“અનંત” પાણીમાં રંગ ની માફક...
જે પ્રેમી એક બીજામાં ભળી જાય છે..!
શરીરની સાથે સાથે મન થી મન અને ,
આત્મા થી આત્મા જેના ભળી જાય છે..!
એવા પ્રેમી એક બીજાની ભીતરી વેદના-
સંવેદના ક્ષણમા સહજ કળી જાય છે ...!
ઘોઘા અને ઘોઘી વચ્ચે ...
આવીજ ઉચ્ચ કક્ષા ની પ્રીત હતી...!
કાયમ ઘોઘી સાથે પ્રેમથી લડતો ,ઝગડતો,આનંદથી
ઊછળતો ઉત્સાહની છોળો ઉડાડતો ઘોઘો ...
આજે અચાનક એક દમ ચૂપ...
સોફા પર બેઠો છે...
જોકે ચહેરા પર એવા કોઈ ભાવ નથી ઉપાસવા દેતો...
એનો આછા સ્મિત ભર્યો ચહેરો જોઈ કોઈ -
કહી / કળી ના શકે કે.....
ઘોઘાની ભીતર .....
ઝીણી ઝીણી વેદનાની કંપારી છૂટી રહી છે...
આજે ઘોઘાના પગ ટીપોય પર લંબાવેલા નથી...
ધરતી પર પગ ટેકવી ઘોઘો સોફા પર મૌન બેઠો છે...
અને ઘોઘી ઘોઘા માટે ચાય લઈને આવે છે ..!
ઘોઘીના હાથમાથી ચાયનો કપ લેતા લેતા-
ઘોઘો ઘોઘી સામે જોઈ હસે છે ...!
આમ તો જોકે ઘોઘો હસીને ભીતર ઉઠતાં વેદનાના-
સ્પંદનોને ઘોઘીથી છુપાવવા પ્રયાસ કરે છે..!
પણ ઘોઘીએ તો આવતા વેંત જ ઘોઘાના સ્પંદનો -
પકડી પાડ્યા હોય છે ..!
ઘોઘાના પગ વિનાની ખાલી પડેલી સુની સુની ટીપોય પર
બેસતા ઘોઘી ઘોઘાને સવાલ કરે છે !
ઘોઘા આજે તું ઉદાસ કેમ ..!
ચાયની ચૂસકી ભરી ઘોઘાએ હળવેકથી જવાબ
આપ્યો ...
કાંય નય હવે ઘોઘી એતો બસ એમજ ...!
ઘોઘાની ભીતર ઉઠતાં ...
શૂક્ષ્મ માં શૂક્ષ્મ સ્પંદન જીલતી ઘોઘીની આંખો ...
ઘોઘાનો જુઠો જવાબ સાંભળી ભીંજાઇ ગઈ...
આ જોઈ ઘોઘાની પીડા બેવડાઈ ગઈ ...
અને ઘોઘાએ ઘોઘીને કહ્યું ...!
અરે ..! ઘોઘી તને શું થયું ..!
કઈ નૈ કહી ઘોઘી ચૂપ રહી...
ઘોઘીની બંને આખોમાથી આંસુ છલકી ....
ગાલ પર રેલાઈ ગયા...
ઘોઘીની સામે જોઈ ....
તગતગતિ આંખે ઘોઘાએ ઘોઘીને કહ્યું ...
તો પછી તારી આ આંખમાં ભીનાશ કેમ ..?
નીચી ભીની નજરે ઘોઘીએ ઘોઘાને
એના જેવોજ અર્થાત
ઘોઘા જેવો આપ્યો હતો એવોજ જવાબ આપ્યો...
કાંય નય હવે ઘોઘા એતો બસ તારી જેમજ ...!
છેક દૂર દૂર વાગતું અને ધીમું ધીમું સંભળાતું આ ગીત
ઘોઘીના ભીતરના ભાવ સાથે ભળી જાય છે ..!
ગીતના શબ્દો સાંભળતા એવુજ લાગે
જાણે ઘોઘી ઘોઘા માટે આ ગીત ગાય છે .
अगर मुझसे मोहब्बत है, मुझे सब अपने ग़म दे दो
इन आँखों का हर एक आँसू, मुझे मेरी कसम दे दो
तुम्हारे ग़म को अपना ग़म बना लू, तो करार आए
तुम्हारा दर्द सीने में छूपा लू, तो करार आए
वो हर शय जो, तुम्हे दुःख दे, मुझे मेरे सनम दे दो
शरीक-ए-जिन्दगी को क्यों, शरीक-ए-गम नहीं करते
दुखों को बाटकर क्यों, इन दुखों को कम नहीं करते
तड़प इस दिल की थोड़ी सी, मुझे मेरे सनम दे दो
इन आँखों में ना अब मुझको कभी आँसू नजर आए
सदा हँसती रहे आँखे, सदा ये होंठ मुसकाये
मुझे अपनी सभी आहे, सभी दर्द-ओ-आलम दे दो
ઘોઘીના પોતાના પ્રત્યેના લગાવથી ઘોઘો ચિંતીત છે ! કેમકે ,,,
એ જાણે છે / વિચારે છે કે ,
આ નામ વગરના સંબંધનું આયુષ્ય આખરે કેટલું !
પોતે છેક લગી કદાચ નિભાવી નૈ શકે ,
તો ઘોઘીનું શું થશે !
એ ખુદ જાણતો હતો ખુદને કે
પોતે એક સાવ નકામો અને ફાલતુ માણસ છે !
મારા જેવા નકામા નાકામ માણસને ઘોઘી કેમ નિભાવશે ..!
આ વિચારે ઘોઘાના મનમાં ઉઠતાં ભાવ સાથે છલકાતી આંખે ...
સાથ સાથ ફિલ્મનુ આ દર્દીલું ગીત ભળી જાય છે ...
અને ઘોઘો પીગળી જાય છે....
ઘોઘો મનમાં ને મનમાં ગાય છે ...
प्यार मुझसे जो किया तो क्या पाओगी
मेरे हालात की आंधी में, बिखर जाओगी
रंज और दर्द की बस्ती का मैं बाशिंदा हूँ
ये तो बस मैं हूँ के इस हाल में भी ज़िंदा हूँ
ख्वाब क्यों देखू वो कल जिस पे मैं शरमिंदा हूँ
मैं जो शरमिंदा हुआ, तुम भी तो शरमाओगी
क्यों मेरे साथ कोई और परेशान रहे
मेरी दुनिया है जो वीरान तो वीरान रहे
जिन्दगी का ये सफ़र तुम पे तो आसान रहे
हमसफ़र मुझ को बनाओगी तो पछताओगी
एक मैं क्या अभी आयेंगे दीवाने कितने
अभी गुन्जेंगे मोहब्बत के तराने कितने
जिन्दगी तुमको सुनाएगी फ़साने कितने
क्यों समझती हो मुझे भूल नहीं पाओगी
સંવાદ ઘોઘા ઘોઘીના.....
ગીત 1 આપકી પરછાઇયા
ગીત 2 સાથ સાથ
રચના “અનંત” ની
मेरा क्या है...
मेरा तो मे भी नही.....
https://www.facebook.com/100002991311961/posts/833094076800295/
No comments:
Post a Comment