Sunday, 10 April 2022

ભાઈબંધ ના ભડાકા

 ભાઈબંધો એ વર્ષો પહેલાં થયેલા... 

અનંત અનુભવના આધારે... 

કહેલી /લખેલી વાતો. 

@@@@@@@@@@@@@@@@

એકજ પક્ષ કે એકજ વ્યક્તિ ની આધી અધુરી વાત કે ફરીયાદ સાંભળી બીજી વ્યક્તિ માટે ક્યારેય કોઈ પણ પ્રકારનો અભીપ્રાય આપવાની ઉતાવળ તમને ભોંઠા પાડી શકે છે.!

"અનંત *

****************************

એકજ વ્યક્તિ ની ફરીયાદ ના આધારે 

બીજી વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારની

ધારણા બાંધવી એ પણ નરી મુર્ખતા છે..!

" અનંત "

*******************************

ભૂલમાં ભૂલથી ભૂલ થવી એ કોઈ પાપ કે 

ગુનાહ નથીજ ..! 

મગર પોતાની એ ભૂલને ઉઘાડી પડી ગયા પછી પણ યેનકેન પ્રકારે ઢાંકવી છાવરવી એ પાપ છે.! એજ અપરાધ છે.!

"અનંત" 

********************************

એ મુર્ખ છે જે કોઈના સાચુ બોલવા કહેવાથી 

સંબંધો પર પુર્ણ વીરામ મુકે છે..! 

"અનંત" 

*************************

જે સંબંધો સાચુ બોલવાથી તુટે

એ પહેલેથીજ તકલાદી હોય છે.! 

"અનંત" 

***************************

જીંદગીની કઠોર અને વરવી વાસ્તવિકતા..!

સંબંધો ખોટુ કે સાચુ બોલવાથી નહીં..! 

મગર સાચુ સાંભળવા અને સ્વીકારવાની 

ક્ષમતા ના અભાવે તુટતા હોય છે..!

"અનંત" 

**********************************

વીપરીત સંજોગોમાં કોઈને મદદ કરવી 

પુણ્યનુ કામ છે ચોક્કસ..! 

મગર પછીથી કાયમ એ વ્યક્તિને પોતે કરેલા 

અહેસાન નો અહેસાસ કરાવવો અને એજ 

અહેસાન વારંવાર યાદ કરાવી 

તેનો લાભ યા ગેરલાભ લેવો એ મહા પાપ છે.! 

એમ કરવાથી તમે એ આભારવશ 

વ્યક્તિ જેની તમે વીપરીત સંજોગોમાં 

મદદ કરી હોય છે. 

તેની નજરમાંથી નીચે સાવ ઊતરી જાવો છો.! 

"અનંત" 

********************************

શક્ય હોય ત્યાં સુધી કોઈની મદદ ન લેવી 

અગર લેવીજ પડે એમ હોય તો પણ મદદ 

લેતા પહેલા એક સ્પષ્ટતા જરૂર કરી લેવી કે 

એ નીશ્ચીત નથી કે તમે પણ ક્યારેક એમને 

મદદ કરી શકશો..! 

"અનંત" 

*******************************

આપણે વખાણીએ કે, 

વગોવીએ એ વાત નોખી છે.! 

મગર..... 

આ જગતમાં કોઈ કોઈને 

સુખી કે દુ:ખી ક્યારેય કરીજ નથી શકતુ. 

હાં એ માટે કોઈ પણ વ્યક્તિ 

માત્ર નીમીત બને છે..! 

બાકી સુખ કે દુઃખ સૌને સૌના હીશાબ મુજબજ 

યાની કર્મ મુજબ મળતું હોય છે..! 

"અનંત" 

**************************

ફીલોસોફીઓ સલાહો શીખામણો 

માત્ર અનુકુળ સંજોગોમાંજ 

આપવા લેવામાં આનંદ આવે છે..! 

પ્રતીકુળ સંજોગોમાં... 

સુફીયાણી સલાહ શીખામણો અને 

ફીલોસોફીઓ નો ફીયાસ્કો થતો 

મે જોયો અનુભવ્યો છે..! 

અનુકુળ સંજોગોમાં સુફીયાણી સલાહ શીખામણો 

અને ફીલોસોફીઓ 

ઠોકનારને મે વીપરીત સંજોગોમાં 

જીવનથી હારી જતાં જોયા છે.! 

"અનંત" 

*************************

તમારી ઈચ્છા મુજબ કૈ પણ 

બનતા બની જાય એ વાત નોખી છે.! 

મગર તમે ઈચ્છો તમે ચાહો એવુજ બને 

એ શક્યતા ખુબ ઓછી છે..! 

"અનંત" 

જ્યારે કોઈ વ્યક્તિ ખોટુ કરતી હોય, 

અને તે વ્યક્તિ વાણી વર્તન દ્વારા 

એવો વ્યવહાર કરતો હોય, 

જે કોઈ પણ દ્રશ્ટી એ ઉચિત કે યોગ્ય ન હોય, 

અને એ વ્યક્તિ ના એવા અનુચિત 

વાણી વર્તન કે વ્યવહાર ના કારણે 

મીત્ર, સબંધી કે પરીવારના સારા સંબંધો પર 

વીપરીત અસર પડવાની શક્યતાઓ 

જણાતી હોય. 

તો સ્પષ્ટ પણે પરીણામ નો કોઈ પણ જાતનો 

ડર રાખ્યા વીના એકવાર એને 

એ જે કરી રહ્યો છે તે ગલત કરી રહ્યો છે 

એ મોઢામોઢ કહેવુજ જોઈએ.! 

કારણ કે સ્પષ્ટ અને મોઢામોઢ કહેવા થી બૌ બૌ તો 

એને થોડો સમય માઠુ લાગશે ... 

પણ એમ નહીં કરવામાં આવે તો 

આગળ જતાં 

સંબંધોમાં જે નુકસાન જશે તે મોટુ હશે ...

જ્યાં સુધી એને કહેવામાં નથી આવતુ 

ત્યાં સુધી એ અનુચિત અશોભનીય વાણી કે વર્નન

સાથે વ્યવહાર કરતી વ્યક્તિ એ સમયે 

એમ જ સમજતી હોય છે કે તે જે પણ 

કરે છે તેજ ઉચીત છે બરોબર છે.! 

તેજ સાચુ છે તેજ સાચો છે. 

એવા સમયે એ વ્યક્તિને એક વાર 

શાંતિ પુર્વક કોઈએ એમ કરતાં 

અવશ્ય રોકવો ટોકવો જોઈએ. 

અગર એને એમ કરતાં 

રોકવા ટોળામાં ના આવે તો એ 

આજીવન એમજ સમજે છે 

એવાજ ભ્રમમાં રહે છે કે, 

તે અન્ય વ્યક્તિ સાથે 

જે રીતે વાણી વર્તન વ્યવહાર કરે છે તે 

બરોબર છે..! 

અને એનુ એવુ સમજવાનુ કારણ એજ છે કે 

એને મોઢામોઢ એકદમ સ્પષ્ટ રીતે કોઈ 

કહેતું નથી કે તે જે રીતે અન્ય વ્યક્તિઓ 

સાથે વાણી વીલાસ કરે છે તે 

આગળ જતાં બીજાને તો પછી નુકસાન 

કરે છે પણ સૌથી પહેલાં ખુદનેજ 

સૌથી વધુ અને મોટુ નુકસાન કરતો હોય છે.! 

જેનુ ભાન એને 

"હું જે કહુ હુ જે કરૂ તેજ સત્ય" 

એવા ભ્રમમાં થી નીકળ્યા પછીજ થતુ હોય છે. 

અને એ ભ્રમમાથી નીકળે ત્યાં સુધીમાં 

અન્ય કરતા એનેજ 

આર્થિક, સામાજિક, માનસિક કે 

મીત્રો કે પરીવારમા 

એણે ખુદનેજ ખૂબજ 

 મોટુ નુકશાન પહોંચાડી દીધુ હોય છે. 

"અનંત" 



************

હું હર હાલમાં 

પરમ આનંદ 

ચરમ આનંદ 

અનંત આનંદ 

અનુભવું છું..! 

એ સત્ય ખરૂ પણ અધુરૂ..! 

"અનંત"

અનંત અઢળક ઊંડા અનુભવના આધારે આવી તો કૈ કેટલીય ખીલોસોફીઓ ભાઈબંધો ઠોકી ગયા છે..!

પણ એમાની એકેય એનેય કામ નથી આવી.!

છતાં પણ 

આ તો શું છે કે,,,

ઇ બા'ને 

ટાઈમ પાસ થાય.. 😊

No comments:

Post a Comment