્ટમાં દાખલ કરેલ કેસ બાબતે આપ સાહેબને હકીકત જણાવું તો ફરિયાદી એવા ભ્રમમાં છે કે તેઓ અમારા વિરુદ્ધ પોતાની મરજી મુજબ જે કઈ પણ ખોટી ફરિયાદ કરશે તેને નામદાર જજ સાહેબ સાચીજ માની લેશે અને તેમના પક્ષમાં ફેસલો સુણાવશે.  

સામાવાળા એવા પણ ભ્રમમાં છે કે તેઓ સ્ત્રી વર્ગ ને આગળ કરી અમારા વિરુદ્ધ છેડતી જેવી નીમ્ન્ન કક્ષાની ફરિયાદ કરી છે આ કેશ પાછળ જેમનો હાથ છે તેવા વાદી ના દીકરી પોતે સ્ત્રી હોવાનો ફાયદો આસાનીથી ઉઠાવી શકશે. અને આપ સાહેબા એમની  ખોટી ફરિયાદના આધારે અમોને કુસુરવાર ઠેરાવશો સામાવાળા એવા ભ્રમમાં પણ છે . 

સામાવાળા એ ભૂલી ગયા છે કે હવે કોર્ટમાં સ્ત્રી પુરુષ બંનેને બરાબર સાંભળવામાં આવે છે .

નામદાર જજ સાહેબ હું કોર્ટના આદેશનો આદર સહ સ્વીકાર કરું છું. 

અને અમોને આપ શ્રી નામદાર પર પૂરો વિશ્વાસ છે કે આપ સાહેબ સામાવાળાએ અમારા વિરુદ્ધ કરેલ ખોટી ફરિયાદ સામે નામદાર જજ સાહેબના આદેશ મુજબ, આપ સાહેબ અને ઈશ્વરની શાક્ષીએ જરૂર પડે તો આપ સાહેબની સામે કોર્ટમાં પણ સત્ય રજુ કરવાની સંપૂર્ણ તૈયારી સાથે અમોએ પુરાવા સહીત લેખિતમાં આપેલ જવાબ ને ધ્યાને લઇ આ કેસની સંપૂર્ણ, સાચી અને પૂરે પૂરી હકીકત જાણ્યા પછી સત્યના પક્ષમાં તત્કાલ ફેસલો સંભળાવશો .

માનનીય શ્રી જજ સાહેબ સામાવાળાએ અમારા વિરુદ્ધ કરેલી તમામ ફરિયાદ બે બુનિયાદ અને પાયા વિહોણી છે.

જજ સાહેબ મારો એક દોસ્ત હતો તેણે અનંત અનુભવના આધારે કહ્યું હતું કે.

ખોટી વ્યક્તિ તુરંત વ્યક્ત થઇ જાય છે જ્યારે સાચી વ્યક્તિને પોતે સાચી છે એવું સાબિત કરવા ખુબજ સંઘર્ષ કરવો પડે છે.

જે સંઘર્ષ હું સતત ચાર મહિનાથી કરી રહ્યો છું.

સામેવાળાએ જ્યારથી અમારો સુખાધીકાર છીનવ્યો છે ત્યાર થી અમો ખુબ પરેશાન રહ્યા છીએ અમારો નાનો એવો કારોબાર પણ અસ્તવ્યસ્ત થઇ ગયો છે અને શારીરિક માનસિક તેમજ આર્થિક રીતે અમોને ખુબજ નુકશાન થયું છે !

આપ નામદાર જજ સાહેબને હું વિનતી કરીશ કે જો અમો આ કેશમાં સાચા ઠરીએ તો , શારીરિક કે માનસિક નુકશાનની તો કોઈ ભરપાઈ નહિ કરી શકે મગર અમોને સામાવાળા તરફથી અત્યાર સુધી થયેલ આર્થિક નુકશાનની ભરપાઈ કરાવી આપે.  

કદાચ હવે આપ સાહેબના ન્યાય પછી અમોને છેલ્લાં ચાર મહિનાથી ચાલતા માનસિક તેમજ શારીરિક સંઘર્ષમાંથી મુક્તિ મળશે એવો અમારો વિશ્વાસ છે .

હવે આપ સમક્ષ હું જે વાત રજુ કરી રહ્યો છું તે વાત પર આપ વિચાર કરશો તો તુરંત સમજાઈ જશે કે સામેવાળા નખશિખ ખોટા બોલા છે .

જજ સાહેબ પોઈન્ટ બી નૉટેડ

તેઓએ કરેલી ફરિયાદમાં તેમણે પાનાં નં. 1 માં પોતાની ઓળખમાં ધર્મે “ખોજા” છે એવું જણાવ્યું છે,

જ્યારે તેમના દસ્તાવેજમાં તેઓએ પાના નં. 2 માં ધર્મે “હિંધુ” હોવાનું જણાવ્યું છે.

અમો જાણીએ છીએ ત્યાં સુધી તેઓ તેઓ ધરને “મેમણ” છે ! મને એ નથી સમજાતું સાહેબ કે આવું જુઠ લખવા પાછળ તેમનો શો બદઈરાદો હશે ? પણ આપ સાહેબ કદાચ સમજી જશો.

ખૈર .... હવે આપ નામદાર સમક્ષ હું સામેવાળાએ અમારી વિરુદ્ધ કરેલી ખોટી ફરિયાદના સાચા પુરાવા આપી રહ્યો છું . અને સામાવાળાએ જે ફરિયાદ કરી છે તે કેટલી ખોટી અને પાયા વિહોણી છે તે તેમનાજ લખાણમાંથી તારવીને હું આપ સાહેબ સમક્ષ મૂકી રહ્યો છું. જેથી આપ સાહેબને પણ ન્યાય કરવામાં ખુબજ  સરળતા રહે.        

પારા નંબર ૩/૪ /૦૨ માં તેઓ એવું જણાવે છે કે ( અમો અમારી રહેણાંકની જગ્યાનો કોમર્સિયલ ઉપયોગ કરી રહ્યા છીએ.તે કાયદા વિરુદ્ધનું ક્ર્ત્યા છે ) તો આપ સાહેબને માલુમ થાય કે અમો અમારી જગ્યા પર ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ જેનું નગરપાલિકા દ્વારા મળેલું પ્રમાણ પત્ર પણ અમો ધરાવીએ છીએ.

પારા નંબર ૪/૦૨ માં તેઓ જણાવે છે કે ( તેઓએ અમારા મકાન તરફની દિવાલમાં મુકેલ દરવાજાની સાઈઝની બારીઓના કારણે ધુમાડો અમો વાદીના ઘરમાં પ્રવેશી રહ્યો હતો. અને અમો વાદીને શારીરિક અને માનસિક રીતે નુકસાન થઇ રહ્યું હતું  તેમના ઘરમાં પ્રવેશી રહ્યો હતો તેથી તેઓને શારીરિક અને માનસિક નુકશાન થઇ રહેલ  હતું જેથી અમો વાદીએ સરહદું બંને બારી બંધ કરી નાખેલ છે.)  

જજ સાહેબ સામાવાળાનો આ આરોપ તદ્દન ખોટો છે. તેની સાબિતી તે ખુદજ આપી રહ્યા છે.

અહી મારા ભાઇબંધે વર્ષો પહેલા અનંત અનુભવના આધારે કહેલી બીજી એક વાત કહી રહ્યો છું.

તે કહેતો કે હું સાચું બોલીને સુઈ ગયો તે ખોટું બોલીને જાગે છે .

અર્થાત જજ સાહેબ એ લોકો જુઠ બોલતા હોય એમને યાદ નથી રહેતું કે તેઓ ક્યારે શું બોલ્યા હતા,

વાતે વાતે જુઠ બોલતા હોય બારી બંધ કરવાનું સાચું કારણ સાવ અલગજ હોય તેઓ ખુદ ખુબ ભૂલો કરે છે.

પારા નંબર ૩/૦૨માં તેઓ કહે છે કે ( દરવાજાની સાઈઝની બારીઓના કારણે ધુમાડો તેમના ઘરમાં પ્રવેશી રહ્યો હતો તેથી તેઓને શારીરિક અને માનસિક નુકશાન થઇ રહ્યું હતું તેથી તેઓએ અમારી બારી બંધ કરી નાખેલ છે.) તો આપ નામદાર જજ સાહેબને માલુમ થાય કે અમો અમારા ઘરની ઉપર બીજા માળે ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છીએ ) જ્યારે તેઓએ નીચે આવેલી બારીઓ બંધ કરી છે.! જે એના મકાન તરફ નથી. બલ્કે નીચે આવેલી બારી પાછળ નગરપાલિકાનું નાવેરું આવેલું છે જેનો સામાવાળા ગેરકાયદેસર હલણ તરીકે ઉપયોગ કરે છે   

પોઈન્ટ બી નોટેડ.

જજ સાહેબ અમો ખુબ નાનો વેપાર કરીએ છીએ અને અમારું કોઈ કામ એવું નથી કે જેમાં નુકસાન કારક ધુમાડો થાય કે નાં તો કોઈ એવી મશીનરી છે કે જેના લીધે કોઈને પણ કોઈ પણ પ્રકારની હાની કે પરેશાની થાય, આ બાબતે અમોએ રજુ કરેલ જવાબ અંગે અગર જો શંકા હોય તો આપ સાહેબ અધિકારી દ્વારા સ્થળ પર ખરાઈ માટે તપાસ કરાવી શકો છો.    

તેઓ તદન ખોટી અને પાયા વિહોણી ફરિયાદ કરી રહ્યા છે તેનો પુરાવો પારા નંબર ૪/ ૦૩માં મળે છે.

પારા નંબર ૪/૦૩ તેઓ એવું જણાવે છે કે (અમો બહાર ગામ ગયા હોય, અમો વાદીની સંમતી વિના

( એ જાન્યુઆરી ૨૦૨૧ ) અમો વાદીના મકાન તરફ મસમોટી બારીઓ બનાવી નાખેલ હતી અમો બહાર ગામથી આવતા અને તેની અમો વાદીને જાણ થતા આ કામના પ્રતી વાદી નં ૧ ને બારી બંધ કરવાનું જણાવતા અમો વાદી ને કોઈ દાદ આપેલ નહીં )

પોઈન્ટ બી નોટેડ  

નામદાર જજ સાહેબને જણાવવાનું કે સાહેબ અમોએ આ ઘર ૧૧/૮/૨૦૧૦ માં લીધું હતું જૂનું મકાન હોય અમોએ તુરંત રીનોવેશન કરવાનું શરુ કર્યું હતું ( આ બાબતનો ખુલાસો મેં નગરપાલિકાને એક અરજીમાં પણ કર્યો છે ) એ દરમિયાન હાલ જે મકાનમાં બાબુભાઈ મેમણ રહે છે તે મકાનમાં સ્વ. ગંગારામ ભાઈ સીન્ધીના વારસદારો રહેતા હતા. જેતે સમયમાં અમોએ કોઈ નીજી સ્વાર્થ કારણે બારીમાં ફેરફાર નથી કર્યો બલ્કે ભવિષ્યમાં પાડોશીને કે અમોને કોઈ તકલીફ ના પડે એવા શુભ આશયથી બારીમાં ફેરફાર કર્યો હતો. અમારા ઘરમાં દસ્તાવેજ મુજબ બંને રૂમમાં બે બે બારી હતી, જેમાં જમણી બાજુ આવેલા રૂમની જમણી બાજુની બારી સીધી સામેવાળા ના ઘરમાં પડતી હોય,

તે સમયે ત્યાં રહેતા સ્વ જેરામભાઈના પત્ની દેવી બહેને અમોને કહ્યું હતું કે તમે ઘરનું રીનોવેશન કરાવીજ રહ્યા છો તો આ બે બારી છે જેમાંની એક બારી અમારા ઘર સામે પડે છે તો તમે બે નાની નાની બારી કઢાવી વચ્ચે એક મોટી બારી મુકાવી દ્યો તો ભવિષ્યમાં આપણને બેઉને કોઈ તકલીફ ના પડે અમોને પણ એવું જણાતું હતું કે એમના ઘર સામે પડતી બારી ના કારણે ભવિષ્યમાં તકલીફ પડે એના કરતા સારું છે કે રીનોવેશન ચાલે છે તો બારી વચ્ચે મુકાવી દઈએ આમ અમોએ તા ૧૧/૮/૨૦૧૦  ઘર લીધા બાદ રીનોવેશન દરમ્યાન તા ૧૧/૯/૨૦૧૦ ના રોજ બે બે નાની બારી હતી. જેનું માપ

અઢી સાડા ચાર હતું તે બારી હટાવી વચ્ચે સાડાચાર સવા છ ની સાઈઝની  બને રૂમમાં એક એક 

મોટી બારી કરાવેલી છે.

પોઈન્ટ બી નોટેડ  

સામે વાળાએ પારા નંબર ૩/૪/૦૨ માં તેમજ પારા નંબર ૪/ ૦૩ બારી બંધ કરવાના તદન ખોટા તેમજ  બે અલગ અલગ કારણો જણાવેલા છે આ પરથી સાબિત થાય છે કે અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરનાર તેઓએ અમારા વિરુદ્ધ કરેલી ખોટી ફરિયાદ જેટલાજ  ખોટા છે.

માનનીય જજ સાહેબ પોતાને સાચા સાબિત કરવા ખોટા હવાતિયા મારતા સામેવાળાએ પારા નંબર ૪/૦૩ અમારા સાડા સતર વર્ષના નિર્દોષ બાળક પર પણ બે શર્મી પૂર્વક તદન છીછરો અને ખોટો આરોપ મુક્યો છે. તેઓની આ ગંદી હરકતને ધ્યાને લેવા નમ્ર વિનતી કેમકે તેઓની આ બે શર્મી પૂર્વકની  ગંદી હરકત અમારા બાળકના ભવિષ્ય પર ગંભીર અસર કરી શકે છે.

ફરિયાદી પોતાની અપરણિત પ્રોઢ દીકરીને આગળ કરી અમારા સંતાન પર તદન ખોટા આરોપ મૂકી રહ્યા છે. ફરિયાદીના સ્ત્રી વર્ગે તા ૭ /૧૦/૨૦૨૧ ના રોજ સવારે ખુબ ગાલીગલોચ અને ધમકીઓ આપ્યા બાદ તેઓએ ૧૦૦ પર ફોન કરી પોલોસ પણ બોલાવી હતી અને તે સમયે પણ તેઓએ છેડતી કર્યાની ખોટી ફરિયાદ કરી હતી પરંતુ ફરજ પરના અધિકારી સામેવાળાની ફરિયાદ ખોટી છે એવું સમજી ગયા હોય, તેઓએ ૧૫૧ મુજબ અમારી સામે અટકાયતી પગલા લઇ અમોને વગર વાંકે સામેવાળાની  ખોટી ફરિયાદના આધારે ૧૭ કલાક લોકપમાં રાખ્યા હતા.

અમોને વગર વાંકે ૧૭ કલાક લોકપમાં રહેવું પડ્યું હતું. અમારા  જીવનમાં આવી ઘટના પહેલી વાર બની હોય અમો હતપ્રધ થઇ ગયા હતા અને અમોને કાયદાની કોઈ જાણકારી ન હોય અમો કઈ કરી શક્યા નહોતા. 

જજ સાહેબ આવા અભદ્ર અને છેડતી જેવા તદન ખોટા આરોપને કારણે અમારા નિર્દોષ બાળકના માનસ પર અવળી અસર પડી શકે છે, અને ભવિષ્યમાં તેની કારકિર્દી પર પણ ખરાબ અસર પડી શકે છે માટે,  માનનીય જજ સાહેબ હું આપશ્રીને નમ્ર વિનતી કરતા કહું છું કે,

અમારા નિર્દોષ સંતાન ના માનસ પર તેમજ ભવિષ્ય પર થનાર ખોટી અસરથી બચવા એ લોકો અમોને અમારા સંતાન પર મુકેલા તમામ આરોપ ખોટા છે એવો ઈકરાર અને માફી પત્ર લેખિતમાં આપે એવો અદાલત સામેવાળાને  હુકમ કરે.   

અમો સામાવાળા વિરુદ્ધ માનહાનીનો દાવો કરીએ છીએ.

જજ સાહેબ પોન્ટ બી નોટેડ

પારા નંબર ૪/૦૩ માં ફરિયાદી દ્વારા અમારી બારી બંધ કરવાનું ત્રીજું કારણ જણાવવામાં આવ્યું છે.

પારા નંબર ૪/૦૩ તેઓ એવું જણાવે છે કે, અમો વાદી એ અમારા પરિવારને પહોચી રહેલ નુકસાની અને છેડતીથી ના પ્રશ્નીના કારણે કંટાળી જઈ સરહદું બારી બંધ કરેલ છે.

માનનીય જજ સાહેબ જુઠ બોલવાની પણ એક હદ હોય પણ આ લોકો બે ખોફ અને બડી બે શર્મી સાથે જુઠ પર જુઠ બોલી રહ્યા છે. ચાહીએ તો અમો પણ અમારા બચાવમાં એ લોકોની માફકજ એમની વિરુદ્ધ  એના જેવાજ ગંદા અને નિમ્ન કક્ષાના આરોપ મૂકી શકીએ અમો પણ એમ કહી શકીએ કે ફરિયાદીની અપરણિત પ્રોઢ દીકરી અમારા કિશોર વયના સંતાનને ફસાવવા ઇશારા કરે છે અને ચેન ચાળા કરે છે. એવો ખોટો આરોપ અમો પણ મૂકી શકીએ 

પણ સાહેબ મારો ભાઈબંધ કેતો કે “સજ્જન ના છોડે તેની સજ્જનતા દુર્જનના છોડે દુરાચાર”

અમો અમારી સજ્જનતા વિરુદ્ધ કોઈ કાળે આટલો નિમ્ન કક્ષાનો વિચાર પણ ના કરીએ.

પાર નંબર ૪/૦૪ માં સામાવાળા જણાવે છે કે અમોએ પ્રતિવાદી નં.2 ચીફ ઓફિસર મોરબી નગર પાલિકાને સદર વાદ ગ્રસ્ત બારીઓ ખુલ્લી કરવા અરજી કરેલી હતી, જેના અનુસંધાને આ કામના પ્રતિવાદી નં. 2 ના એ અમો વાદીને નોટિસ આપેલી હતી , જેથી અમો વાડીએ તેનો યોગ્ય ખુલાસો લેખિતમાં કરેલો હોવા છતાં , આ કામના પ્રતિ વાદી નં. 1 નાએ પોતાની વગનોઉપિયોગ કરી આ કામના પ્રતિ વાદી નં. 2 ના સાથે સાંઠગાંઠ કરી ફેર તા. 20/11/2021 રોજ દબાણ દૂરકરવા નહિતર અમો વાદી વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ (પ્રોહીબિશન) -2020 અન્વયે કાર્યવાહી કરવાની ધમકી આપતી નોટિશ પાઠવવામા આવી હતી જેથી અમો વાદી ડરી ગયેલા અને આ કામના પ્રતિવાદી નં.1 તથા પ્રતિવાદી નં. 2 ની ઓફિસે જતાં આ કામના પ્રતિવાદી નં.1 તથા 2 ના એ દબાણ કરી અમારી પાસે કોઈ કોરા કાગળમાં સહીઓ કરાવી લીધેલ હતી. તેમાં પાછળથી શું લખી નાંખશે તેની અમો વાદીને જાણ નથી. અને આ કામના પ્રતિવાદી નં.1 તથા 2 નાએ અમો વાડીને ધમકી આપેલ હતી કે , “ દિવસ દસમા બારીઓ ખુલ્લી કરી નાખજે નહોઇટર જેલ બેગો કરી દઇશ “ જેથી આ દાવો નામદાર કોર્ટમાં દાખલ કારવાનર કારણ ઉત્પન થયેલ છે .

નામદાર જજ સાહેબ સામાવાળા કદાચ એવું સમજે છે કે કોર્ટ એટલે કોઈના પણ વિરુદ્ધ કોઈ પણ વિષે મનફાવે તેમ કોઈના પણ વિષે ગમે તેમ લખવા બોલવાની જાહેર જગ્યા

સમજતા હોય એવું લાગે છે, અમોએ પહેલાજ કહ્યું ને કે સામવાળા એવા ભ્રમમાં છે કે તેઓ અમારા કે કોઈ પણ વિરુદ્ધ પોતાની મરજી મુજબ જે કઈ પણ ખોટી ફરિયાદ કરશે તેને નામદાર જજ સાહેબ સાચીજ માની લેશે અને તેમના પક્ષમાં ફેસલો સુણાવશે.

પાર નં. 4/04 માં સામાવાળે આપ સમક્ષ રજૂ કરેલ તમામ વાત વાહિયાત અને તદન જૂઠી છે ,   સામેવાળા દ્વારા અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા પાછળ નો એમનો બદ ઈરાદો માત્ર ને માત્ર નગરપાલિકાની જગ્યા પર પોતાનો કાયમી કબ્જો કરવાનો છે.

જેના માટે તેઓ અમોને અવાર નવાર ત્રાસ આપી રહ્યા હતા. તેઓનો બદ ઈરાદો એવો હતો કે તેમના ત્રાસથી કંટાળી અમો અમારું મકાન વહેચી બીજે રહેવા જતા રહીએ યા તો એમના ત્રાસ અને ધમકીઓથી ડરીને અમો અમારી બારી કાયમી ધોરણે બંધ કરી નાખીએ.

પણ અમો શાંત પ્રકૃતિના તેમજ કોઈ સાથે ખોટો જગડો ન કરવામાં માનનારા હોય , જયારે જ્યારે

એ લોકો દ્વારા જગડો કરવાનો પ્રયાસ કરવામાં આવતો અમો અમારી બારી બંધ કરી નાખતા હતા.

આ બાબતે એકાદ વર્ષ પહેલા સામાવાળાએ કોઈ માથા ભારે તત્વોને પણ અમારા ઘરે અમોને રૂબરૂ ધમકી આપવા મોકલ્યા હતા . અને એ માથા ભારે તત્વો એ સમયે અમોને અમારી બારી કાયમી બંધ કરવા ધમકી આપી હતી અન્યથા તેઓ બારી પાસે સજ્જડ પાટિયા મારી દેશે એવી ખુલ્લી ધમકી આપી હતી. અમો ત્યારે ડરી ગયા હોય એ લોકોને કહ્યું હતું કે તમે બારી પર પાટિયા ના મારશો અમે મારી બંધ રાખીશું.

આમ અવાર નવાર જગડા ઓ કરવા ધમકીઓ આપવી ખોટી પોલીસ ફરિયાદ કરવી એ એમની ફિતરત રહી છે. અમો શાંત પ્રકૃતિના હોય શાંતિ ઈચ્છતા હોય હમેશા વિપરીત સંજોગે બારી બંધ કરી દેતા હતા.       

પરંતુ તા ૭ /૧૦/૨૦૨૧ ગુરુવારના રોજ અમારી દિવાલમાં અમોએ નાખેલ એસી કમ્રેસરની નળી તૂટી ગઈ હોવાથી, એસીનું પાણી નવેરામાં પડતા રૂખસાર બહેને આ બાબતને મોટું સવરૂપ આપી અમોને ખુબ ગંદી ગાલીગલોચ કરી અમોને  ધમકાવ્યા હતા, અને ત્યાર્ બાદ  તેમના કોઈ સબંધી સ્ત્રીને ફોન કરી બોલાવ્યા હતા જેઓએ પણ અમોને ખુબ ગાળો આપી હતી અને બહાર નીકળશો તો ટાંટિયા તોડી નાખશું  જીવતા નહિ છોડીએ એવી ધાક ધમકી આપી અમારી બંધ બારીને જોરજોરથી તુટી જાય એ હદે ખખડાવી અમોને ભયંકર રીતે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. જે હકીકત છે એ સાબિત કરતા પુરાવા એ સમયે ઉતારેલ ઓડિયો તેમજ  વિડીયો રૂપે અમારી પાસે છે. જે જોઈ સાંભળી આપ સત્ય હકીકતથી વાકેફ થશો અને સામેવાળા બિલકુલ ખોટા છે એ વાતથી પણ વાકેફ થશો. 

તા ૭ /૧૦/૨૦૨૧ ના રોજ સવારે ખુબ ગાલીગલોચ અને ધમકીઓ આપ્યા બાદ તેઓએ ૧૦૦ પર ફોન કરી પોલોસ પણ બોલાવી હતી અને તે સમયે પણ તેઓએ છેડતી કર્યાની ખોટી ફરિયાદ કરી હતી પરંતુ ફરજ પરના અધિકારી સામેવાળાની ફરિયાદ ખોટી છે એવું સમજી ગયા હોય, તેઓએ ૧૫૧ મુજબ અમારી સામે અટકાયતી પગલા લઇ અમોને વગર વાંકે સામેવાળાની  ખોટી ફરિયાદના આધારે ૧૭ કલાક લોકપમાં રાખવામાં આવ્યા હતા . અમોને વગર વાંકે ૧૭ કલાક લોકપમાં રહેવું પડ્યું હતું. અમારા  જીવનમાં આવી ઘટના પહેલીવાર બની હોય અમો હતપ્રધ થઇ ગયા હતા અને અમોને કાયદાની કોઈ જાણકારી ન હોય અમો કઈ કરી શક્યા નહોતા.  

આ બાબતે અમો સામાવાળા વિરુદ્ધ માનહાનીનો દાવો કરીએ છીએ.

જજ સાહેબ આ બાબતની ખાસ નોધ લેશોજી

હકીકતે તો અમારે અમારી દિવાલમાં નાખેલ એસી કમ્રેસરની નળી રીપેર કરવા કે કોઈ સંજોગે સર્વિસ કરાવવાની થતી હોય સામાવાળાની રજા લેવાની હોયજ નહીં. કેમકે એ જગ્યા પર કોઈનો એકાધિકાર નથી.

એ નગરપાલિકાની રાવડી નહેર છે જે હવા ઉજાર તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની જગ્યા છે જે ખુલ્લીજ હોય, હોવી જોઈએ પરંતુ સામાવાળાએ તેના પર એકાધિકાર જમાવવાના બદ ઈરાદે ગેરકાયદેસર રીતે નવેરામાં દરવાજા નાખી દીધા છે જેનો એક દરવાજો અમારી દિવાલમાં છે અને નવેરા ઉપર માળિયું કર્યું છે તેનો એક ભાગ પણ અમારી દિવાલમાં છે.

જે ગેરકાયદેસર હોય તેઓને દરવાજો તેમજ માળિયું તત્કાલ દૂર કરે એવો આપ સાહેબ હુકમ કરશોજી

તે ઉપરાંત તેઓએ જ્યારે મકાન ખરીદ્યું ત્યારે રીનોવેશન દરમ્યાન પાણીની લાઈન અમારી દિવાલમાં નાખવા અમોને પૂછ્યું હતું . અમોએ સારા પાડોશી છે એમ જાણી અને અમારી દિવાલમાં પાણીની લાઈન નાખે તો કોઈ વાંધો નથી એમ કહી એમને અમારી દિવાલમાં પાણીની લાઈન નાખવા દીધી હતી. આ બાબત એ વાતની સાબિતી છે કે અમો પાડોશી ધર્મ નિભાવવામાં માનનારા છીએ ,

પરંતુ સામે વાળા પાડોશી ધર્મને સમજી શક્યા નથી .

તા, ૨૫/૭/૨૦૨૦ ના રોજ સામેવાળાએ તેમના કોઈ સબંધી પોલીસ અધિકારી ધ્વારા અમોને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે અધિકારીને અમે હકીકતથી વાકેફ કરતા તેઓએ કબુલ્યું હતું કે ભાઈ અમારા સબધોને કારણે મજબુરીમાં મારે આવવું પડ્યું છે . બાકી તમે સાચા છો તો ચિંતા ના કરો અને વધુ પડતી હેરાન ગતિ કરતા હોય તો તેમના પર કોર્ટ કેસ કરો.   

આમ સામાવાળા અમોને અવાર નવાર ત્રાસ આપતા હોય અમોએ આ બાબતે વકીલનો સંપર્ક કરતા તેઓએ અમારા દસ્તાવેજને તપાસી સીટી સર્વે નકશો અમોને કાઢી આપ્યો હતો, ( જે પુરાવા રૂપે બીડાણ કર્યો છે ) ત્યારે જાણવા મળ્યું કે જે જગ્યાનો સામવાળા હલણ તરીકે ઉપયોગ કરે છે તેના પર તેની કે અમારી કોઈજ માલિકી નથી બલ્કે તે જગ્યા નગરપાલીકાની છે જે માત્ર હવા ઉજાસ અને વરસાદી પાણીના નિકાલ માટેની રાવડી નહેર છે.

વકીલ સાહેબે પણ અમોને કહ્યું હતું કે જો સામેવાળા વધુ પરેશાન કરે તો કોર્ટ કેસ કરજો . 

સામે વાળા અવાર નવાર જે જગ્યા પોતાનો માલિકીની છે તેવો દાવો કરી અમોને ધમકાવી રહ્યા છે તે   જગ્યા ખરેખર નગરપાલિકાની છે એ અમો છેલ્લાં ત્રણ વર્ષથી જાણતા હોવા છતાં. અમોએ એમની વિરુદ્ધ ફરિયાદ નથી કરી એજ વાત સાબિત કરે છે કે અમો સામેવાળાને પરેશાન કરવા ઈચ્છતા નહોતા.

અમારી આ ભલમનસાઈનો અને પોતાને સ્ત્રી હોવાથી કોર્ટમાંખોટી ફરિયાદ કરશે તો પણ દાદ મળશે એવું વિચારી એ લોકોએ અમારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી અમારી માણસાઈ અને પોતે સ્ત્રી હોવાનો દુરુઉપીયોગ કર્યો છે.

જજ સાહેબ  જીવનમાં બનતી સારી માઠી ઘટનાની નોંધ કરવી એ અમારી રૂચી હોય અમોએ  જયારે જ્યારે સામેવાળાએ પરેશાન કર્યા છે તે એક કાગળમાં નોધેલું છે, પુરાવા રૂપે એ કાગળ હું આ સાથે મુકું છું. અમો નહોતા જાણતા કે અમારી આ રૂચી અમોને ક્યારેક પુરાવા તરીકે કામ લાગશે,

પરંતુ ઈશ્વર ખુબ દયાળુ છે જે સાચા લોકોને હમેશા શુક્ષ્મ રીતે સહાય કરે છે.

સામેવાળાએ અમારી વિરુદ્ધ કરેલી ખોટી ફરિયાદ ખરેખર પાયા વિહોણી છે અને પોતે આજ સુધી અમારી પર ગુજારેલ ત્રાસ અને ધાકધમકીઓ પર પરદો પાડવા તેઓ પોતાનો  લૂલો બચાવ કરી રહ્યા છે  અગાઉ બોલેલા અનેક જુઠ  છુપાવવા તેઓ ફરી અનેક જુઠ બોલે છે.

તા ૭/૧૦/૨૦૨૧ ગુરુવારના  ના રોજ સવારે જગાડો કરી સામેવાળાએ અમારી વિરુદ્ધ કરેલ ખોટી ફરિયાદ બાદ તા / ૯/૧૦/૨૦૨૧ શનિવારના રોજ સામેવાળાએ અમારી બારી પાસે બળજબરી પૂર્વક અમારો કાયદેસરનો સુખાધીકાર છીનવી લેવાના બદ ઈરાદે દીવાલ ચણવાનું શરુ કર્યું ,

ખુબ ચતુરાઈ પૂર્વક તેઓએ ગેરકાયદેસર કૃત્ય કરવા શનિવાર પસંદ કર્યો.

જેથી કોર્ટ કચેરી બંધ હોય, અમે લોકો તેમનું કામ અટકાવી શકીએ નહીં એવા મલીન ઈરાદા સાથે તેઓએ શનિવારે ગેરકાયદેસર રીતે દીવાલ ચણવાનું ચાલુ કર્યું. તેમ કરતા રોકવા જતા ફરી તેઓએ અમોને ધમકીઓ આપી. શનિવાર હોય અમોને કોઈ વકીલ મળ્યું નહીં જેથી અમો તેઓને ગેરકાયદેસર દબાણ કરતા રોકી શક્યા નહિ, પરંતુ અમોએ ૧૦૦ નંબર પર ફોન કરી પોલોસ ફરિયાદ કરી હતી .

અને બારી પાસે ગેરકાયદેસર દબાણ અટકાવવા લેખિતમાં રજૂઆત કરેલી . 

જે સબબ એમની સામે પણ અટકાયતી પગલા લેવામાં આવ્યા પણ ગેરકાયદેસર ચણતર થતું અટકાવવામાં આવ્યું નહિ ,

આ બાબતે અમોએ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ કરી હતી.

અને બારી આગળ થતું દબાણ અટકાવવા જણાવ્યું હતું પરંતુ અધિકારીનું કહેવું એમ હતું કે આ બાબત માટે તમારે નગરપાલિકામ ફરિયાદ કરવી જોઈએ .

અમો એ કાર્યવાહી કરીએ એ દરમ્યાન સામાવાળાએ અમારો સુખાધીકાર છીનવી લીધો અને અમારી બારી પાસે સજ્જડ દીવાલ ચણી અમારા ઘરમાં અંધારા કરવાનો અપરાધ કર્યો .

મારી અપ સાહેબને નમ્ર અરજ છે કે સામાવાળા સામે હાલ ૨૦૨૦ સપ્ટેમ્બરમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીસન જે ભૂ માફિયાનો કાયદો છે તે તળે સત્વરે પગલા લઇ સરકારી જમીન પર ગેર કાયદેસર બાંધકામ કર્યું હોય અને અમારો સુખાધીકાર છીનવી લીધો હોય, લેન્ડ ગ્રેબિંગ કાયદા તળે સત્વરે કાર્યવાહી કરવા નિમેલ ટીમને હુકમ કરે. 

તા/ ૧૧/૧૦/૨૦૨૧ ના રોજ આ બાબતે અમોએ મોરબી સીટી એ-ડીવીઝન પોલીશ સ્ટેશન,  મોરબી નગરપાલિકા , મોરબી  મામલતદાર કચેરી તેમજ મોરબી કલેકટર કચેરીમાં  અરજીઓ કરી હતી.

જેની જેરોક્ષ પુરાવા રૂપે હું આપ સમક્ષ રજુ કરી રહ્યો છું. જરૂર પડ્યે ખરાઈ કરવા ઓરીજીનલ પુરાવા પણ હું રજુ કરીશ.

આમ તા- ૧૪/૧૦/૨૦૨૧ ના રોજ મોરબી અમો નગર પાલિકા ચીફસરને રૂબરૂ મળી રજૂઆત કરતા

હકીકત જણાવી હતી ત્યારે ચીફ ઓફિસર સાહેબે કહ્યું હતું કે પરેશભાઈ ચિંતા ના કરો અમે પણ જોઈ જાણી લીધું છે અમોને ખબર છે કે નવેરું નગરપાલિકાનુંજ છે . અમે તેમને નોટીશ આપી દઈએ છીએ ત્રણ દિવસ માં એ લોકો દબાણ દૂર નહિ કરે તો નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરાવી તમારી બારી પણ ખુલ્લી કરાવી આપીશું, ચીફ ઓફિસરે બાહેધારી આપ્યા મુજબ  અમે કરેલ અરજી સંદર્ભે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા સામાવાળાને નોટીશ મોકલવામાં આવી હતી જેમાં સ્પસ્ટ જણાવેલું હતું કે નોટીશ મળ્યાના ત્રણ દિવસમાં ગેરકાયદેસરનું દબાણ દૂર કરવું અન્યથા નગર પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવશે જેનો ખર્ચ ગેરકાયદેસર દબાણ કર્તાએ  ભોગવવો પડશે.

આમ છતાં બેખોફ સામાવાળાએ નગરપાલિકા ચીફ ઓફિસરના આદેશની અવગણના કરી દબાણ દૂર કર્યું નહિ .

ફરી આ બાબતે અમોએ નગરપાલિકામ અરજી કરી આમ ક્રમશ અનેક ધક્કા ખાધા રૂબરૂ રહુઆત કરી

આમ કરતા કરતા નગરપાલિકા દ્વારા સામાવાળાને નોટીશ ૧ /નોટીશ ૨/ અને નોટીશ ૩ આખરી નોટીશ તા ૨૦/ ૧૧/૨૦૨૧ ના રોજ આપવામાં આવી હતી જેમાં દિવસ ૧૦ નો સમય આપવામાં આવ્યો હતો, જે વીતી ગયો તો પણ બેખોફ સામાવાળાએ ગાબાણ દૂર કર્યું નહીં.

આ બાબતે અમોએ જીલ્લા સ્વાગત કાર્યક્રમ ડીસેમ્બર ૨૦૨૧ અંતર્ગત તા-૧૭/૧૨/૨૦૨૧ ના રોજ અરજી કરી હતી. જેના સંદર્ભે કલેકટર કચેરી દ્વારા તત્કાલ ૧૭/૧૨/૨૦૨૧ ના રોજ ચીફ ઓફિસરને એક પત્ર પાઠવવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે તા ૨૧/૧૨/૨૦૨૧ સુધીમાં લેખિતમાં જવાબ આપવો. સવાગત અરજી સંદર્ભે ચીફ ઓફિસર સાહેબે અમોને તેમજ સામાવાળાને નગરપાલિકામાં રૂબરૂ બોલાવ્યા હતા. અને બંને ની ફરિયાદ સાંભળી સમજી હતી એ સમયે પણ સામાવાળાએ પાયા વિહોણી દલીલો કરી હતી. જે તદન ખોટી હોય તેને નકારીને ચીફ ઓફિસર સાહેબે સામાવાળાને સ્પસ્ટ જણાવ્યું હતું કે જે જગ્યાનો તેમે ગેરકાયદેસર હલણ તરીકે ઉપયોગ કરો છો અને, પરેશ ભાઈના ઘરની બારી પાસે તમે જે દીવાલ ચણી છે. તે જગ્યા નગરપાલિકાની છે તેથી તમારે તાત્કાલિક ધોરણે સંપૂર્ણ નવેરું ખુલ્લું કરવાનું રહેશે અન્યથા નગરપાલિકા દ્વારા ખુલ્લું કરવામાં આવશે જેનો ખર્ચ તમારે દબાણ કર્તાએ ભોગવવાનો રહેશે .

પરંતુ બેખોફ સામેવાલના મલીન મનમાં કઈ જુદું ચાલતું હોય,  

સાહેબનો હુકમ સાંભળી સામેવાળાએ વિનતી કરી દબાણ દૂર કરવા સાહેબ પાસે થોડો સમય માંગ્યો  હતો રહેમરાહે ચીફ ઓફિસર સાહેબે સામેવાળાને વધારાનો ૧૦ દિવસનો સમય આપ્યો હતો.

એ સમય અવધી તા ૧/૧/૨૦૨૨ નાં રોજ પૂરી થઇ ગઈ પણ સામે વાળાએ દબાણ દૂર કરવાને બદલે

આપ નામદાર સમક્ષ અમારા પર તેમજ નગર પાલિકા પર ખોટા આરોપો મૂકી કેશ દાખલ કરી દીધો .

જેથી કેસ લાંબા સમય સુધી ચાલ્યા કરે અને અમો ત્યાં સુધી અમારા સુખાધિકારથી વંચિત રહીએ .

માનનીય શ્રી જજ સાહેબ ખાસ નોંધ લેશોજી અગર જો બે ચાર દિવસ સુરજ ના નીકળે તો પ્રાણી માત્ર અકળાઈ ઉઠે અને સૂર્ય પ્રકાશ વિના માણસો અસ્વસ્થ થઇ બીમારીનો ભોગ બને છે તો જરા વિચારો સામાવાળાના દુષ્કૃત્ય ને કારણે તેઓએ અમારી બારી પાસે ગેરકાયદેસર કરેલ દીવાલના કારણે અમારા ઘરમાં તા-૧૧/૧૦/૨૦૨૧ થી આજ તા- ૨/૧/૨૦૨૨ સુધી અમારા ઘરમાં અંધારું છે.

અંધારાના કારણે અમારા પરિવાર પર માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય પર માઠી અસર થઇ રહી છે.!

મારી અપ સાહેબને નમ્ર અરજ છે કે સામાવાળા સામે હાલ ૨૦૨૦ સપ્ટેમ્બરમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીસન જે ભૂ માફિયાનો કાયદો છે તે તળે સત્વરે પગલા લઇ સરકારી જમીન પર ગેર કાયદેસર બાંધકામ કર્યું હોય અને અમારો સુખાધીકાર છીનવી લીધો હોય, લેન્ડ ગ્રેબિંગ કાયદા તળે સત્વરે કાર્યવાહી કરવા નિમેલ ટીમને હુકમ કરે. 

 

  

 

   

     

 

 

 

  

No comments:

Post a Comment