Friday, 22 April 2022

ગોઝારી દુર્ઘટના નો શાક્ષી

 બીજું કોણ કોણ મારી જેમ 'મચ્છુ' ફિલ્મ આવવાની રાહ જુએ છે? 😒

લૂઉઅ...

!

!

!

!

!

વર્ષો પહેલાં ...

એક શનીવારની બપોરે...

ધોધમાર વરસાદ વરસતો હતો. 

શેરીમાં ઘણાં બાળકો વરસતા

વરસાદમા મૌજથી ભીંજાતા હતા...

રમતાં હતાં...

એ બાળકોની ટોળીમા

એક હું પણ હતો.! 

અને અચાનકજ...

સામે ધસમસતુ પાણી આવ્યું 

ત્યારે તો ખબર પણ નહોતી પડતી 

કે આને પુર કહેવાય... 

મચ્છુ નદીનુ  પુર.... 

અમે બાળકો રસ્તા વચ્ચે રમતા હતા, 

અને, 

અને અચાનકજ 

મને કોઈએ ખેંચીને ઘરમાં લૈ લીધો...

અકલે હું જીવું છું.!

બાકી હું તો તેદિજ મરી ગ્યો 'તો.. 

મચ્છુ ડેમ તુટતા આવેલુ પુર 

બચપણમા નજરો નજર મે પણ 

જોયુ છે લૂઉઅ...

જા તું જોઈ આવજે ફિલ્મ  આવે ત્યારે... 

માર્રે નથ્થી જોવુ..! 

તે દિવસે માત્ર ડેમ નહોતો તુટ્યો લૂઉઅ... 

કૈ કેટલાય ઘરો પરીવારો પણ 

તુટીને તહસ નહસ થૈ ગયા હતા 

આજે પણ એ ગોઝારી ઘટના... 

ઢેર થૈ ગયેલા કાચા પાકા મકાન... 

અને, લાસોના ઢગલા...

મારી આંખ સામે તરવરે છે..! 

જ્યારે પણ કોઈ મચ્છુ 

હોનારતની વાત કરે છે..!

એ વખતના સમાચાર પત્રો

આજે પણ મારી પાસે

એમનેમ હેમખેમ સાચવેલા છે.!

તારે જોઈતા હોય તો લૈ જજે..! 

મરતા મરતા બચેલુ એક બાળક 

અકલે,,, 

https://m.facebook.com/story.php?story_fbid=2702903046486046&id=100002991311961





No comments:

Post a Comment