Tuesday, 12 April 2022

बीते हुए दिन महीने साल

 વીતેલા દિવસો... 

કોઈના આવ્યા છે કે તારા આવશે..!

ભૂલી જા દોસ્ત... ભૂલી જા...!


મહોલ્લો ખંડેર થયા પછી... 

એક નુ એક ગીત ગણગણતા અનંતને

મે સમજાવતાં કહ્યું. 


આવશે પરીયા...

જરૂર આવશે...

આ વખતે નહીં તો આવતી વખતે...

અનંતે દ્ઢતાથી કહ્યું.

એટલી ધીરજ છે તારામાં..! મે પુછ્યું.

ન્ના..! નથી..! અનંતે કહ્યું. 

તો પછી.? મે પુછ્યું..!

હું જ્ઈશ...

હું જ્ઈશ એટલે આવશે...

બસ આ છેલ્લી વાત એની હું સમજી ન શક્યો...


 

હજ્જારો વખત આ ગીત વાગ્યું હશે લગભગ...

વર્ષો પહેલાં...

ખંડેર ની માલીપા...

સતત અનંત આનંદ મજાક મસ્તી જગડા..

રીશામણા મનામણા અને બસ્સ

મહોલ્લો જીવંત થૈ જતો...

એ મહોલ્લો...

મહોલ્લા ની એકોએક જગા...

સાંકડી ગલી... 

લાકડાની ડેલી...

નાનકડી ખીડકી... 

ફળીયુ રવેશ પગથિયા...

બારી જારી ઝાંપો...

કાળા પત્થરની દિવાલ...

દિવાલની ઊંચી પાળી...

અને,

પરસેવે લથબથ અનંત... 

આ બધુજ વર્ષો પહેલાં....

જીવતુ જાગતુ હસતુ ગાતુ હતુ...

વર્ષો પહેલાં.... 

અનંત જીવતો હતો એ મહોલ્લામાં ....

અકલે એ મહોલ્લો જીવતો હતો અનંતમા...

અને પછી,,, 

એક પછી એક પેલી બીજી ત્રીજી ચોથી... 

જે નથી ગણી એ નથીજ ગણવી...

આખરે છેલ્લી ઉમીદ જે હતી..

એ પણ ગઈ...

ત્યાર પછી...

અનંત મૌન થઈ ગયો...

અનંત ની જેમજ મહોલ્લો પણ..!

મૌન થઈ ગયો બીલકુલ મૌન....

એ મહોલ્લા ના શાંત સુમસામ સમસાનવત થયા પછી...

આ ગીત ભીતર ભીતર રડી રડીને ગાતુ વાગતુ ...

हाये रे वो दीन क्यों ना आये।

जा जा के रे तु....

કેસેટની બંન્ને બાજુ આ એકજ ગીત રેકોર્ડીગ કરાવ્યું હતું ભાઈબંધે વર્ષો પહેલાં...


                        भाग ना बांचे कोई...


https://m.facebook.com/story.php?story_fbid=2680330335409984&id=100002991311961


https://m.facebook.com/story.php?story_fbid=853764631399906&id=100002991311961


https://m.facebook.com/story.php?story_fbid=853764434733259&id=100002991311961


લખ્યું.....! 

બોલ્યું.......!

વાંચ્યું...........! 

સાંભળ્યું............! 

ક્યારેય એળે નથી નથી ને નથી જ જતું ........!
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અજ્ઞાની" —

No comments:

Post a Comment