Wednesday, 13 April 2022

Kunjal Pradip Chhaya

 Kunjal Pradip Chhaya 

12 hrs 

આ તે, નિયમ કઈં ખરો?

આખા દિવસના કામેથી,

થાકેલી-પાકેલી સ્ત્રીઃ

છેક છેલ્લે રસોડું આટોપી,

આડો વાંસો કરી સૂવે,

'ને સૂતાંની સાથે જ-

ફરી એની ચાકરી ચાલુ!

- |{©£@ ૧૨.૦૪.૨૦૧૪

કુંજકલરવ

લે બોલ કેમ ! ?

એમાં વાંધો શું છે હે..!???

" જ્યાં પ્રેમ હોય ત્યાં નિયમ બિયમ ના હોય... "

“ચાકરી સિવાય બીજું કાઇ ના હોય કે..? 

લે બોલ .!” 

“અસસ્લ સ્ત્રી એ જે રાત થવાની રાહ જુવે. “ 

“ઇ ચાકરી જ આખ દિ'નો થાક ઉતારે.. “

“ઇ ચાકરી કરવામાં પણ નખશિખ સ્ત્રીને અલૌકિક આનંદ આવતો હોય છે.”

“અને પુરુષ શું આખો દાડો મંજીરાં વગાડતો હોય છે.? બાત કરતી હે... !” 

“સમુર્ણ પ્રેમ, સમર્પણ ભાવ એજ તો 

 ખરી સ્ત્રીનું લક્ષણ હોય છે.” 

“જ્યાં અરસ પરસ પ્રેમ હોય, 

ત્યાં આવા હિસાબ ના હોય ."

“જેને પ્રેમમાં હુંફમાં સમજ ના પડતી હોય, 

એ સ્ત્રી પથારી પર પણ ઢસરડા જ કરે છે,… “ 

“ખરો પ્રેમ કરનાર પતી પણ પોતાની પત્ની ની ચાકરી કરવામાં નાનપ નથી અનુભવતો ... “

“ચાકરી કરતાં કરતાં પ્રેમ અને હુંફ નો 

અલૌકિક અહેસાસ થતો હોય છે ... “

“બાકી બધુ છેવાડાની વાત છે જે ક્ષણિક હોય છે .!

“અરસ પરસ એ ક્ષણ ની અપેક્ષા જ પ્રેમ જન્માવે છે.” 

“એ ક્ષણ પણ દીર્ધ આનંદ આપે છે...!” 

આવું બધું તો ઘણું બધુ ભાઈબંધ કહેતો ... 

ખંડેર મધ્યે જ્યારે અમે મળતા ત્યારે.. 

જ્યારે કઈ આપીએ ત્યારે મળતું પણ હોય છે ... 

પછી પ્રેમ આપો કે પીડા .... 

આનંદ આપો કે વ્યથા ... 

જે આપો..! 

તેજ પામો..! 

જે જોઈતું હોય તે પ્રથમ આપવું પડે...! 

આપો તોજ ! મળે ... 

માંગો તો ન મળે ....

એના લખેલા વર્ષો પહેલા... 

*બ્લાસ્ટ :- 

“સ્ત્રીની જેટલી સારી બાજુ હોય છે,

એટલીજ ખરાબ બાજુ પણ હોય છે.” 

એજ રીતે ... 

પુરુષની જેટલી ખરાબ બાજુ હોય છે ,

એટલીજ સારી બાજુ પણ હોય છે.” 

મોટા ભાગના લલ્લુઓ...

સ્ત્રીઓની નજરમાં મહાન થવા...

ફક્ત ને ફક્ત સ્ત્રીઓની સારી બાજુ 

જ ચીતર્યા કરતા હોય છે ..!  

આવા લલ્લુ પંજુઓથી સ્ત્રીઓ પણ 

જટ આકર્ષાય જતી હોય છે..!

કેમકે સ્ત્રીઓ પોતાના વખાણ સાંભળવા 

ટેવાયેલી હોય છે. 

પણ..!

"જ્યારે પણ  કોઈ અજાણ્યા પુરુષ ધ્વારા....

વધુ પડતાં વખાણ થાય ત્યારે 

સ્ત્રીઓ એ ચેતવા જેવુ ખરું." 

પારકી સ્ત્રીઓની મદદ કરવા અજાણ્યો પુરુષ 

હમેશા તત્પર હોય છે..!

કેમ ???

ઘેર તો બકાલું લેવાનું ‘કે તો પણ બહાના બતાવે છે. 

( અવસરે હુય ઈજ માયલો છું..!

કે નૈ એ તો અવસર આવ્યે ખબર પડે.!) 

પણ હજુ સુધી એવો અવસર આવ્યો નથી... 

બસ બીજી મને ખબર ના પડે .... 

અબે ચૂપ રે ...! 

( હું કઈ લલ્લું પંજુ નથી ..... )

*બ્લાસ્ટ* ફોર ભાઈબંધ ...

હું જ્યારે "નખશિખ સ્ત્રી" કહું છું ત્યારે તમને સવાલ થવો જોઈએ..! 

તમે મનમાં અથવા મારી સાથે એવી દલીલ પણ કરી શકો છો કે સ્ત્રી તો સ્ત્રી જ હોય ને.! એમાં વળી "નખશિખ સ્ત્રી" એવુ વીષેશણ શા માટે.? તો આ હકીકત જરા ઉંડાણથી તપાસવી પડે!

સ્ત્રી અનેક પ્રકારની હોય છે.! 

અનેક પ્રકારમા ના અનેક પ્રકારમા અનેક પ્રકારની સ્ત્રી હોય શકે છે.! મગર એ અનેક પ્રકારમા નો એક પ્રકાર એવો છે જેને ખરા અર્થમાં સ્ત્રી કહી શકાય જેને નખશિખ સ્ત્રી કહી શકાય..! 

અસ્સલ નખશિખ સ્ત્રી એ 

જેના મનમાં ભક્તિનો ભાવ હોય. 

જેના હૃદયમાં પ્રેમ અપાર  હોય. 

જેની આંખોમાં અનંત કરુણા હોય. 

જેની વાણીમાં સહજ મીઠાશ હોય. 

અને સમર્પણ જેનો સ્વભાવ હોય ...

એ સ્ત્રી ખરા અર્થમાં અસ્સલ નખશિખ સ્ત્રી 

બાકી, તમામ પ્રકારની સ્ત્રી માત્ર આકાર છે.! 

પુરૂષોન શરીર કરતા અલગ આકાર... 

લાંબા વાળ છાતીમાં ઉભાર...

કે એવા બીજા ઘણા બધા ફેરફાર.. 

હોય છે માત્ર સ્ત્રી શરીરના.. 

બધી સ્ત્રી શરીરથી આકારે સ્ત્રી હોય છે ..!

પુરૂષો માં પણ આવો ભેદ ભરમ જોવા મળી શકે છે.! 

મો પર દાઢી મુછ છાતી પર વાળ સુદ્રઢ શરીર હોવા છતાં જેમ ઘણા પુરૂષ પુરૂષ નથી હોતા બસ એજ રીતે સ્ત્રી સ્ત્રી નથી હોતી.! 

જો કે આ અજબ ગજબની તમામ હરકત રમત એ પ્રકૃતિનીજ દેણ હોય છે બસ સ્વીકારવાનું એટલુજ કે હોય છે.! 

મગર ઘણી સ્ત્રી આચાર વિચારે સ્ત્રી નથી હોતી.! 

સ્ત્રી નો આત્મા સ્ત્રી ની ભાવના સ્ત્રી પણુ એ એક અલૌકિક વ્યવસ્થા છે અલગજ અવસ્થા છે.! 

વિચારે પણ જે સ્ત્રી હોય છે ..!

"અનંત" તેજ શરીર આકારે દીપે છે..!

બે અર્થમાં ભાઇબંધે છેલ્લું વાક્ય લખ્યું છે !

તે રાત્રે વાતના અંતે ..!

અર્થાત ...?  

એમ જ્યારે મેં પૂછ્યું ત્યારે 

ભાઇબંધે ખુલાસો આપતા કહેલું... 

પરીયા... 

જે ખરા અર્થમાં સ્ત્રી હોય છે ..!

તેના ચહેરા પર અનંત તેજ હોય છે !

અને એવી સ્ત્રી શરીર સમેત દીપી ઉઠતી હોય છે ..!   

"અનંત"

લ્યો ગીત જુઓ અને સાંભળો..! 

https://youtu.be/ebJ2l8EgguU?si=kpO2esO0mF9Gd-Bk

*બ્લાસ્ટ* 

હું પરમ ચરમ અખંડ અનંત પ્રેમી છું."અનંત" 

પ્રેમથી પેટ ભરાય ના ભરાય પેટ ભોજનથી.! 

"અનંત" 

લ્યો ભેરાભેરી ભાઈબંધ અનંતે 

વર્ષો પહેલાં આ રચના માણો.! 

તો જાણો.! 

વર્ષો પહેલા ... 

ભાઈબાંધે સેવેલી 

*ઝંખના * 

એક સમજણ સાથે હોવું જોઈએ સમર્પણ . 

એજ સમર્પણ સાથે હોવી જોઈએ સમજણ .

માત્ર દેહથી દેહ નું મળવું  એ તો સર્વ સામાન્ય ઘટના છે .  

સ્ત્રી પુરુષ  વચ્ચે  હોવું જોઈએ આત્માથી આત્માનું  સગપણ .

દિવસ આખો રાહ જુવે રાત પડવાની  તન મળવાની.    

સતત સાથે રહે તો પણ લગીરે ઓછું થાય ના વળગણ . 

રાત્રે મનથી મન તનથી  તન મળ્યા પછી પણ  રોજ સવારે  પણ રહેવું જોઈએ એક બીજા પ્રત્યે આકર્ષણ . 

રાત ભર આખાય શરીરને આલીંગન માં લીધા પછી પણ.!  

સવારે ટેરવાના સ્પર્શ માત્રથી થવું જોઈએ હ્રદય ઝણ ઝણ . 

 "અનંત" સતત સખત પ્રેમ કરતાં કરતાં જાય જુવાની . 

ક્ષણે ક્ષણ પ્રેમ કરતાં કરતાંજ આવવું જોઈએ ઘડપણ . 

"અનંત"    


https://m.facebook.com/story.php?story_fbid=532269106882795&substory_index=0&id=100002991311961






No comments:

Post a Comment